Newsletter-cum-magazine of Oasis Movement YEAR 8  I ISSUE 21  I Nov 1 , 2015

Oasis Wishes a Very Happy Deepawali to All

ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ વાર

વૈજ્ઞાનિક ઢબે અધ્યાત્મની ખોજ તરફ દોરતું

સંજીવ શાહનું નવા વર્ષની ભેટ સમું અનોખું પુસ્તક –

અધ્યાત્મની શોધમાં... જીવનપ્રેમીઓ માટે અધ્યાત્મ-વિજ્ઞાન

This Deepawali, Oasis Publications releases its new book in Gujarati 'Adhyatmani Shodhaman' (in Search of Spirituality) by author Sanjiv Shah. From Carl Jung to Albert Einstein, this book explores scientific spirituality, be it challenging prevalent myths about the topic or understanding the enigma surrounding it from a learner's point of view.

“જીવનને સુંદર રીતે, અર્થસભર રીતે અને જાગૃતિપૂર્વક જીવવા સાથે
અધ્યાત્મનો સીધો નાતો છે”

જેવું જોયું, જાણ્યું, જીવ્યું અધ્યાત્મ

અધ્યાત્મ વિશે કાંઈ લખવાની હિંમત કરતાં મને બે દાયકા થયા. મને યાદ છે કે શ્રી અરવિંદના એક સાધકે મારા ‘જિંદગી’ પુસ્તકના લખાણને વાંચીને તરત એવું કહ્યું હતું કે, “આમાં તો નરી આધ્યાત્મિકતા છે.” તેમના ઉદ્ગારોથી મને જબરું આશ્ચર્ય થયું હતું! હું તે વખતે અધ્યાત્મ વિશે લગભગ કશું જ જાણતો નહોતો. હા, કુતૂહલવશ ઘણું વાંચતો હતો અને તેમાં સંતો અને ભક્તોની વાતો આવી જતી હતી. તેથી પેલા આદરણીય સાધકના ઉદ્ગારથી મનની એક બારી ખૂલી કે કદાચ અધ્યાત્મને ‘જિંદગી’ જીવવા સાથે સંબંધ હોઈ શકે. તે કેવળ પાછલા જન્મનાં કર્મોની કે જન્મોજન્મનાં ચક્કરોમાંથી છૂટવાની વાત નહીં હોય. આમ પણ આ જિંદગી જ મને એટલી વહાલી છે કે તેનાં ‘ચક્કરો’માંથી છૂટવાની વાતમાં મને રસ જ નહોતો.

હવે રુચિ જાગી એટલે મેં અધ્યાત્મ વિશે આમતેમ વાંચવા માંડ્યું. બુદ્ધિની શોધ ચાલી પરંતુ છેવટે વિમલા ઠકાર પાસેથી સાચા અધ્યાત્મનું ભાથું મળ્યું. તેમણે મારા પર અને ઓએસિસ પર અપાર સ્નેહ અને વાત્સલ્ય વરસાવ્યાં. સહજ આદરભાવ ઊપજે તેવું પ્રાંજલ તેમનું વ્યક્તિત્વ હતું. તેમણે મારા પર ઢોળ્યું હશે તો ઘણું, અને મને ખબર હતી કે મને કાંઈ બધી ગડ પડતી નથી, પણ તેમના અનુગ્રહથી એ વાત તો દૃઢ થઈ ગઈ કે, જીવનને સુંદર રીતે, અર્થસભર રીતે અને જાગૃતિપૂર્વક જીવવા સાથે અધ્યાત્મનો સીધો નાતો છે જ.

