Newsletter-cum-magazine of Oasis Movement YEAR 8  I ISSUE 17  I Sept 1, 2015

L3 Course, Year 4 : Life of Empathy, Part 2

Learning the Science of Spirituality :

Professionals Experience the Art of Meditative Living


Top Photos: Participants listening intently;
Photo below: Facilitators Sanjiv Shah & Sheeba Nair, Sanjiv Shah addressing queries

It was the second part of the series - Life of Empathy (4th Year, Oasis L3 Course), for the professionals of Batch - 2012, organized at Oasis Valleys from 23rd July to 26th July. The workshop focused on Science of Spirituality & its usefulness in day to day life. Sanjiv Shah & Sheeba Nair facilitated the workshop.

“Coming to workshop is now akin to going on a pilgrimage;
It is a form of Sadhana

Crux of few reflections from participants:

અધ્યાત્મ વિજ્ઞાન એ જીવનને શ્રેષ્ઠ રીતે જીવી જવાની કળા તરીકે અનુભવ્યું

અધ્યાત્મ જેવા ગહન લાગતા વિષયને થોડોક સહજતાથી જીવનની રોજેરોજની ઘટનાઓ સાથે સાંકળી શક્યા. કર્મ વગરની સાધના અને સાધના વગરનું કર્મ એ બન્ને ઉપયોગી નથી. હૃદયના ભાવો, અનુકંપા અને કરુણા સાથે જીવતો દરેક માણસ શ્રેષ્ઠ જીવન તરફ વિકસિત થતો રહે છે.

~ નીતિન પટેલ

I could understand the real meaning of meditation

I could understand the real meaning of meditation which can happen at any place anytime without your knowledge. Good understanding of Man, Buddhi, Chitt and Ahamkar has helped me a lot to know who is driving my life and inspired me to continue constant evaluation and hence cultivating awareness; so that you can take decision by your heart and give opinion not driven by any of these four. It helped me become more watchful about myself and any action/reaction; inspired me to ask unpleasant questions to myself which will be helpful for my personal growth.

~ Dr. Sumeit Shah

Workshop gave me confidence for growth

Workshop has helped me to clear many doubts about myself and be more confident about my growth. I am able to differentiate between મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. And I am also able to figure out that what is driving me. I am glad to learn about the fifth driver of our lives awareness / enlightenment / thoughtfulness / mindfulness!

~ Hiral Patel

Understanding gave the strength to start solving pain areas

This time when the workshop started I knew less about spirituality and empathy. But the entire flow was so beautifully designed that so many pain areas were retouched and the understanding gave the strength to start solving them. Things came into light, which were not on the forefront but were always there at the back of my mind and occupied space. The understanding of senses – internal and external was highlight and how importantly every sense plays a role in the growth of an individual.

~ Gargi Jain

અધ્યાત્મની સમજ ઊંડી બની અને એવું જીવન કેવી રીતે જીવવું તે શીખવા મળ્યું

દરેક વ્યક્તિના અલગ અનુભવ, ભિન્ન યાત્રા અને એમના સંઘર્ષો દ્વારા ઘણું શીખવા મળે છે. જીવન માટેની તાકાત પણ મળે છે અને સિદ્ધાંતોની સમજ પણ સ્પષ્ટ થાય છે.

સંજીવભાઈ દરેક વ્યક્તિના જીવનમાં પ્રકાશ પાથરી શકે એવા શક્તિશાળી છે. દરેકને સમજે છે. એની લાગણીઓને, મનની વ્યથાઓને સમજીને એ પ્રમાણે પ્રતિભાવ આપે છે. ધીરજ ગુમાવતા નથી. અનંત ધીરજ અને પ્રેમની સાક્ષાત્ મૂર્તિ છે. જ્ઞાનનો વિપુલ ભંડાર છે, અતિશય પરિશ્રમ કરે છે.

~ મહાદેવભાઈ દેસાઈ

Empathy was very clearly explained

The topic of these three days on Empathy was very clearly explained. For some time, we got lost in jargon of words, but as we tried to relate it to our life, I realized that ultimately it is one type of energy and how we use this energy is through our awareness which has been developed through the four years of workshop.

