Newsletter-cum-magazine of Oasis Movement         Year 9 /  Issue 10 /  Apr 1, 2016
Professionals, Couples, Well-Wishers,
Teachers or Rural Community


Oasis L3 Course Proves to be Life Changer for All
Youths & Couples Explore Meaning of Love
In Second Year of L3 Course - Learning to Love!
“You can’t love others unless you love yourself first!”
 (above) Participants in Role-play during the Workshop
Young professionals of English Batch (2015-18) began their 2nd year of Oasis L3 Course with the first workshop organized at Oasis Valleys from 3rd to 7th February, 2016. The 2nd year is 'Learning to Love!' From various processes during the workshop, the participants learnt the concepts of Love for the first time in their lives. 
The series is being facilitated by Sheeba Nair, Oasis.
Glimpses of Discussions, Role-Plays and Learning Processes in the Workshop
Crux of What Touched their Hearts the most:

“The very definition of love is empowering. To be aware what is love and what not, is a huge relief and the practice will definitely add lot of beauty and essence to love. Again not only love but life as well.” – Ahalya Desikan, I.T. Professional, Bangalore 

“પ્રેમ એક ચૅલેન્જ છે - સતત કરતા રહેવાની, સતત બદલાતા રહેવાની, સતત વિચારતા રહેવાની, સતત વિકસતા રહેવાની, ખુદને ચાહવાની...” - શાશ્વત, એન્જિનિઅર, બેંગલુરુ

"In a very close relationship when so many things are taken for granted, understanding the view of the opposite person at that moment is very critical & important to grow in that relationship." – Mehul Panchal, Vadodara

“Gained a lot of clarity on what is love and what is not! Understanding that Life is difficult and that it's with ability to solve problems and planning for things that we can make Life manageable and without suffering.” – Capt. Rajiv Thakkar, Vadodara
“પ્રેમની સાચી સમજ તથા શબ્દની વિશાળતા, બંને અહીં આવીને સમજાય છે”
(above) Facilitator Sheeba Nair explaining the concepts to participants 
 
Couples & professionals of Gujarati Batch (2015-18) began their 2nd year, year of 'Learning to Love' and had their first workshop at Oasis Valleys from 11th to 14th February, 2016. The workshop was eye-opener for many as it shattered many wrong beliefs about Love. 
(from top left, 3 photos clockwise) Participants learning the concepts through Role-plays 
(bottom left) Early morning Health session, carrying out Ayurvedic cleansing processes
Crux of Important learning from the Workshop by Participants:
 
“The definition of love touched me the most. It has given me a true touchstone to taste any of my action on the scale of true love. The list of things that are not love also is going to be very useful to protect me from being misguided or misled.” - Taruben Kajaria, Writer & Journalist, Mumbai  
 
“પ્રેમ એટલે શું છે અને શું નથી તેની ઊંડી સમજણ મેળવી. આપણે આપણી જાતને પ્રેમ કરીએ તો જ આપણે બીજાને પ્રેમ કરી શકીએ છીએ. જે વ્યક્તિ પ્રેમ કરે છે તે પોતે વિકસે છે અને જેને પ્રેમ કરે છે તે પણ વિકસે છે. આપણા વિકાસ માટે આપણને અવરોધક લાગે તેનું મૂળ શોધવું અને પછી એને હલ કરવા પ્રયત્ન કરવો. તેમાં દુઃખ લેવું પડે પણ આ વિકસવા માટે જ છે.” - રંજન પારઘી, વડોદરા

“ઓએસિસમાં આવ્યા પછી મારા સ્વભાવમાં ઘણો બદલાવ આવ્યો છે. અહીં શિખવાડેલા બધા જ વિષયો મારા જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. જેના લીધે મારા બધા સાથેના સંબંધોમાં ઘણી નિકટતા આવી રહી છે. આ વખતની કાર્યશાળામાં મને જે પ્રેમ વિશે સમજાવવામાં આવ્યું તે મારા મનમાં ઘણું ઘર કરી ગયું છે. મને એવું પણ લાગ્યું કે હું અત્યાર સુધી જેને પ્રેમ ગણતી હતી તે સાચો પ્રેમ તો નથી જ, પણ જેને પ્રેમ નથી તેમ સમજતી હતી તે જ આજે ખરો પ્રેમ થઈને મારી સામે ઊભો રહ્યો છે. પ્રેમ શીખ્યા પછી હું મારા જીવનમાં ઘણો બધો બદલાવ લાવવા માંગું છું. પ્રેમ સમજવા માટે અથવા તેને અમલમાં મૂકવા માટે મારે જાતે ઘણી મહેનત કરવી પડશે, જેના માટે હું હંમેશાં તૈયાર છું.” - સેજલ ગાંધી, વડોદરા

જીવન અઘરું છે તેનો ખ્યાલ આવ્યો. વિકાસ સાથે પ્રેમ આટલી નજીકથી સંકળાયેલો છે એ આજે ખબર પડી. જીવન, વિકાસ અને સંબંધો એટલાં સરળ નથી, જેટલાં હું સમજતો હતો. મારા પોતાના વિકાસ માટે પ્રેમને સમજવું ઘણું મહત્ત્વનું છે. - રાજીવ પટેલ, સુરત

