Newsletter-cum-magazine of Oasis Movement YEAR 7  I ISSUE 13  I Jul 16, 2014

Oasis Movement News at Glance:

Dream India Camps at Oasis Valleys

1. Dream India Camp for children from Charlie Trust, Surat & Sanskar Balmandir, Mumbai from 26th May to 3rd June

2. Dream India Camp for Girls from Shabari Chhatralay, Kaparada & H.S.Girls' Hostel, Bilpudi, Dist. Valsad, from 9th June to 16th June

"Hun Chhu Jyotirdhar" Abhiyaan
100 More Teachers Join the Movement
4 New Batches Started by 4 New Facilitators

# 1st Batch: Surat Teachers had their 1st workshop during 1-3 May, Facilitatator - Nipun Shah

# 2nd Batch: Surat Dist. Teachers begin with their 1st workshop during 2-4 June, Facilitatator - Pratiksinh Parmar

# 3rd Batch: 1st workshop for Surat Teachers held during 5-7 June, Facilitator - Ar. Snehal Shah

# 4th Batch: Sabarkantha Dist. Teachers had 1st workshop during 5-7 June, Facilitator - Dr. Atul Unagar

Other HCJ Workshops during May & June

# MHS Workshop Part II for Anand Dist. Teachers during 4-6 May, Facilitator - Dr. Kirshor Naik

# Love Series, Part II, 2nd Year of L3 Course for Navsari Dist. Teachers from 31st May to 1st June, Facilitator - Siddharth Mehta

Special feature : Latest Oasis Publication

સ્નેહ, સારવાર અને ચમત્કાર

અમેરિકન શસ્ત્રક્રિયા તજજ્ઞ પોતાના અનુભવ આધારિત વૈજ્ઞાનિક જ્ઞાન દ્વારા
શીખવે છે તંદુરસ્ત જીવન જીવવાની કળા

લેખક : ડૉ. બર્ની એસ. સીગલ, એમ.ડી.

અનુવાદ : ડૉ. અમૃત આર. પટેલ, એમ.એસ.

Reflection:

Hello.

We at Sanskar Balmandir, would like to thank you for the wonderful time our children have had at Chanod - Dream India Summer Camp. Our children just cannot stop talking about the camp. They want to share so many things about the camp with us. What they did there, new friends, activities, routine, responsibilities... the list is unending.

In fact, it amazed us to know about the variety of activities they could choose from. Dramatics, dance, storytelling, jogging, trekking ... One child also shared about how he has learnt about electrical gadgets and repairing!!!!! It was truly special. Being a part of the parliament was a matter of pride for them.

It was an environment where every child experienced a wholesome growth along with freedom. This was the star attraction for every participant. While some selected ones are looking forward to the leadership programme, the rest are waiting for the next camp.

We too are thankful to you all for being so caring and loving towards the children while helping them to grow.

~ Mr. Tiwari, Principal,
Sanskar Balmandir, Mumbai

Dream India Camps at Oasis Valleys

Children From Charlie Help Universe Trust, Surat and
Sanskar Balmandir, Mumbai Had a Speical Dream India Camp

Highlights:

“લોકશાહી અને જવાબદારીના પાયાગત મૂલ્યોને ખીલવનારો કૅમ્પ”

Oasis Dream India Camp was organized specially for the children of Charlie Help Universe Trust – a home for the disabled, parentless and socially disadvantaged children – based in Surat, Gujarat along with the children of Sanskar Balmandir – a well-established & futuristic educational institute especially for children from weaker sections of society – based in Mumbai. 78 children participated in the camp which was organized from 25th May to 3rd June at Oasis Valleys.

The camp was facilitated by Dr. Neha Vakharia, Trustee Secretary, OASIS & Dr. Ami Desai, Trustee, OASIS. Praksha Desai and Avani Naik assisted them as Co-facilitators. 5 Teachers, 2 Guest Teachers & 3 Volunteers also participated in the camp. 12 Young Oasis Leaders and Trainees helped the facilitators in various sessions as co-facilitators, assisted the main teachers by taking sessions and with the overall management of the whole camp.

Processes: Morning Exercises, Star Assembly, Learning Sessions, Duties, Games, Children's Parliament ...

