Newsletter-cum-magazine of Oasis Movement         Year 9 /  Issue 15 /  May 16, 2016
Oasis Life Camps Involve Tribal Children
Across Vadodara, Dangs Districts
Students of Tribal Schools Managed by MSA Goraj, Vadodara
Learn Right Values of Life
Photo above: Student sharing his dreams with other participants 
 
From April 16th to 21st, 2016, 5 Oasis Life Camps were organized for students of Tribal Schools managed by Muni Seva Ashram (MSA), Goraj, Ta. Waghodia, Dist. Vadodara.

3 Camps were organized at Vankuva Campus from 16th to 18th April, for Students of Swami Vivekanand Uttar Buniyadi School & Eklavya Model Residential School. 167 students from Std. 7th & 8th, 9th and 11th participated in the camps which were conducted in 3 batches.  Avani Kulkarni, Hasmita Parmar & Ankita Gandhi; Vatsala Shah & Viral Panchal and Mehul Panchal & Seema Desai facilitated the camps respectively.   

2 Camps were organized at Baxipanch Sharda Mandir Ashram Shala, Goraj from 19th to 21st April. 62 students of 7th & 8th Std. participated in two camps. Hasmita Parmar & Mital Patel and Avani Kulkarni & Vatsala Shah facilitated two camps respectively. 

The Camps were organized with the help of Yogeshbhai, Principal, Eklavya Model Residential School & Muni Seva Ashram, Goraj.
“શિબિરમાંથી અમે સાચું બોલતા શીખ્યા અને આત્મવિશ્વાસ કેળવતા શીખ્યા”
Photo above: Girl building her confidence in front of the group

Reflection by students of 7th & 8th Std.:

શિબિરમાં લક્ષ્યની બાબત અમને સૌથી વધુ સ્પર્શી ગઈ. કારણ કે, આપણે જિંદગીમાં કશું બનીને લોકોની સેવા કરીને આગળ વધવું છે. - હિતેશ રાઠવા

શિબિરમાં સૌથી વધારે આત્મવિશ્વાસ રાખવો, હિંમત રાખવી, મહેનત કરવી- એ ગમ્યું. કારણ કે, પહેલા તો હું જ્યારે બધાની આગળ કશું બોલવા ઊભી થાઉં તો મને ખૂબ જ બીક લગતી હતી. શાળામાં તો બોલી શકતી પણ કયાંક બહાર જઈને બોલવાનું હોય તો ખૂબ જ ડર લાગતો પણ હવે મને પોતાના પર વિશ્વાસ આવ્યો છે, હું જરૂર બોલી શકીશ. - પંકિતા ઘોરી

શિબિરના સંચાલક અમને ઘણા સારા લાગ્યા. અમને અવનીદીદીએ આઝાદી આપી હતી એટલા માટે મેં ધ્યાન દઈને આ શિબિરનું જ્ઞાન લીધું હતું.  એ અમને પ્રેમથી સમજાવતાં હતાં અને અમે ધ્યાન દઈને સમજતા હતા. હસ્મીતાદીદીએ શીખવાડ્યું છે કે હિંમત રાખવી જોઈએ અને પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ. - નવીન રાઠવા
“હું સતત પ્રયત્ન કરીશ, ખૂબ મહેનત કરીશ
અને બીજાની વાત સાંભળીને સાચો નિર્ણય લઈશ”
Photo above: Children in a group discussion
 
Reflections by students of 9th Std.:

શિબિરમાં અમને સૌથી વધારે મહેનત કરવાની બાબત સ્પર્શી ગઈ, કારણ કે, હું પહેલા ભણવામાં ધ્યાન આપતો નહોતો. પણ હવે હું ભણવામાં મહેનત કરીશ. મહેનત કરવાથી શું શું મળે છે એ વાતની મને ખબર પડી. - પંકજ પારગી

મને એ વાત સ્પર્શી ગઈ કે આ પહેલાં અમારી સ્કૂલમાં ઘણી બધી શિબિરો થઈ પણ એમાં મારો આત્મવિશ્વાસ કેળવાયો નહીં. આ શિબિરમાં મારો આત્મવિશ્વાસ વધ્યો. જે મારા માટે ઘણી મોટી બાબત છે. અને બીજી વાત, હું એ શીખી કે આત્મવિશ્વાસ, મહેનત, લક્ષ્ય વગર કશું પ્રાપ્ત થતું નથી. - તેજશ્વીની ચૌધરી