~ Viral Patel

મેડિટેશન વિશે વર્કશોપ દરમ્યાન સાચી માહિતી પ્રાપ્ત થઈ

ધ્યાનની જે પ્રક્રિયા સમજવામાં અઘરી હતી, તે અહીં સરળતાથી શીખ્યા. ધ્યાનમાં બેસવાનો પ્રથમવાર અનુભવ કર્યો. દરેક વર્કશોપ કરતાં આ વર્કશોપમાં જુદો જ અનુભવ કર્યો. અનુભવ કરીને કે મન માંકડું છે, તેને શાંત પાડવા માટે શું સાધના કરવી તેનો ખ્યાલ આવ્યો. પોતાની જાત માટે સમય આપવો કેટલો જરૂરી છે તે જાણ્યું.

~ દિપ્તી પટેલ

Workshop is like a form of Sadhana

Coming to workshop is now akin to going on a pilgrimage. It is a form of sadhana. Feelings at workshop are a mixture of fear of confrontation with self-anxiety, suffocation and then relaxation, joy. The feeling is just like heavy rain after days of suffocation amidst clouds.

~ Dr. Parul Shah

The understanding about the ‘drivers’ of our behavior and how the act of consciously watching them can help us make better decisions, will be very useful.

~ Anuj Gohil

Professionals & Oasis Friends Redefine their Life's Mission

In the Second Workshop of Integrity Series, L3 Course, Year 3

Top Left Photo: Participant answering queries from friends, Photo Top Right & Bottom left: Participants in Group Discussion, Photo Bottom Right: Facilitator Sheeba Nair enjoying sharing by participants

Batch of Professionals and Oasis Friends underwent the second workshop of third year - Year of Integrity - organized at Oasis Valleys from 9th July to 12th July. Sheeba Nair, Trustee, OASIS, facilitated the workshop.

L3 Course, Year 2 : Learning to Love, Part 2
At Oasis Valleys, from 3rd to 5th July

Couples Renew Vows in the workshop on Marriage

Photos on Top: Participants in various processes,
Photos on Bottom: Couples in dialogue while facilitator Sheeba Nair is intently listening

Hu Chhu Jyotirdhar Abhiyaan

Navsari Teachers Get Clarity about their Mission of Life

In L3 Course, Year 3 : Living with Integrity, Part 2


Top Photo: Participants seen in discussion,
Bottom Photos: Participants listening to facilitator Sheeba Nair

Batch of Navsari Teachers had their second workshop of third year - Year of Integrity - part of their 4-year L3 Course, organized from 16th to 19th July, at Oasis Valleys. The workshop, facilitated by Sheeba Nair, focused on - How to be principle-centered and clarifying individual's life mission.

Some reflections from participants:

ખૂબ આનંદની લાગણી અનુભવું છું

આપણા વાણી-વર્તનની એકસૂત્રતા કહેવાથી નહીં, પરંતુ અનુભવવાથી જોવા મળે છે. જેથી કાર્યશાળા દરમ્યાન સમગ્રતયા મિશન મળ્યું, ધ્યેય સ્પષ્ટ થયો, જીવન મળ્યું, દિશા મળી. ‘Really happy’વાળી લાગણી અનુભવાઈ. ‘આદર’નો સાચો અર્થ સમજાયો. જેથી જીવન પ્રત્યેનો દૃઢ વિશ્વાસ મજબૂત થયો. સમાધાન નહીં, સમન્વયના પ્રયત્નોનું મહત્વ સમજાયું. સૌથી અગત્યની બાબત - લગ્નજીવનમાં સંવાદિતા, સ્વસ્થ વાતાવરણ માટે વધુ જાગૃતિ આવી. સ્વવિકાસના તબક્કાઓ પ્રત્યે સાચી જાગૃતિ વધી, સ્કૂલના બાળકો સાથે કાર્ય કરવાની નવી દૃષ્ટિ મળી. ધ્યેય સ્પષ્ટ થવાથી કાર્યક્ષમતા વધશે જ એવો દૃઢ વિશ્વાસ આવ્યો. મા-બાપની સંતાનઉછેરની ભૂમિકા અંગેની જાગૃતિ વધી.

