Newsletter-cum-magazine of Oasis Movement YEAR 7  I ISSUE 6  I Mar 16, 2014

Oasis Wishes Very Happy And Colorful Holi To All

Oasis Movement News at Glance:

Life Camps at Oasis Valleys

1. Parivaar Vidyalay, Std. 8 students, 28 Feb-1 Mar

2. Sanskar Bharti Highschool, Navnirman Highschool, Navsari & Shri S.M.K.R. Vashi Highschool, Maroli, Dist. Navsari students, Std. 6-8, Mar 3-5

3. C.K. Prajapati School, Vadodara, Std. 9, Mar 6-7

4. M.K. Highschool, Vadodara, Std. 9, Mar 6-7

5. St. Joseph Highschool, Std. 9, Mar 10-11

6. St. Joseph Highschool, Std. 8, Mar 12-13

"Hun Chhu Jyotirdhar" Abhiyaan

# "Mahan Hrudayona SaReGaMaPaDhaNi" Workshop Part I specially organised for HCJ Abhiyaan Dist. level Organisers, on Feb 26-28 at Oasis Valleys

Special feature : Latest Oasis Publication

જિંદગી

જીવનના જન્મ, સંઘર્ષ અને પરિતૃપ્તિની દાસ્તાન

A live Demonstration on LIFE by Oasis Founder Sanjiv Shah, given on 26th February, 1991 at Yog Niketan, Vadodara, in front of 250 college youths is now being published in the form of a Book, "Jindagi...".

Announcements:

Oasis invites you/your child to be part of Dream India Camps

This year Oasis has organised 10 Dream India Camps throughout the year 2014 starting from 25th March. (click here for schedule)

Dream India Camps are one of the most innovative camps in India. They are 7-8 days residential camps organised at Oasis Valleys. These are the camps where hidden talents and dreams of children come out, their natural leadership qualities mushroom, they learn to be very responsible in the atmosphere of complete Freedom & Happiness. The camps are greatest platform for learning the core of Democracy- voicing your opinion without fear, respecting others and be responsible citizen. And children learn all things with lots of fun.

If you think your child is 12 year or above & need such platform and/or if you are interested in witnessing children's democracy either as Resource Person or Volunteer in any of the camps, contact Oasis Office immediately.

Contact details -
Email: oasisworkshops@yahoo.com
Phone: Oasis Office 0265-2321728

Special Feature : Latest Oasis Publication

જિંદગી... જીવનના જન્મ, સંઘર્ષ અને પરિતૃપ્તિની દાસ્તાન

ઓએસિસની બુનિયાદની સૌરભ ફેલાવતું લે. સંજીવ શાહનું નૂતન પ્રકાશન

પુસ્તકની પ્રસ્તાવનામાં લેખક કહે છે,

“ઈ.સ.૧૯૯૧ના વર્ષમાં ઓએસિસના મિત્રો માટે મેં ‘જિંદગી’ વિષય પર વાર્તાલાપ આપ્યો હતો. એક કલાકના તાસમાં સખણાં ન બેસી શકે તેવું મહેણું ખાતા કૉલેજના ૨૫૦ યુવાનો આખો દિવસ આ વાર્તાલાપમાં બેઠા હતા. હૉલમાં એ વખતે સર્જાયેલા ભાવાવરણની આજે કલ્પના પણ ન થઈ શકે — જાણે વાતાવરણમાં જિજ્ઞાસા, જીવન વિશે શીખવાની ઇચ્છા, ઉત્કટતા વગેરે ઝાકળની જેમ ફેલાતાં. વાતાવરણ લગભગ સ્તબ્ધ અને રોમાંચિત રહેતું. શું દિવસો હતા એ!

પચીસ વર્ષ પહેલાંના આ પ્રયોગમાં આજે મને પોતાને ઘણું અપરિપક્વ અને ક્ષોભજનક વર્તાયું હતું. છતાં તે દિવસોની જોશીલી અવસ્થાને સન્માન આપી કેટલાંક સંપાદન પછી વાર્તાલાપ મૂળ સ્વરૂપે જ મૂકાઈ રહ્યો છે. ભલે જેવી છે તેવી, પણ છેવટે તો આમાં ઓએસિસની બુનિયાદની સૌરભ છે.”

પુસ્તકના કેટલાક ખુબ સંક્ષિપ્ત અંશો :

વિચારશીલતા

મનુષ્ય તરીકે આ સૃષ્ટિ પર જન્મ એ એક મહામૂલો અવસર છે, એક સોનેરી તક છે, જેને કેટલાંક કારણોસર આપણે ચૂકી જતાં હોઈએ છીએ... પહેલું ખૂબ અગત્યનું પરિબળ છે, વિચારશીલતા. મનુષ્ય બીજા બધા પ્રાણીઓ પર સર્વોપરિતા ભોગવે છે તેનું કારણ મનુષ્યની વિચાર કરવાની શક્તિ તથા સારાસારનો વિવેક જ છે, તે બધાં જ જાણે છે. છતાં બહુ ઓછી વ્યક્તિ સ્વીકાર કરશે. પણ આ ડહાપણ જમવા બેસીએ અથવા કોઈ ઝાકઝમાળવાળા ભોજન સમારંભમાં જઈએ ત્યારે હવા થઈ જાય છે!...

