Newsletter-cum-magazine of Oasis Movement YEAR 7  I ISSUE 5  I Mar 1, 2014

Oasis Movement: February 2014

Oasis Movement News at Glance:

Life Camps at Oasis Valleys

1. Akhil Hind Vishva Mahila Parishad School & Sanskar Bharti School, Navsari

2. Satyanarayan School, Vadodara

3. Children of Charlie Help Universe Trust, Surat

"Hun Chhu Jyotirdhar" Abhiyaan

# Love Series (2nd Year) begin for first batch (2013) of Navsari Teachers. In 3 groups, 3 workshops were organised at 3 different venues.

# Session on Ayurved & Health by Sanjiv Shah for HCJ Teachers at Navsari

Oasis L3 Course 2013-16

Love Series (2nd Year) Begin for group of professionals & friends

Other feature in this issue:

Inspiration Corner

ખુદની જિંદગીને ચૂમવી...

Announcements:

Oasis Summerhill Camps are now, "Oasis Dream India Camps".

Oasis is celebrating series of Dream India Camps in this summer vacation, starting from last week of March till 2nd week of June.

Along with children, Oasis offers an opportunity to adults too, to witness and celebrate Children's Democracy. Interested individuals can join Dream India Camps as Resource Person or Volunteer.

The schedule of various Oasis Dream India Camps is as under -

1. March 25 - April 2 : For Navsari Board Students
2. April 7-14 : For Oasis ASHA (Bangalore) Students
3. April 28 - May 6 : Open (on registration)
4. May 26 - June 3 : For Charlie/ Sanskar Balmandir children
5. June 9-16 : For Shabari Chhatralay, Kaparada girls

For more information, please mail your details to oasisworkshops@yahoo.com OR call Oasis Office on 0265-2321728.

Oasis Life Camps

પ્રકૃતિના ખોળે સાચી રીતે જીવન જીવવાના પાઠ શીખતાં
અખિલ હિન્દ વિશ્વ મહિલા પરિષદ શાળા અને સંસ્કાર ભારતી શાળા, નવસારીનાં બાળકો

Life Camp was organised at Oasis Valleys for some 29 students of Navsari schools – Akhil Hind Vishva Mahila Parishad School & Sanskar Bharti School – during 3 to 5 February.

The Camp brought awareness to children about their own hidden talents and dreams, what is a good life & how they can lead such good life successfully.

The camp was facilitated by Pallavi Raulji from Oasis and she was supported by Purvi Naik of Oasis, Navsari. Young Oasis Leaders, Lay Naik & Vipasha Naik – both from Navsari - assisted during the program and learnt lessons to become Life Camp facilitators in future.

વિદ્યાર્થીઓના પ્રતિભાવોનો અર્ક:

શિબિર અંગે પ્રતિભાવો...

શિબિરમાં મને એ બાબત ગમી કે આપણે કોઈ દિવસ હાર ન માનવી જોઈએ, જૂઠ્ઠું ન બોલવું જોઈએ, મુસીબતમાં મિત્રનો સાથ આપવો જોઈએ... શિબિરમાં જીવન જીવવાની પ્રેરણા મળી... આ શિબિરમાં નીડરતા, આત્મવિશ્વાસ, જીવનપસંદગી, ધ્યેય જેવા ગુણો શીખ્યા; અમે અમારાં જીવનમાં ધ્યેયની પસંદગી પોતે કરી તેને આત્મવિશ્વાસથી પૂરું કરીશું... શિબિરમાં મને સહનશીલતા વધુ સ્પર્શી ગઈ, મને આ શિબિરમાં ગુસ્સાને કંટ્રોલમાં રાખવો અને જીવનમાં આગળ કઈ રીતે વધવું એ જાણવા મળ્યું... શિબિરમાં મને જીવન જીવવાની જે રીત શીખવી તે સૌથી વધુ સ્પર્શી ગઈ... જીવનમાં પોતાનું કામ પોતે જ કરવાનું અને જીવનમાં સમયનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તે શીખ્યા...

શિબિર જીવનમાં કેવી રીતે કામ લાગશે..

