Oasis Dream India Camp - Leadership Special |
Young Leaders of Oasis take up the challenge
To lift the face of Oasis Valleys during
Oasis Dream India Camp - Leadership Special |
The reflection summarizing the feelings of participants after the camp -
“Incredible India!
Incredible Dream India Camp!
Incredible Oasis!” |
|
The Group: 56 Young Leaders emerged from various camps conducted by Oasis in the last 3 years made this special Dream India Camp Most Vibrant & Lively.
While world's largest Democracy was on trial during India's 15th Loksabha Elections, the Young Leaders of Oasis celebrated the festival of True Democracy in a Leadership Special Dream India Camp at Oasis Valleys. The camp started on 10th May and ended on 23rd.
It was a special camp for Leaders of leaders. Starting from Jury election to daily sessions to games, exercise & duties - all was designed to challenge the participants to go to higher levels. Special sessions were added and daily routine was changed accordingly.
The major challenge given to the future Torch-bearers of Oasis Movement was the Make Over of Oasis Valleys Institute & Campus. And as we have known them rightly, they took the challenge whole-heartedly. For this the participants were offered 7 Projects; all the leaders selected their projects according to their talent & inclination. Excellence was the only bench-mark. Project planning was done & daily goals were laid down. Under guidance of one manager and project guide, beating the scorching heat of the summer, everybody worked hard to finish their goals.
Binit Shah & Viral Panchal of Oasis took up the challenge of camp management who were assisted by a team of volunteers - Farooq Pathan, Jayesh Chauthani, Lay Naik, Mantraraj Naik, Nikita Patel, Nirali Dhum & Praksha Desai.
The camp was facilitated by Sanjiv Shah and Sheeba Nair. They were assisted by team members of Oasis Movement - Alkesh Raval, Dr. Ami Desai, Hiral Patel, Dr. Maya Soni, Mehul Panchal, Dr. Neha Vakharia, Dr. Pallavi Raulji & Preeti Nair. |
Crux of reflections from the participants after the camp: |
આ લીડરશિપના કૅમ્પમાં આવીને મારી જિંદગી બદલાઈ ગઈ છે
આ કૅમ્પ આવીને પહેલાં તો મને એવું જ લાગ્યું કે આ કૅમ્પમાં જુદી-જુદી ભાષાઓ બોલનારા આવશે તો અમે કેવી રીતે ૧૨ દિવસ પસાર કરીશું? પણ નહીં, આ કૅમ્પમાં આવીને મારી જિંદગીમાં ઘણા પ્રૉબ્લેમ હતા તે બધા solve થઈ ગયા અને હું સંજીવભાઈનો અને બીજા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.
~ બુધા ગજેડિયા, લીમડી, સૌરાષ્ટ્ર
I learnt that I can speak fearlessly. I got more self-confidence from here; I understood Who am I and I also learnt that which are my talents. From L3 session, I learnt about glasses and how to increase our confidence. These make me happy because I can use whatever I learnt from here in school and I also can teach these to others.
~ Akshay R., Palakkad, Kerala |
હું આ કૅમ્પમાં એટલું બધું શીખ્યો કે હું કહી પણ નથી શકતો
ઘરે હું કંઈ ન ખાતો પણ અહીં હું બધું જ ખાઉં છું. આપણને જે Freedom મળે છે તેનો જિંદગીમાં ઉપયોગ કેવી રીતે કરવો? L3માં શીખ્યા આત્મવિશ્વાસ અને ગ્લાસિસ, તેનો જિંદગીમાં ક્યાં ઉપયોગ કરવો? Pot પર રંગ કરતાં, Plant રોપતાં, પોતાની મુશ્કેલી જાતે solve કરતાં, કામ કરી જાતે સફાઈ કરતાં, Over-confidence ન રાખતાં, વગેરે ઘણું શીખ્યો. .
~ નીલ પટેલ, સુરત |
આ કૅમ્પમાં આવીને હું ખૂબ ખુશ છું
આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાંથી હું Friendship એટલે શું અને તેને કેવી રીતે નિભાવવી તે શીખી. નવા મિત્રો બનાવતાં શીખી; આખો દેશ કેવી રીતે ચાલે છે અને કઈ કઈ મુશ્કેલીઓ ઊભી થાય છે તે શીખી. દેશ ચલાવવામાં જનતાનું કેટલું મહત્વ છે તે શીખી. આ કૅમ્પમાં હું Team work કરતાં શીખી.
