Self-confidence of Teenagers Overflowed in
the First Special L3 Workshop Series for Teenagers |
વચન લીધું છે કે ખતમ થઈ જઈશું, પણ હાર નહીં માનીએ |
મને વિશ્વાસ છે કે હું મારા જીવનને સફળ બનાવી શકીશ |
|
ગમે તે મુશ્કેલીઓ આવે, હું મારી પસંદગી પ્રમાણે નિર્ણય લઈશ |
પોતાના પર વિશ્વાસ ઊભો થયો છે કે હું ધારું એ કરી જ શકીશ |
|
કાર્યશાળાથી એટલો આત્મવિશ્વાસ વધ્યો છે કે પહેલાં જે કામ કરતા સો વાર વિચાર કરતી તે આજે ખૂબ સામાન્ય લાગે છે |
|
|
Just after the festival of Deepawali, from 27th October to 2nd November 2014, 42 teenagers including few young children, got together at Oasis Valleys on a special invitation, to attend the first workshop of Oasis Flag-ship Course designed for Oasis Character Building Movement. "The Philosophy, Art & Science of Living, Loving & Learning"- in short called 'Oasis L3 Course' - was launched for teenagers for the first time. Oasis L3 course is a scientific course in the field of Self-development and has been widely appreciated by all sections of the adult society. Till date hundreds of professionals, businessmen, teachers and parents have benefited from this course. And Oasis strongly advocates to have this life changing education as a part of our schooling. So with this vision the course has been introduced for children & teenagers.
Though the course content is difficult for even adults to grasp in the first instant, it was re-designed and modified for easy understanding of youngsters. Oasis Movement founder and the Chief Facilitator of Oasis L3 Course, Sanjiv Shah took up the challenge to facilitate children's workshop in their own language and as expected children responded to it equally well with much enthusiasm. As days passed, children fell in love with the course content and the method of deliverance. At the end of the first workshop (total course duration is 40 days, spread in 4-5 years), each and every child was bubbling with joy and was eager to come again & again for the course.
Sanjiv Shah was supported by Sheeba Nair and other Oasis Team members. |
આત્મવિશ્વાસથી છલકાતાં બાળકોના પ્રતિભાવોના અંશો: |
અહીંથી જતી વખતે બહુ જ ખુશ અને confident feel કરી રહી છું
આ કોર્સ કરવો ખૂબ જરૂરી હતો એવું અહીં આવ્યા પછી આજે સમજાય છે. અહીં આવતાં પહેલાં મનમાં ગૂંચવણો હતી તે થોડી ઘણી ઉકેલાઈ રહી છે. પહેલાં હું મનમાં અંદરથી જ ઉદાસ રહેતી હતી પણ હવે અહીંથી જતી વખતે બહુ જ ખુશ અને confident feel કરી રહી છું. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ચાર વર્ષ દરમિયાન મારું સમગ્ર જીવન સાચી દિશામાં આવી જશે.
~ વૃષ્ટિ મેહતા, વડોદરા
|
વચન લીધું છે કે ખતમ થઈ જઈશું, પણ હાર નહીં માનીએ
હું મારા નિર્ણયો જાતે લઈ શકતી ન હતી. હું મારી સમસ્યાઓના ઉકેલ હંમેશાં બીજાઓ પાસેથી લેતી હતી. અહીં આવીને મેં એવી બાબતો શીખી જેથી હું મારા નબળાં પાસાંઓને જાતે જ મજબૂત કરી શકું છું. હું મારી જિંદગીની સફળતા માટે હવે સાચી રીતે જીવન જીવી શકું છું. મારામાં આત્મવિશ્વાસ છે. અમે બધાએ વચન લીધું છે કે ખતમ થઈ જઈશું, પણ હાર નહીં માનીએ. આ વચન મારા હૃદયમાં ખૂબ ઊંડે સુધી પહોંચી ગયું છે કે જિંદગીમાં ગમે તે મુશ્કેલીઓ આવે, હું એનો મારી પસંદગી પ્રમાણે નિર્ણય લઈશ અને હાર નહીં માનીશ.
