Newsletter-cum-magazine of Oasis Movement YEAR 7  I ISSUE 2  I Jan 16, 2014

Oasis Movement Ended 2013 With Activities Flourishing At All Fronts

Life Camps For Special Groups of Students at Oasis Valleys

“અહીં આવીને જાણે અમને જીવન જીવવાની ચાવી મળી ગઈ હોય તેવું લાગ્યું”

Life Camp was organised for students associated with Sadvidya Vikas Trust, Surat, at Oasis Valleys during 13, 14, 15 December. 28 students took part in the camp which was facilitated by Nainita Rana (Oasis).

Crux of reflections from students:

આત્મવિશ્વાસ હોય તો આપણે કંઈ પણ કરી શકીએ છીએ

આત્મવિશ્વાસ, સફળતા, મહેનત, ધ્યેય - આ બધી બાબતો અમને અહીં શીખવા મળી અને આપણે જીવનમાં કઈ રીતે આગળ વધવું તે શીખવા મળ્યું. હવે, અમે બીજાને પણ સમજાવી શકીએ છીએ કે આપણા પર આત્મવિશ્વાસ હોય તો આપણે કંઈ પણ કરી શકીએ છીએ.

~ આશા પટેલ

મહેનત જીવનનો સૌથી અગત્યનો ભાગ છે

શિબિરમાં અમને Hard Workની વાત ખૂબ જ સારી લાગી કારણ કે આપણા જીવનમાં એ સૌથી અગત્યનો ભાગ છે. જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે, તેને આપણે મહેનતથી દૂર કરી શકીએ છીએ અને ખુશ રહી શકીએ છીએ.

~ પિયુષ પટેલ

કુદરતને આજે ખૂબ ઊંડાણથી જાણી

કુદરતને આજે એટલી ઊંડાણથી જાણી કે એવું લાગ્યું કે તેનાથી સારું દુનિયામાં કશું નથી. સવારનું વાતાવરણ, ટોચ પરથી ઊગતો સૂરજ, પક્ષીઓ, કુદરતે આપેલા સુંદર વૃક્ષો, ઔષધિઓ જોવા મળ્યાં. એ બધું જોઈને એવું લાગતું હતું કે જાણે અમે સ્વર્ગમાં ફરતા હોઈએ. જાત જાતના સુંદર ફૂલો, નવા ફળોને જોવા, જાણવા - આજે ખાતરી થઈ ગઈ કે કુદરત એ પૃથ્વીની એક અમૂલ્ય ભેટ છે.

~ ડોનીશા ભાટિયા

જીવન જીવવાની કળા મળી

શિબિરમાં જીવનમાં આગળ કેવી રીતે વધવું, કેવી મહેનત કરવી, આપણા સપના સાકાર કરવા શું કરવું - એ બધું અમને ખૂબ સારી રીતે સમજાવામાં આવ્યું.

~ કાજલ દામા

સફળતા મેળવવા માટે હંમેશા સચ્ચાઈનો રસ્તો અપનાવવો

સફળતા કઈ રીતે મેળવવી અને તે માટે કેવા પ્રયત્નો કરવા તે વાત મને ખૂબ ગમી. સફળતા મેળવવા માટે હંમેશા સચ્ચાઈનો રસ્તો અપનાવવો તે શીખવા મળ્યું. અમને તે માટે એક મૂવી બતાવ્યું જેમાંથી અમને સફળતા કેવી રીતે પ્રાપ્ત થાય તે જાણવા મળ્યું. બીજા પર આધાર ન રાખી જાત મહેનત કરવાથી સફળતા મળે.

~ સલીમા શેખ

મને નૈનિતાદીદી ઘણા ગમ્યા

નૈનિતાદીદી ઘણા સારા વ્યક્તિ છે. દરેકની લાગણીઓને સારી રીતે સમજી શકે છે. અવનવી પ્રવૃત્તિઓથી અમારા જીવનમાં સુધારો લાવવા મદદ કરી રહ્યા છે. તેઓ એક શિક્ષક તરીકે નહીં પરંતુ એક મિત્ર તરીકે અમારી સાથે રહ્યા.

