Newsletter-cum-magazine of Oasis Movement YEAR 7  I ISSUE 7  I Apr 1, 2014

Summer Celebrations Of Freedom & Happiness For Children & Youths
Begin At Oasis Valleys

Oasis Movement News at Glance:

Oasis Dream India Camps

• Highlights of the camp
• Children’s Parliament – Core of the Dream India Camp
• Daily Sessions - Learning & Creating Joy Together
• Star Assembly - Affirmation of good in every child
• Daily Duties - Freedom through Responsibility
• Daily Exercises & Games - Health with Fun
• Performances & Exhibition of Creations on the last evening
• Love From Teachers returned with interest
• Camp moments

Oasis Life Camps

• Swaminarayan Mission School, Surat, Std. 8, 48 Students, March 14-16

• Swaminarayan Mission School, Surat, Std. 9, 44 Students, March 21-23

Oasis Dream India Camps

The Mantra, "ENJOY - LEARN - CREATE - TOGETHER"
Reverberates At Oasis Valleys From The Very First Camp

54 Teenagers, 15 Teachers, 9 Days; 7 Daily Sessions, 24 Subjects, 43 Choices


The first Dream India Camp was organized by Oasis at Oasis Valleys for the students who have just finished their 10th or 12th std. exams.

Some 54 students coming all over from Navsari Dist., Surat, Vadodara & Rajkot participated in the camp, which was organized during 25 March to 2 April.

The camp was facilitated by Pallavi Raulji and co-facilitated by Pratiksinh Parmar, Kaushikbhai Desai, Keyurbhai Naik and Mitalben Desai.

 

વિદ્યાર્થીઓના પ્રતિભાવોના અંશો:

કૅમ્પની વિશેષતા વિશે -

એકતા, સ્વતંત્રતા, એકાગ્રતા અને ધ્યેય એ આ કૅમ્પની વિશેષતા હતી... પૂરતી સ્વતંત્રતા હોવાથી અમે ખીલી શક્યા; આવી ફ્રીડમ બીજે ક્યાંય સહેલાઈથી મળતી નથી... ઘરમાં પણ આટલી ફ્રીડમ નથી મળતી... અહીંના દરેક શિક્ષક દરેક બાળકના મિત્ર અને ગાઈડ બને છે અને તેમનો પ્રેમ આપી ભીંજવી નાખે છે... કૅમ્પમાં બાળકોને કેન્દ્રમાં રાખવામાં આવે છે; જ્યાં બાળક પણ શિક્ષક પર આંગળી ચીંધી શકે છે... I think, nowhere than Oasis we proved the statement – “વસુધૈવ કુટુમ્બકમ્”. કૅમ્પમાં યોજેલ તમામ પ્રવૃત્તિઓ અદ્ભુત હતી, જેનો સાર માત્ર આપણા જીવનનું ઉત્કર્ષ વધારવાનો તેમજ ‘વ્યક્તિ મટી બનું હું વિશ્વ માનવી’ની લાગણીનો પ્રસાર કરવાનો હતો...

સ્વતંત્રતાની સાથે જવાબદારી પણ જરૂરી છે, તે બાબત અમને સમજાવી અને શીખવી. પોતાનું દરેક કાર્ય પોતે જાતે કરવું એ આ કૅમ્પની વિશેષતા છે. દરેક બાળકમાં ક્યાંક ખૂણામાં છુપાયેલી શક્તિઓને વિવિધ રીતે બહાર લાવી, ખીલવવી, વિકાસ કરવો એ આ કૅમ્પની ખાસિયત છે.

શું શીખ્યા -

શીખવાનો અનુભવ ખૂબ, ખૂબ અને ખૂબ જ સરસ રહ્યો... દરેક સેશનમાં, દરેક ટૉપિકમાં નવા નવા પડકાર આવતા ગયા અને અમને એમનો સામનો કરવાની તેમ જ તેમાં સફળતા મેળવવાની હિંમત પ્રાપ્ત થઈ... It was an awesome experience to learn so much from the camp. Before coming here I was just like lump of clay. After this camp I am feeling I am a beautiful pot moulded and shaped by experienced potters like Oasis facilitators. Such a wonderful experience…..