~ ફાલ્ગુની મિસ્ત્રી, નવસારી
|
I am very happy
હું અહીં આવી હતી એ પહેલાનું અને આજનું મારું અવલોકન કરું તો મને મારા આત્મવિશ્વાસમાં થયેલો વધારો સ્પષ્ટ દેખાય છે. કે જે વસ્તુ હું આવ્યા પહેલા કરતા સો વખત વિચારતી હતી તે આજે વિચારું છું તો થાય છે કે આમાં શું નવું છે.
~ સુકૃતિ શાહ, નવસારી
મને મારા પર વિશ્વાસ આવી ગયો
આ કાર્યશાળામાં આવીને મને બહુ મજા આવી. મને મનમાં એક એવી લાગણી થઈ રહી છે કે હું કંઈક કરીને જ બતાવીશ. મને મારા પર વિશ્વાસ આવી ગયો છે.
~ શૃંગી કાપડિયા, નવસારી
|
|
It was a Life Changing Experience for many Youngsters
“આ કાર્યશાળાથી મારી દિનચર્યા, વ્યવહાર, વિચાર, કાર્યોની પસંદગી, મારો ખોરાક,
મારું ભણવાનું, મારા મિત્રો, પુસ્તકો.... બધું જ પરિવર્તન પામ્યું!” |
કાર્યશાળામાં ના આવી હોત તો જિંદગી ખોઈ બેઠી હોત! જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો |
કોઈની મદદ વિના મારા જીવનનું આયોજન જાતે કરી શકું છું |
|
કેટલાય સમયથી ગુસ્સાને કાબૂમાં રાખવાની ચાવી શોધી રહી હતી તે મળી ગઈ |
પહેલાં તો અંધારાથી ડરતી, ઓએસિસે એ ડર દૂર કર્યો |
|
મારી સમસ્યાઓના ઉકેલ માટે હંમેશાં બીજા પર આધાર રાખતી હતી, પણ હવે મારા નબળાં પાસાંઓને જાતે જ મજબૂત કરી શકું છું |
હવે હું મારું કોઈ પણ કામ વ્યવસ્થિત રીતે કરી શકું છું |
|
|
પોતાના જીવનમાં આવેલા બદલાવ અંગે બાળકો કહે છે: |
અમે શીખ્યા કે સુધારો પરિસ્થિતિમાં નહીં, પોતાની જાતમાં લાવવાનો હોય છે
આ કાર્યશાળા એ ખરેખર મારા પર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો છે. અમે જે પણ કાંઈ અહીં શીખ્યા, એ જીવનમાં practically possible છે. હા, તેના માટે હિંમતની જરૂર પડે, પણ આજ સુધી અમે જે જીવન જીવતાં હતા તેમાં કેટલી બધી વસ્તુઓ સુધારવાની જરૂર છે તેવી અમને ખબર હતી પરંતુ કેવી રીતે સુધારવું તે ખબર ન હતી. પણ અહીંથી અમે શીખ્યા કે સુધારો પરિસ્થિતિમાં નહીં, પોતાની જાતમાં લાવવાનો હોય છે.
~ શમા પટેલ, સુરત
|
સાચી રીતે જીવી શકો તેનાથી મોટી સફળતા કોઈ જ નથી તે અનુભવ્યું
આ કાર્યશાળા પછી ઘણા સવાલોના જવાબ મળ્યાં અને મન શાંત અને તેની સામે લડવા સક્ષમ બન્યું છે. દરેક સમસ્યાને તમે શાંત ચિત્તે અને અને જીવનને સાચી રીતે જીવી શકો તેનાથી મોટી સફળતા કોઈ જ નથી તે વાસ્તવિક રીતે અનુભવ્યું.
