Newsletter-cum-magazine of Oasis Movement YEAR 7  I ISSUE 19  I Oct 16, 2014

The Purpose and Meaning of Giving Freedom

સ્વતંત્રતા આપવાથી બાળકો સ્વચ્છંદી થઈ જાય? હા અને ના....

એક યુવા હૃદયના હકારાત્મક પરિવર્તનની પ્રેરણાજનક કહાની

ઓએસિસની શિબિરોનાં પરિણામોનો એક ઉદાહરણરૂપ કિસ્સો

ને મારાં માતાપિતા તરફથી તો સંપૂર્ણ સ્વતંત્રતા મળી છે. મને ભાગ્યે જ તેઓએ કોઈ કામ કરવા દબાણ કર્યું હશે. પરંતુ હું આ સ્વતંત્રતાને છૂટ માનીને સ્વચ્છંદી બની ગયો હતો. મિત્રોની ખરાબ સંગતિ અને મારી લાપરવાહીને કારણે હું ગાળો બોલતા અને સિગારેટ પીતા શીખી ગયો હતો. એટલી ખરાબ આદત પડી ગઈ હતી કે ઇચ્છવા છતાં પણ વ્યસન છોડી નહોતો શકતો. તેનાથી મારા સ્વાસ્થ્ય અને અભ્યાસ પર પણ ઘણી અસર પડી.

જ્યારે હું ઓએસિસના સમરહિલ કૅમ્પમાં આવ્યો ત્યારે મેં અલગ જ પ્રકારની સ્વતંત્રતાનો અહેસાસ કર્યો જેની સાથે જવાબદારી પણ હતી. હું જ્યૂરીના સભ્ય તરીકે ચૂંટાયો અને પોતાની શક્તિઓને ખીલવી શક્યો. ઓએસિસની ટીમે મારી દરેક સારી બાબતને વધાવી અને મને એક સારી વ્યક્તિ તરીકે જોઈ. હું બહુ ખુશ થયો. પરંતુ જ્યારે કૅમ્પ પત્યો અને હું ઘરે આવ્યો ત્યારે પાછો જેવું જીવન જીવતો એવું જ જીવવા લાગ્યો. ગાળો બોલતો, સિગારેટ પીતો અને રોજેરોજ નકામી બાબતોમાં સમય પસાર કરતો.

એકવાર મેં શાળામાં સિગારેટ પીધી અને પછીથી આચાર્યને ખબર પડી. તેમણે મને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કર્યો, બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓને મારી વાત જણાવી મારું અપમાન કર્યું અને તેમણે ઓએસિસમાં મારા વિશે ફરિયાદ કરી કે ફારૂક તો બહુ ખરાબ છોકરો છે. એ તમારા કૅમ્પમાં આવતાં બીજાં બાળકોને બગાડી નાખશે. હું શાળાએ પાછો ગયો ત્યારે તેમણે મને આ વાત જણાવી તો હું ડઘાઈ જ ગયો. મેં વિચાર્યું કે ઓએસિસના મિત્રોની નજરમાં તો હું ઘણો સારો વ્યક્તિ છું. તે લોકો હવે મારા વિશે શું માનશે? હવેથી ઓએસિસવાળા મને કૅમ્પમાં નહીં બોલાવે. ને જો બોલાવશે તો હું કયું મોઢું બતાવીશ? તેઓ મને પહેલાંની જેમ માન નહીં આપે. હું ખૂબ અકળાયો અને ઘણો હતાશ થઈ