કોઈએ ન શીખવ્યું તે ઓએસિસે શીખવ્યું. આપણે જ કંઈક છીએ અને આપણે જ કંઈક કરી શકીએ છીએ. તમે જ તમારી રીતે બેસ્ટ છો એમ જાણ્યું. બીજાના દૃષ્ટિકોણને સમજતાં શીખ્યા. Adjust કરીને સૌની સાથે ખુશીથી કેવી રીતે રહેવાય તે જાણવા મળ્યું.

જીવનમાં કેવી રીતે ઉપયોગી થશે -

ડ્રીમ ઇન્ડિયા કૅમ્પ થકી બાળકોનો અદ્ભુત વિકાસ થાય છે... આત્મવિશ્વાસ વધે છે.... પોતાના મનપસંદ વિષયો લેતાં હોઈ વિશેષ જ્ઞાન થાય છે... ભવિષ્યમાં કેવી જિંદગી જીવવી તેનો ખ્યાલ આવે છે... કૅમ્પની વિવિધ પ્રવૃત્તિઓથી બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગે છે... પોતાની મુશ્કેલીમાં અલગ અલગ દૃષ્ટિકોણથી વિચારીને તેનો હલ લાવતા શીખે છે. આથી તેની વિચારશક્તિ વધે છે... લીડરશિપ ક્લાસમાં નેતા તરીકે શું કરવું તે શીખ્યું, વિજ્ઞાનને ઊંડાણપૂર્વક સમજ્યું, ગણિતનો કેવી રીતે જીવનમાં ઉપયોગ થાય છે તે જાણ્યું... જીવનના દરેક તબક્કામાંથી કેવી રીતે પસાર થવું તથા કેવી રીતે જીવનને માણવું તે દરેક બાબત રમતાં-રમતાં શીખવે છે...

મારા જીવનની સ્વર્ણિમયાત્રા સમાન સમય... મારા જીવનને અમૃતપાન કરાવી ઉન્નતિના માર્ગો ખોલી દીધા... જીવનને ફળદ્રુપ બનાવી આત્મવિશ્વાસનું મોજું ફેલાવ્યું...

“આ કદાચ દુનિયાની શ્રેષ્ઠ અદાલત હશે; અહીંના નિર્ણયો વેર ઊભું કરવાનું નહીં
પરંતુ બધા વચ્ચે મિત્રતા અને પ્રેમનો સેતુ બાંધવાનું કામ કરે છે”

Entrusted with Freedom, Children are capable of solving their problems Creatively

Parliament Session, held every day for two hrs. in the evening, was the most attracting, most liked session of the camp. 8 students (4 boys & 4 girls) were elected as Jury Members in the most transparent democratic way, who will preside the daily session. Here in, children will solve their problems on their own. The sessions have always amazed elders to see the maturity with which they solve the problems.

બાળકોની અદાલત અને સંસદ વિશે બાળકોના પ્રતિભાવોના અંશો:

બાળકોની સમસ્યાઓનો ઉકેલ બાળકો જ લાવે છે કેમ કે બાળકો જ બાળકોને સૌથી વધારે સમજી શકે છે... અહીં અદાલતમાં સાચા નિર્ણયો લેતાં અને પ્રેમપૂર્વક convince કરતાં શીખ્યા; દેશની સંસદમાં તો ઝગડા જ થતા હોય છે... અહીં બાળકોને પોતાની દલીલો રજૂ કરવાનો પૂરેપૂરો અધિકાર હતો; પોતાનાં સૂચનોને વ્યક્ત કરવાની સ્વતંત્રતા હતી... આ કદાચ દુનિયાની શ્રેષ્ઠ અદાલત હશે; અહીંના નિર્ણયો વેર ઊભું કરવાનું નહીં પરંતુ બધા વચ્ચે મિત્રતા અને પ્રેમનો સેતુ બાંધવાનું કામ કરે છે... અહીંની અદાલતના કેટલાક નિર્ણયો નથી ગમ્યા, પણ સાચું કહું તો આ અદાલત જીવનના સર્જન માટે ખૂબ આવશ્યક છે... બાળકોએ જે સૂઝ બતાવી તે જોઈને ખૂબ જ આનંદ થયો; હંમેશાં જનતાનો મત લીધો જેથી કોઈ પણ બાળક સાથે અન્યાય ન થાય... અદાલતથી આપણને આપણી જવાબદારી સમજાય છે અને ફરી એ ભૂલ કરતાં અટકીએ છીએ...

