Newsletter-cum-magazine of Oasis Movement         Year 9 /  Issue 13 /  May 1, 2016
Summer 2016 - Celebrations of Freedom & Happiness Commence

In Dream India Camp for Board Students
Children Live Their Dream India at Oasis Valleys 

“મિત્રતા, પ્રેમ, નેતૃત્વ, મુશ્કેલીઓના હલ, ભૂલ સ્વીકારતા, વિશ્વાસ રાખતા શીખ્યા;
જાણે જિંદગીને સાચી રીતે જીવતા શીખ્યા”
Children take vows to make their country better 
After completing their board (10th & 12th) exams, 96 teenagers participated in Oasis Dream India Camp at Oasis Valleys for 9 days from 1st to 9th April. They learnt to live their Dream Life with the best values of Life. Children blossomed into happy & responsible citizens in an environment of complete freedom & trust; they built the nation of their dreams!

The camp was facilitated by Hiral Patel, Chief Program Coordinator, Oasis. Hasmita Parmar & Vatsala Shah assisted her as Co-facilitators.

Vatsala Shah also took charge of Overall Camp Management and she was assisted by Viral Patel (Real Estate Developer, Jala Group, Vadodarta). Young volunteers of the camp - Falguni Joshi, Fatema Rangrej, Ronak Pawar, Saaz Samnani, Shabana Ansari & Shailesh Agrawal  - assisted in management by shouldering various responsibilities.
આ કૅમ્પમાં સ્વતંત્રતા મળવાથી અમે જવાબદારી લીધી અને હિંમતથી આખા દેશનું સંચાલન કરી શક્યા. સાહસ કરતા શીખ્યા. એકબીજાનો સાથ મળ્યો. અને પ્રેમ અને ભાઈચારો વધ્યો.
- મુન્ની રાઠવા
Crux of Reflections by children about the camp:

I have learnt that what a real leader is; how to lead community, washing our own utensils after eating and to be a good person & a real honest citizen of India.  - Jenisha Malaviya

હું આ કૅમ્પમાંથી ખાસ તો એ શીખ્યો કે આપણાથી ગમે તેટલી મોટી ભૂલ થઈ ગઈ હોય તો આપણે તેને સ્વીકારીને તેને સુધારવી જોઈએ. અમને અહીં સુખમાં અને દુઃખમાં સમાન રીતે બીજાનો સાથ આપીએ એવા બનાવ્યા. - જીમિલ પટેલ

આ કૅમ્પમાંથી હું મારા જીવનને સાચી રીતે જીવતા શીખ્યો છું. મારામાં આત્મવિશ્વાસ ખૂબ વધી ગયો છે. જીવનની મુશ્કેલીઓને સાચી રીતે સમજતા અને ઉકેલતા શીખ્યો છું. અને એક સાચો લીડર બનતા શીખ્યો છું. - રાધેય પારેખ

આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાંથી હું એવું શીખી છું કે છોકરા-છોકરી વચ્ચે સમાનતા રાખવી જોઈએ. અમને અહીં સ્વતંત્રતા આપવામાં આવી હતી અને અમે નિયમો જાતે જ બનાવ્યા હતા. અને અમે બધાએ તેનું પાલન કર્યું તેથી અમને ખૂબ ખુશી છે. ટેકરીઓ પર અમને ચઢવાનું ખૂબ ગમ્યું. - રીના રાઠવા

અમારી ખોટી આદત છૂટી ગઈ. બધાએ અમારી સાથે મિત્રતા કરી તેમાં અમને ખૂબ જ મજા આવી. મોડે સુધી જાગવાની આદત છૂટી ગઈ. ઘરે આળસ કરતા હતા. ત્યાં અમને ખાવાનું પણ કાઢીને આપતા. અહીંથી અમે અમારું કામ જાતે કરતા શીખ્યા. ડિશ ધોતા શીખ્યા. સવારે વહેલા ઊઠીને જોગિંગ કરતા શીખ્યા. – કિશન ભરવાડ

I learnt the most important values of a leader. I think the education system of this Oasis camps is so different. It is helpful to live a different life from others in the world with true love and affection.Niteen Rathwa

કૅમ્પમાં આવીને મારો આત્મવિશ્વાસ વધ્યો છે. શાળામાં ક્યારેય કોઈ પ્રવૃત્તિમાં ભાગ નહીં લીધો હતો. અને ડર પણ ખૂબ લાગતો હતો. પણ અહીં આવીને બધામાં ભાગ લીધો અને તેનાથી અમારો ડર દૂર થયો. – વિશિકા સપકાળે