આ શિબિરમાં અમને પોતાના પાસેથી એવી પ્રૉમિસ કરાવી કે હું સૌથી શ્રેષ્ઠ છું, હું હિંમતવાન, નીડર, સાહસિક, નિષ્ઠાવાન છું. આ રીતના સૂચનોથી આપણે ખૂબ આગળ વધી શકીએ છીએ અને આપણા ધ્યેય સુધી પહોંચી શકીએ છીએ... જીવનમાં મોટા થતાં નોકરી ન મળે તો અમે હિંમત ન હારીશું, સખત મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરીશું... હું વકીલ બની દેશના ગરીબ નાગરિકોને ન્યાય આપવા માટે બધું જ કરવા તૈયાર છું અને આનાથી મને ૧૦૦% વિશ્વાસ છે કે મારું સ્વપ્ન પૂરું થશે... શિબિરથી મારામાં આત્મવિશ્વાસ આવ્યો અને હવે હું હજારો માણસોની સામે પણ ભાષણ આપી શકું છું... પિક્ચર જોઈએ મને ખબર પડી કે અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરવો જોઈએ નહીં...

શિબિરના સંચાલકો વિશે...

શિબિરના સંચાલકોને ઘણાં બાળકોએ ખૂબ જ હેરાન કર્યા પણ તેઓ પોતાના ગુસ્સાને પ્રેમમાં બદલી સમજાવતાં... દીદીનો સ્વભાવ દિલને સ્પર્શી ગયો, તેઓ ખૂબ જ હસમુખા છે... શિબિરમાં સંચાલકો એ અમને ખૂબ સાથ આપ્યો...

કૅમ્પસ અને પર્યાવરણ વિશે...

કુદરતની વચ્ચે રહેવું...સ્વર્ગ જેવું ઘર... ખૂબ સરસ પ્રકૃતિ હતી... મેહુલભાઈએ ખૂબ સારી રીતે Bio-Diversity વિશે અમને સમજાવ્યું... તેઓએ અમને ગંગામા ચક્ર ખેતીની એક નવી પદ્ધતિ વિશે જણાવ્યું... જાણવા મળ્યું કે કુદરતને આપણે હાનિકારક વસ્તુઓથી બચાવવી જોઈએ અને કુદરતી વસ્તુઓને જરાક પણ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં...

જીવનના સંઘર્ષ માટે હકારાત્મક અભિગમ, જાત પરનો વિશ્વાસ, હિંમત અને
મહેનતની ભાવનાથી સજ્જ થતાં સત્યનારાયણ શાળાના વિદ્યાર્થીઓ

32 young students of std. 11 from Satyanarayan School, Vadodara, had their Life Camp at Oasis Valleys during 12 & 13, February.

The students learnt basic principles of successful & meaningful life. The camp boosted their self-confidence and they learnt importance of hard work in life.

The camp was facilitated by Hiral Patel & Hiral Soni from Oasis.

વિદ્યાર્થીઓના પ્રતિભાવોનો અર્ક:

શિબિર અંગે પ્રતિભાવો...

શિબિરમાં દરેક વિદ્યાર્થીને પોતાની વાત રજૂ કરવાનો મોકો મળે છે અને તેમને કોઈ પણ પ્રકારનું દબાણ આપવામાં આવતું નથી... સ્ટેજ ફિયર દૂર થયો છે અને કૉન્ફિડન્સમાં વધારો થાય છે... મારામાં જે આત્મવિશ્વાસની ઊણપ હતી તે મને અહીંયાં આવીને દૂર થઈ અને સંપૂર્ણ આત્મવિશ્વાસ મારામાં આવ્યો કે હું ધારેલ કામ કરીને જ રહીશ... આ શિબિરમાં શીખેલી આત્મવિશ્વાસ વધારવાની ક્ષમતા, પોતાની ભૂલો સુધારવાની હિંમત વગેરે જીવનમાં ખૂબ જ ઉપયોગી છે... શિબિરમાં છોકરા, છોકરીઓને સમાન અધિકાર આપવાની વાત કરી તે ગમ્યું, અને અહીંથી પ્રાપ્ત થયેલ આત્મવિશ્વાસ અને જ્ઞાન ખૂબ જ ઉપયોગી બનશે...