“મને ખબર પડી કે મારી મનપસંદ વસ્તુ હું કરું છું ત્યારે શીખવાની ખૂબ મજા આવે છે અને
જલદીથી સમજાઈ જાય છે”

Learning is always a voluntary choice;
one cannot force children to learn in a creative way


Daily, children had two sessions of 2 hrs each, one in the morning & one in the afternoon, in which they had 12 choices of subjects to choose any two. 12-14 teachers were there to take various subjects.

All the subjects were carefully chosen to bring out the hidden talents of children. The most enjoyed subjects were - Leadership development, Environment & Science, Life is Beautiful, Craft & Painting, Drama & Dance...

It was teachers responsibility to make the class most joyful and learning. Children had rights to reject teacher or subject if they find it dull or boring.

On the sixth day of the camp, 6 more experts of different subjects were invited for a day as guests to take special classes for the children.

Children loved their classes the most.

જુદાં જુદાં સેશનમાં શીખવા વિશે બાળકોના પ્રતિભાવોના અંશો:

જીવનમાં છવાયેલા અંધકાર સામે કેમ લડવું અને વિજય પ્રાપ્ત કરવો એ શીખ્યા... હંમેશાં સાચું કરવાની બાબત શીખી... પોતાનું જીવન કેવી સહજ અને સુંદરતાથી જીવી શકાય છે તે શીખવા મળ્યું... સમયસર નિર્ણય લેતા હું અહીંથી શીખ્યો... પોતાની સાથે અન્યાય થતો હોય ત્યારે કેવી રીતે અવાજ ઉઠાવવો તે જાણવા મળ્યું... હિંમત વધી, આત્મવિશ્વાસ વધ્યો, જવાબદાર બન્યા... “Life is beautiful” સેશનમાં ક્ષણે ક્ષણે જીવનને કેવી રીતે માણવું તે શીખવા મળ્યું; પ્રોજેક્ટ્સ કરતાં કરતાં વિચારશક્તિ ખીલી... I was not knowing about classical music and I got opportunity to learn it and it became my most favorite…

“Star Assembly દ્વારા દરેક બાળકની Positive ખૂબીઓ જોવાનો સિદ્ધાંત મળ્યો;
દિવસે ને દિવસે એમનો ઉત્સાહ વધતો જોયો, બાળકોને ખીલતાં જોયાં”

Most important role of any teacher or parent is to enjoy & affirm children

Everyday in the morning in a special assembly session called Star Assembly, children were given stars for the good things seen by facilitators, teachers and children themselves - be it extraordinary effort to learn something new or showing great courage or extending oneself for the love of others or being a good citizen of 'Mini India',... It was a time to affirm all the good seen in these children on the previous day.

Children can get stars in various categories, for individual or in groups.

“પોતાનું કામ જાતે કરતાં શીખવું એ આ કૅમ્પની વિશેષ ખૂબી હતી”

Very vital responsibility of parents/teachers is to nurture independence of a child
and actually believe that child is capable of doing his/her own things

Every afternoon, after their session children had their Duty time for some 45 min in which they did their duties to restore back their own 'mini country'. Voluntarily they cleaned their toilets, moped the floors, tended the garden, disposed the waste, cleaned the utensils, helped in the kitchen, cleaned the dorms and halls and attended the guests to show them Oasis Valleys.

They all did these with much love, joy and without much supervision.

“કૅમ્પમાં Mountain Joggingના કપરા માર્ગ પર મસ્તીથી જતાં શીખ્યા”

Morning Exercises & Evening Games - to keep Children Fit & Healthy

A part of daily schedule were Morning Exercises and Evening Games. Mountain Jogging was the most favorite of all in the morning, but some enjoyed Gaushala & Farming work, too.

In the evening, children had Volleyball and Deshi Games as options. The games were enjoyed very much.

Performances & Exhibition of Creations on the last evening

Best from children comes out in the atmosphere of complete freedom

On the last evening, children exhibited what they learnt and created during the whole camp. A special program of performances was organized and children participated very enthusiastically.

“અહીંના જેવા શિક્ષકો જો બધી શાળામાં હોય તો આખો ભારત દેશ ખૂબ આગળ વધી જાય”

“બાળકોને જેટલો પ્રેમ આપ્યો તેનાથી અનેક ગણો પ્રેમ પાછો મળ્યો”

The role of a Teacher is to create an environment of freedom and
to support and fulfil children's requirements for growth

The love showered by teachers in their class and during all the days was returned in plenty by children when they departed.