~ ખુશ્બૂ રાઠોડ

“શિબિરમાં અમારી જે રીતે કાળજી લેવાતી અને શીખવવામાં આવતું તે મને ખૂબ સ્પર્શી ગયું છે”

During 30,31st December & 1st January, Life Camp was organised at Oasis Valley for students of Anand Niketan School, Kaparada, Dist. Valsad. 58 students took part in the camp which was facilitated by Hiral Patel from Oasis.

Crux of reflections from students:

હંમેશાં ઊંચું વિચારવું જોઈએ

આ શિબિરમાં શીખ્યા કે હંમેશાં ઊંચું વિચારવું જોઈએ. કદી પણ નીચું ન વિચારવું જોઈએ. ઊંચા સપના જોવા જોઈએ. પહેલાં તો આપણે આપણું લક્ષ્ય નક્કી કરવું જોઈએ. કોઈનાથી પણ ડરવું ન જોઈએ. કોઈની પણ હંસી-મજાક ન ઉડાવવી. આ બધી બાબતો મને ખૂબ જ ગમી.

વળી, આ શિબિર મને ખૂબ ગમી કેમ કે અહીં વાતાવરણ ખૂબ જ સારું છે. ચારે બાજુ વૃક્ષો જ વૃક્ષો અને વહેલી સવારના પંખીઓનો કલબલાટ. કુદરતને માણવાની ખૂબ મજા પડી.

કૅમ્પસ ટુર દરમ્યાન હું શીખી કે આ દુનિયામાં કોઈ પણ વસ્તુ વેસ્ટ નથી. બધી જ વસ્તુઓનો કંઈક ને કંઈક ઉપયોગ તો છે જ. આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકીએ છીએ.

~ કૃતિકા ગાંવિત

આજે આગળ આવી બોલવાની હિંમત આવી

અમે શીખ્યા કે હંમેશા પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આગળ વધવું. આજે આગળ આવી બોલવાની હિંમત આવી છે તે ખૂબ ઉપયોગી થશે.

શિબિરમાં અમારી જે રીતે કાળજી લેવાતી અને શીખવવામાં આવતું તે મને ખૂબ સ્પર્શી ગયું છે. કેમ કે અમે ઘણા કૅમ્પ કર્યા છે પણ આવી કાળજી પહેલી વાર લેવાઈ.

~ વિનય પટેલ

લક્ષ્યની બાબત સૌથી વધુ સ્પર્શી ગઈ

લક્ષ્ય પાછળ આપણે કેવી રીતે મહેનત કરવી જોઈએ તે શીખવું ખૂબ ગમ્યું. શિબિરમાંથી એ પણ શીખ્યા કે આપણે આપણામાં આત્મવિશ્વાસ કેવી રીતે જગાડવો.

~ અક્ષય ભોયા

અને મેં મારું લક્ષ્ય નક્કી કર્યું

શિબિરમાં મને એ બાબત સૌથી વધુ ગમી કે જીવનમાં લક્ષ્ય હોવું અગત્યનું છે. લક્ષ્ય વગરની જિંદગી નકામી છે. જેવી રીતે નદીમાં જતી હોડીને ખબર ના હોય કે તેણે કઈ દિશા તરફ જવું જોઈએ. આ શિબિરમાં આવીને મને લક્ષ્ય વિશે માહિતી મળી. અને મેં મારું લક્ષ્ય નક્કી કર્યું છે.

~ ઉર્મિલા ધૂમ

હિરલદીદી મારા હૃદયને સ્પર્શી ગયા

શિબિરના સંચાલક એવા હિરલદીદી ખૂબ જ પ્રેમાળ છે. તેમની બોલવાની રીત મને સૌથી વધુ પસંદ છે. તેઓ ખૂબ સારા ગાઈડ છે. તેમણે અમને ઘણી માહિતી આપી અને ખૂબ શીખવ્યું.

Thank you, Hiraldidi!

~ ભાવિકા પટેલ

Gram Vikas Trust (Bharuch) Teachers Experience Oasis Workshop

“આ કાર્યશાળાથી માણસને, સમાજને, રાષ્ટ્રને, દુનિયાને સાચા જીવનનો માર્ગ મળી શકે એમ છે”

Oasis Workshops were organised for Teachers associated with Gram Vikas Trust (GVT), Bharuch, Gujarat. First group of 17 teachers participated in the workshop during 2,3rd December. The workshop was facilitated by Pallavi Raulji.

