Newsletter-cum-magazine of Oasis Movement         Year 9 /  Issue 11 /  Apr 8, 2016
Oasis Life Camps Spread in Suarashtra Region
 
Rajkot Students Get Self-Confidence to Achieve Goals
Facilitator Dr. Atul Unagar, interacting with the students
50 Students of Sister Nivedita School, Rajkot, participated in Oasis Life Camp organized at the school premises from 7th to 9th February, 2016. Students were encouraged to see big dreams and to have high goals in life. The camp was facilitated by Dr. Atul Unagar, Oasis & he was assisted by Dr. Maya Soni, Oasis, Ahmedabad.  
 
“શિબિરમાં અમારો આત્મવિશ્વાસ ખૂબ વધ્યો, ગભરાટ વગર બોલતા શીખ્યા;
સાચી સફળતા પ્રાપ્ત કરવાની પ્રેરણા મળી”
(photo left) Facilitator Atulbhai guiding students for group discussion,
(right) Mayaben encouraging girl to share her views
Crux of reflections from students after the camp:
 
"શિબિરમાં મને સૌથી વધારે એ બાબત ગમી કે આપણે આપણા જીવનમાં ધ્યેય રાખવું જોઈએ. જીવનધ્યેય એ શરીરમાં રહેલા આત્મા જેવું છે. શરીરમાંથી આત્મા નીકળી જાય તો શરીર નકામું છે. તેવી જ રીતે જીવનમાં ધ્યેય ના હોય તો જીવન કશા કામનું નથી. મને શિબિરની મનાંકનો, સાચી પસંદગીની રીત, ગાડરિયા પ્રવાહથી કેમ બચવું, આપણા સારા ગુણોની ચકાસણી, આત્મવિશ્વાસ, હિંમત, મહેનત, વગેરે જેવી બાબતો પણ ખૂબ ગમી તથા એકબીજાના સારા ગુણો જોવાની બાબત જીવનમાં ખૂબ ઉપયોગી થશે. હું એક સારી વ્યક્તિ બનીશ અને સમાજને ઉપયોગી બનીશ." - કૃષ્ણ ખેરડીયા

"ધ્યેયપ્રાપ્તિ માટે વ્યક્તિમાં કેળવવા યોગ્ય ગુણો જેવા કે, વિનમ્રતા, આત્મવિશ્વાસ, દરેક બાબતમાં ઊજળું પાસું જોવાની દૃષ્ટિ, સહિષ્ણુતા, જ્ઞાન, નૈતિકતા, સત્યનિષ્ઠા, કર્તવ્યપાલન, અડગ નિશ્ચય, ધ્યેયપ્રાપ્તિ માટેના પ્રયત્ન, કારકિર્દી, જીવનધ્યેય, પ્રામાણિકતા, નિખાલસતા, મહેનત, સખત પરિશ્રમ, રાષ્ટ્રભક્તિ વગેરે વિશે જે જાણવા મળ્યું તે ખૂબ ગમ્યું તથા તેને વિકસાવવા અતુલભાઈએ તથા માયાબેને ખૂબ જ સારો પ્રયાસ કર્યો." - જાહ્ન્વી રાણા

"અહીં શિબિરમાં અમારો આત્મવિશ્વાસ વધ્યો. અહીં બધાની વચ્ચે ઊભા કરીને અમને પ્રશ્નો પૂછે, તેથી અમારો ડર પણ દૂર થયો, ગભરાટ વગર બોલતા શીખ્યા. સાચી સફળતા પ્રાપ્ત કરવાની પ્રેરણા મળી. આપણે જીવનમાં શું કરવું અને શું ના કરવું વગેરે જેવી ઘણી બાબતો અમને જાણવા મળી." - દૃષ્ટિ ત્રિવેદી

"આ શિબિરની ઘણી બધી બાબતો અમને જીવનમાં ખૂબ ઉપયોગી થશે. જેવી કે, આપણે આપણા ધ્યેય સુધી પહોંચવા મહેનત કરવી જોઈએ, અને આગળ વધી મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ. આપણું સાચું ધ્યેય મેળવવું જોઈએ. સૌના સારા ગુણો જોવા જોઈએ." - નીરજ જોગરાણા

