Oasis Movement: January 2014 |
New Batch of Oasis L3 Course 2014-17 Commences at Oasis Valleys
Participants Describe The Experience as
'Excellent, Outstanding & Extraordinary' |
“One of the Best programs to address the most difficult things
in our life in such a simple manner” |
|
Oasis L3 Course ("Philosophy, Art & Science of Living, Loving & Learning") 2014-17 began in January. The new batch consisting of 20 professionals had its first workshop during 17 to 19 January at Oasis Valleys. The new series is facilitated by Sheeba Nair. |
Crux of reflections from participants about the workshop & the facilitator: |
One of best experiences of my life
I loved the session part and also the institute. It felt like home. The workshop has encouraged me and I am going to put all of the knowledge I gained here till now to the best of my use and what I came here for.
This workshop has been of great help in the first 3 day. So, I am sure all the four years are going to do wonders in my life. Hats off to the person who come up with such an idea. THANK YOU.
~ Nikita Patel
કાર્યશાળા બાદ જાણે એક દિશા મળી
આ કાર્યશાળામાં આવતા પહેલાં જાણે એક વાવાઝોડું આવતું હોય એવું મગજમાં ચાલતું હતું. કાર્યશાળા બાદ જાણે આ બધું શાંત થઈ ગયું અને એક દિશા મળી. એવું લાગે છે કે હવે હું મારી જિંદગીમાં આવતા અને ભવિષ્યમાં આવનારા તમામ સવાલોના જવાબ આપી શકીશ.
~ દીપન ભટ્ટ
My life will become so smooth
અત્યાર સુધીમાં ઘણી બધી માન્યતાઓ, ધારણાઓ હતી જેના વિષે સ્પષ્ટતા થઈ. બહુ જ હળવું અનુભવું છું. અત્યાર સુધી મારી ભૂલો હું શોધી જ ના શકતી હતી જે હવે શોધી શકું છું. મારા જીવનના ઘણાં પાસાઓ હું જાણતી ન હતી, જે સર્વપ્રથમ અહીં જ જાણવા મળ્યું; જેના માટે હું ખૂબ જ આભારી છું.
~ છાયલ કાપડિયા |
It is a unique workshop apart from all other workshops
It is very very potential for the development of today’s generation. All those people who want to achieve their goals in their life must attend the workshop.
~ Debashish Deb
I know myself, now
I felt that before I came here I did everything right, I was perfect & whatever I felt that was always correct. Now, I feel so sad about mistakes I did. And after this day I really know the truth of myself & I am so happy about it.
~ Jenil Shah
ખૂબ જ સુંદર વાતાવરણ મળ્યું
સંસ્થા અને કાર્યકરો ખૂબ સારા, ખાસ તો પ્રેમાળ છે. શુદ્ધ (સાત્વિક) વાતાવરણનો અનુભવ થયો. વ્યવસ્થા ખૂબ સારી છે. અહીં દરેક વ્યક્તિ સરળ છે, બધાનો હકારાત્મક ભાવ, રમણીય વાતાવરણ અને આ બધા પાછળની આ સંચાલકોની મહેનત અવર્ણનીય છે.
~ શોભા ગાંધી
Excellent! No audio, No video, No PowerPoint presentation! Only SELF EVALUATION which makes me understand about myself, where I am and in future exactly what I want to be.
~ Binni Naik |
|
It is totally an extraordinary ‘Experience’
I am much delighted by tasting this fruit of ‘Kalpavruksha’. It gave me lot of energy, lot of power, lot of boost towards my goal, my vision. It gave me clear vision to set my goal to set my mission.
~ Nilesh Vankawala
હું કેવો છું તે મને ખબર પડી
કાર્યશાળામાંથી હું સમજ્યો કે આપણે જે માનીએ છીએ તે હોતું નથી. આપણે જે કંઈ પણ વિચારીએ પણ આપણે પોતે કેવા છીએ તે પહેલાં સમજવું જોઈએ. મને હવે ખબર પડી કે કામ અને રિલેશન એ બંને સાથે રાખવા પડે છે તો જ તમને રિઝલ્ટ મળે છે.