ગયો. પરંતુ ઓએસિસે મારા પર વિશ્વાસ મૂક્યો. મને વધારે પ્રેમ અને માનથી આવકાર્યો. મેં આવી ઉદારતાનો અનુભવ ક્યારેય નહોતો કર્યો. એના પછીના સમરહિલ કૅમ્પમાં હું ગયો ત્યારે અમને એક વાર એવું એકાંત વાતાવરણ મળતા મેં ગાળો બોલી અને અશ્લીલ કહેવાય તેવી વાતો કરી. ત્રણ મિત્રોએ વાંધો ઉઠાવી મારા પર પાર્લામેન્ટમાં કેસ કર્યો. જેવી આ વાત મને જાણવા મળી તો મેં તેમને કેસ પાછો લઈ લેવા ઘણી આજીજી કરી પરંતુ તેઓ સત્યના એટલા આગ્રહી હતા કે તેઓએ મારી વાત ન માની. પાર્લામેન્ટમાં બધાની સામે મારા પર આરોપો મૂકાયા તો હું પ્રથમ તો પોતાનો બચાવ કરવા લાગ્યો. પરંતુ પછી શક્ય ન લાગતા મેં મારા ગુનાહો કબૂલ્યા અને ઓએસિસ કૅમ્પને હંમેશાં માટે છોડવાનો નિર્ણય કર્યો. મેં બધાને કહ્યું કે હું ઓએસિસને લાયક નથી. બધાને ખબર પડી ગઈ કે હું ખરાબ છોકરો છું પરંતુ બીજી વખત પણ ઓએસિસે મારા પર વિશ્વાસ મૂક્યો. ઓએસિસના મિત્રોએ મારી ભૂલ માફ કરી, મને એ ભૂલમાંથી શીખીને જીવનમાં આગળ વધવા કહ્યું. આગલા કૅમ્પમાં મને ડ્યૂટી-મૅનેજર તરીકે નીમ્યો. હું ઘણો ખુશ થયો અને આ તક મળવાથી પોતાની જાતને ઓળખી શક્યો અને મારો આત્મવિશ્વાસ વધ્યો.

હવે હું કંઈક કરવા માંગતો હતો, કંઈક બનવા માંગતો હતો. પરંતુ ઓએસિસના વાતાવરણની બહાર જતા હું જેવો હતો તેવો બની જતો. હું વાતાવરણ પ્રમાણે બદલાઈ જતો હતો. મારાં વિચાર-વાણી–વર્તનમાં એકસૂત્રતા નહોતી. જીવન એમ જ ચાલતું હતું તે દરમ્યાન હું મારી એક મિત્રને પસંદ કરવા લાગ્યો. એના આકર્ષણમાં પડી ગયો. તે મિત્રએ પણ મને ધૂમ્રપાન ન કરવા સમજાવ્યું. પણ હું ધૂમ્રપાન સંપૂર્ણપણે તો ન જ છોડી શક્યો. હું સંયમ તો રાખી શકતો પરંતુ મનમાં તો ધૂમ્રપાન કરવાની ઇચ્છા તો તરવરતી જ રહેતી. સમય જતાં મેં તે મિત્રને મારા દિલની તેના પ્રત્યેની લાગણીઓ જણાવી. પરંતુ તે એક સમજદાર અને સાચી મિત્ર હતી. તેણે મને તેને ભૂલી જવા કહ્યું. મેં સહજપણે હા તો પાડી દીધી પરંતુ તેના પછી હું હતાશા અને દુઃખ જેવી અનેક નકારાત્મક લાગણીઓ અનુભવવા લાગ્યો. મમ્મીએ મારું આવું વર્તન જોઈને મને પ્રેમથી પૂછ્યું, “શું થયું, બેટા.” મેં કહ્યું કે હું મારી એક મિત્રને પસંદ કરતો હતો પણ મેં તેને મારી

લાગણીઓ જણાવી તો તેણે મને તેને ભૂલી જવા કહ્યું. મમ્મીએ ધીરજપૂર્વક કહ્યું, “દીકરા, તું આકર્ષણના ચક્કરમાં તારી સારી મિત્રને હંમેશાં માટે ખોઈ બેઠો.” આ વાક્ય સાંભળતાં જ હું હક્કોબક્કો રહી ગયો. હું ખરેખર મારી મિત્રને ખોઈ બેઠો હતો. મેં તરત તે મિત્રની માફી માંગી. તેણે મને સહજતાથી માફ કર્યો અને ખાતરી આપી કે અમારી મિત્રતામાં કોઈ ફરક નથી પડ્યો. હું ખૂબ રાજી થઈ ગયો અને મમ્મીનો ખૂબ આભાર માન્યો.

પછી મેં સંજીવભાઈનું ‘મહાન હૃદયોના સારેગમપધનિ’ પુસ્તક વાંચ્યું. તેનાથી ઘણી પ્રેરણા અને બળ મળ્યું. સંજીવભાઈ સાથે વાત કરી, તેમણે મારી પરિપક્વતાને વધાવી અને કહ્યું કે જો આ જ રીતે ભૂલમાંથી શીખીને આગળ વધીશ તો ઘણો સફળ વ્યક્તિ બનીશ અને તેમણે મને પસંદગી આપી કે લોકો મને સારી વ્યક્તિ તરીકે જુએ કે ગાળ બોલતા અને સિગારેટ પીતા વ્યક્તિ તરીકે જુએ તે મારે નક્કી કરવાનું છે. મારા જીવનની જવાબદારી તો મારી પોતાની જ છે. અને તેમનાં પુસ્તકો ભેટમાં આપ્યા. આજે મારી જિંદગીનો એક ધ્યેય છે. હું બાળકો અને યુવાનોમાં જાગૃતિ લાવવા કામ કરવા માગું છું. હું સફળતાપૂર્વક જીવન જીવવા મથી રહ્યો છું. પોતાની જાત પર પૂરો સંયમ અને સ્વયંશિસ્ત કેળવી રહ્યો છું.