Crux of reflections from participants about the workshop & facilitator:

કાર્યશાળાના અંતે ખૂબ જ સંતોષની લાગણી અનુભવું છું

આ કાર્યશાળાના કારણે હવે પછીના મારા જીવનનું ઘડતર કેવી રીતે કરીશ તેનો માર્ગ દેખાય છે. આ કાર્યશાળાના કારણે મારી બીજા પ્રત્યેની વિચારસરણીમાં ફેર આવ્યો છે તેમજ મારું વલણ નકારાત્મકથી હકારાત્મક તરફનું બન્યું છે. આ કાર્યશાળાના કારણે વ્યક્તિમાં મૂલ્યોનું સિંચન થાય છે તેમજ એકબીજાને સમજવાનો પ્રયત્ન થાય છે. દરેક વ્યક્તિને સમજવાની કોશિશ કરું, તેમનાં વિચારોને પણ માન આપું તો મને પણ કંઈક નવું જાણવા મળે.

~ કિરણકુમાર પટેલ

Workshop will help me to work more effectively

The Workshop will help me to go ahead in life with a motive and to work with effectiveness. The campus is very hygienic and healthy. The Sessions will be a great help for future goals.

~ Mittal Gohil

પ્રથમ અનુભવની લાગણી ખૂબ જ આહલાદક રહી

આ કાર્યશાળાના માધ્યમથી હું મારી જાતને ખૂબ જ મૂલ્યવાન સમજું છું. મારી જવાબદારી અંગે મને જાગ્રત કરેલ હોવાથી આભાર વ્યક્ત કરું છું. આ કાર્યશાળાથી માણસને, સમાજને, રાષ્ટ્રને, દુનિયાને સાચા જીવનનો માર્ગ મળી શકે એમ છે. આ કાર્યશાળાના પ્રથમ અનુભવની લાગણી ખૂબ જ આહલાદક રહી.

~ વિજયકુમાર ખાંભુ

‘સ્વ’ ને સુધારી અન્યને પણ આપણા દ્વારા લાભ મળે

અદ્ભુત દુનિયાની અદ્ભુત વાતો જેવી કલ્પના કરી જીવનના મૂલ્યો સાથે તેનું સંકલન કરી ‘સ્વ’ માં સુધારો લાવવો તે ખૂબ જ મહત્વનું છે. ‘સ્વ’ ને સુધારી અન્યને પણ આપણા દ્વારા લાભ મળે, પ્રેરણા મળે, તે શીખવા મળ્યું. શરીર અને મનમાં ઉદભવેલી લાગણીઓને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશ.

~ નીરવકુમાર પટેલ

આપણામાં રહેલી શક્તિને બહાર લાવવાનું કાર્ય કરે છે

અંગત જીવનમાં સુધારો લાવવામાં મદદ કરી. પોતાનો સ્વભાવ બદલાવ કરી શક્યા. આ કાર્યશાળા નિસ્વાર્થભાવે સેવા કરે છે. આ કાર્યશાળાની સેવા ઉમદા છે. જીવનમાં પ્રગતિ કરવાં આ કાર્યશાળામાં જોડાવું જોઈએ.

~ ઠાકોરભાઈ પરમાર

એમની પાસેથી જે પ્રેરણા મળી તે અમારાં જીવનમાં ઉતારશું

કાર્યશાળાના સંચાલક શ્રી પલ્લવીબેને આટલા બે દિવસમાં જે ભાથું અમને પીરસ્યું છે એ અમે ક્યારેય ભૂલી શકવાના નથી અને એમની પાસેથી જે પ્રેરણા મળી તે અમે અમારાં જીવનમાં ઉતારશું. એમનો પ્રેમાળ સ્વભાવ, હસવાનું, કોઈ પણ વાતને પોઝિટિવ થિન્કિંગથી રજૂ કરવી અને સામાવાળાને ગળે ઉતારવી - આ જે કળા એમની પાસે છે ને એ અમને ખૂબ ગમી. ખરેખર, બહેનનો સાચા હદયથી ખૂબ ખૂબ આભાર.