બાળકોએ કહ્યું, “સૌ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર કે અમને સ્વતંત્રતા અને સ્વપ્નના દેશનો પરિચય કરાવ્યો... અહીંના સૌ શિક્ષકોનો પ્રેમ અને હૂંફ અદભુત છે”

શિક્ષકોએ કહ્યું, “નિર્દોષ પ્રેમ અહીં બાળકોમાં જોવા મળ્યો, અમને મળ્યો અને એકબીજાને આપ્યો. ખૂબ, ખૂબ, ખૂબ પ્રેમ લઈને અહીંથી જઈ રહ્યા છીએ. એ માટે બાળકોને salute!”

Crux of reflections from Teachers about the children, Dream India Camp and their feelings :

મીઠી વીરડી સમાન Dream India Camp

મારા જીવનનાં શૈક્ષણિક વર્ષોમાંના શ્રેષ્ઠ દિવસો....બાળકો સ્વતંત્રતા જવાબદારી સાથે સ્વીકારે છે. બાળકોને જેટલો પ્રેમ આપીએ તેનાથી અનેકગણો પ્રેમ આપે છે. એમનામાં સમભાવ, સહભાગીદારીતા ગજબની હતી. દરેક બાળકમાં ફરજ બજાવવાનો અદમ્ય ઉત્સાહ અને આનંદ જોઈ સાનંદાશ્ચર્ય પામ્યો. ભારતનું ભવિષ્ય ઉજ્જવળ હાથોમાં છે. આ બાળકો ક્રાંતિ સર્જશે એ બાબતે બેમત નથી. ભારતના ભવિષ્યના બાળઘડવૈયાઓને સલામ... થોથાં સમાં પુસ્તકો, બિનજરૂરી માહિતીની ભરમાર, ભદ્રંભદ્ર ભાષા, ગોખણપટ્ટી સમી પરીક્ષાઓના સદંતર અભાવ વચ્ચે મીઠી વીરડી સમાન Dream India Camp…

~
ડૉ. કૌશિક દેસાઈ (આચાર્ય, શ્રી એસ.એમ.કે.આર. વશી હાઈસ્કૂલ, મરોલી, નવસારી), કૅમ્પ સહ-સંચાલક, શિક્ષક - નેતૃત્વ વિકાસ

કૅમ્પમાં વિદ્યાર્થીઓની સાથે હું પણ વિદ્યાર્થી જ બની ગયો હતો. બાળકો પાસેથી ઘણું શીખવાનું મળ્યું. કૅમ્પમાં બાળકોને આપવામાં આવતી સ્વતંત્રતા મોટી વિશેષતા હતી; દરેક નિર્ણયો, બધાં જ કાર્યો, બધું જ આયોજન બાળકો દ્વારા જ... આના કારણે જ બાળકો સૌથી સારું કાર્ય કરી શકતાં હતાં, પોતાની શક્તિનો મહત્તમ ઉપયોગ કરી શકતાં હતાં. બાળકોને જોવાની મારી દૃષ્ટિમાં ઘણો જ ફેરફાર થયો છે. પ્રોજેક્ટ કાર્ય, પાર્લામેન્ટની પ્રવૃત્તિઓ જોઈને મારાં પોતાનાં ઘણાં મનાંકન તૂટ્યાં છે. આ તબક્કે ઓએસિસ ફેમિલીનો ખૂબ જ આભાર.

~
પ્રતીકસિંહ પરમાર (ટ્રસ્ટી, નવનિર્માણ હાઈસ્કૂલ, નવસારી), Co-facilitator & Teacher - Life is Positive

‘સોને કી ચીડિયા- ભારત’નું સ્વપ્ન હકીકતમાં ફેરવાતું નિહાળ્યું

શું તમે એવી કલ્પના કરી શકો કે બાળકો જ તેમના કાયદા ઘડે, જવાબદારીપૂર્વક તેનું પાલન કરે અને ચૂક થાય તો વ્યક્તિ/કમ્યૂનિટીના વિકાસમાં પ્રાયશ્ચિત કરાવે? અનેક પ્રવૃત્તિઓ જેમાં બાળકોની આંતરિક શક્તિ જાગૃત થાય અને તેમાં જ રસપૂર્વક આગળ વધે. દરેક બાળકના હૃદયમાં ‘સોને કી ચીડિયા- ભારત’નું સ્વપ્ન છે જ. એ સ્વપ્ન હકીકતમાં કેળવાતું નિહાળવાનો મોકો મળ્યો ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં. બાળકોને ભરપૂર પ્રેમ આપીએ અને શાળામાં આ કૅમ્પની થોડીઘણી પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે તો ભારતની સમૃદ્ધિનો અહેસાસ વિશ્વને કરાવી શકીએ.

