Newsletter-cum-magazine of Oasis Movement YEAR 8  I ISSUE 5  I Mar 1, 2015

Programs At Oasis Valleys Going On In Full Swing

Children get 'The Golden Key for Success'
in Life Camp

Life Camps in progress; Top two photos - facilitators helping children and
bottom photo - children performing a skit

Two Life Camps were organized at Oasis Valleys for children of Jilla Panchayat Prathmik Sikshan Dept. Schools, Ahmedabad, which are associated with Oasis ASHA Project.

52 children participated in the first camp which was from 9th to 11th February, facilitated by Hiral Patel, Vadodara, Oasis and 38 children participated in the second camp which was from 12th to 14th February, facilitated by Praksha Desai, Surat, Oasis.

Crux of Reflections from participants:

કૅમ્પમાં શું શીખ્યા?

હું કૅમ્પમાં આત્મવિશ્વાસ વિશે શીખીને જાઉં છું જે મને મારું સપનું પૂરું કરવામાં કામ આવશે... મને આ કૅમ્પમાં એ શીખવા મળ્યું કે આપણું ધ્યેય હોવું જોઈએ. આત્મવિશ્વાસ, મહેનત, શ્રેષ્ઠતા, શિસ્ત જેવી બાબતો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. આ કૅમ્પમાંથી મારામાં નીડરતા આવી ગઈ છે અને તે મને જીવનમાં કામ લાગશે... હું આ કૅમ્પમાંથી શીખીને જાઉં છું કે આત્મવિશ્વાસ વધારવો જોઈએ. શિસ્ત રાખવી જોઈએ. આ બંને વસ્તુ મારા જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવામાં મદદ કરશે... જીવનમાં પસંદગી લેતાં શીખ્યા... હું કૅમ્પમાંથી સફળતાની સોનેરી ચાવી અને સફળતાના ગુણો શીખીને જાઉં છું...

કૅમ્પમાં શું ખૂબ ગમ્યું અને કેમ? શું સ્પર્શી ગયું?

ડિબેટવાળી પ્રવૃત્તિ ખૂબ જ ગમી... કૅમ્પમાં અમને સૌથી વધારે જેરીની વાર્તા અને બંને મૂવી મને ખૂબ જ ગમ્યાં. જમવાનું પણ ખૂબ જ ગમ્યું... શિબિરમાં મને સૌથી વધારે યુનિક આઈ.ડી. કાર્ડ બનાવવાનું હતું તે ગમ્યું અને બીજું ફાર્મ ટુર પર જઈ બધું સમજ્યા તે ગમ્યું... મને હિરલદીદી ગમ્યા અને તેમનો સ્વભાવ ગમ્યો... શિબિરની અલગ અલગ રીતથી સમજાવવાની પદ્ધતિ મને સ્પર્શી ગઈ. ખૂબ જ મોટી વાત અમને ટૂંકમાં સમજાવી દેતા... મને શિબિરમાં નાટક સ્પર્શી ગયું... પ્રક્ષાદીદી ખૂબ સારા લાગ્યાં કેમ કે તેઓ ખૂબ દયાળુ છે. અને અમને ખૂબ જ પ્રેમથી શીખવતાં...

Dates to Note

L3 Orientation Workshop

On demand from the young generation Oasis has organized a L3 Orientation Workshop from 20th March to 22nd March for young professionals.

The workshop will be facilitated by Sheeba Nair, Trustee, Oasis.

For more details or registration contact -

Oasis Vadodara office on 0265-2321728

Or E-mail your inquiry on oasisworkshops@ yahoo.com

First Dream India Camp of this summer

Want your children to spend their time creatively & to explore their leadership qualities during vacations after board exams?

Oasis has organized a Dream India Camp from 28th March to 5th April, especially for those students who are appearing for Xth & XIIth board exams. For more details & registration contact Oasis Office -

0265-232 1728 Or

099243 43083

Construction Update

Entire civil work for 1st & 2nd floors, i.e. Boys & Girls Dormitories floors completed & civil work for 3rd (Final) floor is in progress.

