Newsletter-cum-magazine of Oasis Movement YEAR 8  I ISSUE 18  I Sept 16, 2015

Away from home, Learning to Live Together with New Friends

'School On Wheels' Teens Enjoy Precious Life Education

at Dream India!

(Above Photo) Happy moments in the camp, children with faculties

Dream India Camp organized for a special group of children - children associated with "School On Wheels" Project (Sister Nivedita Trust, Rajkot) - from 3rd August to 13th August at Oasis Valleys. 68 students from 27 remote villages of Rajkot District, Std. 7 & 8, participated in the camp.

The camp was facilitated by Dr. Pallavi Raulji, Trustee, OASIS and Dr. Maya Soni, Coordinator, Oasis Movement, Ahmedabad. Overall Camp Management was taken by Kamalakar Borole. All the faculties - Avani Kulkarni, Dhirendra Mishra, Hasmukh Shah, Jigisha Dave, Mehul Merchant, Shobha Gandhi and Sudhir Kheni - assisted Facilitators & Camp Manager by taking various responsibilities, time-to-time, to run the camp smoothly.

Crux of few reflections from children about the camp and what they learnt:

આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાંથી અમે જીવન-ઘડતરની વાતો જાણી, પછી અમે નવી-નવી રમતો શીખી. અને આ કૅમ્પમાં એકલા કેવી રીતે રહેવું તે શીખ્યા. તૃપ્તિ રામાણી

અહીં અમે શીખ્યા કે બધાએ હળીમળીને રહેવું જોઈએ. બધાની સાથે દોસ્તી કરવાની મજા આવી, અમને આ કૅમ્પ જિંદગીભર યાદ રહેશે. ~ જેનિશ વિરાણી

આ કૅમ્પમાં અમને નવી નવી પ્રવૃત્તિઓ જેમ કે હસ્તકલા, ડાન્સ, ભરતગૂંથણ, છાપકામ અને વૃક્ષો વિશે જાણવા મળ્યું. એ શીખવા મળ્યું કે આપણે ગરીબનું કે કોઈનું ભલું કરીએ, તો આપણું પણ ભલું થાય છે. અહીં આવીને નવા દોસ્ત બનાવ્યા. ~ આરાધના ભાસ્કર

આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં અમે શીખ્યા કે એકબીજાની મદદ કરવી. શીખ્યા કે જમતી વખતે કોઈનાથી ખોરાક નીચે ઢોળાઈ ગયો હોય તો, આપણે તેને ઉઠાવી નાખી દેવો જોઈએ. મમ્મી-પપ્પાથી દસ દિવસ દૂર રહેતા શીખ્યા. જયદિપ રાજપરા

આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાંથી એ શીખ્યા કે આપણે બધા સાથે દોસ્તી કરવી જોઈએ. અંગ્રેજી બોલતા શીખ્યા. સપનાનું ઘર બનાવવામાં અમને મજા આવી. આપણા નાનકડાં ભારતને કઈ રીતે ચલાવવું તે શીખ્યા. આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં બહુ ખુશ થયો. ~ રઘુ ખટાણા

અમે ભરતગૂંથણ કરતાં શીખ્યા. તેમાં અમને ખૂબ મજા આવી. ડાન્સ કરવામાં મજા આવી. અવનવી હસ્તકલામાં અમે બોટલ શણગારતા શીખ્યા, દીવડામાં રંગ પૂરી તેને પણ શણગાર્યા. ઝાડની સુકાઈ ગયેલી ડાળીને રંગો કર્યા. સવારમાં અમને ઍરોબિક્સ કરવામાં મજા આવી. મેહુલ સરે અમને ડાન્સ એટલે શું, તેના કેટલા કેટલા પ્રકાર છે તે કહ્યું અને નવા સ્ટેપ શીખવ્યાં. ~ પૂજા દોમડીયા

અમને ઉખાણાંવાળી રમત રમવાની ખૂબ મજા આવી. ત્યાર બાદ સાથે જમવાની ખૂબ મજા આવી. બધે જ સ્વચ્છતા રાખવાની મજા આવી. ‘આઈ એમ કલામ’ મૂવી જોવામાં ખૂબ મજા આવી, એમાંથી અમે દોસ્તી કરતા, જૂઠું ન બોલતા અને નેતા બનવાનું શીખ્યા હતા. અને અમે તેનાથી બહુ જ ખુશ છીએ. ~ વિશાલ વસાણી