~ તસ્નીમ ભારમલ, રાજકોટ
અહીંયાં આવ્યા પહેલાં હું જે વ્યક્તિ હતી અને આવ્યા પછી જે બની એનો સમગ્ર શ્રેય આ કાર્યશાળા તેમજ સંચાલકોને જાય છે. હું અહીંયાંથી નવી જ વ્યક્તિ બનીને જઈ રહી છું.
~ જુહી નાયક, નવસારી
|
એક નવી દિશા મળી હોય અને નવો જન્મ મળ્યો હોય તેવી લાગણી અનુભવાય છે
આ પાંચ દિવસમાં મેં મારી જાત સાથે મળીને ઘણો બદલાવ લાવ્યો છે. હું ખરેખર ખૂબ જ ખુશ છું અને ગૌરવ થાય છે કે અમને બધાને સાચી જિંદગીનો અર્થ સમજાયો છે. જિંદગીને એક નવી દિશા મળી હોય અને નવો જન્મ મળ્યો હોય તેવી લાગણી અનુભવાય છે. જિંદગી જીવવા માટેનો નવો નકશો તૈયાર કર્યો છે અને હૃદયમાંથી અવાજ આવે છે કે હું એ રીતે જિંદગી જીવીશ.
~ કરિશ્મા ભાટિયા, નવસારી
|
|
Their Awareness about Their Own Selves Increased a lot
“પહેલાં જિંદગીમાં દરેક બાબતમાં પસંદગી નહોતી લઈ શકતી; વિચાર્યા વગર જીવતી;
હવે, મારી જિંદગીની જવાબદારી હું લઈ શકું છું, પહેલા વિચારું છું પછી નક્કી કરું છું”
|
કાર્યશાળા થકી મારા જીવનને લઈને ગંભીર થઈ છું |
મેં અનુભવ્યું કે હું બીજાથી અલગ બની શકું છું, મારી અલગ Identity છે
|
હું મારા હૃદયમાં સતત પરિવર્તન થતું જોઈ રહ્યો છું |
|
ગુસ્સાવાળા સ્વભાવને કારણે બીજાને જ દોષી ગણતી, બહાના કાઢતી; પરંતુ હવે પોતાની જાતને બદલવાની કોશિશ કરું છું |
પહેલાં બીજા બધામાં ખામીઓનો ડુંગર ઊભો કરી નાખતો, પણ હવે દૃષ્ટિકોણ બદલાયો છે |
|
‘નિષ્ફળતા’ શબ્દથી ખૂબ ગભરાતી, નિરાશામાં ધકેલાતી, હવે સમજી કે જીવનમાં નિષ્ફળતા છે જ નહીં |
કોઈની પણ ખરાબ વાત સાંભળી ખૂબ હર્ટ થતી; હવે સમજી કે મારી પરવાનગી વિના કોઈ મને હર્ટ ના કરી શકે |
કોઈ કાંઈ સંભળાવી જાય તો ઉદાસ થઈ જાઉં કે ગુસ્સો કરું પરંતુ હવે સ્મિત રાખીશ |
|
|
પોતાની વધેલી સ્વ-જાગૃતિ અંગે બાળકોના પ્રતિભાવ: |
મારા દૃષ્ટિકોણ બદલીને મને ખૂબ મદદ કરી છે
આ કાર્યશાળા મને મારા જીવનમાં હું શું કરી રહી છું તે જાણવા માટે અત્યંત મદદરૂપ બની. જો હું નહિ આવી હોત, તો જાણે મારી જિંદગીને ખોઈ બેઠી હોત તેમ મને લાગે છે. આખી કાર્યશાળાના વિષયો મને રોજેરોજ ઝટકો આપતા હતા. હું વિચારતી હતી કે હું કેવા ગાંડપણમાં જીવન જીવી રહી હતી. મારા દૃષ્ટિકોણ બદલીને મને ખૂબ મદદ કરી છે. તેથી હું કાર્યશાળાની અત્યંત આભારી છું.