~ જાગૃતિ પાટિલ, નવસારી
આ કૅમ્પમાં આવીને મને મારી લાગણી વ્યક્ત કરવા મળી. હું જાણી શકી કે હિંમત અંદર દિલમાંથી આવે છે, આત્મવિશ્વાસથી આવે છે. હું મારા મુદ્દાઓ રજૂ કરી શકી તેથી હું ખુશ છું. હું મારા મુદ્દા દ્વારા લોકોમાં જાગૃતિ લાવી શકી. જીવન સાથેનો નાતો મને ઓએસિસે બતાવ્યો છે. હું મનથી ઓએસિસને વંદન કરું છું.
~ કાજલ સોલંકી, નવસારી |
હું આજે ઘણી ખુશ છું કેમ કે ઓએસિસ સાથે છું
આ કૅમ્પમાંથી હું સૌથી વધુ બધા સાથે એકજૂટ થઈ રહેવાનું શીખી. પહેલાં પહેલાં તો મને લાગ્યું કે મારું અહીં કોઈ નથી પણ જ્યારે મને બધા સમજવા લાગ્યા અને મારા દુઃખને પોતાનું દુઃખ સમજ્યું એના પરથી હું શીખી કે કોઈ પણ સ્થિતિમાં આપણે પોતાના મિત્રોનો સાથ ન છોડવો જોઈએ. આપણી જિંદગીમાં આપણે કેવી રીતે બીજાને સમજીશું અને કેવી રીતે એની જિંદગીમાં હળીમળી જઈશું, તે શીખી. હું આજે ઘણી ખુશ છું કેમ કે મારા સ્વપ્નના ડ્રીમ ઇન્ડિયા કૅમ્પ અને Oasis જેવી વિશાળ સંસ્થા સાથે હું છું.
~ શબાના અન્સારી, બારડોલી, સુરત |
I learnt many things which make my life happy & progressive
I learnt many things from this dream India camp, the things which make my life happy and progressive. I learnt how to manage the time; how to plan & achieve our goals and how it can be implemented in my life. In the L3 session I learnt a lot from Sanjivbhai that how to increase our self-confidence, how to build a true friendship etc. We also learnt how to manage water.
~ Harshil Desai, Navsari
I would like to express gratitude towards oasis and would like to thank the whole team of oasis profusely. Oasis introduced a new ideology and gave me a new thing to believe on. It gave me a new pathway of thought thus helping me believe in my goal and making it very clear for me. I wanted to be a politician. None supported me but the group of oasis was the first organization to support me. I truly and fully thank the whole oasis team. I love you…
~ Vedant Sumant, Vadodara |
આ કૅમ્પમાં હું બીજાની લાઇફને વધુ સારી રીતે સમજતાં શીખી, આ કૅમ્પમાં હું ફ્રેન્ડ્સને કેવી રીતે સાચવવા એ શીખી અને લાઇફમાં કઈ રીતે લીડરશિપ લેવી એ પણ શીખી.
~ રોમા દેસાઈ, નવસારી |
|
Oasis Parliament: Leaders of Leaders, Creating True Democracy |
“Parliament System was totally unique;
If this system is implemented in our country,
we will be able see revolutionary changes” |
|
Glimpses of the Parliament Sessions in above collage.
As usual, the Children's Parliament was the most exciting session in this camp. Almost all had experienced Oasis Parliament before and many had been in Jury in the past. So, all were eager to take it to higher level.
All participants were divided into 7 groups, each group symbolizing one State of children's mini country, Oasis Valleys. Each such state selected their representatives, min. two, who participated in Jury Elections. Some 17 participants campaigned & 6 were elected as Jury Members. All had lots of fun along with serious learning about selecting the right candidate and responsibility of true citizens.
The way these youngsters handled their problems and solved them re-validated faith put in them as responsible and respectable human-beings. They not only learnt to be Fair, Just, Truthful & Responsible, they got firsthand experience of what is True Democracy and How it is very useful for personal & community development. It was aptly reflected that - If this is the future of India then it is in safe hands. |
Crux of reflections by participants on Children's Parliament: |
બાળકો જવાબદાર છે તે ઓએસિસ સાબિત કરે છે
મને ઓએસિસ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પની બાળકોની અદાલતની વ્યવસ્થા ગમી કારણ કે બહારની દુનિયામાં લોકો એ જ માને છે કે બાળકો નાસમજ છે, તે જવાબદારી ઉપાડવાને લાયક નથી. આ વાત તદ્દન ખોટી છે. બાળકો એટલાં જ જવાબદાર છે અને તે ઓએસિસ સાબિત કરે છે.