~ બિનીત શાહ
શીબાદીદી વિશે જે સાંભળેલું એના કરતાં ક્યાંય વધુ મને ગમ્યા
એક સ્ત્રી તરીકે હું શીબાદીદી જેવી જ બનવા ઇચ્છું. એમનું જ્ઞાન, ઘણી બધી ભાષાઓ પરનું પ્રભુત્વ, કામ કરવા અને કરાવવા માટેની ધીરજ, શાંતિ ખૂબ કાબિલ-એ-દાદ છે. વળી એમની બુદ્ધિમત્તા અને અડગતા મને સ્પર્શી ગયા.
~ ખુશાલી ભટ્ટ
પુણ્ય કર્યા હશે કે મને આવા સારા ગુરુ મળ્યા
શીબાબેનની સમજ, જ્ઞાન, પ્રમાણિકતા વિશે હું આજે સમજ્યો. એમણે આ ત્રણ દિવસમાં અમને જે જ્ઞાન આપ્યું છે તે હું મારી જિંદગીમાં ક્યારેય ભૂલી નહીં શકું.
~ વિરલ પંચાલ |
|
|
Oasis Life Camps Inspire Students to Live Meaningful Life |
Life Camp At Oasis Valleys For Navsari Dist. Students
“શિબિરમાં જીવનમાં કેવી રીતે સફળ કે મહાન બનવું તે વાત અમને સૌથી વધુ સ્પર્શી ગઈ” |
|
During 27 to 29 January, Life Camp was organised at Oasis Valley for students of Shri S. M. K. R. Vashi High School, Maroli & Navnirman High School, Navsari. 51 students took part in the camp which was facilitated by Hiral Patel & Pallavi Raulji from Oasis. |
Crux of reflections from students: |
મારા જીવનનો સૌથી યાદગાર અને મનપસંદ કૅમ્પ
કૅમ્પ દરમિયાન અમને જાણવા મળ્યું કે જીવનમાં Decisions ક્યારે અને કેવી રીતે લેવા. પોતાના પર વિશ્વાસ હોવો, મહેનત, ધીરજ, આત્મવિશ્વાસ, સંપ વગેરે વસ્તુ કેવી છે, તેમાંથી કઈ રીતે માણસ પોતાના જીવનના સ્વપ્નને પૂરું કરી શકે છે, એ શીખ્યા.
~ હિરલ ભટ્ટ
જિંદગીને સફળ બનાવવાનું ભાથું મળ્યું
જીવનમાં કેવી રીતે સફળ કે મહાન બનવું તે વાત અમને વધુ સ્પર્શી ગઈ. ઉદ્યમ(મહેનત), ધ્યેય, આત્મવિશ્વાસ, શ્રેષ્ઠતા, મક્કમતા આ બધા ગુણો, જિંદગીમાં કામ કેવી રીતે કરવું, જિંદગીને કેવી રીતે સફળ બનાવવી તે માટે કામ આવશે.
~ ફેનીલ પટેલ
આપણે નસીબના ભરોસે ન બેસી રહેવું જોઈએ આપણે મહેનત અને શ્રમ કરતાં રહેવું જોઈએ. સાચી પસંદગી કરવી અને વૃક્ષને સાચવવાં એ વાત ખૂબ ગમી, કારણ કે આ વાત જીવનમાં ખૂબ ઉપયોગી છે.
~ કેવિન પટેલ |
|
અમારો આત્મવિશ્વાસ વધ્યો
અમારામાં આત્મવિશ્વાસ ન હતો અને આથી અમારો આત્મવિશ્વાસ પણ વધ્યો. અમને જીવનમાં સાચી પસંદગી કરવી, ૧૦૦% મહેનત કરવી, હિંમત, આત્મવિશ્વાસ જેવા શ્રેષ્ઠ ગુણો કેળવવા વગેરે બાબતો ઉપયોગી થશે.
~ આકાંશા પટેલ
મને ડિબેટ ખૂબ જ ગમી
મને ડિબેટ ખૂબ જ ગમી. તેનાથી આપણને પોતાની જાત માટે લડતા આવડે તેમાં મને બહુ જ સારું લાગ્યું. હું જ્યારે મોટો થઈ નોકરીમાં ઇન્ટરવ્યૂ આપવા જઈશ ત્યારે મને કામ લાગશે.