~ હસ્મિતા પરમાર, વડોદરા
|
હું મારી જાતને ખૂબ નસીબદાર ગણું છું
આ કાર્યશાળાથી હું મારા હૃદયમાં સતત પરિવર્તન થતું જોઈ રહ્યો છું જે અચૂકપણે મારા ચારિત્ર્ય વિકાસ માટે ચાલકબળ બનશે.
~ ફારૂક પઠાણ, વડોદરા
હવે અહીંથી જઈએ છીએ તો એક અનોખો અનુભવ એવો થાય છે કે- હા, હું બીજાથી અલગ બની શકું છું. મારી અલગ Identity છે અને એક અનોખા આત્મવિશ્વાસની લાગણી અનુભવાય છે.
~ શમા પટેલ, સુરત
|
આજે હું સાચી રીતે જિંદગીને સમજી છું અને તેને ખૂબ ચાહું છું
એવો અનુભવ થાય છે કે જાણે મારું પોતાની જાત સાથે, પોતાની જિંદગી સાથે મિલન થયું હોય. હું પહેલાં પોતાની જાતને ઓળખતી જ નહોતી. આજે પહેલી વાર મેં મારી જાતને અંતરાત્માના દર્પણમાં જોઈ છે અને હજુ આગળ શીખીશ તો હું મારા અંતરાત્માને મળી શકીશ તેવી મને ખાતરી છે.
~ હિરલ સોની, વડોદરા
|
|
First time in their life, they tried to search their Life Mission
They learnt to have a Goal-oriented Life
“મારા જીવનનું ધ્યેય નક્કી કરાવ્યું; મારું મિશન શું છે તે શોધાવ્યું; મારા અંતરાત્માને જગાડ્યો;
જે અનુભવો ઘરે કે સ્કૂલમાં નથી કરી શકી એ અનુભવો અને લાગણી મને કાર્યશાળામાં થયા”
|
સાચી જિંદગીને જીવવાની મારી ચાહ પૂર્ણ કરવાનો માર્ગ મળ્યો |
જિંદગી સાચી રીતે જીવવા માટેનો નવો નકશો તૈયાર કર્યો
|
|
મારા જીવનનું મિશન નક્કી કરી શકી છું, એટલે બીજાને ‘ના’ પાડતા પણ શીખી છું |
|
શીખ્યા કે જવાબદારીઓ ભારરૂપ નહીં પરંતુ જિંદગીની સફળતાની શરૂઆત છે |
ઘણા વખતથી જીવન ધ્યેય વિશે ખૂબ મૂંઝાતી, અકળામણ અનુભવતી તે દૂર થઈ |
|
|
કાર્યશાળામાંથી શું મેળવ્યું તે અંગે બાળકો કહે છે: |
જીવન ધ્યેય મેળવી જિંદગીમાં ખૂબ આગળ વધી શકીશ
આ કાર્યશાળામાં મને મારું જીવન ધ્યેય મળ્યું એ ખૂબ જ ઉપયોગી છે. હું માનું છું કે ધ્યેય વગરના માણસ અને પ્રાણીમાં કોઈ ફેર નથી. હું જેના માટે જન્મ્યો છું તે જ મને ખબર ના હોય એ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ બની શકત. પરંતુ, હવે મને ધ્યેય મળ્યું અને હું જિંદગીમાં ખૂબ આગળ વધી શકીશ.
~ શૈલેષ અગરવાલ, નવસારી
|
જેટલી ઉમ્મીદો લઈને આવી હતી તેનાથી ઘણું જ વધારે મને મળ્યું
મને આનંદ છે કે હું આ એક અનોખી કાર્યશાળાનો ભાગ બની શકી. હું જેટલી પણ ઉમ્મીદો લઈને આ કાર્યશાળામાં આવી હતી તેનાથી ઘણું જ વધારે મને અહીં જાણવા મળ્યું છે. સાચી જિંદગીને જીવવાની મારી ચાહ કેવી રીતે પૂર્ણ કરવી તેનો પણ મને માર્ગ મળી ચૂક્યો છે. એટલી બધી ઇચ્છાશક્તિ કેળવી લીધી છે કે હવે પોતાના પર વિશ્વાસ ઊભો થયો છે કે હું ધારું એ કરી જ શકીશ.