~ રોનક પવાર, જંબુસર, વડોદરા
બાળકોની અદાલતની વ્યવસ્થાથી તે અદાલતમાં ચૂંટાયેલા ઉમેદવારોની ન્યાય કરવાની શક્તિ વધે છે તથા બાળકોમાં પોતાના દેશ માટે કંઈક કરી બતાવવાની ભાવના વધુ પ્રબળ બને છે. તેઓ એક દેશના નાગરિક તરીકે પોતાની જવાબદારીઓથી વધુ સભાન થાય છે.
~ વૃષ્ટિ મહેતા, વડોદરા |
બાળકો માટે બાળકો દ્વારા ચલાવાતો કૅમ્પ
ઓએસિસ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં બાળકો બધા નિર્ણયો જાતે લે છે અને આ કૅમ્પમાં બાળકોને પૂર્ણ સ્વતંત્રતા મળતી હોવાથી કોઈ સ્વતંત્રતાનો દુરુપયોગ ન કરે તે જોવાની અને જો કોઈ નિયમ તોડે તો બાળકો જ નક્કી કરે છે કે શું સજા આપવી. તે નક્કી કરવાની વ્યવસ્થા એટલે કે બાળકોની અદાલતની વ્યવસ્થા મને ખૂબ ગમી.
~ અનુષ્કા ગાંધી, સુરત |
બાળકોની અદાલત દ્વારા સ્વતંત્ર હોઈએ એવું અનુભવાય છે
અહીં અદાલતમાં બાળકો જે નિર્ણયો લે છે તે પ્રમાણે થાય છે અને તેના દ્વારા સ્વતંત્ર હોઈએ એવું અનુભવાય છે. બાળકો પોતે લીધેલા નિર્ણયો પ્રમાણે ચાલે છે અને તેઓ દેશ માટે કંઈક કરવાની જ્યારે પણ તક મળે ત્યારે તેઓ દેશવાસીઓને સાચો ન્યાય આપી શકે છે. સત્યનિષ્ઠ રહેવાની તેમની ભાવના કાયમ રહે છે.
~ ફાલ્ગુની મિસ્ત્રી, નવસારી
અમારાં જેવાં બાળકોને ફ્રીડમનો ઉપયોગ કરવાની તક મળી. અમારી જેટલીવાર parliament થઈ તેટલીવાર અમને નવી નવી પરિસ્થિતિ મળી અને અમને નવી નવી પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી તેની પણ સમજણ આવી. જેમ માટલાં જેટલીવાર વધારે ભઠ્ઠીમાં તપાય તેટલાં મજબૂત થાય એમ અમે પણ અહીં અમારાં વ્યક્તિત્વ માટે ઘડાઈએ છીએ.
~ ફાતેમા રંગરેજ, નવસારી |
પાર્લામેન્ટ ખૂબ જ સરસ રહી
આ પાર્લામેન્ટમાં બધા જ જ્યૂરી મેમ્બર અને ઑડિઅન્સ પોતે લીડર હતા આથી જ્યારે બધા જ લીડર્સ ભેગા થઈ કોઈક ઉકેલ મેળવતા હોય ત્યારે કેવી પરિસ્થિતિ થાય અને કેવી કેવી સમસ્યાઓ હોય છે, તેમજ તેમાંથી કેવી રીતે આપણે પસાર થવું એ શીખવા મળ્યું.
~ આત્મિ નાયક, બીલીમોરા, નવસારી |
The parliament makes kids feel mature
The parliament itself makes kids feel mature and gives them the teaching of self-solving abilities. It is liked by one and all as jury was justice giving part but the audience was participating part. The parliament of this Oasis camp is a witness to everyone’s happiness, sadness and many more emotions.
~ Vedant Sumant, Vadodara
We come to know about the real power of children of our country if they are given freedom. The parliament was totally unique & the punishment giving system was the best. If this system is applied to the country then we can see how revolutionary changes can be brought in the country & if children, which are future of our country, are handling parliament so beautifully then we can think how bright would be the future of India.