સમન્વય સાધો વાણીમાં, વિચારોમાં ને વર્તનમાં,

પછી જે જિંદગી બનશે, હશે એ જિંદગી જેવી.

વિચારશીલતાનું વૃક્ષ લાગણીની જમીન પર ઊગવું જોઇએ. વિચારશીલતાની યાત્રા લાગણીના બળથી પ્રેરાયેલી હોવી જોઇએ. વિચારશીલતા આપણા અહંકારને પોષવા માટેની જડ પ્રક્રિયા નહીં, ચર્ચા કે વાદવિવાદમાં જીતવા માટે નહીં, પણ આપણી જીવન ચેતનાને વિકસાવવા માટેની એક જીવંત પ્રક્રિયા બની રહેવી જોઇએ. વિચારશીલતાની સાથે સાથે કલ્પનાશકિત પણ ભેળવવી એટલી જ જરૂરી છે. આટલી વાત તમે હૃદયથી સંવેદી શકો તો મને ખૂબ ખુશી થશે.

ખુમારી

જ્યાં સુધી મનમાં ખુમારી ન હોય, ત્યાં સુધી મનુષ્ય અનંત સંઘર્ષો કરી શકતો નથી. જો ખુમારી ન હોય તો મનુષ્ય “જોખમમાં જીવો, તમારા રહેઠાણ જવાળામુખી પર બાંધો”ની વાત સમજી શકતો નથી. જો ખુમારી ના હોય તો પડકાર ઝીલવાની વાત મનુષ્ય કદી સંવેદી શકતો નથી.... પોતાને સાચું લાગતું હોય, પોતાના અસ્તિત્વ માટે જે આહ્‌વાન હોય, તે કામ કરવા માટે જો આ બીડું ઝડપવાનો મિજાજ ન હોય, જો આ ખુમારી ન હોય, તો જિંદગીના છેક ઊંડાણ સુધી પહોંચી શકાતું નથી....

આપણે બધા જ્યાં રહીએ છીએ, જ્યાં જઈએ છીએ ત્યાં આપણે અન્યાય નથી જોતાં? અને પછી આપણે શું કરીએ છીએ? આપણે ચૂપચાપ આ બધાના સાક્ષી બની રહીએ છીએ કે નહીં? જો આપણે ખુદ આવા હોઈએ તો પછી દેશમાં કેટલો અન્યાય, ભ્રષ્ટાચાર, સ્વાર્થ અને સડો છે તે વિશે આપણે ફરિયાદ કરી શકીએ ખરાં?.... દોસ્તો, છેવટે સમાજ વિકસવાનો જ છે. તે લાંબો સમય અજ્ઞાની કે ભટકેલો રહેવાનો નથી. સમાજને સાચી દિશા બતાવનારા મળવાના જ છે. સવાલ એ છે, કે આપણે તેમાંના છીએ? આ પસંદગી આપણી ને આપણી જ છે!

કિનારો સે મુઝે એ નાખુદાઓં દૂર હિ રખના,

વહાં લે ચલો, તુફાં જહાં સે ઉઠનેવાલા હૈ.

સહૃદયતા

‘सहृदयता’(Sincerity) એ શબ્દ મારા માટે ઈશ્વર કરતાં સહેજ પણ ઊતરતો નથી! તમને કલ્પનામાં પણ ન આવી શકે તેટલો વહાલો છે મને આ શબ્દ! હું મને ચાહી શકું છું, મારા મિત્રોને ચાહી શકું છું. ઓએસિસ ફિલસૂફીને ચાહી શકું છું અથવા જે કાંઈ સારું કરી રહ્યો છું, તેનું બધું જ શ્રેય હું મારી સહૃદયતાને આપું છું.

‘સહૃદયતા’! ‘સ’ એટલે સાથે; હૃદય હંમેશાં સાથે હોય તે સહૃદયતા!

કોઈ પણ બાબતમાં નિષ્ફળતાની લાગણી

એ સહૃદયતાના અભાવની નિશાની છે.

મનુષ્યનું જીવન તેના વિચારો, તેની લાગણીઓ અને તેના કર્તવ્ય તથા રોજિંદી ક્રિયાઓથી બંધાયેલું છે. જયારે મનુષ્યના વ્યક્તિત્વને સહૃદયતાનો સ્પર્શ થાય છે ત્યારે શું થાય છે, ખબર છે? જેમ પારસમણિનો સ્પર્શ થતાં સામાન્ય લોખંડ પણ સોના જેવી ઉમદા ધાતુમાં પલટાઈ જાય, તેવી જ રીતે સહૃદયતાથી સામાન્ય મનુષ્યનું કોઈ અસામાન્ય માનવીમાં પરિવર્તન થઈ શકે છે! પ્રખ્યાત અમેરિકન વૈજ્ઞાનિક જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર કહે છે –

“When you do the common things of life in an uncommon way,
you will command the attention of the world”.