બસ, આ રાહ મને અનુકૂળ આવ્યો. ભાવતું હતું ને વૈદે કહ્યું! અંદર એક વાત બેસી ગઈ કે સાચું અધ્યાત્મ જીવન-અભિમુખ (Life Oriented) હોય છે, જીવન વિમુખ (Opposed to Life) નથી હોતું. પછી આ રસ્તે જેમ જેમ આગળ વધતો ગયો, શીખતો ગયો તેનાથી જીવન ખીલતું હોવાનો અનુભવ થયો. એમ પ્રેરણા થઈ કે જેટલો પ્રકાશ મળ્યો તેટલો તો વહેંચવો જોઈએ. કદાચ એ કોઈને ઊંધી દિશામાં જતાં અટકાવી શકે, કદાચ એ લોકોને પ્રશ્નો કરતાં કરી શકે. જીવન વહેંચવા માટે, આમ તો સ્નેહ સિવાય અન્ય પ્રયોજનની ક્યાં જરૂર હોય છે!

~ સંજીવ શાહ

પુસ્તકની ઝાંખી કરાવતા કેટલાક અંશો...

 

અધ્યાત્મ અને ભૂમિકા:
સાચું જૂઠું અધ્યાત્મ

 

અધ્યાત્મ એટલે? * ‘અધ્યાત્મ’નો અર્થ * અધ્યાત્મને લગતા વિવિધ ખ્યાલો * આધ્યાત્મિકતા અને મન પર નિયંત્રણ * ધાર્મિકતા આધ્યાત્મિકતા નથી * પરંપરા અને ક્રિયાકાંડોને પ્રશ્નો * વધુ મુશ્કેલ છે ખુદને પ્રશ્નો * અને પછી સૌથી અઘરા પ્રશ્નો * અધ્યાત્મ પરાવલંબન નથી * જવાબદારીનો સ્વીકાર: પ્રથમ ચરણ * અધ્યાત્મ નરી બૌદ્ધિકતા નથી * બૌદ્ધિકતા સમજણ નથી * સમજણ શબ્દોથી પર છે * વિરોધાભાસ અજ્ઞાન છે * અધ્યાત્મ: જીવન અને જીવનશૈલી * અધ્યાત્મ અને સમગ્રલક્ષી જીવન * મનુષ્યની ઉત્ક્રાંતિ અને અધ્યાત્મ * કોને કહેવા આધ્યાત્મિક * વિશ્વના મહાનુભાવોનું અધ્યાત્મ * મનુષ્યની ઉત્ક્રાંતિ જ અધ્યાત્મ * વિકાસ નથી તો વળી કેવું અધ્યાત્મ? * આઇન્સ્ટાઇન અને અધ્યાત્મ * બુદ્ધિને ઈશ્વર ન બનાવો

અધ્યાત્મની રાહે ચાલતાં મનમાં ઊઠેલા કેટલાક સવાલો

શું ખરેખર ઈશ્વર છે? તેનું અસ્તિત્વ છે કે તે મનુષ્યની કલ્પના માત્ર છે?

શું ઈશ્વર આ સૃષ્ટિનું સંચાલન કરે છે? ક્યાંથી બેસીને તે આમ કરે છે?

તે શા માટે દર્શન નથી આપતા?

જે વ્યક્તિઓ પોતાને દર્શન થયા છે તેવું કહે છે તે લોકો સાચું બોલે છે?

કે તેમને ભ્રમ થતો હોય તેમ ના બની શકે?

શું અધ્યાત્મ ઈશ્વરની પ્રાપ્તિ કે દર્શન કે સાક્ષાત્કાર માટેની પદ્ધતિઓ છે?

શું અધ્યાત્મ મોક્ષપ્રાપ્તિ માટે જન્મોજન્મના બંધનમાંથી છૂટવા માટે છે?

પણ આપણને મનુષ્ય-જન્મ બંધન કેમ લાગે છે? શું જીવન ભારરૂપ છે?

શું જીવનને આનંદપૂર્ણ જીવવું શક્ય નથી?

કે પછી અધ્યાત્મ મનની શાંતિ માટે છે?

તો શાંતિ પ્રાપ્ત કરવા પૂજાપાઠ કરવા, ઉપવાસ ને વ્રતો રાખવા જરૂરી છે?

આપણું મન અશાંત કેમ છે? આપણે ક્યારેક ક્યારેક આક્રમક અને હિંસક કેમ બની જઈએ છીએ?