~ Chintan Gohil, Navsari |
બાળકોને નાના સમજીને તેમની નિર્ણયશક્તિ અને નેતૃત્વની શક્તિને વિકસવા દેવામાં આવતી ન હોય તેવું જ સામાન્યપણે બને છે; Oasis Parliament System એ બાબતને ખોટી સાબિત કરે છે
~ મૃણાલી ઠક્કર, નવસારી |
|
Star Assembly: Earning Stars was very affirming after previous day’s hard work |
“Facilitators helped me a lot to improve my knowledge;
They supported me and encouraged me for my work” |
|
Glimpses of Daily Star Assembly.
Participants earned stars for Being Healthy, Doing his/her work Dutifully, Enthusiastically Learning & Performing new things, Being Independent & Expressing, Opining Fearlessly, for Being Sensitive to others, Seeing & Reflecting good of others, for Making True Friendship with new people, for Thinking and Solving community problems, for Being Good & Responsible Resident... and so on. Good qualities & character traits of each and every participant were observed and affirmed, which further inspired them to be better human-beings & good citizens. The Dream India Camp Mantra - Enjoy, Learn, Create, Together - was the guiding factor. |
|
L3 Sessions: Discovering the Secrets of Great Life through Living, Loving & Learning |
“L3 સેશનમાં શીખવવામાં આવતી વાતો ખૂબ જ તલસ્પર્શી અને હૃદયસ્પર્શી હતી;
મને એક નવા જ વ્યક્તિત્વનું ઘડતર કરવાની પ્રેરણા મળી છે” |
|
Photo collage gives glimpses of Special Sessions of L3 for children.
In this special camp, Chief Facilitator Sanjiv Shah introduced the Oasis L3 Course (The Philosophy, Art & Science of Living, Loving & Learning) to these young leaders. In the 2-hour interactive sessions daily, children learnt about Paradigms, how to build Self-confidence and how to Listen to others & have True Friendship. Though the sessions were voluntary, 100% children attended the sessions and loved them very much. This was just an introduction of Oasis's Flagship Course to children for the first time and it will continue for those who are deeply interested at mutually convenient time at regular intervals.
The reflections below will tell the readers, how the sessions were appreciated by children - |
Crux of reflections by students about the L3 sessions: |
“L3માં મારો સૌથી પ્રિય સેશન Friendshipનો હતો. અમે બીજાના જીવનની સાચી કથા સાંભળી અને જે એમના જીવનમાં થઈ રહયું છે એ અમે દિલથી feel કર્યું. જે અમે એકલા થઈને નહીં કરી શક્યા તે અમે બધા મળીને કરી શક્યા. હવે મને નથી લાગતું કે હું જીવનમાં એકલી છું. મારા આત્મવિશ્વાસને લીધે જ હું હિંમતવાન, બળવાન બની અને હું સહન કરી શકી. હવે હું promise કરું છું કે હું આવું કોઈના સાથે નહીં થવા દઉં. હું ભારતમાંથી સ્ત્રી સાથે જે અત્યાચાર થાય છે તે નાબૂદ કરીને જ રહીશ. હું એની શરૂઆત નવસારીથી કરી ચૂકી છું, પછી આખા ભારતમાં કરીશ.” ~ કાજલ સોલંકી, નવસારી
“સમગ્ર ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાંથી મારો સૌથી પ્રિય સેશન L3 માં લેવાયેલ Friendshipવાળો હતો. આ સેશન દરમિયાન અમે અમારામાંથી જ કેટલાક મિત્રોએ પોતાની વાત share કરી ત્યારે અમને ખરી વાત સમજાઈ કે કોઈ વ્યક્તિ ઉપદેશ ન આપતાં તેની ભાવનાઓને સમજવું ખૂબ જરૂરી છે.” ~ અપેક્ષા પટેલ, બારડોલી, સુરત
“મારો સૌથી પ્રિય સેશન L3 હતો, કેમ કે તેમાંથી મને એવી ઘણી બાબતો શીખવા મળી જે મને મારા અંગત જીવનમાં અને બીજાના માટે પણ ઘણી ઉપયોગી થશે. મારા જે બીજાને જોવાના ગ્લાસિસ હતા કે સામેવાળી વ્યક્તિ જૂઠી જ છે, હું જ સાચી છું એવું હું માનતી હતી, તેમાં મને એ શીખવા મળ્યું કે તે વ્યક્તિની જગ્યાએ હું ઊભી રહું તો અથવા એના ગ્લાસિસ દ્વારા જોઉં તો હું એને સમજી શકું. મારા અંદર આત્મવિશ્વાસ જે અમુક વખત ડગમગી જતો તે આ સેશન દ્વારા આવી શક્યો.” ~ ફાલ્ગુની મિસ્ત્રી, નવસારી
L3 મારો ખૂબ જ પ્રિય સેશન રહ્યો. જેમાં મને ખૂબ જ સારી રીતે ગ્લાસિસ, આત્મવિશ્વાસ જેવી મુખ્ય વાતો શીખવા મળી અને જે પાંચ વાક્યો તેમણે કહ્યાં તે મને ખૂબ જ પ્રેરણા આપશે -
૧) આપણે જેવા છીએ તેવું આપણે જોઈએ છીએ.