~
- કેયુર નાયક (આચાર્ય, રમણ બ્રધર્સ વિદ્યાલય, ઉગત, જિ. નવસારી), સહ-સંચાલક અને શિક્ષક – લર્નિંગ થ્રુ પ્રોજેક્ટ્સ

કૅમ્પ ખરેખર જ Enjoy, Learn, Create અને Together-નું ઉદાહરણ બની રહ્યો

Dream India Campમાં આવીને હું મારા સમાજસેવાના સ્વપ્નનું એક પગથિયું સર કરી શકી. મને આત્મવિશ્વાસ આવ્યો કે જેને શાસ્ત્રીય સંગીતનો અર્થ જ નથી ખબર તેને હું શાસ્ત્રીય સંગીતને સમજતાં-માણતાં શીખવી શકું છું... વિદ્યાર્થીઓ માટેની Star Assembly અને Parliament જીવનની નાની-નાની બાબતોને ખૂબ ઝીણવટપૂર્વક સમજવા માટે ઉપયોગી બની રહી... કૅમ્પના દરેક સભ્ય સાથે આત્મીયતાનો અનુભવ થયો છે. તે દરેક સભ્ય તથા truly lovable, intelligent studentsને હું ખૂબ જ miss કરીશ.

~
નીતિ સોની (નવસારી), શાસ્ત્રીય સંગીતનાં શિક્ષક

હું એક બાળકની નહીં, પરંતુ ૫૪ બાળકોની મા છું

Dream India Campમાં આવવાનો મોકો મળ્યો અને મારી છુપાયેલી પ્રતિભા બહાર લાવી શકી તેનો મને ખૂબ જ આનંદ છે. મને બાળકોનો ભરપૂર પ્રેમ મળ્યો...પાર્લામેન્ટ સેશનમાં બાળકોની વિચારશક્તિ અને નિર્ણયશક્તિ ખીલતી જોઈ... Craft & Paintingના સેશનમાં બાળકોની શીખવાની ધગશ જોઈ મારો ઉત્સાહ ખૂબ જ વધ્યો હતો. બાળકોએ ઉત્સાહપૂર્વક પોતાની ફરજો નિભાવી અને એમને કોઈ પણ કામ કરવામાં નાનમ નથી હોતી તે શીખવા મળ્યું. નવા શિક્ષકો પાસેથી પણ ઘણું જ્ઞાન મળ્યું, શીખવા મળ્યું.

~
સ્વાતિ પરીખ (નવસારી), Craft & Paintingનાં શિક્ષક

ખૂબ, ખૂબ, ખૂબ પ્રેમ લઈને અહીંથી જઈશ

નિર્દોષ પ્રેમ અહીં બાળકોમાં જોવા મળ્યો, મને મળ્યો અને એકબીજાને આપ્યો. પ્રેમની સાથે મિત્રતાના દૃષ્ટાંતોની હારમાળા ઊભી થતી જોઈ... જવાબદારીપૂર્વકની સ્વતંત્રતા એટલે નેતૃત્વ સાથેની પાર્લામેન્ટ – Excellent & Extraordinary... જીવનનો ખરો આનંદ, ખુશી, નવું-નવું શીખતાં-શીખતાં બધા સાથે મળી નવું સર્જન – આ સર્જન કેવું શક્તિશાળી, ઊર્જાથી ભરપૂર હોઈ શકે તેનો પ્રત્યક્ષ અનુભવ કરી શકી... ખૂબ, ખૂબ, ખૂબ પ્રેમ લઈને અહીંથી જઈશ. એ માટે બાળકોને salute કરું છું...