શિબિરના સંચાલકો વિશે...

દીદીએ અમને જીવનમાં કેવી રીતે સંઘર્ષ કરવો એની સમજણ આપી એ મને ખૂબ જ ગમ્યું... હદયમાં એમ થતું કે જે આ દીદી કહે છે એ અમારાં માટે ખૂબ જ સારું અને શ્રેષ્ઠ છે... તેમનો વ્યવહાર ખૂબ સારો હતો; કોઈ વાતો કરે, જોરથી બોલે, મસ્તી કરે તો પણ તેઓ કોઈને કશું જ કહેતા નહીં અને પોતે જે ઍક્ટિવિટી કરાવતા હોય તેમાં ધ્યાન આપવાનું કહે... તેઓ બધાને એક સમાન માનતા હતાં; તેમણે અમારી ઘણી બધી સંભાળ પણ લીધી છે, તે બધાંને મદદરૂપ પણ થયાં છે, તેમણે આપણા મિત્ર તરીકે બધાંને સાથ આપ્યો છે... શિબિરમાં સંચાલકો ખૂબ જ સારા હતાં અને ભવિષ્યમાં તેમનાં જેવાં વિચાર પ્રાપ્ત કરી આ સંસ્થાને ઉપયોગી બનશું...

કૅમ્પસ અને પર્યાવરણ વિશે...

આ સંસ્થાએ બાળકોને ફક્ત પોતાનાં જીવનને સરળ અને આનંદમય બનાવતાં નથી શીખવ્યું પરંતુ આપણી સાથે સાથે દરેક લોકો કે વ્યક્તિને કે જીવજંતુ, વનસ્પતિ દરેકને સારી અને આનંદમય રીતે માણતાં અને રાખતાં શીખવ્યું છે... ટુર દરમ્યાન પર્યાવરણનું જતન કરવું, પ્રદૂષણને ઘટાડવું અને વૃક્ષો વાવવાં જોઈએ આવી બધી નવી બાબતો જાણવા, શીખવા મળી... અમને એ જાણવા મળ્યું કે ફક્ત અભણ વ્યક્તિ જ ખેતી કરે તેમ નથી પરંતુ દરેક વ્યક્તિ પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે, સારું ભોજન મેળવવા ખેતી કરી શકે, તેથી પર્યાવરણ પણ સુરક્ષિત રહે છે. કૅમ્પસનું પર્યાવરણ રોમાંચભર્યું અને ફ્રેશ છે...

લાઇફ-કૅમ્પ થકી આત્મવિશ્વાસથી જીવવાની પ્રેરણા મેળવતાં
ચાર્લી હેલ્પ યુનિવર્સ ટ્રસ્ટ, સુરતના બાળકો

Life Camp was organised at Oasis Valleys for children of Charlie Help Universe Trust, Surat. Children liked the camp very much and enjoyed learning with fun.

31 children participated in the camp which was facilitated by Hiral Patel of Oasis.

The camp was organised during 17 to 19 February.

શિબિર બાદ બાળકોના પ્રતિભાવોનો અર્ક:

શિબિરમાંથી શું શીખ્યા, શું ગમ્યું...

અમે શીખ્યા કે સત્ય પર અડગ રહેવું જોઈએ, મુશ્કેલીમાં સાથ આપવો જોઈએ... કોઈ દિવસ કોઈની મજાક ઉડાડવી જોઈએ નહીં... દરેકને સરખો ન્યાય આપવો જોઈએ...

શિબિરની બધી પ્રવૃત્તિઓથી જીવનમાં ઘણા સુધારા થાય છે... પોતાનું સપનું હંમેશા પૂરું કરવું... અમે શીખ્યા કે પોતાનો આત્મવિશ્વાસ વધારવો જોઈએ અને કોઈના પણ આત્મવિશ્વાસને ઠેસ પહોચાડવી જોઈએ નહીં... ખૂબ ખૂબ મજા આવી...