શું અધ્યાત્મ એ અમુક વિશેષ પ્રકારની વ્યક્તિઓ માટે જ છે?

કે તે સૌના માટે છે?

શું તે દરેક મનુષ્યે શીખવું જરૂરી છે?

શું અધ્યાત્મ સામાન્ય મનુષ્ય વૈજ્ઞાનિક રીતે શીખી શકે?

અબ્રાહમ મેસ્લો નામના વિજ્ઞાનીએ એમ સમજાવ્યું છે કે મનુષ્યની જીવન ટકાવવાની, મૂળભૂત શારીરિક, સલામતી, અને પ્રેમ-સ્વીકારની જરૂરિયાતો સંતોષાતા છેવટે તેઓ પોતાની આધ્યાત્મિક જરૂરિયાત તરફ વળે છે. પોતે કોણ છે? પોતાની અંદર શું સંભાવનાઓ પડેલી છે? હું શું કરું તો મને અદમ્ય સંતોષ અને આનંદની અનુભૂતિ થશે? હવે પિરામિડની ટોચ પરના આ છેલ્લા તબક્કામાં મનુષ્યનું જીવન સ્વ-અભિવ્યક્તિ બને છે. તેની જરૂરિયાત હવે કેવળ આત્મસંતોષની છે. તેનું જીવન આ જ તબક્કે સાચા અર્થમાં પ્રફુલ્લિત થાય છે.

 

અધ્યાત્મ અને સ્વાધ્યાય:
મનોવિજ્ઞાનની બુનિયાદ

 

મનોવિજ્ઞાન શું છે? * મનોવિજ્ઞાનના મૂળભૂત વિષયો * મનુષ્યની વર્તણૂક પાછળનું રહસ્ય * મનુષ્યની જરૂરિયાતો ૧: શારીરિક * મનુષ્યની જરૂરિયાતો ૨: સલામતી અને સ્વાવલંબન * મનુષ્યની જરૂરિયાતો ૩: સ્વીકાર * મનુષ્યની જરૂરિયાતો ૪: પ્રાપ્તિઓ * મનુષ્યની જરૂરિયાતો ૫: સ્વવિકાસ * અહમ્ અને મનોવિજ્ઞાન * ઇડ, ઇગો અને સુપરઇગોની ખેંચતાણ * પીડામાંથી ભાગવા માટેની મનની પદ્ધતિઓ * પીડા અને બૌદ્ધ ધર્મનાં ચાર સત્યો * સાચો ધર્મ જડ હોતો નથી * જેટલાં માથાં, તેટલા રસ્તા * સાચી આધ્યાત્મિકતા, સાચા ગુરુઓ * અધ્યાત્મ એટલે જીવન માટે પ્રેમ

અધ્યાત્મ અને પ્રવેશ:
અંતઃકરણની સમજણ

સૂક્ષ્મ શરીર અને ઇન્દ્રિયો * અંતઃકરણ અને અંતઃવૃત્તિઓ * મન: ઇચ્છાઓ ને વિચારસ્મૃતિનો ઉપદ્રવ * ઇચ્છાઓના અંતિમો: દમન અને સ્વચ્છંદ * શબ્દો, સ્મૃતિ અને સંસ્કારોની મર્યાદા * બુદ્ધિ: શંકા, દલીલો અને અનિર્ણાયકતા * ચિત્ત: ચંચળતા અને રાગ-દ્વેષ * અહંકાર: માન્યતાઓ, ગ્રંથિઓ * અંતઃકરણ છેવટે ઊર્જા છે * જીવન બને છે અંતઃકરણનું મજૂર * અંતઃકરણની સાચી ભૂમિકાઓ * સાધના ચિત્તનો વિષય છે * જાગૃતિથી જીવન કેવી રીતે ઊગરે છે * સ્વનિરીક્ષણ જ ઉપાય * બૌદ્ધિક અને આધ્યાત્મિક સમજણનો ભેદ * જાગૃતિના પ્રકાશમાં અંતઃકરણ * વિવેક અને પ્રતિભાવાત્મકતા * અંતઃકરણના રોગો અને વ્યાધિઓ * જ્યાં રોગ, ત્યાં ઉપાય * રોગનું નિદાન અને સારવાર