~
મિતલ દેસાઈ (શિક્ષક, ડી.ડી. ગર્લ્સ હાઈસ્કૂલ, નવસારી), નાટકનાં શિક્ષક

વિદ્યાર્થીઓમાં રહેલી વિશિષ્ટતાને બહાર લાવે છે આ કૅમ્પ

વિદ્યાર્થીઓમાં રહેલી વિશિષ્ટતાને ઓળખી, તેને સુંદર રીતે ખીલવી, અને ત્યારબાદ તેને અનોખી રીતે પ્રસ્તુત કરવાનું અતિ સુંદર આયોજન ઓએસિસ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં સી.એન.આર. રાવે એક સુંદર પત્રમાં કડકાઈથી કહ્યું હતું કે, “ક્યારે આ દેશનું યૌવન સતત પરીક્ષાઓ આપવામાંથી મુક્ત થઈ, વાસ્તવમાં કશુંક ઉત્તમ, અગત્યનું કામ કરી બતાવશે?” કદાચ તેનો જવાબ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પ હોઈ શકે.

ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં મૉર્નિંગ સ્ટાર શેરિંગ સેરિમની ‘માધુર્યરસ’નું તેમજ ઇવનિંગ પાર્લામેન્ટ; જ્યાં વિદ્યાર્થી નિર્ભય પણે શિક્ષકને ગુનેગાર ઠેરવી શકે તે 'સખ્યરસ'નું અતિસુંદર દૃષ્ટાંત છે.

પોતાના બૂટ પણ જાતે સાફ ના કરતા હોય તેવા વિદ્યાર્થી પોતાની રાજીખુશીથી ટૉઇલેટ સાફ કરવાની જવાબદારી સહર્ષ સ્વીકારે અને તેને દિલથી માણે. પોતાની ભૂલો જાહેરમાં વિના સંકોચે સ્વીકારે અને અન્યના ગુણોના ગુણગાન પણ કરે...

~
ધ્રુદિપ ઠક્કર (વડોદરા), પર્યાવરણ અને અર્થશાસ્ત્રના શિક્ષક

The parliament was the best thing

The values of justice, friendship, leadership and unity where addressed so maturely by the kids that it was so moving to see them making such thoughtful decisions at such a small age. Hence was proved that it was our major mistake underestimating them.

It was a great experience with the kids as they were very receptive enough. Everybody had an opinion and courage to put forward it, which I guess is a very important part of a human nature.

I came in as a teacher but went back as a student. It was more of a learning for me from all at the kingdom – Oasis Valleys. Second, I saw Oasis as a womb of infants for the future ideal society which would make our India shine. So a big congratulation to Oasis for such a great achievement and wishes for future.

~
Gopal Patel (Architect, Vadodara), Teacher - Fun with colours in a space

A Great, Enjoyable, Never forgetting, Fabulous Moments of
Oasis Dream India Camp…

Special moments in the camps on special occasions.

children reflected - “પહેલીવાર બધાએ મળીને ૭૫ માણસો માટે ખાવાનું બનાવ્યું અને તેના દ્વારા ટીમવર્ક શું છે તે શીખ્યા... રાતના અંધારામાં રસ્તો શોધવાનો અદભુત આનંદ માણ્યો; એકબીજાનો હાથ પકડી મુશ્કેલીનો સામનો કરતા શીખ્યા... પ્રકૃતિના ખોળે રહેવાનું ખૂબ જ ગમ્યું... છોડ રોપ્યો તે ખૂબ જ ગમ્યું; પર્યાવરણની જાળવણી કેમ કરવી તે સમજ્યા...”

Oasis Life Camps - Photo News

8th Grade Students of Swaminaryan Mission Academy, Surat
Had their first Life Camp at Oasis Valleys

It was all together a new experience for the kids of Swaminaryan Mission School, Surat, when they had their first Life Camp at Oasis Valleys during 14-16 March.

Interwoven with lots of fun they learnt to bring out their self-confidence and dreams. Through various processes they learnt to be successful in life.

48 students participated in the camp, which was facilitated by Dr. Ami Desai, trustee, OASIS.

Kids of Swaminarayan Mission Academy, Surat, Std. 9
Had their Life Camp at Oasis Valleys

44 students of std. 9 of Swaminarayan Mission academy, Surat, had their Life Camp at Oasis Valleys during 21-23 March.

The camp was facilitated by Mayuri Gohil, Facilitator, Oasis.

After the camp she reflected, “Fun-loving, confident and frank kids. They all have high potentials and great grasping ability. Once they channelize their high energies in the right direction, they can achieve great heights and inspire others. I learnt many things from them.”

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.