શિબિરના સંચાલક વિશે...

હિરલદીદીની સમજાવવાની જે રીત હતી તે ખૂબ સ્પર્શી ગઈ... તેઓ બધાં બાળકોને ખૂબ પ્રેમ કરે છે... તેઓ દુનિયામાં બેસ્ટ છે... કોઈ પણ ભૂલ થાય, તેઓ ક્યારેય ગુસ્સો કરતા નથી...

"Hun Chhu Jyotirdhar" Abhiyaan" - Photo News

ચાર વર્ષના ઓએસિસ કોર્સના બીજા વર્ષની શરૂઆત કરતાં નવસારીના જ્યોતિર્ધર શિક્ષકો



Second year of the 4-year Oasis Course, specially designed for "Hun Chhu Jyotirdhar" Abhiyaan teachers, begins for the first batch (2013) of Navsari Teachers, divided into 3 groups.

Known as Love Series, the second year is dedicated to 'Learning to Love'.

First workshop for each group was organised at 3 different venues simultaneously, during 14 to 16 february. Workshops were facilitated by Sheeba Nair & Sanjiv Shah at Oasis Valleys (top four photos in left collage), by Parag Shah at Auro University, Surat & by Siddharth Mehta at Gurukul, Supa Village, Navsari (bottom two photos).

જ્યોતિર્ધર અભિયાનના નવસારી વિસ્તારના શિક્ષકો માટે
'આયુર્વેદ અને સ્વાસ્થ્ય'નો વિશેષ સેશન લેતા સંજીવ શાહ

On 1st of February, a special session was called for the teachers associated with ...Jyotirdhar Abhiyaan from Navsari Dist. The session was on 'Ayurved ane Swasthya' which was taken by Sanjiv Shah, Oasis.

More than 80 teachers attended the session, which was organised at Sayaji Vaibhav Public Library, Navsari.

(click here to get more info. of Sanjiv Shah's Booklet Ayurvedni bhet)

Oasis L3 Course - Photo News

Oasis L3 Course, Year 2013-16, for Friends & Professionals
Enter into Second Year

Second Year begins at 'The Philosophy, Art & Science of Living, Loving & Learning' course, very much known as Oasis L3 Course, for the batch of Year 2013-16, consisting of friends & professionals.

The first workshop of the Love Series was organised during 21 to 23 February at Oasis Valleys.

Inspiration Corner

ખુદની જિંદગીને ચૂમવી...

    એક સમયે મને રાત્રિઓ બિહામણી લાગતી હતી.

    મને રાત્રે એવું સપનું આવતું કે કોઈ બાળક

    મારા ખોળામાં ચઢવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

    મેં ધ્યાનથી જોયું તો આ બાળક મારી જિંદગી હતું.

    આ બાળક કદરૂપું અને મૂર્ખ જેવું લાગતું હતું.

    તે મારાં કપડાં પકડી મને ખોળામાં લેવા વિનવી રહ્યું હતું.

    તેને જોઈને આમ તો મને કમકમાં આવી રહ્યાં હતાં.

    પરંતુ મને લાગ્યું કે જ્યાં સુધી હું તેણે ઉઠાવી નહીં લઉં,

    જ્યાં સુધી તેના ચહેરાને હું ચૂમીઓથી નહીં નવડાવું,

    ત્યાં સુધી હું ખરેખર ચેનથી સૂઈ શકીશ નહીં.

    છેવટે મેં પ્રયત્નપૂર્વક બાળકને ઉઠાવીને તેને ચૂમીઓ ભરી;

    અને મને સમજાયું કે આપણે સૌએ ક્યારેક તો

    આપણી જિંદગીને આપણા હાથોમાં ઉઠાવીને તેને

    ખૂબ પ્રેમ કરવો જ રહે છે, તેને ચૂમવી જ રહે છે.

(લે. સંજીવ શાહના પુસ્તક 'જીવવું એટલે ચાહવું એટલે શીખવું'માંથી)

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.