અંતરાત્માની સાક્ષીએ

 

કોઈ મારી પ્રશંસા કરે છે તો મને ગમે છે. મને ભીતરમાં જાણે ફુલાવાની લાગણી થાય છે. પરંતુ જ્યારે મારાથી કોઈ ભૂલચૂક થાય કે કોઈ પ્રકારનું ખરાબ વર્તન થાય અને કોઈ ટીકા કરે, તો ભીતરમાં ખૂબ તકલીફ પણ થાય છે. જાણે કોઈએ હૃદય પર તલવારનો ઘા કર્યો હોય તેમ થાય છે. જ્યારે ભીતરમાં આવી તકલીફ થાય છે, ત્યારે પ્રશંસા પ્રત્યે પણ અભાવ થઈ જાય છે. આ પ્રશંસા અને ટીકાની અસર અનુભવે છે તે જ મારો અહંકાર છે? એ મારા કાબૂમાં આવી શકે ખરો?

 

All bad qualities centre round the ego.
When the ego is gone, realisation results by itself.
There are neither good nor bad qualities in the self.
The self is free from all qualities.
Qualities pertain to the mind only.

~ Ramana Maharshi

એકાંતની ભવ્યતા

એકલવાયાપણું એ દર્શાવે છે કે
મનુષ્ય એકલો હોય છે તો અસ્વસ્થતા અનુભવે છે.
જ્યારે એકલો હોય છે ત્યારે જે સ્વસ્થતા અનુભવે છે
તે દર્શાવે છે કે મનુષ્ય એકાંતને પચાવી શકે છે.

જે પરિપક્વ છે તેને માટે એકાંત સૌંદર્યપૂર્ણ છે.
જે નાદાન છે તેને માટે એકાંત બિહામણું છે.
એકાંત મનુષ્યનું સ્વાવલંબન પણ દર્શાવે છે.
જેઓ અન્યોને દોષ આપવામાં ફસાયેલા છે,
તેઓ પરાવલંબી છે અને એકાંતથી ભાગવાના જ છે.

જ્યાં સુધી મનુષ્યને એકાંત સાથે પ્રેમ નથી થતો,
ત્યાં સુધી તે મુક્ત નથી, તે સ્વતંત્રતાને પણ નથી ચાહતો.

મનુષ્યની આંતરિક સ્થિતિ જેટલી વધુ દૃઢ થાય છે,
તેટલું જ એકાંત તેનો સાચો ધર્મ બનતો જાય છે.

.................

અધ્યાત્મ અને સાધના:
અધ્યાત્મવિજ્ઞાનની બારાખડી

 

એકલવાયાપણું, એકાંત અને અધ્યાત્મ * એકાંતનું પ્રયોજન મૌન છે * મૌનનું પ્રથમ પ્રયોજન સ્વનિરીક્ષણ છે * અન્યોનું નિરીક્ષણ સહેલું છે! * એકાંત અને આત્મસન્માન * એકાંતમાં દુઃખને લગતા પ્રશ્નો * સાધના અને પુરુષાર્થ * સાધનાના તબક્કાઓ અને અઢી અવસ્થા * સૌથી ભયંકર સાધનાનો અહંકાર * જૂઠી સાધના અને જૂઠો વૈરાગ્ય