“ખૂબ બધું શીખ્યા, હિંમત ન હતી તો હિંમત મળી, પ્યાર મળ્યો....
અદાલતમાં સાચો ન્યાય મળ્યો.. નવા મિત્રો બનાવ્યા... ખૂબ મજા આવી...”

Facilitators, Teachers & Young Volunteers:

“They give children respect and love which makes me very happy”

The teachers who participated in the camp were – Dr. Avani Kulkarni (English Confidence & Music), Bhavesh Jadav (3D Model Making & Home Engineering), Niti Soni (Embroidery), Krishna Naik (Drama & Mime) & Swati Shah (Best from Waste & Drawing-Painting). Dr. Neha Vakharia took Leadership Class & Avani Naik took Art of Story-telling Class. Dr. Suneet Dabke (Environment Conservation) and Nainita Rana (My Dream Home) came to camp as Guest Teachers for a day. Aarif Khatik, Rekha Jhala and Tejal Chauhan assisted as Volunteers.

The young Oasis leaders who joined as trainee in the camp were – Aatmi Naik, Falguni Mistry & Kajal Solanki as Co-facilitators & Faculties, Abhishek Patel & Prashant Mekwan as Overall Managers and Bhumika Kumavat, Jagruti Patil, Margi Parghi, Roma Desai, Shabana Ansari, Shailesh Agrawal & Tushar Rathod as Duty Managers.

One of the highlights of the camp was – All young leaders who volunteered in the camp worked with commendable enthusiasm and zeal everyday from early morning till late night. And on the field they commanded respect from participants 5-6 years elder than them.

Special Dream India Camp for Girls of Shabari Chhatralay, Kaparada &
Higher Secondary Girls' Hostel, Bilpudi, Dharampur, Dist. Valsad

Highlights:

“કૅમ્પમાંથી અમને જીવનમાં મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો એ શીખવા મળ્યું...
સત્યને સાથ આપીને અને કોઈની સાથે ભેદભાવ કર્યા વગર સરખો ન્યાય આપતા શીખ્યા...”

Special Dream India Camp was organized for the girls of Shabari Chhatralay, Kaparada, Dist. Valsad and Higher Secondary Girls’ Hostel, Bilpudi, Dharampur, Dist. Valsad. 48 Girls participated in the camp which was organized during 9-16 June at Oasis Valleys.

The main facilitator of the camp was Hiral Patel, Oasis and Mayuri Gohil helped her as Co-facilitator. They were guided by Dr. Pallavi Raulji, Trustee OASIS. 4 Teachers, 6 Guest Teachers & a Volunteer participated in the camp with girls. 4 Young Volunteers from ASHA, Oasis Bangalore, participated as Trainee in the camp.

Processes: Morning Exercises, Star Assembly, Learning Sessions, Duties, Games, Children's Parliament ...

“આખા કૅમ્પ દરમિયાન મને મઝા કરવાનું, શીખવાનું, નવું નવું સર્જન કરવાનું અને
સાથે મળીને રહેવાનું વધારે ગમ્યું... આઠ દિવસ ક્યાં ગયાં અમને ખબર જ ન પડી...”

Facilitators, Teachers & Young Volunteers:

“એમની પાસે એટલો પ્રેમ છે કે કોઈ અંદાજ નથી, એટલું હસીખુશીથી શિખવાડે
કે ઊઠવાનું મન ન થાય... અહીં તો આપણા ઘર કરતાં પણ વધારે સ્વતંત્રતા છે...”

The teachers who participated in the camp were – Dhwani Mankodi (Drama & Mime), Avani Kulkarni (Yoga,Life Saving Techniques & Singing), Nikita Patel (Free Exercise, English Confidence & Computer), Sneh Kinkhabwala(Magic with Cloth). Mayuri Gohil took Creative Craft Work Class and Hiral Patel took Leadership Class. The Guest Teachers who came for a day were Dipali Jaradi (Jewellery designing), Kiritbhai Mehta (Repair – Vepair), Mikit Patel (Artefacts), Nidhi Chandodwala (Art & Crafts), Dr. Parul Shah (Cooking) & Vatsala Patel (Bharatnatyam). Nurul Diwan assisted as Volunteer & helped in Photography & Computer work.