~ વિવેક નાયક
વાર્તા અને ફિલ્મમાંથી ખૂબ શીખ્યા
શિબિરમાં મને જેરીની વાર્તા વધુ સ્પર્શી ગઈ. તેમાં મને સારી પસંદગી કરવાની સમજ આવી. આ શિબિરમાં અમને પોતાનો ધ્યેય પહેલેથી જ નક્કી કરવાનું કહેવામાં આવ્યું, જે અમને જીવનમાં ઉપયોગી થશે. ઉપરાંત, અમને મકડી ફિલ્મમાંથી એ શીખવા મળ્યું કે આપણે અંધશ્રદ્ધામાં ન માનવું જોઈએ.
~ જાનવી પટેલ |
સંચાલકો ખૂબ જ સરસ હતા
તેઓ હસતાં હસતાં ક્યાં કંઈ બાબત શીખવી ગયાં કંઈ ખબર જ ન પડી! તેઓ શાંત, વિનોદી અને ભોળા હતા. ખરેખર તેમની દરેક વાત મારા હદયને સ્પર્શી ગઈ હતી. આમ તેઓ ખૂબ શ્રેષ્ઠ હતા. મારા મત પ્રમાણે જો દરેક કૅમ્પમાં આવા શ્રેષ્ઠ સંચાલકો હોય તો આખી દુનિયા જ બદલાય જાય.
~ શૈલેશ અગ્રવાલ
શિબિરના સંચાલકો ખૂબ ખૂબ ખૂબ સારા અને સુંદર છે
હિરલદીદી અને પલ્લવીદીદી અમે આગળ જઈ વાત કહીએ તો અમને પ્રોત્સાહન આપે છે, અમારામાં હિંમત લાવી દે છે. અને જયેશભાઈ સાથે તો ખૂબ જ મજા પડી ગઈ. એમણે અમને મદદ કરી, તેઓ પણ બહુ જ સારા છે.
~ રોશની મિસ્ત્રી
મને અહીં આવીને ખૂબ જ મજા આવી. અહીં તો નિયમો પણ અમારે જ બનાવવાના હતાં. બાકીની સ્કૂલોમાં તો નિયમ સ્કૂલો બનાવે છે પણ અહીં અમારે બનાવવાના હતાં એ બાબત ખૂબ જ ગમી.
~ દિવ્યેશ ગામિત |
|
|
|
Special Life Camp at Shabari Chhatralay, Kaparada, Dist. Valsad
“જીવનમાં કેવી રીતે આગળ વધવું અને મુશ્કેલીનો સામનો કરવો એ વિશે અમને શીખવા મળ્યું” |
|
In January Oasis facilitators Hiral Patel & Mayuri Gohil travelled to Kaparada (Dist. Valsad) to take Oasis Life Camp for the students of Shabari Chhatralay which is run by K. M. Sonawala Charitable Trust, Mumbai. 37 girls took part in the camp which was organised on 4th & 5th January.. |
Crux of reflections from students: |
અમને આગળ વધવાનો માર્ગ બતાવ્યો
મયુરીદીદી અને હિરલદીદીએ અમને આગળ વધવાનો માર્ગ બતાવ્યો. લોકો કાંઈ પણ કહે એના પર આપણે ધ્યાન ન દેવાનું અને આપણે આપણા પર વિશ્વાસ રાખવાનો. આપણે આપણાં સપનાં સાકાર કરવાના. આપણો જે બનવાનો વિચાર હોય એ જ બનવાનું. અમને આ શિબિર ખૂબ જ ગમી ગઈ.
~ અનુ ભોયા
શિબિરમાં મને ખૂબ બધી બાબતો ગમી હતી
પોતાનો પરિચય આપ્યો હતો, ગેમ રમ્યા હતાં, એમાંથી ખૂબ જ નવું નવું કંઈક જાણવાનું મળ્યું હતું. કદાચ તમે આજે અમારે ત્યાં ન આવ્યા હોત, તો અમને નથી લાગતું કે આવું અમને આગળ જાણવા મળત. બધી જ પ્રવૃત્તિઓ અમને ખૂબ જ સારી લાગી હતી. મારી ઇચ્છા છે કે તમે અમારે ત્યાં ફરી વાર આવો અને અમને એથીયે વધારે કંઈક માહિતી આપો.