"શિબિરમાં મને 'મહેનત અને નસીબ'-વાળી રમત સૌથી વધુ સ્પર્શી ગઈ. કારણ કે આ રમતમાં જાણવા મળ્યું કે કોઈ પણ કાર્ય મહેનત વગર થતું જ નથી. નસીબનો દોષ નથી. આપણે મહેનત એવી કરીએ કે આપણું નસીબ સારું બને. નસીબથી જીવન નથી ચાલતું, મહેનત અને કઠોર પરિશ્રમથી જીવન ચાલે છે." - ખુશી પારેખ

"અમને શિબિરમાં તે વસ્તુ ગમી કે અમને એકબીજાના સારા ગુણો જોવાના કીધા. અને અમે એકબીજાના સારા ગુણો જોયા ત્યારે અમને અમે પોતે અને બીજા બધા ખૂબ સારા લાગ્યા." - વિશ્વા બુદ્ધદેવ

"આ શિબિરમાં સફળતા વિશે જાણવા મળ્યું. નિષ્ફળતા અને પ્રયત્ન વચ્ચેના ભેદની જાણ થઈ. જીવનમાં સફળતા પામવા જતા કદાચ ક્યાંક અમે જે ધાર્યું હોય તે ન પણ થાય તો અમે તેને નિષ્ફળતા નહીં પરંતુ પ્રયત્ન સમજીને આગળ વધતા રહીએ અને કોઈ દિવસ હાર ન માનીએ તેથી આ મુદ્દો જીવનમાં ખૂબ ઉપયોગી થશે." - મહેક રાવલ

“અતુલભાઈનો સ્વભાવ ખૂબ જ સારો હતો. તે અમને બધાને પોતાના મિત્રો માનતા હતા. તેથી અમને ખૂબ મજા આવી. તેમની મુદ્દા સમજાવવાની પદ્ધતિ અમને ખૂબ જ ગમી. તેમની વાતોથી શિબિરનું વાતાવરણ શાંત થઈ જતું હતું. તેમની વાર્તાઓ કહેવાની પદ્ધતિ પણ ખૂબ જ સરસ હતી.”  - યક્ષી ઠાકર
Rural Girls of Mahuva Get Courage to See Dreams;
Learn to Take Right Choices 
Facilitator Pallaviben, encouraging girls to share
 
Oasis Life Camp was organized for Girls of Kharak Gnyati Kanya Chhatralay, Mahuva, Dist. Bhavnagar. 54 girls participated in the camp which was organized from 19th to 21st February, 2016 at their hostel premises. The camp was facilitated by Dr. Pallavi Raulji, Oasis. The camp was organized by Madhubhai Kapadia, Member of Educational Committee, Kharak Gnyati, Mahuva.
 
“નિર્ણય લેતા શીખ્યા, નિર્ણય પર અડગ રહેતા શીખ્યા;
આત્મવિશ્વાસ વધ્યો, મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત મળી”
Girls listening intently to their facilitator
Girls' feedback after the camp, in crux:
 
“શિબિરમાં કહેલી વાર્તા મારા જીવનમાં ખૂબ ઊંડે સુધી સ્પર્શી ગઈ છે. તેમાંથી શીખ્યા કે હંમેશાં ખૂબ ખુશ રહેવું જોઈએ. આપણે આપણા જીવનમાં સાચી પસંદગી કરવી જોઈએ. તેમ જ આપણે હંમેશાં આત્મવિશ્વાસ રાખવો જોઈએ. આપણે હંમેશાં નિર્ણય પર અડગ રહેવું જોઈએ.” - અનિતા વળિયા

“જીવન એટલે પસંદગી. શિબિરમાં મને શીખવા મળ્યું જીવનમાં કેવી પસંદગી લેવી. કેવી રીતે પસંદગી લેવી, અને જે પસંદગી આપણે લીધી છે તેમાંથી આપણને શું ફાયદો થાય છે.” - શ્રુતિ કાપડિયા

“આ શિબિરમાં સૌથી વધુ મને સફળતા વિશે જે માહિતી મળી તે ખૂબ સ્પર્શી ગઈ. મારે ડૉક્ટર બનવું છે. જે હું બનીને જ રહીશ.” - અસ્મિતા ભૂત