અધ્યાત્મ અને દર્શન:
ધ્યાનના ઉંબરે

અધ્યાત્મ-સાધના અને ધ્યાન * ધ્યાન શું નથી? * ધ્યાનની વ્યાખ્યા * ધ્યાન શા માટે? * વિચારશૂન્યતા કે વિચાર-પરિવર્તન? * ધ્યાન માગે છે સ્વયંશિસ્ત * ધ્યાન માટેની પૂર્વતૈયારીઓ * ધ્યાનની પદ્ધતિઓ * સતત વિચારો કેમ આવે છે? * વર્તમાનમાં ન જીવવાનો અર્થ * વિચારશૂન્યતા કે સમજણશૂન્યતા * નિર્વિચાર મનોવસ્થાનાં નીરક્ષીર * ધ્યાન અને આદર્શ કલ્પના * ધ્યાન કર્યા વિના ધ્યાન * વર્તમાનમાં જીવવાનો સાચો અર્થ * જ્ઞાન પૂર્વગ્રહો જન્માવે છે? * ધ્યાન અને સમજણ

 

આપણે કેટલીય મહાન વિભૂતિઓને જોઈએ છીએ, જેઓ કદાચ પલાંઠી વાળી, કરોડરજ્જુ ટટ્ટાર રાખી, આંખો બંધ કરી રૂઢિગત રીતે કહેવાતું ધ્યાન કરતી નથી. તો તેઓનું શાણપણ અને જીવન-સૌંદર્ય શાને આભારી છે? જેઓ રૂઢિગત રીતે ધ્યાન નથી કરતા, તેઓની અંદર સમજણ કેવી રીતે ઊગી છે? જો ધ્યાનની અવસ્થામાંથી સમજણ ઊગે છે, તો બધી જ સમજણ પાછળ છેવટે ધ્યાનની અવસ્થા હોવી જોઈએ, તેવું કહી શકાય?

‘ધ્યાન’ કર્યા વિના ધ્યાન કરી શકાય?
કોઈ ધ્યાન કરતું હોય છતાં તે ધ્યાન ન હોય તેમ બને?
કોઈ ધ્યાન ન કરતું હોય, છતાં ધ્યાનાવસ્થાની સાધના કરતું હોય તેમ બને?
જ્યાં જીવનની સમજણ છે, સ્વવિકાસની સૌરભ છે, માનવતાસભર વ્યક્તિત્વની મીઠાશ છે, ત્યાં ધ્યાન ન હોય, તેવું સંભવ છે ખરું?

હું યોગાભ્યાસ કરું છું, હું ધ્યાન કરું છું, હું અમુક-તમુક આધ્યાત્મિક વિભૂતિઓનાં પુસ્તકો વાંચું છું, હું સંત-મહાત્મા-વિભૂતિઓના સંપર્કમાં રહું છું, મારા ઘરે જ આવા માનવંતા મહેમાનો રોકાણ કરે છે, મેં ગીતા ને બીજા ધર્મગ્રંથો વાંચી લીધા છે, હું આધ્યાત્મિક વિષયો પર અદ્ભુત પ્રવચનો આપી શકું છું... અને પછી હું આ બધું જ ન કરતા લોકોથી ચઢિયાતા હોવાનું અનુભવું છું.

આ અહંકારની જાળ છે. ફસાવું ખૂબ જ સહેલું છે. સાવધાન રહેવું આવશ્યક ને અનિવાર્ય છે.

આપણે એક લિસ્ટ બનાવવું જોઈએ. એવી કઈ કઈ બાબતો છે જેને માટે આપણે અભિમાન અનુભવીએ છીએ, જેને લઈને આપણે પોરસાઈએ છીએ. જેને લઈને આપણે બીજાને ઊતરતા માનીએ છીએ, તેમને તુચ્છકારથી જોઈએ છીએ. તેમની નિંદા કરવાની એકે તક જવા નથી દેતા. અને પછી વિચારવું જોઈએ કે આપણે અધ્યાત્મની યાત્રામાં ક્યાં છીએ. લાગે કે છીએ શિખર પર, છતાં ધૂળ ચાટતાં પડ્યા હોઈએ તે છે અધ્યાત્મના ક્ષેત્રની જાદુગરી!