"Hun Chhu Jyotirdhar" Abhiyaan" - Photo News

Dist. Level Organisers Of HCJ Movement Experience First Workshop
Of Oasis L3 Course At Oasis Valleys

A special workshop - 1st part of L3 Course, Year 1 - was organised at Oasis Valleys during 26-28 February for the dist. level Organisers of HCJ Movement. 17 people got first hand experience of Oasis workshop before they talk to other teachers of their region.

Sheeba Nair of Oasis facilitated the workshop.

At the end of the workshop, Mahadevbhai Desai, Kishorbhai Naik & Atulbhai Unagar interected with the group and shared their experiences.

Oasis Life Camps

Std. 8 Students of Parivaar Vidyalay, Vadodara Learning About
Importance of Life, Farming and Responsibilities in Their Life Camp

During 28 Feb & 1st March 50 students of std. 8, Parivaar Vidyalay, Vadodara had their Life Camp at Oasis Valleys.

Though they enjoyed the campus & environment tour very much, the processes of the camp touched their heart.

One of the girls reflected that, "જિંદગીમાં પહેલીવાર મને મારા વિશે ઘણું બધું જાણવા મળ્યું. મને ખબર પડી કે હું શું છું અને શું કરી શકું છું."

One boy reflected, "We visualized and planned our future & that touched our heart deeply."

The camp was facilitated by Pallavi Raulji.

લાઇફ-કૅમ્પની વિવિધ પ્રવૃત્તિઓથી વિચારશક્તિ વધી, કલ્પનાશક્તિ વધી, અંધવિશ્વાસ ઘટ્યો
અને ખૂબ આત્મવિશ્વાસ વધ્યો હોવાનું કહેતા નવસારીની જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓ

61 students of std. 6-8 from Sanskar Bharti & Navnirman Highschools, Navsari & Shri S.M.K.R. Vashi Highschool, Maroli, Dist. Navsari, had their Life Camp at Oasis Valleys during 3-5 March.

The camp was facilitated by Pallavi Raujli & Hiral Patel and were assisted by Purvi Naik, all from Oasis.

The most exiting thing for the students was to do their daily chores themselves, like washing their own dish after every meal, make their own bed and put it back neatly in the morning, not wasting any food in their dish, etc.

એમ.કે.હાઇસ્કૂલ, વડોદરાના વિદ્યાર્થીઓએ મેળવ્યો જિંદગી જીવવાનો નવો દૃષ્ટિકોણ

On 6th & 7th March, 48 young students of M.K.Highschool, Vadodara, Std.9, had their Life Camp at Oasis Valleys.

During the various processes Life Camp, they learnt How life is matter of choice, importance of having Goal in life. Some of the student reflected that they got altogether a new angle to look at life.

The camp was facilitated by Mehul Panchal, Oasis.

પોતાની જાતને વધુ સારી રીતે ઓળખવાની શરૂઆત કરતાં સી.કે.પ્રજાપતિ સ્કૂલના વિદ્યાર્થીઓ

On 6 & 7th March, a parallel Life Camp was going on at Oasis Valleys for some 41 students of C.K.Highschool, Vadodara.

For the 9th Grade students, it was a camp where they got their new identity. They felt they knew more about them selves during various processes in the camp.

The camp was facilitated by Pallavi Raulji.

નમ્ર અને પ્રેમાળ સંચાલકો અને ખૂબ જ સુંદર વાતાવરણ વચ્ચે
જીવન જીવવાના પાઠ શીખતાં ધો. ૯, સેન્ટ જોસેફ શાળા, વડોદરાના બાળકો

Life Camp was organised at Oasis Valleys for 9th std. students of St. Joseph School, Vadodara during 10 & 11 March.

39 students participated in the camp which was facilitated by Purvi Naik & Nirali Dhum of Oasis.

It was their first camp facilitators and students like their facilitators very much.

Students found their dreams flourished in the lap of beautiful Nature at Oasis Valleys.

44 students, Std. 8 of St. Joseph School, Vadodara Having
Their 1st Life Camp at Oasis Valleys On March 12-13

After the camp one girl reflected, “I was told to visualize my future and I liked it the most. During the process, for few moments I just felt that I have achieved my goals and my parents are s..o proud of me. I was very happy.

The camp was facilitated by Purvi Naik and Nirali Dhum from Oasis. About the facilitators some of the girls reflected, “બંને દીદી ખૂબ ગમી ગયા. તેઓ દીદી નહીં પરંતુ મા જેવા હતા. અમને ખૂબ જ પ્રેમથી જીવન વિશે ઘણું શીખવ્યું, સહેજ પણ ગુસ્સે થયા વિના!”

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.