“ઇકબાલ મૂવીમાં જોયું હતું કે ઇકબાલ મૂંગો હતો સાંભળતો પણ નહોતો, છતાં તેણે ક્રિકેટર બનીને બતાવ્યું. તેમાંથી શીખવા માટે મળ્યું કે, હિંમત ન હારવી જોઈએ. મહેનત કરીને આગળ વધવું જોઈએ. પોતાનો નિર્ણય પોતે લેવો જોઈએ.” - પ્રિયા કાપડિયા

“શિબિરમાંથી આત્મવિશ્વાસ મળ્યો. અમારું સપનું જોયું. હું શિક્ષક બનીને ગરીબ લોકોને સારું શિક્ષણ આપીશ.” - આરતી કાપડિયા

“અમારી શિબિરનાં સંચાલક પલ્લવીબેન ખૂબ સારાં હતાં. તેમની ભાષા ખૂબ સારી હતી. તેઓ અમને શાંતિથી સાંભળતાં અને શાંતિથી વર્તન કરતાં. પ્રશ્ન પૂછવાના હોય તો અમે ગભરાયા વગર પૂછી શકતા હતા. અને તેઓ શાંતિથી અમને જવાબ આપતાં હતાં. તેઓ લાગણીવાળા હતાં.” - કાજલ ઠાંઠ

“પલ્લવીબેન અને મધુભાઈએ અમને જીવન જીવવાનું શીખવ્યું. ખૂબ સારું જ્ઞાન આપ્યું.” - રિન્કલ દેસાઈ
Oasis South Gujarat Centre

Oasis Life Camps Reach to Children of Dangs
(Top photo) Children learning through Role-plays, 
(Bottom photo) Group with their facilitator, Praksha Desai

 
Praksha Desai, member of Oasis Movement Core Community, has taken a mission to take Oasis Life Education to underprivileged children of Dangs Dist., Gujarat.

The first Life Camp was organized for students of Asharamshala of Kalibel from 4th to 6th March, 2016. 50 students of 6th & 7th grade participated in the camp, facilitated by Praksha Desai. Students learnt about being courageous in life, self-confidence, truthfulness, hard work, etc. 


“મને શિબિરમાંથી હિંમત રાખવાનું અને પોતાનાં સપનાં પૂરાં કરવાનું શીખવા મળ્યું”
What children reflected after the camp, in crux:

“આ શિબિરમાં મને આત્મવિશ્વાસ, ‘જીવનની પસંદગી’ નાટક, પરિચય, મકડી ફિલ્મ, આ બધું ખૂબ જ ગમ્યું. ઇકબાલ ફિલ્મ પણ ખૂબ ગમી. ઇકબાલ ફિલ્મથી શીખ્યા કે આપણું  સપનું પૂરું કરવા માટે હિંમત રાખવી જોઈએ અને હંમેશાં સાચું બોલવું જોઈએ.” - દિવ્યા ભીસરે

“આ શિબિરમાં શીખેલી બાબતો - હિંમત કરવી જોઈએ, મહેનત, આત્મવિશ્વાસ, સાચું બોલવું જોઈએ, એકબીજાને મદદ  કરવી જોઈએ, શ્રેષ્ઠતા, નિયમોનું પાલન કરવું જોઈએ, દયા રાખવી; આ બધી બાબતો મને ગમી.” - રોહિણી ભોયે

“શિબિરમાં મને ફિલ્મ ખૂબ જ ગમી; કેમ કે, તેમાં મને શીખવા મળ્યું કે આત્મવિશ્વાસ રાખવો જોઈએ, સાચું બોલવું જોઈએ અને હંમેશાં હિંમત રાખવી જોઈએ, અને કદી ભેદભાવ ન રાખવો જોઈએ. એવું પણ શીખવા મળ્યું કે આપણે  કોઈ દિવસ ચોરી કરવી જોઈએ નહીં, અને ભૂત-પ્રેતથી ડરવું નહીં.” - મરિયમ ગાવિત

“ઇકબાલ ફિલ્મ મને ખૂબ જ ગમી કારણકે એમાંથી મને હિંમત રાખવાનું અને પોતાનાં સપનાં પૂરા કરવાનું શીખવા મળ્યું.” - હેલી ચૌધરી