~ દિપકભાઈ સોલંકી

“Integrating development & progress & harmony
in order to GO WITHIN”

Second group of Gram Vikas Trust Teachers, consisting 11 participants, had their workshop during 4 & 5th December. The workshop was facilitated by Hiral Patel (Oasis).

Crux of reflections from participants about the workshop & facilitator:

આ કાર્યશાળા ખૂબ પ્રેરણારૂપ સાબિત થઈ

આ કાર્યશાળા દ્વારા મારા જીવનનું સાચું ધ્યેય, સાચી સમજ પ્રાપ્ત થઈ છે. અને મારી સાચી સમજનો મારા સમાજ તેમજ શિક્ષણના વ્યવસાયમાં ઉપયોગ કરી મારો તેમજ મારી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓનો વિકાસ કરીશ.

~ સાઉલકુમાર વસાવા

ખૂબ જ ઉત્તમ પ્રકારની કાર્યશાળા છે

જો દરેક કાર્યશાળા એટલે કે (શાળામાં) અમને અપાતી ટ્રેનિંગ જો આ પ્રકારની હોય તો ખૂબ જ મજા આવે અને સારું એવું ભાથું જે આખી જિંદગી યાદ રાખી શકીએ, એવું મેળવી શકીએ.

~ જીગર જોશી

કાર્યશાળાના સિદ્ધાંતો જીવનને મૂલ્યવાન બનાવે છે

કાર્યશાળામાં જે સિદ્ધાંતો શીખવવામાં આવે છે તે જીવન ઉપયોગી તો છે જ સાથે સાથે જીવન સરળ અને મૂલ્યવાન પણ બનાવે છે. કાર્યશાળામાં સિદ્ધાંતો તથા આત્મવિશ્વાસની વાત વ્યવહારિક જીવનમાં ખૂબ જ ઉપયોગી બનશે.

કાર્યશાળાના સંચાલકનો સ્વભાવ ખૂબ જ સરળ અને નિખાલસ હોવાને કારણે કોઈ પણ વ્યક્તિ સરળતાથી પોતાના જીવનને રજૂ કરે છે. કાર્યશાળાના સંચાલક કોઈ પ્રોગ્રામ નહી પરંતુ આપણા જીવનની હકીકતોથી આપણને માહિતગાર કરે છે.

~ પ્રકાશભાઈ પરમાર

અહીંના કુદરતી વાતાવરણ વચ્ચે શીખવાની તક મળી તે ખૂબ જ અવિસ્મરણીય રહેશે

આ કાર્યશાળા મારા માટે દૃઢીકરણ તાલીમ બની રહેશે. અને મારા સામાજિક, વ્યક્તિગત તથા વ્યાવસાયિક જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડશે.

~ કમલેશ પરમાર

હિરલબેન ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે

આ કાર્યશાળાના સંચાલક, હિરલબેન, ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તેમનામાં સરળતા, સહજતા, સહિષ્ણુતા વગેરે ગુણોનું દર્શન કરી શકાય છે. સંચાલકની Communication Skill અદ્ભુત છે.

~ ધવલકુમાર પટેલ

"હું છું જ્યોતિર્ધર" અભિયાન

Anand Became 2nd Dist. To Join ...Jyotirdhar Abhiyaan
21 Teachers Began Their Journey At Oasis Valleys

“ચીલાચાલુ કાર્યશાળા કરતા ખૂબ જ જ્ઞાનસભર કાર્યશાળા રહી;
નવો જ દૃષ્ટિકોણ આપે તેવો અનુભવ થયો”

First batch of 21 teachers from Anand Dist., Gujarat, started their journey of 4 year Oasis Course under "Hun Chhu Jyotirdhar" Abhiyaan. The first workshop was organised during 13 to 15 December at Oasis Valleys. The workshop was facilitated by Dr. Kishor Naik, Navsari, who also began his journey as Oasis Facilitator.