Crux of reflections from faculties about the camp:

બાળકો ખૂબ રસપૂર્વક શીખતાં હતાં અને કશુંક શિખવાડતાં પણ હતાં. બાળકો સાથે કામ કરવાની મજા આવી. બાળકોનો ઉત્સાહ, શીખવા માટેનો રસ, એકાગ્રતા, એકબીજાને શિખવાડવાની તથા એકબીજા પાસેથી શીખવાની ભાવના જોઈને મને પણ ઘણું શીખવા મળ્યું. ‘સમરહિલ’ અને ‘આખરે આઝાદ’ પુસ્તકમાં જે વાંચ્યું ત્યારે એવું લાગતું હતું કે કાશ, આવું આપણા દેશમાં ક્યાંક હોય. અને તેની અનુભૂતિ મને અહીં થઈ અને એમાં મને સહભાગી થવાનો લાભ મળ્યો તે મારા માટે સુખદ આશ્ચર્ય છે. ~ શોભા ગાંધી

આ કૅમ્પમાં દરેકે દરેક પાસાં ખૂબ જ આવકારદાયક અને ગમવા લાયક છે, જેને નંબર આપી શકાય તેમ નથી. જીવનના પાછલાં વર્ષોનો સર્વોચ્ચ આનંદ માણવા મળી રહ્યો છે. અહીં બાળકોનું જે જીવન ઘડતર થાય છે તે ભારતના ભવિષ્ય માટે સારું છે. આમાંથી જ અબ્દુલ કલામ બનશે. ~ હસમુખ શાહ

બચ્ચાંઓને સારું ઉજ્જવળ ભવિષ્ય બતાવવું ને બીજા લોકોને બતાવતા શીખવવું એજ જોરદાર છે. આઝાદ રહેતાં શિખવાડ્યું. ખૂબ આનંદમાં જ રહેવું. આ બધી વસ્તુઓ જે હું પણ નથી શીખ્યો તે આ બાળકોને મળે છે.

મને બચ્ચાંઓને આઝાદ જોવાથી ઘણી ખુશી થઈ. અને એ આઝાદીમાં એ લોકો ડાન્સ શીખે છે. આ મારા સપનાનો એક ભાગ છે. મેં મારી ડાન્સ સ્કૂલ આવી જ વિચારી હતી. તે સાચે જોવા મળી. ~ મેહુલ મર્ચન્ટ

બધા સાથે મળીને કામ કરે છે, એ આ કૅમ્પની વિશેષતા છે. બધાનું ધ્યાન રાખવું અને એક જૂથમાં કામ કરવું અઘરું છે, જે અહીંયાં થાય છે. બધાને પોતપોતાની વાત રજૂ કરવાનો મોકો મળે છે. પછી એ બાળક હોય કે શિક્ષક હોય, સ્વતંત્ર રીતે વિચારીને બોલી શકે છે - એ અહીંની ખાસિયત છે. જિગીષા દવે

આ કૅમ્પના બગીચા સ્વરૂપ વાતાવરણમાં એનાં નવાં પુષ્પો એટલે બાળકો અને માળીઓ એટલે કે શિક્ષકો એ જ મારા માટે સૌથી આનંદના વિષય હતા. આ બધી વસ્તુઓ મારા માટે એક નવી ચૅલેન્જ હતી અને એમાં મને પોતાને જાણવાનો, શીખવાનો અવસર મળ્યો. આ માટે હું કૅમ્પને સહ-હૃદય ધન્યવાદ કરું છું. ~ ધિરેન્દ્ર મિશ્રા

આજનું બાળક તે કાલનું નાગરિક કહેવાય. બાળકને આઝાદી આપો તો તે દરેક કાર્ય સારું કરી જ શકે, તેવો વિશ્વાસ આવ્યો. દરેક મા-બાપ અને શિક્ષકે બાળકો પર વિશ્વાસ મૂકવો જ જોઈએ. ~ કમલાકર બોરોલે

It was wonderful to be here. It is a great experience in terms of reality teaching. ~ Sudhir Kheni

The Facilitators

Camp facilitators in joyful mood: (Photo left) Dr. Pallavi Raulji and (Photo right) Dr. Maya Soni

With Their Search for Truth & Readiness to Accept Mistakes,

Children Amaze Adults in Parliament Sessions

In the above photo: Children in action during one of the parliament session

Learning and getting confident to solve their problems on their own is the heart of Children's Parliament. Through Parliament they also learn the basic principles of Democracy - equal rights to everyone, respecting others' opinions, understanding each other, being courageous to accept mistakes and rectify them, and so on. 8 Children were elected as Jury members in this camp.

“આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં નિયમો બનાવવાની, તેનું પાલન કરવાની અને
ચૂંટણી કરવાની ખૂબ મજા આવી”

બાળકોની અદાલત વિશે બાળકોના અભિપ્રાયોના અંશો:

બાળકોની અદાલતમાં ફરિયાદ આવે ત્યારે જ્યૂરી મેમ્બર્સ કોઈની સાથે અન્યાય ન થાય તેની ખૂબ કાળજી રાખતા હતા. અને કોઈને પણ વસ્તુની જરૂરિયાત હોય તેને તે પૂરી પાડવાની શક્ય તેટલી મહેનત કરતા... કોઈ પ્રશ્નનો ઉકેલ ન આવતો હોય, તો બધા બાળકો સાથે મળીને, વિચારીને સાચો ન્યાય આપતાં... અમે બાળકોની અદાલત પહેલીવાર જોઈ અને બાળકોએ નાનકડો દેશ ચલાવ્યો એ પણ પહેલીવાર જોયો અને બાળકોની અદાલતમાં મને બહુ મજા આવી... બધા શાંત રહેતાં હતાં તેથી કેસ સોલ્વ થતા હતા. બધા પોતાનો ગુનો કબૂલી લેતાં હતાં અને લડવાનું ન થયું તે ગમ્યું...

બાળકોની અદાલત વિશે શિક્ષકોના અભિપ્રાયોના અંશો:

કૅમ્પની બાળકોની અદાલતની વ્યવસ્થા મને ખૂબ જ સરસ લાગી કારણ કે, બાળકો પોતાના ઉપર નિયંત્રણ કરતાં હતાં. યોગ્ય રીતે ન્યાય આપતાં હતાં. કોઈ પણ બાળકને સમસ્યા હોય તો તે ચિઠ્ઠી નાખે અને તેનો તેને ઉકેલ મળતો હતો. આ પ્રક્રિયા દ્વારા બાળકોની નિર્ણય ક્ષમતા, ન્યાય ક્ષમતા, સહકાર્યની ભાવના નિર્માણ થતી હતી. ~ કમલાકર બોરોલે

I like the way children search for truth and at the same time ready to accept mistakes. ~ Kamlesh Gokani

Star Assembly - Finding their Better Selves, Everyday

“સ્ટાર એસેમ્બલીમાં બાળકો તેમની આઝાદીના આખા દિવસને પોતે જ નિહાળતાં;
તેના દ્વારા બીજા દિવસે તેઓ વધારે ખીલતાં હતાં અને વિકસતાં હતાં”

(Photo above) Facilitator Maya Soni appreciating children during the star assembly

“શીખવાનો અનેરો આનંદ એટલે રોજના સેશન;
ખૂબ મજા કરવાની અને ખૂબ બધું શીખવાનું, આવું બીજે ક્યાંય નથી”

Above Photos : Glimpses of daily learning sessions, children enjoying their classes

In the camp, children had more than 30 choices for various sessions. Having freedom to choose whatever they liked, children were keen to learn something new and faculties poured out their heart to facilitate them to learn in the most enjoyable manner. The atmosphere was always of Joy and Happiness.

The subjects in the camp and their teachers/faculties were - Leadership Development - Dr. Maya Soni & Dr. Pallavi Raulji, Aerobics, Dance-masti & Theme Dance - Mehul Merchant, Karate & Repairing - Sudhir Kheni, Greeting Cards & Best out of Waste - Hasmukh Shah, Jogging, Creative Writing & Drama - Dhirendra Mishra, Music & Gujarati Masti Songs - Jigisha Dave, Learning to speak in English & Life Saving Techniques - Avani Kulkarni, Handicrafts - Shobha Gandhi and Morning Yoga - Kamalakar Borole. Evening Games & Deshi Games - Mehul Merchant, Sudhir Kheni, Shobha Gandhi & Kamalakar Borole.