~ પ્રિયા ઠક્કર, વડોદરા
|
અહીંથી જાઉં છું ત્યારે મારું ધ્યેય નક્કી છે. આ કાર્યશાળાથી મારું જીવન એક મહત્વની જગ્યાએ પહોંચી ગયું હોય એવો અનુભવ થાય છે.
~ અર્થ નાયક, નવસારી
સાચી રીતે જીવન જીવવું કેટલું જરૂરી છે એ જાણ્યું અને સમજી
કેટલાય સમયથી મારી અકળામણ અને ગુસ્સાને નાથવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ ચાવી મળતી નહોતી. કાર્યશાળામાં ચાવી હાથ લાગી અને હું મારી જિંદગીને બેસ્ટ બનાવી શકીશ.
~ દિશા પુરોહિત, નવસારી
|
|
Children got a Whole New Vision to look at their Relationships
“કાર્યશાળામાં હું સમજી અને અનુભવ્યું કે મારા મમ્મી-પપ્પા મને કેટલો પ્રેમ કરે છે”
|
પહેલાં મમ્મી કંઈ પણ શિખામણ આપતી તો હું વ્યર્થ માની અનદેખી કરતી; હવે એને સમજવાની કોશિશ કરીશ |
મારી મમ્મી અને ભાઈ સાથે જે અનબન થાય છે તેને હવે સમજી શકી છું
|
મમ્મી-પપ્પા સાથે ખૂલીને વાત કરી શકું તેટલી હિંમત મારામાં આવી છે
|
|
ઘરમાં નાની જ બાબતમાં રકઝક થાય ત્યારે ગુસ્સે થતી, કાબૂ ખોઈ બેસતી જે હવે નિયંત્રણમાં લાવીશ |
જ્યાં મિત્રો મારાથી ચિડાય છે ત્યાં સુધારો લાવી શકીશ એવો વિશ્વાસ આવ્યો છે
|
|
We got tools to help us decrease peer pressure, I can handle peer pressure now |
લોકોની સાથે જીવતા શિખવાડ્યું; ન ઓળખતી હોઉં તેની સાથે પણ હળીમળીને રહી શકું છું |
I had a problem that people paired me up but now I use my ability to choose and learn to ignore |
|
|
પોતાના સંબંધો વિશે ઊભી થયેલી નવી દૃષ્ટિ અંગે બાળકો કહે છે: |
બીજાને નહીં પરંતુ હવે પોતાને બદલવાની કોશિશ કરીશ
મારા ગુસ્સાવાળા સ્વભાવને કારણે હું બીજાને જ દોષી ગણું છું. પોતે બહાનાં જ કાઢતી રહું છું, પણ આ કાર્યશાળામાં શીખવેલા મનાંકનોના વિષય દ્વારા હું મારા સંબંધોમાં ઘણો સુધારો લાવી શકી છું. સૌથી મહત્ત્વનું કે મારા અંતરાત્માને સાંભળી શકું છું. બીજાને નહીં પરંતુ હવે પોતાને બદલવાની કોશિશ કરીશ. મારા જીવનનું મિશન નક્કી કરી શકું છું અને હવે બીજાને 'ના' પાડતા પણ શીખી છું. મારી મમ્મી અને ભાઈ સાથે અનબન થાય છે, તો હવેથી તેમને સમજી શકું છું. ભલે મારા કોઈ પાકા મિત્રો ના હોય છતાં પણ હું જેને ન ઓળખતી હોઉં તેની સાથે પણ હળીમળીને રહી શકું છું.
~ ગુલપ્શા શેખ, નવસારી
|
We come out as whole new persons!
Before coming to the L3 workshop, we wasted our time unknowingly. Sometimes gave reactions and were frequently hurt because of peer pressure. But, today we are very much clear. We have got the tools which will definitely help us in decreasing the peer pressure. Before coming here we knew that what we did was somehow wrong. But, we were not known of its serious consequences. Today we feel energetic and a kind of new power has been built inside us.