આજે હું મારા સિગારેટ પીતા મિત્રોની વચ્ચે જાઉં છું પણ હું સિગારેટ નથી પીતો. એ લોકો ગમે તેટલી ગાળો બોલે પરંતુ હું નથી બોલતો. આજે હું વિચારું છું કે જો આચાર્યની ફરિયાદ સાંભળીને ઓએસિસે મને કૅમ્પમાં પાછો ન બોલાવ્યો હોત તો? જો એ દિવસે મારી મમ્મીએ મને ઠપકો આપ્યો હોત અથવા મને ચારિત્ર્યહીન માનીને મને સુધરી જવાની સલાહ આપી હોત તો? જો એ દિવસે કૅમ્પમાં ગાળ બોલવા બાબતે મને બહાર કાઢી મૂક્યો હોત તો? જો ઓએસિસે મને ખરાબ છોકરો માનીને મને સજા કરી હોત અથવા ખરાબ વર્તન કર્યું હોત તો?

તો હું આજે એ જ કાદવમાં પડ્યો હોત, સિગારેટ પીતો હોત અને ગાળો બોલતો હોત............

~ ફારૂક પઠાણ

નવસારી ખાતે યોજાયેલા ‘આખરે... આઝાદ!’ પુસ્તકના વિશેષ વિમોચન કાર્યક્રમમાં
બાળકોએ વાલીઓ, શિક્ષકો તથા આચાર્યો સાથે ‘સ્વતંત્રતા’ પર કર્યો પરિસંવાદ

ગત ૧ ઑક્ટોબરના રોજ નવસારીની પ્રખ્યાત સયાજી લાઇબ્રેરીમાં ઓએસિસ દ્વારા ‘આખરે... આઝાદ!’ પુસ્તકના વિમોચનનો અનોખો કાર્યક્રમ યોજાઈ ગયો. સોનામાં સુગંધ ભળી હોય તેમ આ આખા કાર્યક્રમનું આયોજન, સ્વાગત, સંચાલન, વિમોચન તથા આભારવિધિ – બધું જ ઓએસિસ સાથે જોડાયેલાં શાળા- કૉલેજમાં ભણતાં બાળકો અને યુવાનોએ કર્યું.

અમેરિકન ભૌતિકશાસ્ત્રી ડેનિયલ ગ્રીનબર્ગ લિખિત, ક્ષમા કટારિયા દ્વારા અનુવાદિત ‘આખરે... આઝાદ!’ પુસ્તક એ અમેરિકાની સડબરી વેલી શાળાની અનોખી દાસ્તાન છે જ્યાં બાળકો પરંપરાગત શાળાનાં બંધનોથી મુક્ત રહીને નૈસર્ગિક રીતે ખૂબ ખીલી તથા ખૂલી શક્યાં છે. અસાધારણ અને શિક્ષણ-જગતમાં નવો ચીલો ચાતરનાર આ પુસ્તકનું વિમોચન અનુવાદક ક્ષમાબેન અને બાળકોએ કર્યું અને તેઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલાં બાળકો, વાલીઓ, શિક્ષકો તથા આચાર્યો સાથે ‘બાળકો અને સ્વતંત્રતા’ પર પરિસંવાદ કર્યો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવસારીની ખુશી આહીર અને વડોદરાના ફારૂક પઠાણે કર્યું. ડાયસ પર આવ્યાં ફાતેમા રંગરેજ, ગુલપ્સા શેખ, હિરલ સોની, કરિશ્મા ભાટિયા, લય નાયક તથા શૈલેષ અગ્રવાલ. બાળકોને શાળામાં પૂરી સ્વતંત્રતા આપવા અંગે ઉપસ્થિત શ્રોતાઓને પૂછવામાં આવ્યું તો તેમણે બાળકોનાં ગુજરાનની, સેફ્ટી અને સિક્યુરિટીની

અને કારકિર્દીની ચિંતા રજૂ કરી. સંચાલકો(બાળકો)એ એમનાં ચિંતા- ભયસ્થાનો વાજબી છે અને તેઓ સહમત છે તેમ જણાવ્યું. ત્યાર બાદ ડાયસ પર બેઠેલાં બાળકોએ પોતાને મળેલી સ્વતંત્રતા થકી તેઓ કેવો વિકાસ કરી શક્યાં છે એની વાતો શ્રોતાઓને કરી.

