|
|
|
The Dream India Camp during this Diwali Vacation proved to be another milestone in the journey of Oasis Freedom Movement for Children. Organized during 2nd November to 11th November, the camp was loved and thoroughly enjoyed by children. 48 children from Gujarat & other parts of India participated in the camp. It was facilitated by Sheeba Nair of Oasis, who was assisted as co-facilitators by Praksha Desai, Purvi Naik and Pallavi Raulji. Seven teachers & faculties shared their knowledge with children during the camp. Besides that, 8 members from the Oasis Youth Team participated as teachers and managers.
So, for 10 days children and teachers, facilitators and managers celebrated the festival of Freedom, Happiness and Learning on the lap of Nature at Oasis Valleys. |
કૅમ્પ વિશે બાળકોની લાગણીના અંશો: |
મહત્ત્વનું એ શીખ્યા કે આપણા સુંદર ભારતનું નિર્માણ કેવી રીતે કરવું
ડ્રીમ ઇન્ડિયા કૅમ્પ વિષે લખું એટલું ઓછું. ઘણું શીખ્યા. મહત્ત્વનું એ શીખ્યા કે આપણા સ્વપ્નોની દુનિયામાંથી આપણાં સુંદર ભારતનું નિર્માણ કેવી રીતે કરવું. મારા જીવનને મારા દેશ માટે ધરી દેવું એવી લાગણી મારામાં આવે છે તે મને ખૂબ ગમે છે.
~ સીમા પવાર
અહીં જે સ્વતંત્રતા મળે છે એવી બહાર બીજે ક્યાંય મળતી નથી
લીલાંછમ વૃક્ષો અને હરિયાળીથી ભરપૂર કૅમ્પસમાં એકલા બેસીને કોઈ કામ કરવાનું, કવિતાઓ લખવાનું ખૂબ માણ્યું. અહીં જે સ્વતંત્રતા મળે છે એવી બહાર બીજે ક્યાંય મળતી નથી.
~ મેનુ નિષાદ |
Friendship was the most enjoyable part of the camp
I learnt to be happy. I made many new friends. In those friendships there was Trust. Eating with friends and helping each other was the most exciting. Friendship was the most enjoyable part of the camp.
~ Nirvi Jain
આ કૅમ્પમાં હું એ શીખ્યો કે કોઈ કશું પણ કહે – તું આ નથી કરી શકતો, તું પેલું નથી કરી શકતો – તો માની ને બેસી નહિ જવાનું. ઊલટાનું એ શીખવાનું અને કરીને બતાવવાનું.
~ હારૂન પઠાણ |
|
ડ્રીમ ઇન્ડિયા કૅમ્પ = Enjoy, Learn, Create, Together
ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં અમને ચાર શબ્દો આપ્યા હતા: Enjoy, Learn, Create, Together. આ ચાર શબ્દોમાંથી ખૂબ શીખવા મળ્યું. અમે ખૂબ Enjoy કર્યું, અને સાથે સાથે ખૂબ Learn કર્યું. પછી એ બધું અમે Perform કર્યું, અને આ બધું અમે Together કર્યું. ખૂબ મજા આવી.
~ યુક્તા ભાવસાર
This camp is very creative
Here, no one small or big, all are equal. All get Justice and Freedom.
This camp is very creative. For the first time I enjoyed Campfire and I was very happy.
~ Nandini Patel |
|
While enjoying every moment of camp
Children learn very important lessons of Life |
|
|
In the above photo-collage, Children seen engrossed in discussions to solve their problems & difficulties and through which they learn life's most important lessons - Listening to each other, Understand others' perspective, respect each other, how to be happy in life, put one's opinion courageously, forgiveness, true friendship... etc. |
જીવનના શીખેલા અગત્યના પાઠ અંગે બાળકો કહે છે: |
બીજાની વાત જાણી ત્યારે ખબર પડી કે એમના કરતાં તો અમારી જિંદગી ઘણી સારી છે
અમને પહેલાં એવું જ લાગતું કે અમારા જીવનમાં અમે જ દુઃખી છીએ પણ જ્યારે બીજાની વાત જાણી ત્યારે ખબર પડી કે એમના કરતાં તો અમારી જિંદગી ઘણી સારી છે. જરૂરી નથી કે જે વ્યક્તિ હસતી હોય તેને કોઈ દુઃખ જ ના હોય. ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં આવીને શીખ્યા કે જિંદગીમાં દુઃખ અને સુખના દિવસો તો આવે, પણ આપણે એ બધું જ સાચવી શકીએ છીએ.
~ રીતુ
|
ખૂબ જાણ્યું અને ક્યારેક તો આંખમાંથી આંસુ પણ આવી ગયાં
બહુ બધું શીખ્યા. ખૂબ જાણ્યું અને ક્યારેક તો આંખમાંથી આંસુ પણ આવી ગયાં. હું શીખ્યો કે તમને બધા ચીડવે અને તમે ચિડાઈ જાવ તો વધુ ચીડવે. જો તમે સામે કોઈ પ્રતિભાવ ના આપો તો બે-ત્રણ દિવસમાં એ તમને ચીડવવાનું બંધ કરશે.