બહારની દુનિયામાં ગામડાના છોકરાઓ સાથે શહેરના છોકરાઓ વાત ના કરે, બેસે નહીં. અહીં આવીને અમે બધાની સાથે મિત્રતા કરી. તેમના જીવનની ઘણી બધી વાતો સાંભળી. અને ખૂબ જ સુંદર રીતે જીવન જીવતાં શીખ્યા તે ખૂબ ગમ્યું. – સ્નેહા રાઠવા
Children Experience Real Citizenship
Children’s Parliament Teaches Them Responsibility & Justice
Photo above: Process of Justice in progress in Children's Parliament
 
Jury of 10 friends was elected and they conducted children’s parliament daily during the late evening assembly. It was the process where children experienced real freedom. They learnt Self-governance by taking responsibilities. They learnt how a country is run, and what kind of sensitivity and sensibility is needed to do the right Justice. They learnt to listen to others and consider other's opinions.
“જ્યારે અમને ન્યાય જોઈતો હતો ત્યારે આ નાનકડા દેશમાં ન્યાય મળ્યો,
 સમસ્યાઓનું નિવારણ મળ્યું; જે બહાર અમને નથી મળતું”
બાળકોની અદાલત વિશે કેટલાક પ્રતિભાવોના અંશો: 

જ્યૂરી મિત્રો જે રીતે બધાની સમસ્યા સમજતા હતા અને તેનું નિરાકરણ આપતા તે મને ખૂબ જ ગમ્યું. તે પણ શાંતિથી, પૂરી નિષ્ઠા અને પૂરેપૂરા ભાવથી ચલાવતા હતા. - શિવાની માછી

આ કૅમ્પની અદાલત ખૂબ જ ગમી કારણ કે, ત્યાં બધા જ સમાન હોય છે. અને જ્યૂરી પણ સાચો, સારો, બધાના હિતમાં ન્યાય આપે છે. જ્યૂરી બધાને બોલવાનો મોકો આપે છે, અને મને સૌથી વધારે બધાનો સાથ-સહકાર ખૂબ જ ગમ્યો.કરુણા રાઠવા
"Everyday They Tell Us How Good We are;
It Boosts Our Confidence Very Much"


Each & Every Child is Affirmed in Morning Star Assembly
Photos above: Facilitator Hiral Patel (left) & Co-facilitator Vatsala Shah (right)
encouraging children to share
Lots of Choices in Learning Sessions;
Children Learn to Take Choices & Be Ready for Consequences
Photo above: Session is in progress on "My Life is My Choice" , by Viral Patel
 
In the camp, children were offered more than 45 subjects/sessions to choose from. They learnt to make right choices and if not taken, learnt to bear the consequences – a lesson which will help them in their life. Ten full-time teachers/faculties & Nine guest faculties were invited to help children learn.

The teachers/faculties and their subjects were –
Arpita Desai – Books Are My Best Friends, Rainwater Harvesting; Digvijaysinh Champavat – Morning Meditative Walk, Farming & Desi Games; Falguni Joshi – Cooking for Amateurs & Master Chef India; Hasmita Parmar – Zumba, I Can Dance & Dance Teaches Us; Hiral Patel – Leadership Development; Kalpesh Panchal – Farming, Plantation & Desi Games; Mahendrasinh Padhiyar – Drama, Mime & Theatre Games; Rama Aahir – Creative Craft, Project Work & Ramat-gamat; Vatsala Shah – Yoga, I Can Speak English, Viral Patel – Mountain Jogging, My Life Is My Choice & What Is Love and Saaz Samnani - Self Defense & Painting the Gate.
What children reflected about their sessions, in crux:

સૌથી વધારે ખુશ થયો કારણ કે, પુસ્તકો વાંચવાનું જરાય ન ગમતું છતાં, મેં ‘પુસ્તકો મારા શ્રેષ્ઠ મિત્રો’ના સેશનમાં ભાગ લીધો અને મને ખૂબ મજા આવી. – રાજેન્દ્ર સગર