અધ્યાત્મ અને શોધન:
આંટીઘૂંટી અને પકડદાવ

કસોટીઓ અને પરીક્ષણો * ધારણાઓ કે સત્યનિષ્ઠા? * દલીલોમાં જીત કે સત્યગ્રહણ * મનનો અરીસો સ્વચ્છ રહે છે? * વાણી, પ્રતિભાવાત્મકતા અને એકસૂત્રતા * વૃત્તિઓ જીતે છે કે સંયમ? * સાચા જીવનની પારાશીશી નમ્રતા * શાંતિ અને હળવાશ * સંતુષ્ટ અને છતાં ઉચ્ચાભિલાષી? * સંબંધોની ભૂમિકાએ કસોટીઓ * અન્યોને મૂલવ્યા કરવાનો અર્થ * બીજા લોકો આક્ષેપો કરે ત્યારે * આક્રમકતા પાશવી છે * સાચું શ્રવણ ધ્યાન છે * કૃતજ્ઞતા છલકાય છે * માફ: ભૂતકાળની કેદમાંથી સ્વતંત્રતા * ક્ષમાપના: માનવતાનો નમ્ર સ્વીકાર * અહંકારની કસોટીઓ સર્વોચ્ચ મહત્ત્વની * અહંકારનાં લક્ષણો

અધ્યાત્મ અને સાતત્ય:
સહૃદય સજીવન સાવધાન

મૃત્યુ અને અધ્યાત્મ * જીવન-ભૂમિકાઓ અને અધ્યાત્મ * લગ્નસંબંધ અને અધ્યાત્મ * કુટુંબઉછેર અને અધ્યાત્મ * જીવનકાર્ય અને અધ્યાત્મ * સંગઠનો અને અધ્યાત્મ * ઈશ્વર અને અધ્યાત્મ * ધર્મો અને અધ્યાત્મ * સત્ય અને અધ્યાત્મ * પ્રેમ અને અધ્યાત્મ * મૈત્રી અને અધ્યાત્મ * ત્યાગ અને અધ્યાત્મ * નિર્વાણ અને અધ્યાત્મ * અભીપ્સા અને અધ્યાત્મ * જીવન અને અધ્યાત્મ

 

મનુષ્યની અભીપ્સા જ તેની યાત્રાની શરૂઆત છે.

આપણા જીવનનો શું અર્થ છે તેનો ઉત્તર શોધવાથી
આપણે ગમે તેટલું દૂર ભાગવાની કોશિશ કરીએ,
પરંતુ આ આધ્યાત્મિક ક્ષુધા અને પ્યાસ આપણો પીછો છોડતી નથી.

જે મનુષ્ય ઉન્નતિના પંથે છે તે પોતાને
પોતાના કરતાં ઊંચા ને ઉમદા ધ્યેય સાથે જોડશે,
અને તેનાથી તેના હૃદયમાં અભીપ્સા જન્મ લેશે.
જે મનુષ્ય નિમ્ન કક્ષાએ જીવે છે તે પોતાને
પોતાના કરતાં પણ નીચી તેવી તુચ્છ બાબત સાથે જોડશે,
અને તેનાથી તેના મનમાં આકાંક્ષા જન્મ લેશે.

અધ્યાત્મની શોધમાં

લેખક: સંજીવ શાહ

પ્રકાશક: ઓએસિસ સેલ્ફ-લીડરશિપ એજ્યુકેશન ફૉર કમ્યૂનિટી ડેવલપમેન્ટ, વડોદરા

પૃષ્ઠ: 288         કિંમત: ` 450/-

પ્રાપ્તિસ્થાન
ઓએસિસ, “મૈત્રીઘર”, 201, શાલીન ઍપાર્ટમેન્ટ, 52, હરિભક્તિ કોલોની, રેસકોર્સ, વડોદરા - 390007
ટેલિફેક્સ: +91-265-2321728    મોબાઇલ: 9924343083    ઇ-મેલ: theoasisshop@yahoo.co.in

વળતરની યોજનાઓનો લાભ લેવા આજે જ તમારો ઑર્ડર નોંધાવો...

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Hiral Patel

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Shrey Shah

To View Alive Archives, Please  Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.