~ સ્નેહલ પરમાર

જીવનના ઉચ્ચ ધ્યેયો પામવા માટેનું પીઠબળ મળ્યું

એકસૂત્રતાનું આ ખાસ વર્ષ ખરેખર મારા જીવનમાં મિશન નક્કી કરવા માટે અગત્યનું પુરવાર થશે. જીવનના ઉચ્ચ ધ્યેયો ઓળખવા અને તેને પામવા માટેનું પીઠબળ મળ્યું તે અદ્ભુત છે.

~ ડૉ. અતુલ ઉનાગર

સિદ્ધાંતો તરફનું પ્રયાણ મારી જિંદગીને બદલી નાખશે

સિદ્ધાંતો તરફનું પ્રયાણ મારી જિંદગીને બદલી નાખશે એવી શ્રદ્ધા છે. આત્મનિરીક્ષણ કરવાનો મોકો મળ્યો. જેનાથી હું મારી ડાયરી લખવાની શરૂઆત કરીશ. મિશન સ્ટેટમેન્ટ તો ત્રણ વર્ષ પહેલાં લખ્યું હતું. પરંતુ હવે તે તરફ સંઘર્ષ, મહેનત શરૂ કરીશ.

શીબાબેનને મળવાથી અને તેમને સાંભળવાથી ખૂબ પ્રેરણા અને નવી ઊર્જા મળે. Always smiling, positive, energetic, lovely, most inspirational person.

~ મિતલ દેસાઈ

કાર્યશાળા મિશન માટે ખૂબ જ ઉપયોગી

કાર્યશાળા પછી માનસિક તણાવ દૂર થયો. માનસિક આઝાદી અનુભવી રહ્યો છું. વ્યક્તિ સિદ્ધાંતકેન્દ્રી કઈ રીતે બની શકે એ બાબત મહત્ત્વની છે. કાર્યશાળા મિશન માટે ખૂબ જ ઉપયોગી રહી તથા તેની સ્પષ્ટતા થઈ.

~ પ્રતિકસિંહ પરમાર

હૃદયપૂર્વક આ કાર્યશાળાને મારા નતમસ્તક વંદન

અદ્ભુત, અવિસ્મરણીય અને શબ્દોમાં વર્ણવી ન શકાય એવો સતત લાગણીનો પ્રવાહ હૃદયમાં વહી રહ્યો છે. ગઈકાલે રાત્રે રૂમ પાર્ટનરને એવા શબ્દો કહ્યાં – કાશ આપણે ઓએસિસમાં જોડાયા ન હોત તો આપણે ભલે ભણેલા હતા પણ અભણથી પણ નીચે રહ્યાં હોત. ખરેખર, હૃદયપૂર્વક આ કાર્યશાળાને મારા નતમસ્તક વંદન.

~ સ્મૃતિ દેસાઈ

ઓએસિસની કાર્યશાળા મારા સંબંધોને મજબૂત બનાવવા માટે ઉપયોગી બની રહેશે

કાર્યશાળાનું આયોજન ખૂબ જ ઊંડાણપૂર્વક અને વિષયો ખૂબ જ સમજપૂર્વક નક્કી કરવામાં આવ્યા હતા. વિષયોની સમજ સારી હતી અને બધા જ સહભાગીઓએ રસપૂર્વક ભાગ લીધો અને બધા પોતાના ધ્યેય માટે સ્પષ્ટ થયા. કાર્યશાળા ખૂબ જ જરૂરી છે. મારા અંગત જીવનમાં જ પ્રશ્નોથી હું દૂર ભાગું છું, વાત કરવાનું ટાળું છું, એ માટે હવે હું સભાન થઈ છું. ઓએસિસની કાર્યશાળા મારા સંબંધોને મજબૂત બનાવવા માટે ઉપયોગી બની રહેશે.