મારો સૌથી પ્રિય સેશન ‘પ્રેમ એટલે શું’ એ હતો. કારણ કે આગળ જતાં તે આપણને ખૂબ કામ આવે છે. આપણી ઉંમર ૧૫-૧૬ વર્ષની હોય ત્યારે આપણામાં હોર્મોન્સના ઘણા ફેરફારો થતા હોય છે. તે સમયે આકર્ષણમાં ફસાવાનો ભય વધારે રહે છે; ખોટા પ્રેમમાં પડવાની ભૂલ થઈ શકે છે. આથી આપણે સાચા પ્રેમને સમજવો જોઈએ. આ શીખ્યા પછી બધાને પ્રેમને લઈને જે ખોટો ખોટો ભ્રમ હતો તે દૂર થયો. અને આ બધું જાણીને ખૂબ આનંદ થયો. – સવેરા પંખાનીયા

મારો સૌથી પ્રિય સેશન ‘મેડીટેશન અને ચાલવું’ તે હતો. તેમાં શીખવા મળ્યું કે કસરત કરીને આપણે કેવી રીતે આપણા શરીરને તંદુરસ્ત બનાવવું જોઈએ. અને તેવું કરવાથી આપણું શરીર સુડોળ રહે છે. – સ્નેહા સૂર્યવંશી

સમગ્ર કૅમ્પમાંથી મારો સૌથી પ્રિય સેશન 'Rain Water Harvesting' નો હતો. કારણ કે, આ સેશનમાં મને પાણીનું મહત્ત્વ જાણવા મળ્યું. ઘણી જગ્યાએ સાંભળીએ છીએ કે, પાણી બચાવો, પાણી બચાવો. આ સેશનમાંથી હકીકતમાં મને પાણી કેવી રીતે બચાવવું તે જાણવા ને શીખવા મળ્યું. – નમય શુક્લા

આ સમગ્ર કૅમ્પ દરમ્યાન મને 'ફૂડ એન્ડ ન્યૂટ્રિશન'નો સેશન ખૂબ ગમ્યો. તેમાં મને આપણા શરીરને કયાં કયાં તત્ત્વોની જરૂર છે. અને સમગ્ર પ્રક્રિયા કેવી છે તે જાણવા મળ્યું. કયાં ભોજનમાંથી શું મળે છે તે પણ જાણવા મળ્યું. – આદિત્ય પટેલ

આ કૅમ્પમાંથી મારો સૌથી પ્રિય સેશન ડાન્સનો હતો. તેમાં હસ્મિતાદીદી એટલું મસ્ત શિખવાડે છે કે એક વાર શિખવાડે તો આવડી જ જાય. કોઈ દિવસ આવો ડાન્સ કરવા મળ્યો ન હતો. ડાન્સ શીખવાનું તો ખૂબ ગમે પરંતુ ક્યારેય તક ન મળી હતી. અહીં આવીને એ તક મળી તેથી હું ખૂબ ખુશ છું. – વિશિકા સપકાળે
Guests Share Their Knowledge, Children Shower Love
Above Photo Collage: 'Oasis Farewell' to Guests 
 
The guest faculties & their subjects were - 

Jayant Parikh - Art with Sketch Pens, Collage & Painting; Ketan Parmar - Social Entrepreneurship; Manish Brahmbhatt - Team Is Supreme; Mital Patel - Clay Modelling; Nancy Munim - Garba Khelaiya (Gujarati Folk Dance Players); Niranjana Shah - Food & Nutrition; Purvi Dalal - Creative Henna Art & Henna on Candle; Suhaas Shah - Instant Rangoli; Upendra Jaani - Scientific Experiments
 
Special Session: Unconventional Careers & Their Scopes in India
Photo Above: Children talking to Guests in a special session:
(from left) Jayant Parikh (Painting & Art), Mital Patel (Sculpture) & Ketan Parmar (Social Entrepreneurship) 

In a special session on 'Unconventional Careers & their scopes in India', a panel of guests had a dialogue with children. The guests, who themselves had taken an unconventional career were in the panel and they answered children's queries.
Last Day's Performances Validate That,
With Freedom & Happiness, Children Learn Fastest
Above Photo: Children in a difficult dance step during the last day's performances
Camp Moments & Glimpses
Above Photo: Campus tour to understand Oasis Valleys and efforts for Environment Protection
Above Photo: Children enjoying a special Candle light dinner
Group Photo: Happy Children at the end of the camp
Photos above: Farewell to Teachers/Faculties
Photos above: Farewell to Volunteers, Co-facilitators & Facilitator
Team Alive
• Alkesh Raval   • Avani Kulkarni  • Hiral Patel  • Kshama Kataria
• Mehul Panchal     • Sanjiv Shah    • Sheeba Nair   • Shrey Shah
Alive Archives
To view ...Alive archives,
Please click here
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. 

If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.