“શિબિરમાં મને મહેનતનું નાટક ગમ્યું. નાટકમાં મને શીખવા મળ્યું કે મહેનત કરવાથી કામ સફળ થાય છે. હું મોટી થઈને ખૂબ મહેનત કરીશ અને પરીક્ષા માટે પણ ખૂબ જ મહેનત કરીશ.” - નિકિતા ગાવિત

“અમને પ્રક્ષાદીદી પાસેથી ખૂબ જ શીખવા મળ્યું કે જે અમને જીવનમાં ખૂબ જ કામ લાગશે. અમારો આત્મવિશ્વાસ વધી ગયો છે.” - પ્રવિણ ગામીત
Hu Chhu Jyotirdhar Abhiyaan

Navsari Teachers Complete Third Year
With Deeper Understanding of ‘Life of Integrity’
Facilitator Siddharth Mehta (extreme left) is listening to the participant
 
A batch of Navsari Teachers concluded third year in L3 Course. Last workshop was organized on 27th & 28th February at Gandhi Ghar, Kacholi, Navsari. The series has been facilitated by Siddharth Mehta, Director, Shairu Gems Diamonds P. Ltd., Surat.
 
“કાર્યશાળામાં એકસૂત્રતા વિષયની સમજણ મારા વ્યવહાર અને
વર્તણૂક પર ખૂબ જ ઉમદા અસર કરી રહી છે”
The Group with their facilitator
Crux of feedback from participants about the workshop:

“ખરેખર, આ કાર્યશાળામાં ચર્ચાના વિષયો અને જ્ઞાન જીવન જીવવા માટે ખૂબ જ જરૂરી અને અગત્યનાં છે. અહીંથી મેળવેલ જ્ઞાનની મદદથી જીવન કેવી રીતે સાચી રીતે અને સાચી રીતે જીવવાની સમજણ કેળવી શક્યો. એકસૂત્રતા વિષયની સમજણ મારા વ્યવહાર અને વર્તણૂક પર ખૂબ જ ઉમદા અસર કરી રહી છે અને આની મદદથી હું મારા વર્તનમાં ખૂબ પરિવર્તન લાવવાની કોશિશ કરી શકીશ.” - મીનલકુમાર સોની

“આ કાર્યશાળાની સાથે સાથે જીવનની એવી પ્રયોગશાળા છે જ્યાં આપણે આપણા જીવનના પ્રશ્નોનો ઉકેલ મેળવતા હોઈએ છીએ. આ પ્રયોગશાળા દ્વારા આપણે આપણી જીવનશાળા ખૂબ જ પ્રેમાળ રીતે સહજ રીતે જીવી શકીએ છીએ.” - મેઘના કાપડીયા

“હું શિક્ષક છું. મારા વિચારોમાં થયેલો સુધારો શાળાના વિદ્યાર્થીઓ અને ઘરનાં બાળકોને ઉપયોગી થશે. મારાં વર્તન, વ્યવહારમાંથી બાળકોને શીખવા મળશે એવું મારું માનવું છે.” - ડૉ. મિત્તલ નાયક

“વિચાર-વાણી અને વર્તનની એકસૂત્રતા સાચા અર્થમાં કેવી રીતે લાવી શકાય તે જાણવા મળ્યું અને ફક્ત બીજા જુએ ત્યારે જ નહિ, પણ એકલા હોઈએ ત્યારે પણ જાત સાથે પ્રામાણિક બનવાથી શાંતિ અને સુખ મેળવી શકાય. જે જીવનમાં  ખૂબ જ ઉપયોગી છે. સિદ્ધાર્થભાઈ ખૂબ જ ઉમદા વ્યક્તિ છે. એમની નિષ્ઠા જોઈએ એટલે આપણને અમુક હકારાત્મક કર્યો કરવાની હિંમત મળે અને નકારાત્મક કર્યો માટે ગુનાહિત લાગણી અનુભવાય. જ્યારે આટલી વ્યસ્તતા છતાં આ વ્યક્તિ આટલાં પ્રતિબદ્ધ છે, તો આપણે પણ હોવું જોઈએ.” - દર્શના દેસાઈ
With Learning ‘Art of Listening’
Kutch Teachers Conclude 1st Year
(Top photo) Teachers in Role-play; (Bottom photo) Group with the facilitator
 