The young ASHA Volunteers who joined as trainee in the camp were – Pooja (Pursue Your Dream & My Precious Body), Lavanya (My Precious Body & Dance), and Prajval & Vignesh for Overall Management.

The group is seen above...

"Hun Chhu Jyotirdhar" Abhiyaan

100 More Teachers Joined The Movement;
4 New Facilitators Begin Their Journey with 4 New Batches

1st Batch: Surat Teachers Had Their 1st Workshop
At Auro University, Hajira, Surat


Nipun Shah

The first batch of Surat Teachers who joined HCJ Movement recently had their 1st workshop of 4 year Oasis Course during 1-3 May, 2014. The first part of 1st year - MHS Series - was facilitated by Nipun Shah (Director, Jainam Share Consultants Pvt. Ltd., Surat), who also began his journey as facilitator with HCJ Movement.

Couple of reflections from participants -

The workshop was excellent, effective and worth for Self Development. It really works as a light house.
- Dilip Parmar

Nipunbhai is a very nice & calm facilitator, can handle every question and the answer is satisfactory all the times. His instructions are very proper & clear. - Poonam Kadivar

2nd Batch: Surat Dist. Teachers Begin With 1st Workshop
At Agriculture University, Navsari

Second batch of Surat Teachers begin their journey as 'Hu Chhu Jyotirdhar' with their 1st workshop - MHS Workshop Part I - at Agriculture University, Navsari. The workshop was organized from 2nd to 4th June and was facilitated by Pratiksinh Parmar (Trustee, Navnirman Highschool, Navsari), which was his first workshop with HCJ Movement.

Crux of few reflections from participants -

વ્યક્તિગત જાગૃતિ અને સભાનતા આવી. જીવન જીવવાની કળા અંગે જે અણસમજ હતી તે દૂર થઈ. કોઇપણ સમસ્યાના મૂળમાં આપણે પોતે જ હોઈએ છીએ તે સમજાયું. પરિવર્તનની શરૂઆત હંમેશાં આપણાથી જ થવી જોઈએ. આજ સુધી સ્વાવલંબનથી જીવન જીવતા હતા, હવે પરસ્પરાવલંબનથી જીવનમાં એવો વળાંક લાવીએ કે જેથી કૌટુંબિક અને વ્યાવસાયિક બન્ને જીવનમાં સફળતા અને આનંદ મળી જાય. - ખુશ્બૂ પાઠક

સંચાલક શ્રી.પ્રતિકસિંહે ખૂબ જ સારી રીતે જીવનનો મહિમા અને Art of living શિખવાડ્યું. તેમની ભાષા સજ્જતા તથા સમજાવવાની શૈલી ખૂબ જ ગમી. ઉદાહરણ, વાર્તા દ્વારા મુદ્દાની સમજૂતી મનમાં ફીટ થઈ ગઈ. દરેક પ્રશ્નને ખૂબ જ પ્રેમ પૂર્વક સમજાવવાની શૈલી ગમી. - અમિષા મિસ્ત્રી

3rd Batch: Surat Teachers Start With 1st Workshop
At Agriculture University, Navsari

3rd batch of Surat Teachers had their 1st workshop - MHS Workshop Part I - at Agriculture University, Navsari. The workshop was organized from 5th to 7th June and was facilitated by Ar. Snehal Shah (Chief Architect, S. Team Design Services, Surat), who joined the movement with this workshop.

Crux of reflections from participants -

આ કાર્યશાળા અમને અમારા જીવનના ધ્યેયો નક્કી કરવામાં ખૂબ મદદરૂપ થઈ. આના થકી અમે અમારા જીવનની સમસ્યાઓને, વિચારોને, આદતોને સમજી શક્યા. શિક્ષક હોવા છતાં અમે એક માનવી તરીકે કેટલી બધી ભૂલો સમજશક્તિમાં કરતાં હતાં તેનો ખ્યાલ આવ્યો. અમારાં જીવનમાં કંઈક કરી છૂટવાની ધગશ હતી પણ માર્ગદર્શન ન હતું જે આ કાર્યશાળાએ પૂરું પાડ્યું. બધાનાં મગજને સાચી દિશા તરફ લઈ જનારી આ કાર્યશાળા છે. - વૈશાલીબેન પાટીલ