૨) આપણે જેવું જોઈએ છીએ તેવા આપણે છીએ.
૩) આપણે જેવું જોઈએ અને જેવા છીએ તેનાથી આપણી જિંદગી બને છે.
૪) જાતે કરવાથી અને શીખવાથી આપણો આત્મવિશ્વાસ વધે છે.
૫) આત્મવિશ્વાસથી આપણી જિંદગી બને છે.
~ શૈલેષ અગ્રવાલ, મરોલી, નવસારી |
|
The Projects: For the Make-Over of Oasis Valleys |
The Pot Project: Taking Campus Greenery inside Institute |
“કુંડામાં છોડ કઈ રીતે વાવવા તે શીખવાથી મને ખૂબ જ ખુશી થઈ” |
|
The main objective of this project was to bring greenery into Institute Building. Those who loved Art & Craft, Painting joined this project. The Target was 100 Pots ready with plantation done. Team of dozen participants took the challenge. They planned and visualized every pot. After 7 days hard work 94 pots got ready - painted & decorated - for plantation. On the last day, defying the general rule of plantation, they planted 53 decorative plants in scorching heat of summer noon with utmost care. They worked very hard, way beyond our expectations, they received help from other team members as well when it was needed.
Crux of few reflections -
“આખા ડ્રીમ ઇન્ડિયા કૅમ્પ દરમિયાન મને સૌથી વધુ મારી ટીમની સાથે અમે કુંડા પર કલર કરી તેની પર ડિઝાઇન કરી તેમાં છોડ વાવ્યા તે ગમ્યું છે અને માણ્યું પણ છે. આનાથી અમને ખૂબ જ નવું શીખવા અને જાણવા મળ્યું છે.” ~ અપેક્ષા પટેલ, બારડોલી, સુરત
“I liked my project on Art & Craft. I like to draw and paint, so I enjoyed very much to paint on pots. To paint with oil paste was new experience for me.” ~ Akshay R., Palakkad, Kerala |
|
Creating Waste Management System: Achieving Cleanliness, Creating Value |
“આજ સુધી ફાઈલમાં હતો એ પ્રોજેક્ટ આજે અમે કરી બતાવ્યો એ અમને ખૂબ ગમ્યું” |
|
The team of leaders, 7 of them, took the project of setting the waste management system at Oasis Valleys campus. The work was divided into two Phases - 1. System for Bio degradable waste & 2. System for Bio non-degradable waste. The job of digging pits for food waste in the open during the afternoon hours in hot sun was real hard work which was mainly done by 2 boys. For non-degradable, 14 waste bins were designed & painted and put at logical points on whole campus to collect the waste segregated in four parts - Plastic, Paper, Metal & others - to be sent to recyclers.
Two of them reflected -
“મને વેસ્ટ મૅનેજમેન્ટનો પ્રોજેક્ટ ખૂબ ગમ્યો, જે ખૂબ જ મોટો પ્રોજેક્ટ હતો. તે પ્રોજેક્ટમાં અમારે ખૂબ જ મહેનત કરવી પડી હતી. આ પ્રોજેક્ટ આજ સુધી ફાઈલમાં હતો પણ તે આજે અમે કરી બતાવ્યો તે અમને ખૂબ જ ગમ્યું અને અમે તે સારી રીતે કરી શક્યા.” ~ ભાવેશ ચારણિયા, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર
“સમગ્ર ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાંથી મારો પ્રિય પ્રોજેક્ટ તો વેસ્ટ મૅનેજમેન્ટ જ હતો, કારણકે મને પર્યાવરણ અને વૃક્ષો ખૂબ જ ગમે છે તેથી તેની સ્વચ્છતા માટે મને આ કાર્ય ખૂબ જ અનુકૂળ લાગ્યું અને પર્યાવરણ સ્વચ્છતામાં મારો નાનો ભાગ રહ્યો. વેસ્ટ મૅનેજમેન્ટ મારો પ્રિય વિષય બની રહ્યો હતો.” ~ મહેન્દ્ર મકવાણા, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર |
|
Project Campus Beautification: Face-lift of Gaushala |
“પ્રથમવાર પરિશ્રમ કર્યાનો ગર્વ અનુભવું છું” |
|
The one team of Campus Beautification took up the challenge to change the face of Oasis Gaushala. The team had to work outdoor in hot sun and without a trace of complain they achieved their goals in given time. They repaired the gate, made new fence from bamboos, removed clutter from Gaushala area, repaired the drainage and put bells around cows' necks. It was tough job and goals were high, but the team showed quite a good strength and completed the task.