Crux of reflections from participants about the workshop & facilitator:

વારંવાર અનુભવવાનું ગમે તેવો નાવીન્યપૂર્ણ અનુભવ

• અદ્ભુત અનુભવ. સંતોષ થયો. વધારે આગળ જવાની ઇચ્છા થઈ અને લાગણીઓને વ્યક્ત કરવાનો ચાન્સ મળ્યો.
• ફિલ્મનો અદભુત પ્રયોગ, ટાસ્ક-ચાર્ટ વગેરેની સુંદર યોજના, ઈશ્વરની યોજના અને ઈશ્વરનો આશીર્વાદ, દૃષ્ટિકોણ બદલવાની અદ્ભુત યોજના.
• સુંદર પ્રકૃતિમય વાતાવરણ દ્વારા દિલની શુદ્ધતા બહાર લાવવાની વાત.

~ વિનોદ એસ. પરમાર

કાર્યશાળાથી મને મારી પોતાની જ ઓળખ થઈ

આ કાર્યશાળા માણસમાં રહેલી શક્તિઓની ઓળખ કરવાનું કામ કરે છે, તેમને ઢંઢોળવાનું કામ કરે છે. આ કાર્યશાળાથી મને મારી પોતાની જ ઓળખ થઈ, જેને મેં ક્યારેય અંદરથી જાણી નહોતી. અમને મળેલ આ કાર્યશાળા અને તેના વિચારો જ અમારી ‘ગીતા’ હશે અને હવે એ જ અમારું હૃદય રહેશે. એવું લાગ્યું કે જીવનનો અત્યાર સુધીનો સમય નકામો ગયો. બસ, હવે હું જાગ્યો છું અને અહીંથી મળેલ તમામ બાબતોથી મારા બીજા જન્મની શરૂઆત કરીશ.

~ જીગ્નેશ ગજ્જર

ખરા અર્થમાં જ્યોતિર્ધર બનાવે તેવો યજ્ઞ છે

મારામાં વિચારો તો ઘણા સારા હતા પણ પરંતુ તેને નવી દિશા આ કાર્યશાળાએ બતાવી છે. ખરા અર્થમાં જ્યોતિર્ધર બનાવે તેવો યજ્ઞ છે. હંમેશાં સત્કર્મોને ઈશ્વરના આશીર્વાદ મળતા હોય છે. આ કાર્યશાળા ઉત્તરોત્તર તેમના ધ્યેય તરફ પ્રયાણ કરે, ધ્યેય મેળવે તેવી ઈશ્વરને પ્રાર્થના. આ મહાસાગરમાં ક્યાંક મારું પણ બિંદુરૂપે યોગદાન રહે તેવી હૃદયની અભ્યર્થના. આ કાર્યશાળામાં એક અદ્ભુત અને દિવ્ય અનુભવ થયો.

~ ભાવના રાવળ

શ્રેષ્ઠ કાર્યશાળા દ્વારા શ્રેષ્ઠ વિચારો જન્માવી શક્યા

જે મારા જીવનનું સ્વપ્ન હતું, જે કંઈ ઇચ્છાઓ હતી તે મુજબ જ કાર્યશાળામાં કાર્ય થયું. સૌથી વધુ તો જે સ્વ-વિકાસ, સ્વ-નેતૃત્વ અને સમય આયોજનની બાબત હતી તે અહીંથી જ શીખવા મળી. હું અદભુત લાગણી અનુભવું છું. શ્રેષ્ઠ કાર્યશાળા દ્વારા શ્રેષ્ઠ વિચારો જન્માવી શક્યા અને જીવન પરિવર્તન કરી શક્યા.

હવે, મારા અંગત જીવનમાં ખૂબ જ પરિવર્તન આવશે; માનવ સહજ જીવવા તરફ પ્રેરાઈશ.

~ અનિરુદ્ધ ઠાકર

અહીં આવ્યા બાદ જીવનનો રાહ મને મળ્યો

• ખરેખર! આ કાર્યશાળામાં આવ્યા બાદ ‘આંતરદર્શન’ થયું. મારી શક્તિઓ, નબળાઈઓનું ખાસ ભાન થયું.
• આપણે વ્યસ્તતાને લીધે આપણા જીવનનો માર્ગ ભૂલી ગયા હોય એવું હતું પણ અહીં આવ્યા બાદ જીવનનો રાહ મને મળ્યો.
• લોકો આનંદ-પ્રમોદ માણવા બહાર ફરવા જતા હોય છે. ઘણું બધું જોતા હોય છે પણ પોતાની અંદર નથી ઝાંખતા. જો એ ઝાંખવું હોય તો આવા ‘સ્વર્ગ’ સમાન સ્થાને આવવું જોઈએ.