સ્નેહલસર માટે મારી પાસે શબ્દ નથી. આટલા દિવસમાં જે પ્રેમ, હૂંફ, લાગણી, સમજણ મળ્યાં અને અમને સમજ્યા, અમને સાંભળ્યા, જિંદગીનું સાચું માર્ગદર્શન આપ્યું, મનુષ્યમાંથી સાચો માનવ કેવી રીતે બનવું એની પાકી સમજણ તો કરાવી સાથે સાથે અહેસાસ પણ કરાવ્યો. સલાહ તો બધાં જ આપે છે પરંતુ આ સંચાલક એવા છે જેણે જિંદગી જીવવા પ્રત્યેનો આખો અભિગમ બદલી નાખ્યો છે. તો ખરેખર આવા અણમોલ સ્નેહલસર અમને મળ્યા એ જ અમારું સદ્ભાગ્ય છે. - મમતા પટેલ

4th Batch: Sabarkantha Teachers Begin Their Journey with
1st Workshop At Shri. K.K.P. Uma Girls Hostel, Khedbrahma

The teachers of Sabarkantha Dist. began the MHS Part 1 journey in this first workshop organized from 5th-7th June at Shri K.K.P. Uma Girls Hostel, Khedbrahma. The workshop was facilitated by Dr. Atul Unagar (Chief Co-ordinator HCJ Movement) and with this he also started journey as facilitator for movement workshops.

Some reflections in crux for the workshop and the facilitator -

આ કાર્યક્રમમાં જોડાયા બાદ મારી વિચારસરણી અને મારા જીવનમાં હકારાત્મક વલણ વિકસ્યું છે. મારા ધ્યેયને લક્ષ્યમાં રાખીને પસંદગી કરવાનો જે અવકાશ છે એ વિશેનું સચોટ જ્ઞાન મળ્યું. કાર્યક્રમના સંચાલક શ્રી અતુલભાઈનો સ્વભાવ એ જ આ કાર્યક્રમની સફળતા છે. તેમનાં દ્વારા મળેલું જ્ઞાન ખૂબ જ ઉપયોગી બન્યું છે. તેમનું વિષય પરનું પ્રભુત્વ અને તેમની સમયપાલનતા ખૂબ જ ચોકસાઈપૂર્વકની હતી. - મયુરકુમાર રાવલ

આ કાર્યશાળા/કાર્યક્રમમાં આખા ભારત દેશનાં બધા જ શિક્ષક મિત્રોને ફરજિયાતપણે સરકારની દરમિયાનગીરી લઈને અચૂક જોડી દેવા જોઈએ, જેથી શિક્ષણના સ્તરમાં અને સંસ્કારોમાં આમૂલ પરિવર્તન લાવી શકાય. - હરેકૃષ્ણ બ્રહ્મભટ્ટ

Other Ongoing Workshops for Anand & Navsari Dist. Teachers:

Anand Dist. Teachers Had 2nd Workshop of 1st Year L3 Course
At Ompuri Ashram, Matar, Kheda

The first batch of Anand Dist. Teachers had their 2nd workshop of the 1st year of Oasis Course. The Mahan Hrudayona SaReGaMaPaDhaNi (MHS) Workshop Part II was organized from 4 -6 May at Ompuri Asharam, Matar, Dist. Kheda. The workshop was facilitated by Dr. Kishor Naik (Principal, B.Ed. Collage, Bilimora, Dist. Navsari).

Couple of the reflections from the workshop in brief -

વર્કશોપ ખૂબ જ સુંદર રહયો. જીવન વિકાસની યાત્રામાં વર્કશોપ સંજીવનીનું કામ કરે છે. સંવેદનાઓ અને હિંમતનો ઉપયોગ સમજાયો. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબધો જળવાઈ રહે તેવું રસાયણ મેળવી શકાયું. માનસિક સુખ શોધવાની મંજિલમાં એક કદમ આગળ આવ્યાં. શિક્ષણની ગુણવત્તા સુધારવામાં ઉપયોગી થશે. પરિવારમાં સાથે રહેલાં પાત્રોની સાથે આંતર-વ્યવહારમાં શું કરવું તેની સમજ મળી. બીજાનાં વ્યક્તિત્વને સમજવાનું સરળ બન્યું. સમાજને માર્ગદર્શક બની શકીએ તેવી હિંમત અને ઇચ્છા મળ્યાં. - ગજેન્દ્રસિંહ મહિડા