~ રાધા રાઉત
|
પોતાના ઉપર વિશ્વાસ રાખવો તે મને શિબિરમાં સૌથી વધુ ગમ્યું કારણકે હું ડૉક્ટર બનવા માગું છું અને મને લોકો કહે છે કે તું સાયન્સ માટે લાયક નથી. દીદીએ મને કહ્યું કે તું ડૉક્ટર બનવા માટે જ જન્મી છે અને તું એ ધારે તો કરી દેખાડીશ. અમારા સપનાને બહાર લાવી તેના સુધી કેવી રીતે પહોચવું તે શીખવ્યું તે ગમ્યું.
~ રસીલા ફળવળ |
શિબિરમાંથી શીખ્યા કે સપનું પૂરું કરવું
શિબિરમાંથી મને હંમેશાં હકારાત્મક વિચારો રાખવાના અને અમારી અંદર ડગમગતા વિશ્વાસને મજબૂત કેવી રીતે બનાવવો તે માટે ઘણું શીખવા મળ્યું છે. મને શીખવા મળ્યું કે હંમેશાં પોતાનું સપનું કે ઇચ્છાઓ ક્યારેય અધૂરી છોડવી ના જોઈએ, હંમેશાં સપનું હોય તેની પાછળ પડી સાકાર કરવું. પોતાના પર જ આધાર રાખવો અને બીજાની ખરાબ વાતોનો આપણા મનની અંદર સ્વીકાર ના કરવો જોઈએ.
~ દક્ષા દળવી |
અમને ખૂબ બહાદુર બનાવ્યા
મયુરીદીદી અને હિરલદીદી મને ખૂબ ગમ્યા કારણ કે એ લોકો અમને પ્રત્યેકને ખૂબ પ્રેમ કરે છે. ગુસ્સો નથી કરતા. એવા શિક્ષક તો મેં જિંદગીમાં પ્રથમ વખત જોયા. બે દિવસોમાં મારામાં ખૂબ પરિવર્તન આવ્યું. દીદી લોકોએ અમને ખૂબ બહાદુર બનાવ્યા.
~ શોભના જાદવ, લીલા દળવી
તેમણે અમારું લક્ષ્ય શોધી આપ્યું
હિરલદી અને મયુરીદીનો સ્વભાવ ખૂબ સારો છે. મને દીએ બધાની આગળ જઈને બોલવાની હિંમત અપાવી છે. અગર દી આવ્યા ન હોત તો મેં કોઈ દિવસ આગળ ઊભી થઈને બોલત નહીં. મયુરીદી અને હિરલદીએ અમને મજબૂત બનાવ્યા છે. તેમણે અમારું લક્ષ્ય શોધી આપ્યું.
મયુરીદી, હિરલદી- બ્યુટીફુલ દી.
~ હેતલ વાઘેરા |
|
|
Love Camp for Students of Sarvoday School, Surat |
|
2nd part of Oasis Freedom Camps, Love Camp, was organised for the 7th grade students of Sarvoday School, Surat, at Oasis Valleys during 6 to 8 January. The camp was facilitated by Pallavi Raulji. |
|
Photo News |
"Hun Chhu Jyotirdhar Abhiyaan"
2nd Group of Teachers from Anand Dist. Begin Their Journey |
શિક્ષકો કહે છે...
“જીવનનો ધ્યેય બદલાઈ ગયો”, “સ્વની ઓળખ કેળવી”
“જીવન જીવવા માટે દિશા મળી”, “બાળકો પ્રત્યે જોવાનો દૃષ્ટિકોણ બદલાયો” |
|
27 teachers from Anand Dist. joined "...Jyotirdhar" Movement and had their first workshop at Oasis Valleys during 10 to 12 January. The workshop was facilitated by Hiral Patel. |
|
3rd Year Course of Their 4-year L3 Course, Entitled “Integrity”,
Begin for The Batch Consisting of Navsari Professionals |
|
The first workshop of the 3rd Year, entitled as year of "Integrity", was organised at Oasis Valleys during 3 to 5 January, for the batch of Navsari Professionals. The series is facilitated by Sanjiv Shah & Sheeba Nair. |
|