ફાતેમા અને ગુલપ્સાએ પોતે રૂઢિચુસ્ત મુસ્લિમ સમાજમાંથી આવતી હોવા છતાં માતા-પિતાએ સમાજના ડરને બાજુમાં મૂકીને ઓએસિસના કાર્યક્રમોમાં ભાગ લેવાની જે સ્વતંત્રતા આપી તેનાથી તેમના જીવનમાં આવેલ સુંદર પરિવર્તનોની વાત કરી. ગુલપ્સા અત્યારે રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ જીતી આવેલી બૉક્સર છે. તેણે જણાવ્યું કે જો માતા-પિતાએ સ્વતંત્રતા ન આપી હોત અને ઓએસિસે હિંમત ન આપી હોત તો નવસારીને/સમાજને આ ગૌરવ પ્રાપ્ત ના થાત. તો વળી, શિક્ષકોથી ડરતા શૈલેષે ઓએસિસના કૅમ્પમાં આવ્યા પછી, ‘સ્વતંત્રતા’ને સમજ્યા પછી આજે તે ખૂબ આસાનીથી તેના શિક્ષકો સાથે વાત કરી શકે છે તે જણાવ્યું. લયે કહ્યું કે એને મળેલી સ્વતંત્રતાથી એની અંદર રહેલો સાહિત્યકાર બહાર આવ્યો. શરૂઆતમાં વક્તૃત્વ સ્પર્ધાઓથી ડરતો લય માતા-પિતા તરફથી મળેલી સ્વતંત્રતા અને ઓએસિસ કૅમ્પના અનુભવ પછી સ્ક્રિપ્ટ લખતો થયો અને એના એક નાટકે જિલ્લા કક્ષાએ બીજો નંબર મેળવ્યો. હિરલે કહ્યું કે મને સ્વતંત્રતા અને સપોર્ટ મળવાથી મારી નિર્ણય-શક્તિ બહાર

આવી, આત્મવિશ્વાસ વધ્યો. ઓએસિસ કૅમ્પમાં શીખ્યા કે આ તમારી જિંદગી છે, તમે નક્કી કરો. વળી તેણે ઉમેર્યું કે, યોગ્ય વાતાવરણ વિના બાળકોનો વિકાસ અટકી પડે છે. ઓએસિસ થકી પુસ્તકોની દુનિયામાં રસ પડ્યો અને સમયનો સદુપયોગ કરતા શીખી. કરિશ્માએ જણાવ્યું કે, મમ્મી-પપ્પાએ છૂટ આપી. ઓએસિસના કૅમ્પ બાદ મારી દિનચર્યાના નિયમો મેં જાતે જ નક્કી કર્યા. સ્વતંત્રતાની સાથે જવાબદારી આવી. હવે, મારું બધું કામ સમયસર પૂરું કરું છું. હું એક જવાબદાર વ્યક્તિ બની. ફારુકે પણ પોતે વ્યસનોમાં ફસાયેલો હતો અને એમાંથી ઓએસિસના કૅમ્પ થકી કેવી રીતે મુક્ત થયો તેની હૃદયસ્પર્શી વાતો કરી.

બાળકોએ ઉપસ્થિત મોટેરાંઓને જણાવ્યું કે એમને સ્વતંત્રતા આપવામાં આવે, એમના પર વિશ્વાસ મૂકવામાં આવે, એમને પ્રેમથી સમજાવવામાં આવે તો તેઓ ખૂબ સારી રીતે અને આનંદથી એમનો વિકાસ કરી શકે છે. યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો એમનું જીવન બદલાઈ જાય છે.

હાજર રહેલા આચાર્યોમાંથી શ્રી. પ્રતિકસિંહ પરમાર અને શ્રી. કેયુર નાયકે ઓએસિસમાંથી શીખ્યા પછી એમણે એમની શાળાઓમાં કેવા ફેરફારો શરૂ કર્યા તેની વાતો વિગતે જણાવી.