One of them reflected -
“સમગ્ર ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાંથી મને ગૌશાળામાં Project work કરવાનું હતું તે ખૂબ જ ગમ્યું કારણકે તેમાં Oasisની Oathના ચાર શબ્દો - Enjoy, Learn, Create, Together -ને સારી રીતે જીવી શક્યા. તેમાં Team work કરવાનું હતું, જેમાં મને ઘણું શીખવા મળ્યું. નવા મિત્રો બન્યા અને તેઓને જાણ્યા. તથા, પ્રથમવાર પરિશ્રમ કર્યાનો ગર્વ અનુભવું છું.” ~ અશ્વિની પટેલ, નવસારી |
|
Project Campus Beautification: Converting waste tyres into colorful sitting arrangement |
“મને ઇન્સ્ટિટયૂટને બદલવાની તક મળી તે માટે હું સૌથી વધુ ખુશ છું” |
|
The second team of Campus Beautification took up challenge to convert waste tyres into beautiful sitting arrangement. They started a day later and had to work hard. They worked upon 90-100 tyres & finished their goals on the last day with the help of other participants. Team of 4 created some nice sitting arrangements which were placed at Sun-rise & Sun-set points at Oasis Valleys.
One of the teammates reflected -
”I liked my project work on campus beautification. I will mention about the seats which was made by my hands because it is my hard work and during making it my hands were badly hurt.” ~ Harshil Desai, Navsari |
|
Project Technical Over-hauling of the Institute: Setting the systems & mechanisms right |
“The camp has helped to ignite some technical mind in me” |
|
As part of Make-Over of Institute, Technical Team took challenge of over-hauling of all systems - electrical, plumbing, carpentry, storage & inventory, water supply etc. And they repaired, maintained and set the systems right. The team learned to work together and solve problem with help of each other.
“I had never done electrical work which I did here which was a great experience. I loved my technical project work.” ~ Prajval, Bangalore
"I love technical work. So, I took the project of technical work and I would say, camp has helped to ignite some technical mind in me. I enjoyed a lot." ~ Akhilesh R., Palakkad, Kerala
“I learnt to use Drill machine. Initially I was scared but I was motivated and I tried. Though being an only girl in the group, I enjoyed so much doing technical work” ~ Nidhi Kapoor, Surat |
|
Project Drama: ‘રાજાશાહી Or Democracy?’ |
“જાતે જ ઍક્ટિંગ કરતાં શીખ્યા અને આ કામ કેટલું અઘરું છે એ જાણવા મળ્યું” |
|
Some participants had deep desire to do drama and learn more about acting rather than doing other projects. The drama was not planned, but the participants took challenge to do Drama. They were provided a guide; they selected the script, learnt to act and performed nicely on the last day.
One of the girls reflected -
“ડ્રામામાં મને એ શીખવા મળ્યું કે જે ઍક્ટર છે તેઓ કેટલી મહેનત કરે છે. તેઓ એક-એક ડાયલૉગ કેવી રીતે બોલતા હશે! આપણે એ લોકોને કહીએ છીએ કે આ કેવા ડાયલૉગ બોલ્યો, આને તો કંઈ આવડતું જ નથી. મેં એ અનુભવ્યું કે એ લોકો ડાયલૉગ બોલતાં, ઍક્ટિંગ કરતાં કેટલી મહેનત કરતા હશે.” ~ ભાવિની મિસ્ત્રી, નવસારી |
|
Project Creative Writing: Bringing out the creativity from within |
“મારું નરક ફેરવાઈ ગયું સ્વર્ગમાં, તે સ્વર્ગ એટલે કે ઓએસિસ” |
|
3 girls took a challenge of creative writing on the theme of Oasis & Dream India Camp; that may be Poetry, Essay or an Article. The conducive atmosphere created during the camp helped them bring out the best of their creativity.