Children shared their Dreams with freedom

Life Camp facilitators encouraging children to share

When they were asked what they would be after ten years from now, children wrote their dreams and shared with friends. Given below are few samples of dreams shared by the children who are just 13-14 years of age -

ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાની મિલિટરી સૈનિક ભૂમિ પ્રજાપતિએ ખૂબ જ હિંમતથી દેશની રક્ષા કરી

“હું આજે મિલિટરી સૈનિક છું. મારા દેશની સરહદની રક્ષા કરી રહી છું. હું મારા દેશને આતંકવાદીઓથી બચાવું છું. હું મારા દેશને આતંકવાદીઓથી મુક્ત કરવા માંગુ છું.

મને મિલિટરી સૈનિક બનવામાં ખૂબ મુશ્કેલી પડી. જ્યારે હું ૧૨ ધોરણ સુધી ભણીને ટ્રેનિંગમાં ગઈ ત્યારે મારાં ઘરવાળાં મને કહેતાં હતાં કે છોકરીઓ મિલિટરીમાં ન જઈ શકે. મેં ખૂબ હિંમત કરીને નિર્ણય લીધો અને ૬ મહિનામાં મને મહિલા મિલિટરી ટ્રેનિંગમાં આવ્યા પછી ખૂબ સારો અનુભવ થયો. ટ્રેનિંગ બાદ હું એક ઈમાનદાર, નીડર, આત્મવિશ્વાસુ મહિલા સૈનિક બની. આતંકવાદીઓએ ખૂબ હુમલા કર્યા પણ મેં ભારતની સરહદ પર આંચ ન આવા દીધી. હું ક્યારેય મારા દેશની રક્ષા માટે પીછે હટ કરતી નથી. રાતદિવસ સરહદ પર નજર રાખીને કામ કરું છું. હું જ્યાં સુધી ભારતની સરહદની રક્ષા કરું છું ત્યાં સુધી પ્રજાને કંઈ પણ તકલીફ નહીં પડે.

જ્યારે હું ૧૮ વર્ષની થઈ ત્યારે મારા લગ્નની વાત ચાલુ થઈ હતી. પરંતુ મારું સપનું જાણીને છોકરાએ મને લગ્ન માટે ના પાડી દીધી, કારણ કે હું મિલિટરી સૈનિક બનવા માંગતી હતી. મને તેનો કોઈ જ વાંધો નહોતો, બસ મારા સપનાને આંચ ન આવવી જોઈએ. મેં જે સપનું જોયું હતું તે આજે પૂરું કરી હું એક ઈમાનદાર મિલિટરી સૈનિક બની ગઈ છું. જય હિન્દ.”~ ભૂમિ પ્રજાપતિ

ગામડાંઓમાં જઈ ગરીબ બાળકોને ભણાવતા અમદવાદના શિક્ષક

“અમદાવાદના એક હેતલ વાતુકીયા નામના શિક્ષક જુદાં જુદાં ગામડાંમાં જઈને બાળકોને ભણાવે છે. જેની પાસે પૈસા નથી તેમને વગર પૈસે ભણાવે છે. તેઓ શિક્ષક બનીને શાળાની નોકરી છોડી ગરીબ બાળકોને ભણવા જતા રહ્યા. તેઓ જેમની પાસે ઘર નથી તેમને પણ મદદ કરે છે.

તેમને શિક્ષક બનવા માટે ઘણી મુશ્કેલી આવી પણ તેમણે પોતાનો આત્મવિશ્વાસ ન ગુમાવ્યો અને એમનું સપનું સાકાર કર્યું. તેના માટે તેમણે શાળામાંથી પણ નોકરી છોડી દીધી. તેઓ નાના હતા ત્યારે તેમને ઘણી મુશ્કેલી પડી. ઘણી જગ્યાએ અસફળ થયા, તેમના પરિવારે પણ તેમને રોક્યા પણ તેઓ હિંમત ન હાર્યા અને શિક્ષક બન્યા.” - હેતલ વાતુકીયા

ગરીબોની સેવાનું સપનું સાકાર કરતાં ડૉ. પ્રીતિ પરમાર

“આજે પ્રીતિ એક પ્રખ્યાત ડૉક્ટર છે. ૨૦૧૪ની સાલમાં તે ડૉક્ટર બનવા માંગતી હતી, ડૉક્ટર બનવાનાં ખૂબ જ સપનાં જોતી હતી કે હું ક્યારે ડૉક્ટર બનીશ, ગરીબ લોકોની ક્યારે સેવા કરીશ... પ્રીતિએ ડૉક્ટર બનવા માટે ખૂબ જ મહેનત કરી હતી.