મને આ શિબિરમાં બધી જ વાત ખૂબ જ ગમી. પણ મને વાર્તામાંથી સાર કાઢવાનું ખૂબ ગમ્યું અને મૂવિમાંથી પણ સાર કાઢવાનું ખૂબ ગમ્યું. મને મારામાં પણ આત્મવિશ્વાસ આવ્યો. - અભિષેક લીંબાચીયા

શિબિરમાંથી અમે શીખ્યા કે જીવનમાં સફળ થવા માટે આત્મવિશ્વાસ, ધ્યેય, મહેનત, શ્રેષ્ઠતા અને સતત પ્રયત્નો કરવાની ધગશ જોઈએ. જીવનમાં હંમેશાં સકારાત્મક વિચારો રાખવા, આપણે જીવનમાં કદી હાર ન માનવી જોઈએ. આપણે સતત પ્રયત્નો કરવા જોઈએ, આપણને સફળતા જરૂર મળશે. - પારુલ રાઠવા

વિરલભાઈ અને વત્સલા’દીનો સ્વભાવ ખૂબ જ સારો હતો. અમે ભૂલ કરતા તો અમને પ્રેમથી સમજાવતાં હતાં. અને અમને ખૂબ સારી રીતે બધી પ્રવૃત્તિ શીખવાડી હતી. અને અમે બોલવા ઊભા થતા તો એ અમને confidence આપતાં કે તું કરી શકે છે. - પિંકલ રાઠવા
“સફળતાની ચાવીઓ મળી; આત્મવિશ્વાસ અને દૃઢ સંકલ્પથી લક્ષ્ય મેળવી શકીશું”
Photo above: Girl determined to take challenges of Life

Reflections by Std. 11 students:

આ શિબિરમાં મને સૌ વધારે એ બાબતો ગમી કે આપણે આપણો અત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો, કેવી રીતે મહેનત કરવાથી આપણે સફળ થઈએ, કલ્પનાશક્તિનો ઉપયોગ અને સારી પસંદગી. આ બધી બાબતો જીવનમાં ઉપયોગી થશે. - રાહુલ રાઠવા

શિબિરમાં અમને સફળતાની ચાવીઓ અને તેમાં મને સૌથી વધારે આત્મવિશ્વાસ કેવી રીતે મેળવવો, તે અને સંકલ્પ, મહેનત, નીડરતા, સાહસ, હિંમત અને પોતાના જીવનના ધ્યેયની પસંદગી જાતે કરવી તે બાબતો ખૂબ ગમી. - અલ્પા સોલંકી

આ શિબિરમાં શીખેલી મનાંકન, આત્મવિશ્વાસ, લક્ષ્ય, મહેનત, દૃઢ સંકલ્પ, શ્રેષ્ઠતા - આ બાબતો મારા જીવનમાં ઉપયોગી થશે. આમાંથી મને ખૂબ જ સફળતા મળશે. હું જે સંકલ્પો નક્કી કરીશ તે નિશ્ચિતપણે પૂર્ણ કરીશ. અને મારા દરેક કામમાં હું શ્રેષ્ઠતા રાખીશ. જ્યાં સુધી મારું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હું મહેનત કરીશ. – વિમલ રાઠવા

સંચાલકોનું વિષય પરનું પ્રભુત્વ સારું હતું. શિબિરાર્થીઓને પ્રોત્સાહન આપવાની ક્ષમતા સારી હતી. શિબિરના સંચાલકોની અમારા પ્રત્યે લાગણી બહુ સારી હતી. શિબિરના સંચાલકોએ અમને પોતાના બાળકોની જેમ રાખ્યા હતા. આ એમનો મોટો ગુણ હતો. અને અમને તો એવું જ લાગતું હતું કે અમારા માતા–પિતા જ છે. – મહેશ રાઠવા & પીયૂષ રાઠવા 
Photo above: Facilitators at Vankuva campus - (from left) Viral Panchal, Mehul Panchal, Avani Kulkarni, Hasmita Parmar, Seema Desai, Ankita Gandhi & Vatsala Shah
“આપણે જીવનમાં આગળ વધવું હોય તો ગમે તેવી મુશ્કેલી આવે,
પણ, તેનાથી હારવું જોઈએ નહીં, હિંમતથી સામનો કરવો જોઈએ”
Photo above: Facilitators - (from left) Avani Kulkarni, Vatsala Shah & Mital Patel - are interacting with students of Sharada Mandir Ashram Shala, Goraj