પુસ્તક વાંચતાં મગજમાં જે ગડમથલ ઊભી થાય છે તે વિશે કિશોરભાઈનું એક વાક્ય સાંભળતાં જ દરેક પ્રશ્નનું નિવારણ થઈ જાય છે. વિચાર, વાણી અને વર્તનમાં એકસૂત્રતા કોઈ દિવ્ય આત્મા જે તમને જીવનપથ બતાવતો હોય તેવો અહેસાસ થાય. વાણીમાં ગજબનું પ્રભુત્વ, ખૂબ મજાનું વ્યક્તિત્વ, નેતૃત્વવાન અને સંવેદનશીલ, કાળજી રાખી, ખૂબ જ સરળતાથી અસરળ વાતો સમજાવનાર. - ભાવનાબેન રાવળ

Navsari Dist. Teachers Underwent 2nd Workshop of Love Series
at Auro University, Surat

Navsari Teachers went through the second workshop of Love Series (2nd Year, L3 Course) from 30th May to 1st June. The workshop was organized at Auro University, Surat and was facilitated by Siddharath Mehta (CEO, Shairu Gems, Surat).

Some reflections from the workshop in brief -

હું અહીંથી સુખી લગ્નજીવનનું ભાથુ લઈ જઉં છું. વ્યક્તિનું આધ્યાત્મિક ઉન્નતિનાં શિખર પર ચઢવા માટેનું પ્રથમ પગથિયું છે લગ્ન - એ હું અહીંથી શીખી. આપણા જૂના વિચારો, જૂની માન્યતાઓ આપણા વર્તમાનને કેવી રીતે અસ્તવ્યસ્ત કરે છે એ શીખવા મળ્યું. ખરેખર લગ્નજીવન શું છે તે શીખવા મળ્યું. લગ્નજીવનનાં પણ તબક્કા હોય અને તે પણ ભાવાત્મક હોય તે આપણા સંબંધોમાં કેવો ભાગ ભજવે છે તે શીખવા મળ્યું. - ઉર્વી ભટ્ટ

અમારાં ફેસિલીટેટર સિદ્ધાર્થભાઇની કાર્યશાળામાં અમને સમજીને સમજાવવાની પદ્ધતિ, બધા જ શિબિરાર્થીઓને સાથે લઈને ચાલવાની પદ્ધતિ, અમારી સમજમાં આવતી મુશ્કેલીઓને સમજાવવાની પદ્ધતિ, એમનો પ્રેમાળ સ્વભાવ, એકદમ અસરકારક, સચોટ અને રસપ્રદ રહ્યાં. - ઉર્વશી ચૌધરી

Special Feature : Latest Oasis Publication

Bestseller “Love, Medicine & Miracles” By Dr. Bernie Siegel

Now in Gujarati Language

લેખક ડૉ. બર્ની સીગલ પ્રસ્તાવનામાં લખે છે –

“તબીબી વિજ્ઞાનની માન્યતાથી વિરુદ્ધ ખરેખર તો રોગ માણસનો શિકાર નથી કરતો, પરંતુ માણસ પોતાને રોગનો શિકાર બનાવે છે. રોગ જન્માવે તેવાં તમામ પરિબળો તો સતત આપણી આજુબાજુ હોય જ છે. પરંતુ જ્યાં સુધી આપણી આંતરિક શક્તિ મજબૂત હોય ત્યાં સુધી આ પરિબળો આપણા શરીરને નુકસાન કરી શકતાં નથી. વ્યક્તિનો જીવન પ્રત્યેનો અભિગમ દર્દીના જીવનની ગુણવત્તા અને લંબાઈ નક્કી કરે છે, તે બાબતની મોટા ભાગના ડૉક્ટરો અવગણના કરે છે...