~ આકાશ બ્રહ્મભટ્ટ
During the entire Dream India Camp I liked the most were Love and Friendship.
~ Anil Chawan |
હું શીખી કે માણસ બહારથી જેવો દેખાય છે તેવો હોતો નથી
આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં હું શીખી કે માણસ બહારથી જેવો દેખાય છે તેવો હોતો નથી. તેની અંદર કેટલું દુઃખ અને સુખ છે એ જોવું જોઈએ. બીજું એ પણ શીખી કે દુનિયામાં જેટલી ચીજો છે બધી જ કામની અને ઉપયોગી છે.
~ આમેના રંગરેજ
પ્રેમ વહેંચવો અને જવાબદારી લેવી એ બે બાબત જિંદગીભર યાદ રહેશે અને એનાથી મારું જીવન પાર પાડી શકીશ.
~ અજય પડવી |
|
Children learn to be Independent, Responsible, Sensitive,
To do Justice & be Courageous while governing the entire camp |
|
|
Self-governance is the key through which children learn to enjoy freedom with responsibility. Children's parliament empowers them to take charge of their life, they become sensitive to others & courageous at the same time. They learn very important lesson of Justice in their life. Daily duties make them responsible towards their mini country, 'Oasis Valleys' which make them truly independent. The above collage shows glimpses of Children's Parliament & Duties. |
બાળકોની અદાલત અંગે બાળકો જણાવે છે: |
બધા સત્યવાદી થવાનું અને ખરો ન્યાય આપવાનું શીખ્યા
અદાલતની વ્યવસ્થાથી બાળકોને પોતાનામાં વિશ્વાસ જાગૃત થયો. બધા સત્યવાદી થવાનું અને ખરો ન્યાય આપવાનું શીખ્યા. હું જ્યૂરી મેમ્બર હતો અને જુદા જુદા પ્રશ્નો ઉકેલવાની અને ન્યાય આપવાની ખૂબ મજા આવી.
~ મહેન્દ્ર મકવાણા
|
We never lost trust in each other
It was like real parliament. We can put case against any one. But we never lost trust in each other.
~ Nirvi Jain
|
I liked the parliament because they always supported the truth.
~ Sparsh Madan
|
|
Everything children do is Learning in Dream India Camp
And every learning is Fun |
|
|
More than 40 subjects/activities offered to children in this Dream India Camp. Subjects are chosen carefully (which they hardly get at their schools) to give children experience of true learning with lots of fun elements interwoven. The above collage shows glimpses of some of the very popular classes. |
પોતાના પ્રિય સેશન વિશે બાળકોના પ્રતિભાવોના અંશ: |
હું જવાબદારી ઉપાડીશ અને ખૂબ સારી રીતે નિભાવીશ
Who Am I? - નો સેશન ખૂબ ગમ્યો. એમાંથી હું જીવનમાં ખુશ રહેતા શીખી.
લીડરશિપના સેશનમાં જવાબદારી ઉપાડતા શીખી. હવે હું જવાબદારી ઉપાડીશ અને ખૂબ સારી રીતે નિભાવીશ.
~ નિષાદ મેનુ
|
‘ભંગારમાંથી વિજ્ઞાન’ એ સેશન ખૂબ ગમ્યો
‘ભંગારમાંથી વિજ્ઞાન’ એ સેશન ખૂબ ગમ્યો. જેને આપણે ભંગાર ગણીને ફેંકી દઈએ છીએ એમાંથી ઘણું બધું બનાવી શકાય છે.
~ યશ પટેલ
શીખીને બીજાને શીખવવામાં ખૂબ મજા આવી
મને ડાન્સ કરવાની, નવા નવા સ્ટેપ શીખવાની ખૂબ મજા આવી. અને શીખીને બીજાને શીખવવામાં પણ ખૂબ મજા આવી.
~ ક્રિષ્ના પંચાલ |
કૅમ્પમાં ડાન્સ શીખવા મળ્યો એ મને બહુ ગમ્યું
મેં મારી જિંદગીમાં કોઈ દિવસ ડાન્સ કર્યો ન હતો. કૅમ્પમાં ડાન્સ શીખવા મળ્યો એ મને બહુ ગમ્યું.
~ જ્યોતિ ઝાલા
સૌથી વધુ મજા મને ગૌશાળામાં આવી. અમે ગાયોને ઘાસ ખવડાવ્યું, સફાઈ કરી. અમે કમ્પોસ્ટ ખાતર બનાવ્યું અને અળસિયા-ખાતર બનતા જોયું. અમે ગૌશાળાના કામને ખૂબ માણ્યું. |
|
|
What Facilitators, Faculties, Teachers, Young Leaders & Managers have to say about the Camp?
What they feel?
.....
Wait for the Part 2 of the Alive Special Issue on Dream India Camp - November 2014. |
|
Photo Glimpses of the camp |
They Enjoyed, Learned, Created, all Together... |
|
|
|
|
|
|
|