“પ્રેમનો સાચો અર્થ સમજવા મળ્યો. પ્રેમપૂર્ણ જીવન વિતાવવા માટે નવી દિશા મળી. જરૂરી પીડા લેવાનું સામર્થ્ય કેળવવું કેટલું અગત્યનું હોય છે તે સમજાયું. જીવન હંમેશાં કાંટાળું રહેવાનું એ સત્ય સમજાયું. આપણા જીવનની જવાબદારી આપણી જ છે. પ્રેમ શું નથી, તેનો ખ્યાલ આવ્યો.” - ખુશાલી ભટ્ટ, નવસારી
Friends & Well-Wishers Step on Path of Integrity
In First Workshop of Integrity Series, 3rd Year
“મન, કર્મ અને વચનથી એકસૂત્રતાને હું બહુ સરળ માનતી હતી,
પણ ખરેખર તે શું છે તે અહીં આવીને જાણ્યું”
(Photos above) Participants engrossed in discussions
 
Friends and Well-Wishers from the Batch (2014-17) commenced their 3rd Year of Integrity. The workshop was conducted from 3rd to 5th March, 2016 and was Facilitated by Sheeba Nair.
Few Reflections by Participants after the Workshop:
 
“મન, કર્મ અને વચનની એકસૂત્રતા એટલે શું, તેને હું બહુ સરળ માનતી હતી પણ ખરેખર તે શું છે તે અહીં આવીને જાણ્યું. ખાસ તો વ્યક્તિ સિદ્ધાંત-કેન્દ્રી હોવો જોઈએ. આજે મને લાગે છે કે બે વર્ષ દરમ્યાન જે શીખ્યા તેનું હાર્દ આ જ છે અને હવે જીવનભર તેના પર જ કામ કરવાનું છે.” - શોભા ગાંધી, સુરત

“જે બાબતથી તમે આજ સુધી આંખો ચોરીને ભાગી રહ્યા હો તે બાબત જો તમે પાર કરી જાવ તો તમે ખરેખર કેટલા અલગ વ્યક્તિ બની શકો તે આનંદ જ તમને તે કામ પાર પાડવા માટેની હિંમત આપી શકે. અને તે સપનું તમારા સિવાય કોઈ ના બતાવી શકે, શીબાબેન. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર.” - બિન્ની નાયક, સુરત

“મને મારી જિંદગીમાં આગળ શું કરવાનું છે અને તે કેવી રીતે હાંસલ કરવું તેના માટે રસ્તો મળ્યો છે અને તેનાથી હું મારી જિંદગીમાં કેવા ફેરફાર કરીશ કે જેનાથી હું મારી જિંદગી બદલી શકું તે માટે મારી સમજ આવી. આ વર્કશોપમાં જિંદગીમાં આવનારા પડકારો સામે કેવી રીતે ટકીને આગળ વધી શકાશે તેની માહિતી મળી અને ગ્રૂપ તરફથી ખૂબ સારી સમજણ મળી. અને તે મારી જિંદગીમાં ઉતારીને મારું ધ્યેય પ્રાપ્ત કરવામાં મદદ કરશે.” - વિરલ પંચાલ, ઓએસિસ, વડોદરા

“It was tremendous experience for me because after awareness of the subjects grasped in past two years, now it’s a time of actual implementation. For me, Integrity in simple sentence is doing right things always. Yes, now you have to do what you say.”- Nilesh Vankawala, Surat

“I feel more conscious about myself and how I play an important role in changing the society at large by just changing myself. The act of bringing consciousness in myself has by far surpassed all my expectations.” - Amit Kansara, Navsari
 
“સૌથી પહેલાં તો હું મારી જાતને નાનાં-નાનાં પ્રૉમિસ આપીશ અને પાળીશ. હું જેવી છું તેવી દેખાઈશ. એકસૂત્રતાવાળી વ્યક્તિ નાનાં-નાનાં બહાનાં ના શોધે અને પોતાના ધ્યેય સુધી પહોંચે. એકસૂત્રતાવાળી વ્યક્તિ બન્યા પછી મને મારા પર ગર્વ થશે.” - કેયુરી નાયર, વડોદરા
Jyotirdhar Teachers & Facilitators Commence Their Journey on the Path of Spirituality
As They Enter into Final Year of L3 Course 
“એકાંતમાં આંતરખોજ કરવાની વાત સૌથી ઉત્તમ લાગી”
Teachers and facilitators from one of the batches (2013-16) of Hu Chhu Jyotirdhar Abhiyaan began their final year of L3 course. The first workshop was organized at Oasis Valleys from 25th to 28th February, 2016. The series has been facilitated by Sanjiv Shah & Sheeba Nair from Oasis.
Crux of Reflections by Participants after the Workshop:
 