~ Shama Patel, Surat
|
The most beautiful and useful workshop I ever had
ઘરમાં થોડી બાબતો પર રકઝક થાય છે અને ગુસ્સે થઈને જાત પરનો કાબૂ ખોઈ બેસું છું, જે હવેથી નિયંત્રણમાં લાવવાની કોશિશ કરીશ. મિત્રો હેરાન કરે અથવા તો શિક્ષક કાંઈ સંભળાવીને જાય તો તરત જ ઉદાસ થઈ જાઉં અને મિત્રો સાથે ગુસ્સો કરું. પરંતુ હવે હું મોં પર સ્મિત રાખીને ફરીશ.
~ કરિશ્મા ભાટિયા, નવસારી
મારા અહંકાર અને અભિગમના કારણે મેં મારા ઘણા સંબંધો જાણ્યે-અજાણ્યે બગડ્યા છે. તે હવેથી નહીં થાય તે બાબત અંગે મારા હૃદયને ચોક્કસ ખાતરી મળી.
~ તસ્નીમ ભારમલ, રાજકોટ |
|
|
Facilitators Respected Children & in turn Children Poured out their Hearts
“મારી જિંદગીમાં મને કોઈએ આટલા પ્રેમપૂર્વક, પૂરા સન્માન સાથે,
આટલી બધી સ્વતંત્રતા આપીને, કોઈ પણ ટૅન્શન વગર, આટલી સારી રીતે ભણાવી નથી!”
|
|
This special L3 Course was designed and facilitated by Sanjiv Shah in a way that the youngsters could understand the concepts very easily. Sheeba Nair, Trustee, OASIS, assisted him in conduction. Children loved the way Sanjivbhai conducted the whole workshop. The atmosphere created was very light and full of humor, which was very conducive for learning heavy principles of Life.
Let's see what children have to reflect for their facilitators - |
કાર્યશાળાના ફૅસિલિટેટર્સ વિશે બાળકોના પ્રતિભાવોના અંશો: |
આપણા હૃદયની તદ્દન ઊંડી વાત પણ જાણી લેવાની ક્ષમતા ધરાવે છે
સંજીવભાઈ અને શીબાદીદી વિશે તો હું જે પણ કહું તે ઓછું પડશે. સંજીવભાઈ એટલે જ્ઞાનનો ભંડાર. આપણા જીવનની એવી કોઈ પણ સમસ્યા નથી જેનો તેમની પાસે ઉકેલ ન હોય અને શીબાદીદી પાસે પણ ઘણું જ શીખવા મળ્યું. સંજીવભાઈ અને શીબાદીદી બંને જણ આપણા કહેવા માત્રથી જ આપણા હૃદયની તદ્દન ઊંડી વાત પણ જાણી લેવાની ક્ષમતા ધરાવે છે. અને સંજીવભાઈનું ભાષા પરનું પ્રભુત્વ અને નાનાથી માંડીને મોટા સુધીનાને સમજ પડે એવી રીતે શીખવવું સહેલું નહોતું જ, છતાંય તેમણે એ કરી બતાવ્યું છે.
~ જુહી નાયક, નવસારી
દરેકને સમાન ગણે છે, ખૂબ જ પ્રેમાળ રીતે કહે છે
કાર્યશાળાના સંચાલકો દરેક બાબત ખૂબ સુંદર રીતે સમજાવે છે. અવનવાં ઉદાહરણ આપે છે. જો ના સમજ પડે તો ફરીથી સમજાવે છે. દરેકને સમાન ગણે છે. એવું નથી કહેતા કે એકને ના સમજ પડી તો તે હોશિયાર નથી. ખૂબ જ પ્રેમાળ રીતે કહે છે. સેશન ચાલુ હોય તો કોઈને ડર નથી રહેતો કે હું આવી રીતે બેસીશ તો મને ખીજવશે. દરેકને પોતાનો નિર્ણય લેવાની છૂટ આપે છે.