~ વિનોદ આર. પરમાર

બધાને પ્રોત્સાહન આપે, દરેકની લાગણી સમજે, દરેકને ‘સ્વ’ની ઓળખ કરાવે

કિશોરભાઈ ખૂબ જ અનુભવી છે. ખૂબ જ વિદ્વત્તા ધરાવે છે, બધાને પ્રોત્સાહન આપે છે, દરેકની લાગણી સમજે, કોઈના અહમની ટીકા ન કરીને પણ દરેકને ‘સ્વ’ની ઓળખ કરાવે. વિષયનું ઊંડું જ્ઞાન, વાર્તાઓ, કહેવતો, ટુચકા તો ખરા જ પણ સાથે સાથે તેમણે થયેલા જિંદગીના સાચા અનુભવોનો નિચોડ. ભાષામાં થોડી પ્રાદેશિકતા ખૂબ જ મીઠી લાગી; કદી નફરત નહીં, ગુસ્સો નહીં, ઉતાવળ નહીં. વ્યક્તિને સરળતાથી ઓળખી શકે છે.

~ ગજેન્દ્રસિંહ મહિડા

Training of Facilitators for Oasis Workshops

During 6 to 8th December, training program for Oasis Workshop facilitators was organised at Oasis Valleys. 11 new aspirants joined the program. The program was facilitated by Parag Shah & Mahadevbhai Desai.

Oasis Movement - Other News

Young Volunteers of ASHA (OASIS, Bangalore) Take Adolescence Workshops in 10 Govt. Schools

“This program is really very important for each and every girl;
I came to know how to protect myself from strangers”

At OASIS, Bangalore, Pooja, Venkatesh and Lavanya - ASHA Youth Volunteers conducted a series of adolescence workshops in approx. 10 schools and reached to more than 800 students in 15 Days or so, during the month of December.

Crux of reflections from the students & volunteers:

I learnt about good touch and bad touch, about good hygiene; learnt to be bold, learnt how to behave with girls. I also learnt that girls and boys are equal. ~ M. Rahul, student

I learnt very good and useful information through this program and also I learnt about good touch and bad touch. I wish this program should be shown to other girls and boys. It is really useful. ~ Poorvika, student

In all 10 schools we had wonderful experience. I loved the innocence of children and their love & care for us are priceless. Through this program I learned that with love we can do anything. I would like to thank Oasis for giving me this diamond opportunity.


~ Pooja N.,
ASHA Youth Volunteer

ASHA Awareness Camps for Viveknagar Slum, Bangalore

During 28 & 29th December, special camps were organised at Viveknagar Slums of Bangalore city, by young volunteers of ASHA team. In 3 camps for various groups, 50 children participated in General Hygiene Camp, 25 young girls participated in Adolescence Workshop & 18 women participated in a talk with Lawyer, Mrs. Nagrathna on Legal help to Women in Domestic Violence.

Oasis Movement - Photo News

3rd Special Summerhill Camp for Vatsalyadham Teenagers

45 teenagers of Vatsalyadham (Shantaba School, Kukeri, Dist. Navsari) participated in the 3rd special Summerhill Camp organised at Oasis Valleys during 19 to 26th December. It turned out to be a good booster for those teenaged students who are trying to create atmosphere of Freedom & Happiness at Vatsalyadham for last one & half years. The camp was facilitated by Dr. Neha Vakharia & Mehul Panchal from Oasis.

Diploma Year Begins in Oasis L3 Course for Friends & Well-wishers

The third year of Oasis L3 Course (the Philosophy, Art & Science of Living, Loving & Learning) for Friends & Well-wishers group began at Oasis Valleys in the month of December. The Diploma year, as it is named, began with the first workshop during 19 to 22nd December. The series is facilitated by Sanjiv Shah & Sheeba Nair.

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.