આ ત્રણ વર્ષની યાત્રા દરમિયાન મને થતું કે હું એક સારી વ્યક્તિ બની શકી. પરંતુ, આ વર્કશોપના દિવસો દરમિયાન મને ભાન થયું કે મારે તો મહાન વ્યક્તિ બનવા તરફનો રસ્તો પકડવાનો છે; બોલવાથી કે વાંચવાથી કંઈ ના થઈ શકે. Actionમાં મૂકવાનો સમય હવે આવી ગયો છે. મારી વિકાસયાત્રાને હું જ અટકાવી રહી છું તેનું ભાન થયું. – મિતલ દેસાઈ, નવસારી

આ કાર્યશાળામાં એકાંત અંગે શીખ્યા. એકાંતમાં બેસીને પોતાની સાથે વાત કરવી એ કેટલું અઘરું છે તે સમજાયું. મને હતું કે હું એકલી રહી શકું છું અને મને ગમે છે. પરંતુ આ એકાંત જુદું છે. આ એકાંત એટલે અંતરમાં ઊતરવું અને પોતાની સાથે વાત કરવી. – અર્પિતા દેસાઈ, નવસારી

મારા માટે સૌથી અગત્યની બાબત એકાંત-મૌન-સ્વનિરીક્ષણ-આત્મસન્માનની સમજ રહી, કારણ કે કોઈક વાર એકલતામાં આનંદ આવતો તો કોઈક વાર કંટાળો. ‘મારું જીવન એ મારી જવાબદારી’ની સમજ વધારે દૃઢ થઈ. – પ્રતિકસિંહ પરમાર, નવસારી

હું અંતરમુખી બન્યો, અંદર મારી જાત સાથે વાત કરતો થયો. અંત:કરણના વિજ્ઞાન દ્વારા મારી જાત સાથે સંવાદ કરતો થયો. મેં મારી જાત સાથે દોસ્તીની શરૂઆત કરી. હું મને ગમવા લાગ્યો. – ડૉ. અતુલ ઉનાગર, આણંદ
Oasis Valleys Staff Begins Journey of L3 Course

“કાર્યશાળાથી જીવન વિશે, જીવનમાં કેવો વ્યવહાર રાખવો તે વિશે જાણવા મળ્યું;
ખોટી માન્યતાઓ કેવી રીતે દૂર કરી શકાય તે જાણવા મળ્યું”
Oasis Valleys Staff Team, happy after the first workshop
 
Staff at Oasis Valleys began their journey with Oasis L3 Course and had their first workshop on 31st January and 1st February, 2016. Most of the participants hail from the neighbouring villages of Oasis Valleys. The first workshop was facilitated by Dr. Pallavi Raulji & Binit Shah from Oasis. 
Few Reflections after the Workshop:
 
“આ કાર્યશાળા જીવનમાં ખૂબ ઉપયોગી થશે. કેવી રીતે સામેવાળી વ્યક્તિને જોવી - એ બધું અમને જાણવા મળ્યું. મારાં બાળકોને કેવી રીતે જીવન જીવવું એ શિખવાડીશ, એમને સારા વિચારો, સારા સંસ્કાર આપી શકીશ, જે હું અહીંયાંથી શીખી છું. હું સારી બનીશ, સારી બાબતો શીખીશ તો હું મારા કુટુંબમાં અને મારાં સગાવહાલાંને શિખવાડી શકીશ અને મારાં બાળકોને પણ આમાં ભાગ લેવા સમજાવીશ.” - ઉષા રણા, જુના માંડવા (કિચન ટીમ મેમ્બર, ઓએસીસ વેલીઝ)

“કાર્યશાળામાં જોડાઈને ખૂબ જ સારું લાગ્યું. અમે બધા એક સાથે કામ કરતા હોવા છતાં પહેલી વાર આ કાર્યશાળામાં એક સાથે સમય વિતાવી શક્યા એ ખૂબ જ ગમ્યું. એક સાથે રહીને એકબીજા વિશે ઘણું બધું જાણવા મળ્યું.” - મદીના રાઠોડ, જુના માંડવા (હાઉસ કીપિંગ ટીમ મેમ્બર, ઓએસીસ વેલીઝ)

“આ કાર્યશાળા મને જીવનમાં ધ્યેય પાર પાડવામાં ઉપયોગી સાબિત થશે. જીવનમાં બધા જોડે સંબંધો કેવા રાખવા તે બાબતમાં ઉપયોગી સાબિત થશે. હવે, જીવનમાં હંમેશાં ખુશ રહેવાનો પ્રયત્ન કરીશ.” - ઇમરાનખાન શેખ, જુના માંડવા (સ્ટોર ઈન્ચાર્જ, ઓએસીસ વેલીઝ)
Team Alive
 • Alkesh Raval   • Avani Kulkarni  • Hiral Patel  • Kshama Kataria  • Mehul Panchal    • Sanjiv Shah    • Sheeba Nair    • Shrey Shah
Alive Archives
To view ...Alive archives,
Please click here
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. 

If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.