પ્રત્યેક દર્દી અપવાદરૂપ દર્દી બની રોગને માત આપી શકે છે, અને અપવાદરૂપ બનવાનો શ્રેષ્ઠ સમય બીમાર થવા પહેલાંનો હોય છે. ઘણા માણસો પોતાની જીવનશક્તિનો ઉપયોગ જ્યાં સુધી તેઓ ગંભીર રીત બીમાર ન થાય ત્યાં સુધી કરતા નથી. પરંતુ આ બાબત છેલ્લી ઘડીએ જાગવાની બાબત નથી. મનની શક્તિ આપણા સૌની પાસે જીવનની શરૂઆતથી અને સતત હોય છે અને તેનો ઉપયોગ કરવાની તક કોઈ દુર્ઘટના આપણને ભયભીત કરે તે પહેલાં હોય છે. આ બાબતને કોઈ ધર્મ કે મનોવિજ્ઞાનની સાબિતીની જરૂર નથી...

પોતાની જાતને પ્રેમ કરી શકવાની ક્ષમતા અને જીવનને પ્રેમ કરી શકવાની ક્ષમતા સાથે જીવનની અચોક્કસતાનો સ્વીકાર આપણને જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રેરણા આપે છે. આ પુસ્તક એવા રૂપાંતરણની પ્રક્રિયા માટે એક માર્ગદર્શિકા છે અને મારા દર્દીઓ પાસેથી મેં મેળવેલું અમૂલ્ય શિક્ષણ પણ...”

જીવવિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન દ્વારા મનની સતત અવગણના કરવામાં આવી છે; પરંતુ
મન જ શરીર ઉપર શાસન કરે છે તે વાસ્તવિકતા છે અને સૌથી મહત્ત્વની મૂળભૂત બાબત પણ છે

ડૉ. અમૃતભાઈ પટેલની સમાજને પ્રથમ ભેટ સમું એમનું પ્રથમ પુસ્તક જ્યારે પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે, આપણે સૌ આશા રાખીએ કે એમના તરફથી સમાજને વધુ ને વધુ સાહિત્યિક પ્રદાન આવનારા વર્ષોમાં મળતું રહેશે. ડૉ. અમૃતભાઈને ખૂબ અભિનંદન.


ડૉ. અમૃતભાઈ પટેલ, એમ.એસ., બારડોલી, સુરત

ડૉ. અમૃતભાઈ પટેલ જેવા તબીબ આપણા રાજ્યમાં અને દેશમાં છે તે બાબતે હું અત્યંત ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું

“ડૉ. બર્ની સીગલના ૧૯૮૬માં પ્રકાશિત થયેલા ‘Love, Medicine and Miracles’ પુસ્તકે મનુષ્યના સ્વાસ્થ્ય તથા જીવનને લગતાં કેટલાંય સત્યો પુન: ઉજાગર કર્યાં. આ પુસ્તક વિશ્વનું નોંધપાત્ર પુસ્તક બની ચૂક્યું છે તેમાં નવાઈ ન જ હોય.

આપણા ગુજરાતમાં ભલે જૂજ, પણ આવા તબીબો પોતાના વ્યવસાયમાં અદ્‌ભુત પ્રયોગો કરી રહ્યા જ છે. ડૉ. અમૃતભાઈ પટેલ આવા જ તબીબ અને સર્જન છે. છેલ્લાં ૨૫ વર્ષોથી તેમણે ડૉ. સીગલના પુસ્તકનાં સત્યોને અમલમાં મૂકવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. તેમના નેતૃત્વ હેઠળ લાખો ગરીબ દર્દીઓની સારવાર થઈ છે અને તેમના હાથે હજારો શસ્ત્રક્રિયાઓ થઈ છે.

ડૉ. અમૃતભાઈ પટેલ જેવા તબીબ આપણા રાજ્યમાં અને દેશમાં છે તે બાબતે હું અત્યંત ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું. ભવિષ્ય માટે તેઓ આશાના ઉજ્જવળ દીપક છે. મને એવી શ્રદ્ધા છે કે ડૉ. અમૃતભાઈ પટેલમાંથી અનેકાનેક યુવા-તબીબો પ્રેરણા લેશે અને તેમના પ્રથમ સાહિત્યિક સર્જનમાંથી ગુજરાતી વાચકો જીવન જીવવા માટેનું અદ્‌ભુત સ્નેહ-શાણપણ પામશે.”

~ સંજીવ શાહ, ઓએસિસ

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.