Reflections from students of Sharada Mandir Ashram Shala, Goraj: 

મને શિબિરમાં સમજવા મળ્યું કે સાચી પસંદગીથી આપણું કાર્ય શ્રેષ્ઠ બને છે અને સફળતા પૂરેપૂરી મળે છે. - પ્રીતિ પરમાર

આ શિબિરમાં શીખેલી બાબતો આત્મવિશ્વાસ, મહેનત, લક્ષ્ય વગેરે જીવનમાં ઉપયોગી થશે. જો આપણે જીવનમાં આગળ વધવું હોય તો આપણામાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. જીવનમાં આગળ વધવા માટે ખૂબ જ મહેનત કરવી જોઈએ. પોતાનું લક્ષ્ય નક્કી કરી લેવું જોઈએ. - પારુલ પઢીયાર

શિબિરમાં અમને એક રમત રમાડી જેમાં બે ટીમ બનાવી - નસીબ અને પુરુષાર્થ. અને, ‘પુરુષાર્થ’ રમતમાં જીતી ગયું. નસીબ કરતાં પુરુષાર્થ મહત્ત્વનો છે તે શીખવા મળ્યું. - જાનકી બારિયા

શિબિરમાં અમને હસ્મીતાદીદી અને મિતલદીદીનો પ્રેમ અમને સૌથી વધુ સ્પર્શી ગયો. તેઓએ  અમને હસતાં અને રમતાં બધું શીખવ્યું. - રવિરાજ  ભોઈ

અવનીદીદી અને વત્સલાદીદી અમને શાંતથી અને હસતાં હસતાં શીખવતાં હતાં. જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી દીદી અમને સરસ બોલીને શિખવાડે. ઓએસિસ સંસ્થાનો હું આભાર માનું છું . - રાજેશ પરમાર
Tribal Children of Dangs Experience Oasis Life Camps
Photo above: Participants engrossed in Life Camp process
 
From 19th to 21st April, 3 Life Camps were organized at various village schools of Dangs dist. First was organized at Secondary School, Mahal. 35 students participated in the camp which was facilitated by Pratiksinh Parmar.
Second camp was organized at Secondary & Higher Secondary School, Pimpari. 40 students participated in the camp. Praksha Desai & Falguni Desai facilitated the camp.
Third camp was organized at Uttar Buniyadi Ashram Shala, Shingana. 40 students participated in the camp which was facilitated by Purvi Naik & Darshana Desai.
“જીવન જીવવાની તક મળી છે તો એનો ઉપયોગ કરીને
જીવનમાં કઈ રીતે આગળ વધવું તે શીખ્યા”
Photo above: Students of Mahal with their Facilitator, Pratiksinh, at the end of the camp

Crux of reflections from Mahal students:

આપણામાં રહેલી આપણી શક્તિઓ અને નબળાઈઓનું જો ધ્યાન રાખવામાં આવે તો આપણે આત્મવિશ્વાસથી આપણી જિંદગી સારી રીતે જીવી શકીએ તેવું શીખ્યા. - અંજુ પવાર 
 
આત્મવિશ્વાસ તેમ જ ધ્યેયપૂર્વક કામ પાર પાડવું અને તે ઉપરાંત સખત મહેનત કરવી -  એ જીવન માં ઉપયોગી બાબતો છે, અને તો જ તમે સારી રીતે જીવનમાં સફળ થાઓ છો. -
વૈશાલી દિવા
  
નસીબ હશે તો જ સફળતા મળશે એવું જરૂરી નથી. જો આપણે આપણા જીવનમાં મહેનત ન  કરીએ તો આપણે કશું પણ મેળવી શકતા નથી, એવું આ શિબિરમાંથી શીખવા મળ્યું. -
કપિલ ચૌધરી 

