Newsletter-cum-magazine of Oasis Movement YEAR 8  I ISSUE 4  I Feb 16, 2015

 

Oasis Launches its new website


www.oasismovement.in

 

Please Visit.

Do Share Your Feedback!

 

With its Unique Design, Structure & Remarkable Results
Dream India Camps are appreciated by Adults

“શિસ્ત, નેતૃત્વ, સંપ, એકતા, આત્મવિશ્વાસ તેમ જ

દેશ માટે સાચા, ઉમદા નાગરિક તૈયાર કરવાના આપના હેતુથી

ખરેખર અદ્ભુત પરિવર્તન બાળકોમાં જોવા મળી રહ્યું છે”

પ્રતિ,
સંયોજક શ્રી,
ઓએસિસ સંસ્થા.

આપની સંસ્થા દ્વારા અમારી શાળાના ધોરણ ૭ના ૧૦ વિદ્યાર્થીઓને તા. ૨૫/૧૨/૧૪થી ૦૩/૦૧/૧૫ સુધી ચાણોદ મુકામે (ઓએસિસ વેલીઝ પર) ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે જરૂરી એવા ગુણો જેવા કે શિસ્ત, નેતૃત્વ, સંપ, એકતા, આત્મવિશ્વાસ તેમ જ દેશ માટે સાચા, ઉમદા નાગરિક તૈયાર કરવાના આપના હેતુથી ખરેખર અદ્ભુત પરિવર્તન બાળકોમાં જોવા મળી રહ્યું છે. આ પ્રોગ્રામ પછી અમુક બાળકો ખરેખર નૈસર્ગિક રીતે ખીલી ઊઠેલાં જોવા મળે છે. પોતાના ઘરના વાતાવરણથી દૂર રહી ખુલ્લા આકાશમાં એમને વિહરેલાં જોઈને અમને અત્યંત આનંદ અનુભવાય છે.

વિશેષ કરીને તો આપે કન્યાઓને પણ મહત્ત્વ આપીને એમનાં માતા-પિતામાં પણ વિશ્વાસની ભાવના જગાડીને જે પ્રેરણાદાયક ઉમદા કાર્ય દિપાવ્યું છે તે માટે આપની સંસ્થા તથા આપને વિશેષ અભિનંદન...

સંસ્થાના સ્વયંસેવકોએ પણ આ બાળકોમાં વિશેષ રસરુચિ દાખવી અને અમારાં બાળકોને આપના મૂલ્યવાન કૅમ્પનો લાભ અપાવ્યો તે બદલ આ સંસ્થા આપનું ઋણ સ્વીકાર કરે છે...

ફરીથી આપને વિશેષ ધન્યવાદ...
જયહિન્દ... જયભારત...

ચિરાગ જોષી,
આચાર્ય, થલતેજ પ્રા. શાળા નં. ૨,
થલતેજ, તા. દશક્રોઈ, જિ. અમદાવાદ

ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં સહસંચાલક તરીકે ભાગ લીધા પછી એક આચાર્ય કહે છે....

“બાળકમાં ફરજ બજાવવાનો અદમ્ય ઉત્સાહ અને આનંદ જોઈ સાનંદાશ્ચર્ય પામ્યો; ભારતનું ભવિષ્ય ઉજ્જવળ હાથોમાં છે અને આ બાળકો ક્રાંતિ સર્જશે”

• બાળકો સ્વતંત્રતા જવાબદારી સાથે સ્વીકારે છે.
• જેટલો પ્રેમ આપીએ તેનાથી અનેકગણો પ્રેમ પાછો આપે છે.
• બાળકો આપણી સાથે હૃદયથી જોડાય છે.
• પાર્લામેન્ટ સેશનમાં બાળકોએ ગજબની સમજશક્તિ, વિચાર પ્રક્રિયા અને નિર્ણયશક્તિનાં
  દર્શન કરાવ્યાં.
• તેમનામાં સમભાવ, સહભાગીદારીતા ગજબનાં જોવાં મળ્યાં.
• દરેક બાળકમાં ફરજ બજાવવાનો અદમ્ય ઉત્સાહ અને આનંદ જોઈ સાનંદાશ્ચર્ય પામ્યો.
• છોકરા-છોકરીઓ વચ્ચેના આઈસ બ્રેકિંગ બાદ વાતાવરણમાં અદમ્ય ઊર્જાનો સંચાર અનુભવાયો.
• જ્યૂરીના સભ્યો દ્વારા લેવાયેલા નિર્ણયોએ કૅમ્પ માટેની વિશ્વસનીયતા વધુ મજબૂત કરી.
• ભારતનું ભવિષ્ય ઉજ્જવળ હાથોમાં છે. આ બાળકો ક્રાંતિ સર્જશે એ બાબતે બેમત નથી.
• આ કૅમ્પના દિવસો એ મારા જીવનનાં શૈક્ષણિક વર્ષોમાંના શ્રેષ્ઠ દિવસો.
• ભારતના ભવિષ્યના બાળઘડવૈયાઓને સલામ.
• તમામ સુધારાઓ ને થોથાં સમાં પુસ્તકો, બિનજરૂરી માહિતીની ભરમાર, ભદ્રંભદ્ર ભાષા, ક્રમિકતાનો
  સદંતર અભાવ અને ગોખણપટ્ટી સમી પરીક્ષાઓ વચ્ચે મીઠી વીરડી સમાન ડ્રીમ ઇન્ડિયા કૅમ્પ.


