બાળકોના અભિપ્રાય:
"આ શિબિરમાં સ્વયંશિસ્ત, સંસ્કાર, કલ્પનાશક્તિની બાબતો અમને જીવનમાં ઉપયોગી થશે. મારા પર કોઈ પણ મુસીબત આવશે તો અમે આ બધાનો ઉપયોગ કરીને મુસીબતને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. અવનિદીદી અને સુરેશભાઈ અમને સારાં ઉદાહરણો આપીને સમજાવતાં હતા. અમને ઘણી બધી સારી સારી બાબતો શીખવી. તેમણે અમને પસંદગીઓ લેતાં શીખવ્યું. અને કલ્પનાશક્તિ વિશે જાણીને અમને ખૂબ આનંદ થયો." - કૃણાલ સોની
"આ શિબિરમાં અમે શીખેલી બાબતો : ૧) મહેનત કરવી, ૨) ખોટી વાતો ફેલાવવી નહીં, ૩) ધ્યેય હોવું જોઈએ, ૪) આત્મવિશ્વાસ રાખવો અને નીડર રહેવું જોઈએ વગેરે જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે." - દિશા પરમાર
"નાટક જોવાની અમને ખૂબ મજા પડી. નાટકમાં અમે સારી વસ્તુઓ શું એ શીખ્યાં. અમને મૂવી જોવાની પણ ખૂબ મજા આવી." - પાયલ મકવાણા
|