Crux of children's reflections about their favorite sessions:

સમગ્ર કૅમ્પમાં મારા પ્રિય સેશન તો બધા જ હતા, પરંતુ નેતૃત્વવિકાસમાં સૌથી વધુ મજા આવી હતી. તેમાં માયાદીદી અને પલ્લવીદીદી ખૂબ પ્રેમથી સમજાવતાં હતાં. આ સેશન એવો છે જે તમને નીડર અને પ્રામાણિક બનાવે અને જિંદગીભર આગળ રાખે. હું આ નેતૃત્વ-વિકાસને જિંદગીભર યાદ રાખીશ અને શેરીમાં, સ્કૂલે, ઘરે બધાને કહીશ કે નેતૃત્વવિકાસનો સેશન મને બહુ પ્યારો છે. નેતૃત્વ-વિકાસનો કોઈ દિવસ લાભ મળે તો ચૂકતા નહીં. આભાર. ~ ધ્રુવી જેતાણી

અમે ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં ઍરોબિક્સ શીખ્યા, જે નામ પણ મેં પહેલીવાર સાંભળ્યું. તે શીખવાની મને ખૂબ જ મજા આવી. કરાટે શીખવાની મજા આવી કારણ કે તે શીખવાનો મને ખૂબ જ શોખ હતો. ~ કેયુર તોગડિયા

અમને જોગિંગ કરવું ખૂબ ગમ્યું, એટલાં માટે કે અમે સવારે દોડવાની ટેવ પાડી શક્યા, કસરતો શીખ્યા અને દંડ કરતા શીખ્યા. સર્જનાત્મક લખતા-બોલતા શીખ્યા, જેમાં અમે કાવ્યની રચના કરતા શીખ્યા. ~ રાહુલ મેંઢાળિયા

સમગ્ર કૅમ્પમાંથી મને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ સેશન ખૂબ ગમ્યું, કારણ કે તેમાં નકામી વસ્તુમાંથી કંઈક સારું બનાવી શકીએ. અને અહીં શિખવાડ્યું પણ હતું કે નકામાં પૂઠાંમાંથી પેનહોલ્ડર કેવી રીતે બનાવવું, તેમાં ખૂબ મજા આવી. ~ દૃષ્ટિ પૂર્ણવૈરાગી

મારો સૌથી પ્રિય સેશન ડાન્સ હતો. તે ડાન્સનું નામ ‘વંદે માતરમ્’ હતું અને તેમાં અમે ત્રણ પિરામિડ આવે તેવો ડાન્સ કર્યો હતો. ~ પંકજ વડોદરિયા

Guests Shared their Special Knowledge, Children Loved it

Glimpses of Guest sessions on 11th August

On the Guest Day, special invitees, mostly experts in their subjects, shared their knowledge with children.

The subjects and their teachers/faculties were: Organic Farming - Kamlesh Gokani, Learning from Stories - Karuna Patil, Building Dream-House - Nainita Rana, Embroidery - Ranjan Parghi, Block Printing - Rekha Kulkarni and Knowing Computer - Ullas Turakhiya.

Reflection from a student :

આ સમગ્ર કૅમ્પમાંથી મારો પ્રિય સેશન મારું સ્વપ્નનું ઘર હતું. કારણ કે મારે એક સિવિલ એન્જિનિયર બનવું છે, અને હું બનીને જ રહીશ. મારે ગરીબ લોકોને ઘર આપવા છે. જે રસ્તા પર સૂવે છે, તેને સારા ઘરમાં સુવડાવવા માંગુ છું. મારે એન્જિનિયર બનીને માત્ર બેસી નથી રહેવું. મારે બાળકો માટે શાળા બંધાવવી છે, એટલાં માટે મેં મારું સ્વપ્નનું ઘર વિષય પસંદ કર્યો હતો. ~ વિશાલ વસાની

Reflection from a faculty :

સુંદર નહીં, અતિ સુંદર અનુભવ રહ્યો. કંઈક શીખવા માંગતાં બાળકો સાથે સમય ગાળવો એટલે જિંદગીનો લહાવો! જે આજના એક જ દિવસમાં મળ્યો! અદ્ભુત વાતાવરણમાં આધુનિક ઉપકરણોથી દૂર આટલો સુંદર સમય એટલે અહોભાગ્ય! મારા થોડા પણ પ્રયત્નો આવનારા ભારત ઘડનારા બાળકોને કંઈક સારું શિખવાડવા માટે કામ આવશે એવી જ અભિલાષા. ~ રેખા કુલકર્ણી

A Quick Photo Journey Through Moments of the Camp

Morning Exercises
&
Evening Games

Daily Hour
of
Duties

Performances
On
the Last Day

Creations During
the Camp

Farewell
to
Teachers

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Hiral Patel

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Shrey Shah

To View Alive Archives,
Please   Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.