(સયાજી લાઇબ્રેરીના શ્રી.દીપક પરીખના
અહેવાલમાંથી સાભાર)

News in Brief

Oasis Launches a Special L3 Course for Children of Navsari

Parents, Teachers & Children Attend Orientation Session

ઑક્ટોબર ૨, ગાંધી-જયંતીના દિવસે સયાજી લાઇબ્રેરી, નવસારી ખાતે ઓએસિસના હાર્દ સમા કોર્સ – The Philosophy, Art & Science of Living, Loving & Learning – L3 કોર્સની વિગતવાર માહિતી આપતા વાર્તાલાપનું આયોજન થયું હતું. જેનો ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.

બાળકો માટે સર્વાંગી વિકાસ તથા ચારિત્ર્ય ઘડતરના આ અભિનવ અભિયાનની માહિતી સયાજી લાઇબ્રેરીના પ્રમુખ શ્રી. મહાદેવભાઈ દેસાઈ તથા ઓએસિસના ડૉ. પલ્લવી રાઉલજીએ આપી હતી.

બાળકોના વિકાસમાં રસ ધરાવતા વાલીઓને અભિનંદન આપતા પલ્લવીબેને કહ્યું કે, “મહાદેવભાઈનું એક સ્વપ્ન છે કે નવસારીમાંથી ૧૦૦ જીનિઅસ બાળકોને તૈયાર કરવા. તેના ભાગ રૂપે આ વિશેષ કોર્સનું આયોજન સયાજી લાઇબ્રેરી અને ઓએસિસના સંયુક્ત ઉપક્રમે થયું છે.”

મહાદેવભાઈએ સહુને આવકારતા કહ્યું કે, “જેઓ ખૂબ જ તેજસ્વી કહી શકાય, જેઓ ભવિષ્યમાં કંઈક જુદું જ કરવાના છે તેવાં બાળકોનાં તમે માતા-પિતા છો. એમને માર્કસની ફૂટપટ્ટી વડે ના માપીએ. તમારાં બાળકોની હાથની રેખાઓમાં કંઈક વિશિષ્ટ લખાયેલું છે, જે આ કોર્સ દ્વારા યોગ્ય રીતે ઉજાગર થશે.” કોર્સ વિશે વિગતમાં માહિતી આપીને એમણે કહ્યું કે, “આ કોર્સ બાળકો માટે એમને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે, જે ‘જ્યોતિર્ધર બાળકો’ કે ‘મેધાવી બાળકો’ તૈયાર કરવાનું કાર્ય કરશે.”

ત્યાર બાદ, ઓએસિસની શિબિરોનો લાભ લઈ ચૂકેલાં બાળકોએ એમના જીવનમાં આવેલા પરિવર્તનની વાત કરી. ‘જ્યોતિર્ધર’ શિક્ષકોએ એમના ઘડતરની વાત કરી.

ASHA Oasis

“Good Touch Bad Touch” Workshop For Principals & Teachers of
100 Govt. Rural Schools of Hosur(Tamil Nadu)

In the presence of guests Mr. Muni Reddy (AEEO, Hosur), Mr. Nagaraj (AEEO, Hosur) and Titan CSR Managers, Mr. Anand Rao & Ms. Ritika Gandhi, “Good Touch Bad Touch” Workshop (Part of ASHA project against Child Sexual Abuse) was organized by Titan Industries Ltd., on 9th Sept.

Sumathi and Lavanya from ASHA Bangalore conducted the workshop for approx. 100 Principals and BT assistants of Panchayat union middle schools & Panchayat union primary schools, Hosur.

Reflections from some of the participants after the workshop:

This is very very essential training to empower the adolescent children to know and make them aware about sexual abuse. It is a great opportunity to attend this training and I will definitely teach each and every aspect of this training to all my school children. ~ R. Pushpa, Head Mistress. PUP School, B. Muduganapalli

I feel that why I didn’t get this awareness about Good Touch Bad Touch in my childhood? Now I know how to train children when somebody does bad touch. ~ P. Jayanthii, B T Asst., PUM School, Seetharamnagar

It is useful not only for school children but also for my own kids and neighborhood kids. I feel very happy. Conducting the training for one teacher per school is not enough, whole teaching staff should attend the workshop. ~ V. Kanthamma, Head Mistress, PUP School, M. Thattiganagalli

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Hiral Patel

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Shrey Shah

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.