“આખા કૅમ્પ દરમિયાન મને સૌથી વધારે પ્રોજેક્ટ વર્ક ગમ્યું અને તેને માણ્યું કારણકે દર કૅમ્પ કરતાં આ કૅમ્પમાં જે જુદું વાતાવરણ અને પ્રાથમિકતા હતાં તેને ખૂબ માણ્યાં. Creative Writing પ્રોજેક્ટને ખૂબ Enjoy કર્યો.” ~ શ્રદ્ધા પટેલ, બારડોલી, સુરત |
|
Over All Management: Managing the management of all Projects |
“I loved Overall Management as I like to work
with lot of responsibility and hardship” |
|
A special team was formed to work as Overall Management to monitor progress, provide resources & to see that the daily goals are achieved by each project team. (Photo glimpses in above collage)
“My most favorite session was Project work & I had chosen Overall Management. In this I had to communicate with all the other groups, I needed to find out their requirements of resources and time and budget. It needed a lot of hard work and doing follow-ups on the progress of other teams. We also had to do a lot of chart work and tabulation, but I loved it as I like to work with a lot of responsibility and hardship.” ~ Vedant Sumant, Vadodara
“મેં Overall Managementનો Project લીધો હતો. તેમાં જે પણ બીજા પ્રોજેક્ટ હતા તેનું નિરીક્ષણ કરવું અને તેઓને Resources પૂરા પાડવા તે કામ હતું, જેમાં ખૂબ જ મજા આવી.” ~ કબીર ગિરિ, નવસારી |
|
Morning Exercises & Games: Physical Exercise, part of daily life at Oasis Valleys |
“The morning session of exercise will be most remembered after going home as we miss it in daily life” |
|
Glimpses of morning exercises and games. Tough mountain jogging was most liked by majority of participants. |
|
Duties: Keeping their country clean, neat and arranged, Joyfully |
|
Collage shows how these young leaders took charge of the whole institute and campus as their own mini country. |
|
Camp Moments: Friendship was the strongest bond |
“This camp feels like my second home in this world” |
|
The participants, volunteers, teachers and facilitators - all became like a family. Even after 14 days, majority of them did not want to go home. Life was at peak of its joyful state. Pure Love & friendship flourished. Some of the reflections show their state of mind -
“આ કૅમ્પમાં આવીને હું ખૂબ ખુશ છું. હું કાયમ માટે અહીં રહી જાઉં એવું મને લાગે છે. હું અહીંના ફેસિલિટેટર અને મારા ફ્રેન્ડ્સનો પ્રેમ ક્યારેય ન ભૂલી શકું તેથી હું આ બધાં ફ્રેન્ડ્સ અને ફેસિલિટેટર સાથે હંમેશાં રહેવા માંગું છું.” ~ જાગૃતિ પાટિલ, નવસારી
“આ કૅમ્પ મને આખી જિંદગી યાદગાર બની રહેશે. અહીંના મિત્રો પાકા મિત્રો બની ગયા છે. મને અહીં ખૂબ જ ગમ્યું અને મારું અહીંથી જવાનું મન નથી થતું અને જવાનો પણ નથી. હું પાછો કહેવા માગું છું... I love Oasis valleys and thank you very much.” ~ શૈલેષ અગ્રવાલ, મરોલી, નવસારી
“મારે ફક્ત Oasis Managementને thanks કહેવું છે. અહીં મને ઘણા સારા અનુભવો થયા છે જે હું બધા વર્ણવી ન શકું પણ તેના માટે આભાર જરૂર કહી શકું અને મારે પણ આગળ આ સંસ્થા સાથે વધુ ને વધુ જોડાવું છે. બીજાઓને પણ આવા સારા અનુભવો કરાવવા માટે.” ~ આત્મિ નાયક, બીલીમોરા, નવસારી
“આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પ મારા માટે ખૂબ જ યાદગાર બની ગયો છે, કારણ કે અહીં એકેએક માણસ, પછી એ નાનો હોય કે મોટો, મારો સાચો મિત્ર બની ગયો છે.” ~ વૃષ્ટિ મહેતા, વડોદરા |
|