~ જાગૃતિ પાટીલ, નવસારી
કાર્યશાળામાં શીખવતાં સંજીવભાઈ અને શીબાદીદી મારાં પ્રિય માતા-પિતા જેવાં લાગે છે. કારણ કે જે મને મારાં માતા-પિતા નથી શીખવી શક્યાં તે હું આજે તેમની પાસેથી શીખું છું. મારા ગુરુ પણ આ લોકો જ છે જેઓએ મારી જિંદગી બદલવામાં મદદ કરી છે.
~ મહેન્દ્ર મકવાણા, ઓએસિસ વેલીઝ, વડોદરા |
|
જીવનમાં સફળ થવાનો રસ્તો મળી ગયો
સંજીવભાઈ અને શીબાદીદીએ દરેક વાતને એટલી ઊંડાણપૂર્વક સમજાવી કે અમારા બધા જ સવાલોના જવાબ મળી ગયા. ક્યારેય સેશનમાં કંટાળો ન આવ્યો. ફક્ત શીખવાનું જ નહોતું મોજમસ્તી પણ હતાં. જીવનમાં સફળ થવાનો રસ્તો મળી ગયો.
~ દિશા પુરોહિત, નવસારી
કદાચ હું પોતાને જેટલો પ્રેમ કરું તેના કરતાં બીજા બધાને વધારે કરતી હતી. પરંતુ સંજીવભાઈએ એવો તો શો જાદુ કર્યો કે મને પોતાનું મહત્ત્વ સમજાયું અને પોતાને વધુ પ્રેમ કરતી થઈ શકી.
~ ફાતેમા રંગરેજ, નવસારી |
તેઓ જે શીખવે છે તે તેઓ પોતે જીવે છે
કાર્યશાળાના સંચાલક શીબાદીદી અને સંજીવભાઈ બંનેની શીખવવાની રીત અને વહાલથી સમજાવવાની રીત ખૂબ ગમી જે અમને અમારી ઉંમરની સમજણ પ્રમાણે ઉદાહરણ આપીને સમજાવે છે. હંમેશાં અમારા પ્રત્યે હકારાત્મક રહ્યાં છે. તેઓનું ભાષા પરનું પ્રભુત્વ અને શીખવવાની શૈલી ખૂબ જ સુંદર અને મુગ્ધ કરી દે તેવી છે. તેઓનાં દરેક ઉદાહરણ તેઓના જીવનની સાચી ઘટનાઓ હોય છે, બનાવેલાં નથી હોતાં જે મને ખૂબ સ્પર્શી ગયું અને તે માટે મને ખૂબ માન અને આદરની લાગણી થઈ. તેઓ જે શીખવે છે તે તેઓ પોતે જીવે છે. તે મને સૌથી વધારે ગમ્યું.
~ હિરલ સોની, વડોદરા
સંજીવભાઈએ અત્યંત મહેનત કરીને આટલા મોટા કોર્સને અમારી આગળ અત્યંત રસપ્રદ બનાવીને મૂક્યો. સાચે જ તે તેમની અનોખી આવડત છે.
~ હસ્મિતા પરમાર, વડોદરા |
|
The knowledge was invaluable
Sheebadidi was absolutely smiling and lovely all the time. She solved our doubts a hundred times whenever needed. Sanjivbhai is literally so smart and honest. The knowledge was invaluable. This will probably make my life.
~ Riya Shah, Surat
સરળ ભાષામાં જીવનના સિદ્ધાંતો સીધા જ હૃદયમાં ઊતરી જાય છે
સંજીવભાઈ અને શીબાદીદી જ્યારે મુખ્ય સંચાલક હોય ત્યારે કાર્યક્રમનું વાતાવરણ જ બદલાઈ જાય છે. ખાસ તો સંજીવભાઈ તેમની ભાવસભર અને સરળ ભાષામાં જીવનના સિદ્ધાંતો શિખવાડે છે ત્યારે તે સીધા જ હૃદયમાં ઊતરી જાય છે. તેઓ બંને અમને બધાને સમજી શકે છે એટલે શાળા જેવી કોઈ જ લાગણી નથી અનુભવાતી. ઉદાહરણો આપીને હસતાં-રમતાં રસપ્રદ રીતે શીખવી શકે છે.