~ ફાલ્ગુની દેસાઈ

કાર્યશાળા થકી જ જીવનમાં આવતાં સંઘર્ષો સામે લડવાની શક્તિ, સમજણ અને દૃઢતા પ્રાપ્ત થાય છે. We are so lucky to join OASIS for such a significant life.

~ ઉદય નાયક

Batch of Jyotirdhar Teachers Reflects -

"One of the Best Experience of Life We Ever Had"

Photos Top: Participants in Group Discussion,
Photos Bottom: Group of Participants and Facilitator Siddharth Mehta

Batch of Navsari Teachers had their first workshop of third year L3 Course - Integrity Series from 17th to 19th July at Agriculture University, Navsari. The workshop was facilitated by Siddharth Mehta, Director - Shairu Gems Diamonds P. Ltd., Surat and Chief Mentor for Facilitators, HCJ Movement.

Some of the reflections from Participants:

આગળના બે વર્ષ અમે જે શીખ્યાં તે બાબતોને અંગત જીવનમાં સાંકળવાની પદ્ધતિ જાણવા મળી અને જે તે બાબતોનો અમલ કરવાની શરૂઆત કરતાં ખૂબ જ અદ્ભુત અને કલ્પી ન શકાય એવું પરિણામ અમારી સમક્ષ આવવાનું શરૂ થયું, જે પ્રત્યક્ષ અનુભવાયું અને જેનાથી ખૂબ જ આનંદ અને આશ્ચર્યની લાગણી અનુભવાય છે. ~ મિનલ સોની

કાર્યશાળા ખૂબ સફળ રહી. કાર્યશાળામાં ભાગ લેનાર સહુ સભ્યોને અભિવ્યક્તિ માટે પૂરતી સમાન તક મળી, મોકળાશ મળી. સભ્યો તથા ફેસિલિટેટર સાથે ઘનિષ્ઠ સંબંધ સ્થાપિત થયો. વ્યક્તિ ઘડતર- વ્યક્તિ વિકાસ માટે કાર્યશાળા ખૂબ પ્રેરણાદાયી ઉદ્દીપક બની છે. અહીં સંતોષ તથા સહભાગીપણાની લાગણી અનુભવાઈ છે. ~ કિશોરચંદ્ર પટેલ

એકસૂત્રતાની આ કાર્યશાળા ખૂબ જ જીવન પ્રેરિત બની. આપણા વિચારો, વર્તનમાં અને વાણીમાં એકસૂત્રતા લાવવાની પદ્ધતિ ખૂબ જ સરસ રહી. મારા જીવનમાં જ્યાં જ્યાં હું વિચાર, વાણી અને વર્તનમાં તૂટતી હતી ત્યાં ત્યાં આવું ન થવું જોઈએ તેની સમજ જબરજસ્ત રીતે મન-મગજમાં બેસી ગઈ છે. ~ મેઘના કાપડિયા

Our facilitator Siddharthbhai is a magician. A life transformer. He traveled straight in my heart, spotted the deepest pain within me to come out a fit. He brought me more close to myself and my entire family. For me he is a modern saint. His few statements were like blue rays shot which went straight to center of my heart. ~ Rushin Naik

In the Learning Retreat at Oasis Valleys,

Dream India Camp Facilitators Shared, Evolved and Deepened Understanding of Their Role

Above Photo: Facilitators of Dream India Camp in discussion

Bi-annual learning retreat for Dream India Camp Facilitators was organized at Oasis Valleys from 20th to 22nd July. 12 facilitators participated in the retreat which was facilitated by Sheeba Nair.

Young Leaders Create Vision of
True Leadership that India Needs

Top Photo: Young participants in the process with assistant facilitator Pallavi Raulji;
Bottom Photos: Facilitator Sanjiv Shah interacting with Young leaders

Leadership Development Camp was organized at Oasis Valleys during 25th & 26th July, in which 38 children participated. The camp was facilitated by Sanjiv Shah and he was assisted by Pallavi Raulji.

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Hiral Patel

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Shrey Shah

To View Alive Archives, Please   Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.