પ્રીતિને ભણવા માટે ઘરવાળા ના પડતાં હતાં પરંતુ છતાં તે દાદીની મદદથી ભણવા જતી હતી. તે હિંમત ન હારી. તેણે બધાને કીધું કે બનીશ તો ડૉક્ટર જ બનીશ. તેણે તેના પપ્પાનો માર ખાઈ લીધો પણ રાતદિવસ ડૉક્ટર બનવા માટે મહેનત કરી. પછી પ્રીતિ ડૉક્ટર બની ગઈ. ગામમાં કોઈ દવાખાનું નહોતું. પ્રીતિએ દવાખાનું ખોલ્યું. પ્રીતિએ ઘરે ઘરે જઈને સેવા આપી. ડૉક્ટર બની ગયા પછી તેના ઘરવાળાઓએ પણ તેને ખૂબ માન-સન્માન આપ્યા.” - પ્રીતિ પરમાર

In Love camp, Sadvidya Trust Children Learn 'What really Love is'
Against the misconceptions prevailing in society

Facilitator Hiral Patel is seen in action with group of students

Children of Sadvidya Trust, Surat participated in Love Camp organized during 26th to 28th January at Oasis Valleys. Hiral Patel, Oasis, facilitated the camp which was attended by 28 children. In a very friendly and interactive atmosphere, children learn 'what is love' and 'what is not love'. They learnt importance of love in their life.

Crux of reflections from students -

હું કૅમ્પમાંથી શીખીને જાઉં છું કે પ્રેમ માત્ર છોકરા-છોકરી વચ્ચે જ ના થાય, પરંતુ પ્રેમ એવી વસ્તુ છે જે માણસ નિર્જીવ-સજીવ ભેદભાવ કર્યા વગર કરે છે. અહીં દોસ્તોનો પ્રેમ, માતા પ્રત્યેનો પ્રેમ, બાળકોનો પ્રેમ, વગેરે પ્રેમના પ્રકારો અને તેમનું મહત્ત્વ જાણવા મળ્યું. કઈ રીતે પ્રેમ કરવો, પ્રેમ એ શું છે, તેની જાણકારી મળી. ત્રણ દિવસમાં મને સૌથી વધુ ફિલ્મ જોવી ગમી હતી. આ ફિલ્મમાં જે છોકરી હતી તેના ગુણો જેવા કે હિંમત, નીડરતા, ધૈર્ય વગેરે હું મારા જીવનમાં પણ અપનાવીશ.

Life Camp for students of Nilkanth School, Bareja, Ahmedabad


Children rejoicing after the camp

30 students from Nilkanth School, Bareja, Ahmedabad attended Life Camp from 19th to 21st January at Oasis Valleys. The camp was facilitated by Purvi Naik.

Life Camp for students of Borkhal Primary School, Ahwa, Daangs


Happy group after the 3-day camp

Life camp for 48 students of Borkhal Primary School, Ahwa, Dist. Daangs was organized during 2nd to 4th February, which was also facilitated by Purvi Naik.

L3 Course - Photo News

Professionals of 2012 Batches begin the Final Year -
'
Year of Empathy'

Participants (1st Batch) interacting with facilitators Sanjiv Shah, Sheeba Nair and
Special guest Siddharth Mehta.

Two batches of Oasis L3 Course stepped into their fourth & final year i.e. 'The Year of Empathy' (1st year is 'Learning MHS', 2nd year is 'Learning to Love', 3rd is ‘The Year of Integrity').

First batch had their workshop from 22nd to 25th Jan (photo collage above) & second batch (Navsari group) had their workshop from 29th Jan to 1st Feb (photo collage below).

Special guests Siddharth & Anuradha Mehta are seen sharing their life incidences with group and
Sanjiv Shah
is facilitating the process.

Professionals of Batch 2014 step into the second year -
'Learning to Love'

Participants are seen enacting a theme during the workshop(top three photos) and
the chief facilitator Sanjiv Shah is seen interacting with the group(bottom photo).

Professionals who began their L3 journey in 2014, entered into second year of the course. The first workshop of Love series was organized for this batch from 5th to 8th February at Oasis Valleys.

Other Oasis Movement News

HCJ Abhiyaan

Workshop on 'Parenting' for the batch of Navsari Teachers

Siddharth Mehta, Listening to workshop participants, intently.

Batch of Navsari teachers underwent workshop on 'Parenting' - Love Series, 2nd Year L3 Course - during 9th to 11th January at Navsari Agriculture University, Navsari. The series is being facilitated by Siddharth Mehta.