ડૉ. કૌશિક દેસાઈ,
આચાર્ય, શ્રી એસ.એમ.કે.આર. વશી હાઈસ્કૂલ,
મરોલી, નવસારી

Reflections from some adults who have recently experienced Dream India Camp

“Unique, Well conceptualized Camp;
Brings out Leadership qualities of Kids & Raises their Self-confidence”

It was a great experience!

Kids have great potential and I like the way we make them feel free and make them leaders. All the values through which this camp is run are excellent. We give them Freedom, Responsibility & Power of decision making and this develops a lot of critical thinking and analysis. They already have a lot of things in them. Give them opportunity, they do miracles. Parliament is a prototype of how one should live in real life so they become more conscious while doing something wrong.

Alwina Panjwani,

Secretary, Edu. Board, Aga Khan Edu. Service India, Surat

બહુ જ વ્યવસ્થિત કાર્યપદ્ધતિ છે. કૅમ્પમાં શીખવા-શીખવવાની રીત ઘણી સારી છે. છોકરાઓમાં આત્મવિશ્વાસ, નીડરતા વધે તેવું છે. બહુ જ ગમ્યું અને માણ્યું.

બાળકોની અદાલતની વ્યવસ્થા મને બહુ જ ગમી. છોકરાઓનો ભય દૂર થઈ જાય તેવી પ્રક્રિયા છે. પોતાની ભૂલ કબૂલ કરવી તે ખૂબ મોટી વાત છે.

વારંવાર આવવાનું મન થશે. છોકરાઓનો પ્રેમ જોઈ રહેવાનું મન થઈ ગયું. બહારની દુનિયા ભૂલી ગયાં. ઘણું શીખવા મળ્યું. સંતોષ અને પ્રેમ મળ્યો.

Maya Mehta,

Social Worker & Teacher, Surat

Children’s Parliament is quite a novel idea

I like the concept quite well. I enjoyed being with children. Openness of children and closeness to our heart was very full. Children’s Parliament is quite a novel idea. This makes children to judge Good/Bad. They develop the skill to analyze the persons by listening to their arguments and ready to face them as well.

Varsha Shah,

Jayanti Group,
Bangalore

I liked the parliament session the most. Children showed courage of accepting their own mistakes in community. They put their own points and views without hurting the dignity of other fellow members. The atmosphere gives enough room for kids to open up and put their points with courage and accept their mistakes without fear. This is what they need the most but lack completely at home and school most of the time. It was strengthening my belief that there is nothing to be taught to kids. All we need to do is to give nice atmosphere, so that, whatever is great comes out at its own pace.

Siddharth Mehta,

Director, Shairu Gems Diamonds Pvt Ltd, Surat

કૅમ્પની ખાસિયત એ હતી કે દરેક બાળકમાં રહેલી ખૂબીને શોધવામાં આવે છે

બાળકો જ્યારે આવ્યાં એનાં કરતાં જ્યારે ગયાં ત્યારે ઘણી બધી નવી વસ્તુનું જ્ઞાન લઈને ગયાં. બાળકો તરફથી મળતો પ્રેમ સૌથી વધારે માણ્યો. બાળકોની અદાલતની પ્રક્રિયા ગમી. આ પ્રક્રિયાએ દરેક બાળકની અંદર નીડરતાનો ગુણ ઉમેર્યો અને દરેક બાળકને સત્યનું મહત્ત્વ સમજાવ્યું. જો બાળકોને સ્વતંત્રતા આપવામાં આવે તો તેઓ કંઈ પણ કરી શકે. આ કૅમ્પની ખાસિયત મારા મતે એ હતી કે દરેક બાળકમાં રહેલી ખૂબીને શોધવામાં આવે છે.

Binni Naik,

Professional, Surat

જેમને શીખવવા ગયો તેનાથી વધુ તો તેમણે મને શીખવ્યું

સૌથી વધુ ગમ્યાં બાળકો.. બાળકો.. અને બાળકો... હું માત્ર બે વિષયો એ પણ અધકચરાં કરીને જેમને શીખવવા ગયો તેનાથી વધુ તો તેમણે મને શીખવ્યું. નિખાલસતા, શીખવાની ધગશ, વાસ્તવિકતા સ્વીકારીને આગળ વધવાનું મનોબળ અને સૌથી વધુ દરેક બાબતને જરા હટકેથી જોવું. સૌથી વધુ ગમતી બાબત - ભૂતકાળ ભૂલીને વાસ્તવિકતામાં વિચારવું.

Shashwat Barbhaya,

Final Year BE,
Rajkot

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Hiral Patel

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Shrey Shah

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.