Teachers from Kutch Dist. completed the first year of L3 Course – Mahan Hrudayona SaReGaMaPaDhaNi (MHS) Series. The last workshop was organized from 25th to 27th March, focusing on Learning the Art of Listening. For majority of teachers, 1st year changed the way they looked at Life, and they commenced on a new path of learning and growing.
The series has been facilitated by Pratiksinh Parmar, CEO, Oasis South Gujarat Centre.

 
“ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ આવી ગયો અને જીવન જીવવાનો અભિગમ પણ બદલાઈ ગયો”
Reflections from participants at the end of 1st year, in crux:
 
“આ કાર્યશાળા અને કાર્યક્રમમાં જોડાઈને મારા વિચારો બદલાયા, બીજાને સમજવાની શક્તિમાં વધારો થયો. મારી અંદર જે કાંઈ પણ લઘુતાગ્રંથિ હતી તે દૂર થઈ.” - અમૃતા ગામીત

“આ કાર્યક્રમ દ્વારા વ્યક્તિ પોતાની જાતને ઓળખતો થાય છે. વ્યક્તિ જેવો છે તેવો સ્પષ્ટ થાય છે. પોતાની અંદરના દુર્ગુણો કે દુર્વ્યવહાર દૂર કરવાની તક મળે છે. આપણે એક સારા માનવી બનીએ અને એ દ્વારા આવતી પેઢીને એક સારો અને સાચો શિક્ષક મળે અને નવી પેઢી પણ પોતે તૈયાર થઈ દેશને સારા અને સાચા નાગરિકો આપી શકે છે.” - નીતા ગોસ્વામી

“આ કાર્યશિબિરમાં જોડાયા બાદ તો ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ આવી ગયો છે અને જીવન જીવવાનો અભિગમ પણ બદલાઈ ગયો છે. સામાન્ય જીવન ને બદલે શ્રેષ્ઠ જીવન જીવવાનો અભિગમ મળ્યો છે.” - દક્ષા પિંડોરીયા

“શ્રવણનું કામ બંને જગ્યાએ ખૂબ જ ઉપયોગી બનશે. વિદ્યાર્થીઓ સાથે તેમને ધ્યાનપૂર્વક સાંભળી પછી જ નિર્ણય લેવો અને કૌટુંબિક જીવનમાં પણ તેનો અમલ કરી સંબંધોને વધુ મજબૂત બનાવી શકીશ.” - રેખા સોની

“કાર્યશાળાના સંચાલક ખૂબ જ હકારાત્મક રહી દરેક બાબત ખૂબ જ ઉત્તમ રીતે શીખવવાનો પ્રયત્ન કરે છે. હંમેશાં હસતાં રહી દરેક સહભાગીને દરેક કાર્યમાં ઉત્તમ રીતે સામેલ કરવાનો પ્રયત્ન કરે છે. બધાને સાંભળે છે, સમજે છે અને શીખ્યા પછી શીખવવા મથે છે.  જ્યાં સુધી બધા શીખી ન શકે ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખે છે.” - ગાયત્રી શાહ

“પ્રતિકભાઈ ખૂબ ધીરગંભીર અને શાંત પ્રકૃતિના છે. તેઓ કાર્યશાળાના દરેક તાલીમાર્થીને અંગત રીતે સમજે છે, તે પ્રમાણે માર્ગદર્શન આપે છે. તેઓ સાચા અર્થમાં અમારા માટે એક નવી કેડી કંડારવાનું કામ કરી રહ્યા છે. તેમ જ સાચા શિલ્પીની જેમ કાળજીપૂર્વક અમને, અમારા જીવનને નવો આકાર આપી રહ્યા છે.”- નેહલ ત્રિવેદી
Team Alive
• Alkesh Raval   • Avani Kulkarni  • Hiral Patel  • Kshama Kataria  
• Mehul Panchal    • Sanjiv Shah    • Sheeba Nair    • Shrey Shah
Alive Archives
To view ...Alive archives,
Please click here
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. 

If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.