~ વૃષ્ટિ મેહતા, વડોદરા
સંજીવભાઈએ જેટલાં પણ સેશન્સ લીધાં છે તે તો ખૂબ સરસ. કોઈ પણ સમયે એવું નહીં અનુભવ્યું કે તે શિક્ષક છે અને હું વિદ્યાર્થી. પ્રેમાળ અને હસમુખા. શીખતાં શીખતાં થાકી જવાય તો પણ વિચાર ના આવે કે રૂમ છોડીને જઈએ. આવા શિક્ષક મેં કદી જોયા નથી. તમારી સાથે જે eye to eye communication થયું તેમાં એક ગજબ પ્રકારનો આત્મવિશ્વાસ ઊભો થતો હતો. મને ખૂબ ગર્વ છે કે તમે અમારી સાથે છો.
~ કરિશ્મા ભાટિયા, નવસારી |
|
|
In the end, Children started respecting their lives
They started loving themselves much more....
“દુનિયાની નજરમાં હું ગમે તે હોઈશ પરંતુ મને તો હું વહાલી જ છું અને રહીશ”
|
હું સાચી રીતે જિંદગીને સમજી છું અને તેને ખૂબ ચાહું છું |
એક નવી જ વ્યક્તિ બનીને જઈ રહી છું
|
|
મારા જીવનની દરેક પળને હું ખૂબસૂરત રીતે જીવતા શીખી |
મને મારા પર બહુ માન થાય છે
|
|
હું મારી જાતને ઓળખી શકી છું |
પહેલાં હું મારી કાળજી નહોતી રાખતી, હવે હું પોતાને પ્રેમ કરતી થઈ અને મારી જાતની કાળજી રાખતી થઈ |
|
|
“અમારા જીવનની શ્રેષ્ઠ કાર્યશાળા”
“હસતાં રમતાં શીખવું અને શીખતાં શીખતાં હસવું!!” |
|
In an atmosphere of freedom and friendship, Teenagers learnt Values and Principles related to life which will help them to make their life Great. They created joy & happiness, enjoyed true friendship and helped each other in learning important lessons.
તમે મને બીજાને પણ ખુશ રાખતાં શિખવાડ્યું છે
હું ખૂબ ખુશ છું, આ કાર્યશાળાનો ભાગ બનીને. આટલા દિવસોમાં હું મારી જિંદગી એકદમ ખૂબસૂરત બનાવવા માટેના બધા જ તરીકાઓ શીખી ગઈ છું અને હવે મને મારી જવાબદારીઓ ભારરૂપ નહીં પરંતુ મારી જિંદગીની સફળતાની શરૂઆત લાગે છે. દરરોજની દરેક પળને હું ખૂબસૂરત રીતે જીવતા શીખી. અને તમે ફક્ત અમને જીવતાં જ નહીં, પરંતુ લોકોની સાથે જીવતાં શિખવાડ્યું છે. આજે હું ખુશ છું તેનું બીજું પણ એક કારણ છે કે તમે મને બીજાને પણ ખુશ રાખતાં શિખવાડ્યું છે. I Love You so much.
~ આરતી પટેલ, નવસારી
અમને મોજમજા કરતાં કરતાં શિખવાડે છે
કાર્યશાળામાં જે કાંઈ પણ શીખવવામાં આવે છે તે ખૂબ જ સરસ હોય છે. તેઓ અમને મોજમજા કરતાં કરતાં શિખવાડે છે. તેથી, તે યાદ રહી જાય છે અને અહીં શીખવામાં બહુ જ મજા આવે છે.
~ પૂર્વમ સોની, નવસારી |
|