સંચાલક આ પ્રકારની શિબિર ગામડાના વિસ્તારોમાં કરી બાળકોને તેમના જીવનને લગતી તમામ બાબતોમાં દિશાઓ સૂચવે તે વાત ખૂબ જ ગમી. -
અતુલ કન્ગલ
“હું દૃઢ વિશ્વાસથી કહું છું કે હું મારા જીવનમાં જે સપનાં જોઈશ તે પૂરાં કરીશ જ”
Photo above: Students of Pimpari, Learning from Role-play

Crux of reflections from Pimpari students:

આ શિબિરમાં અમને હંમેશાં ખુશ રહેવું અને દેશ પ્રત્યે પ્રેમ રાખવો; તેમ જ બીજાને મદદ કરવી અને કોઈના ભરોસે બેસી રહેવું નહીં, તેવું શીખવવામાં આવ્યું. - ભારતી પવાર
    
સાચું બોલવું, દરેક કામમાં સખત મહેનત કરવી અને બીજા માટે સારા ભાવ રાખીને આગળ વધવું - એ પાઠ આ શિબિરમાંથી ભણ્યા. -
નયન રાઠોડ
   
આ શિબિરમાં ભાગ લેવાથી મને થયું કે હું એક સારી વ્યક્તિ બની શકું છું. અને આજ પછી હું ક્યારેય હિંમત હારીશ નહીં. -
રશ્મીકા પવાર

દરેક પ્રવૃત્તિ કરવા માટે સંચાલકોએ અમને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા. અમારી અંદર રહેલા સારા ગુણો એમણે બહાર કાઢ્યા, એ મને ખૂબ જ ગમ્યું. - હેમંત સાબળે
Photo above: Pimpari students with their facilitators, Praksha Desai (left) & Falguni Desai (right)
“અમારા જીવનના દરવાજા ખોલી નાખ્યા,
અને અમે જે અત્યાર સુધી ન જાણ્યું હતું એ જાણવા મળી ગયું”
Photo above: Students of Shingana with their facilitator Purvi Naik

Reflections from Shingana students in crux:

દુઃખોનો સામનો કરીને, આપણી સામે આવતી મુશ્કેલીઓને પાછળ મૂકીને આગળ વધવું, એ વાત અમે આ શિબિરમાં શીખ્યા. - એલીષા વાઘમારે
  
આ શિબિરમાં ભાગ લેવાથી મને જાણવા મળ્યું કે હું અનન્ય છું. મારામાં જે ગુણો છે તેવા બીજામાં નથી. તેમ જ દરેક દુઃખોનો હસતાં મોઢે સ્વીકાર કરી સામનો કરવો. -
સેજલ ચૌધરી
 
અમને જે પણ શીખવ્યું છે, આ શિબિરમાં, તે હું સમાજના દરેક લોકોને શિખવાડીશ અને સમજાવીશ. કારણ કે, મને શિબિરમાં થયેલી દરેક પ્રવૃત્તિ સ્પર્શી ગઈ છે. -
કલ્પના ગામીત    

શિબિરના સંચાલકે અમને ખૂબ જ  પ્રેમથી શીખવ્યું અને અમને કહેતા કે અમને ટીચર નહીં પણ દીદી કહીને જ બોલાવો. અમને ખૂબ જ ગમ્યું. -
રવિના ગાવિત 
New Trustees of OASIS: Welcome Aboard!
Photo (Left): Hiral Patel (Right): Binit Shah
 
Hiral Patel (Oasis Chief Programs Coordinator) and Binit Shah (Oasis Chief Accounts Coordinator) have been included as Trustees on the Board of O.A.S.I.S. Trust with effect from 1st May 2016. 
 
Heartiest congratulations to both these young friends !!
Team Alive
• Alkesh Raval   • Avani Kulkarni  • Hiral Patel
• Kshama Kataria   • Mayuri Gohil   • Mehul Panchal
 • Sanjiv Shah    • Sheeba Nair    • Shrey Shah
Alive Archives
To view ...
Alive archives,
Please
 click here!
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. 

If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.