Crux of reflections from Participants -

કાર્યશાળા અંગેની લાગણી

• આ કાર્યશાળા દ્વારા અમને અમારાં બાળકોની લાગણીઓને સમજવા માટેનો નકશો મળ્યો કે જે નકશા દ્વારા અમે તેમના ગુણ, અવગુણ અને તેમને સમજવાની નવી નવી શક્તિઓ પ્રત્યે જાગૃત અને સજાગ બન્યાં.
• ‘બાળઉછેર’ કાર્યશાળામાં સિદ્ધાર્થભાઈએ સરસ સરસ વાસ્તવિક ઉદાહરણો દ્વારા ખૂબ સરસ રીતે સમજાવ્યું. જે ખરેખર દરેક રોલમાં આજીવન ડગલે અને પગલે ઉપયોગી થશે. સાંપ્રત સમયનાં બાળકો શ્રેષ્ઠ નાગરિકો બની દેશ-સમાજની કાયાપલટ કરી શકે એવી શક્તિ આ કાર્યશાળામાંથી મળી.
• આ કાર્યશાળામાં આવ્યા પછી એ જાણવા મળ્યું કે બાળકોના ઘડતરમાં મારી કઈ ખામીઓ છે અને બાળકોના ઘડતરમાં કયા પ્રકારના સુધારા કરવા પડશે.
• આ કાર્યશાળા વિશ્વની સૌથી સુંદર કાર્યશાળા છે. મને અહીં હિંમત, માર્ગદર્શન તેમ જ સમજદારી મળ્યાં, તેથી હું કાર્યશાળાની આભારી છું. મારા જીવનમાં ઘણાં પરિવર્તનો આવ્યાં.
• આ કાર્યશાળા મારા જીવનમાં જડમૂળથી પરિવર્તન લાવવા માટે પૂરતી છે. અહીં હું કેટલી ખોટી દિશામાં જઈ રહ્યો છું તેનું મને ભાન થયું. ભવિષ્યમાં મારે કઈ દિશામાં કેવી રીતે જવું તેની સ્પષ્ટ સમજ મળી.
• આ કાર્યશાળામાં આવ્યા પછી અમારાં બાળક અંગેનાં મનાંકનો બદલાઈ ગયાં. મારામાં નવી માતાનો જન્મ થયો. બાળઉછેરમાં ઉપયોગી વાતો શીખી.

ફેસિલિટેટર અંગેની લાગણી

• અમારા આ કાર્યશાળાના સંચાલક શ્રી સિદ્ધાર્થભાઈની સમજાવવાની પદ્ધતિ હંમેશાં અમને નવી દિશા અને નવો માર્ગ બતાવે છે, જેને કારણે ગમે તે વિષયવસ્તુને અમે ખૂબ જ સારી રીતે સમજી શકીએ છીએ અને યોગ્ય ન્યાય આપી શકીએ છીએ.
• સિદ્ધાર્થભાઈ અમારા પરિવારના સભ્ય હોય તે રીતે જ અમારી સાથે ઓતપ્રોત થઈને અદ્વૈતભાવે તાલીમ આપે છે. આજે શિક્ષણક્ષેત્રે આવા જ વધારે સંચાલકો હોય તો ભારત દેશ ફરીથી વિશ્વગુરુ બનશે તેમાં શંકાને સ્થાન નથી. ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવનાથી તેઓ આ કાર્ય નિઃસ્વાર્થ ભાવે કરે છે.
• સફળ સંચાલક તરીકે સિદ્ધાર્થસર ગુરુ સમાન બની રહ્યા. મારી તરફ અને દરેક સભ્ય તરફ ઉન્નત ભાવના અને જેટલું બની શકે તેટલું નમ્ર વ્યક્તિત્વ. અમારાં હૃદય સુધી પહોંચી શક્યા. પ્રત્યેકની વ્યક્તિગત સમસ્યા સાંભળવાની અને સમજાવવાની ગહન આવડત દાદ માગી લે તેવી છે.

MHS Series, Workshop Part II for Surat Teachers

Snehal Shah, Oasis Workshop facilitator, taking workshop for Surat Teachers,
MHS Series (1st year L3 Course) Part II at Navsari Agriculture University during 16th & 17th February.

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Hiral Patel

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Shrey Shah

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.