Newsletter-cum-magazine of Oasis Movement        Year 9 /  Issue 17 /  June 1, 2016
In Orientation Workshop of Oasis L3 Course
'Education of Heart' Inspires Lokbharti Teachers & Staff
Facilitator Sheeba Nair addressing workshop participants from Lokbharti
 
Orientation workshop of Oasis L3 Course was organized for Lokbharti teachers and staff from 3rd to 6th May, 2016. The workshop was conducted at Oasis Valleys, Chanod and was facilitated by Sanjiv Shah, Founder, Oasis & Sheeba Nair, Trustee, Oasis and they were assisted by Mehul Panchal, Trustee, Oasis. 36 teachers and staff participated in the workshop.
“બાહ્યાચાર બની ગયેલા સેમિનાર-વર્કશોપના જમાનામાં ‘રણમાં મીઠી વીરડી’ જેવી આ કાર્યશાળા સાચા અર્થમાં જીવન ઉપયોગી, ધ્યેયલક્ષી અને પરિણામગામી બની રહી”
“આ કાર્યશાળાનું મોડ્યુલ અનેક ઉત્તમ વિચારધારાઓ, જુદા જુદા સ્તરની વ્યક્તિઓ સાથે અજમાવેલું અને તાલીમકારોની બહુઆયામી સજ્જતાવાળું છે, તેવો અનુભવ થયો. મારી વ્યક્તિગત ઇચ્છા તેના બાકીના તબક્કાઓની પ્રક્રિયામાંથી પસાર થઈ, આ કાર્યશાળાના સંચાલક થવાની છે. આ પ્રકારની તાલીમ માટે ઓએસિસ વૅલીઝનું સ્થળ, રહેવા-જમવાની તથા આનુસંગિક વ્યવસ્થા, કાર્યકરોનો સહકારસભર-હકારાત્મક વ્યવહાર પણ તાલીમાર્થીઓ માટે પ્રેરણાદાયી અને અનુકૂળ રહ્યાં.”
- અતુલભાઈ પંડ્યા, નિયામક શિક્ષક
સહભાગીઓના કાર્યશાળા અંગેના પ્રતિભાવો:

"આ કાર્યશાળામાં ભારતનું ભાવી ઘડાઈ રહ્યું છે, તેવું મને લાગ્યું. આ શાળા ખાસ તો બાળકોને ધ્યાનમાં રાખીને અને તેના વિકાસ માટે કાર્ય કરે છે. તેના હૃદય વિકાસની વાત છે. સાચો પ્રેમ આપીને તેનો વિકાસ થઈ રહ્યો છે. આ કાર્યશાળામાં દરેકને પોતાના જીવનને જોવાની તક મળે છે. અને પોતે ક્યાં છે તેનો અનુભવ થાય છે. આ કાર્યશાળા એ ગુરુકૂળ છે અને સારા શિષ્યને જ્ઞાન આપે છે." - ભરતભાઈ ઉલવા, અધ્યાપક

"કાર્યશાળા દ્વારા આજે શિક્ષણના પાયાના પ્રશ્નો અને સમસ્યાઓ સાથે લડવાની શક્તિ અને સામર્થ્ય પ્રાપ્ત કર્યાની લાગણી અનુભવાય છે." - દિગ્વિજય મહેતા, MRS સંયોજક

"વ્યક્તિને આત્મસંશોધન કરવાની ખૂબ મોટી તક મળે તેવી કાર્યશાળા. સમયસર, તબક્કાવાર, વિકાસનાં ક્રમિક પગથિયાં ચડતાં હોઈએ તેવું લાગ્યું." - ભરતભાઈ દવે, અધ્યાપક

"આ કાર્યશાળા મારા અંતરાત્માને સ્પર્શનારી, મારો મારી સાથે પરિચય કરાવનારી, સમતાનું દર્શન કરાવનારી, ઉત્સાહ વધારનારી, દૃષ્ટિ વિકસાવનારી રહી. મને હંમેશાં એવું લાગ્યું કે દરેકમાં હકારાત્મકતા અને સર્જનશીલતા છે. બસ એને બહાર લાવવાની આવશ્યકતા છે. આપણા કાર્યકરો ખૂબ જ પ્રેમાળ, સશક્ત, ક્ષમાવાન, સૂઝબુઝવાળા અને ઉત્સાહી છે. આ કાર્યશાળાથી મને નવું ઝનૂન, નવો ઉત્સાહ અને બળ પ્રાપ્ત થયું છે. આપ સહુ રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યા છો. મને આજે કેળવણીમાં પ્રેમ રસાયણ કેવો પ્રભાવ પાડી શકે તેનું ચિત્ર સ્પષ્ટ થયું." - નીલેશ બારોલીયા, લેકચરર
Workshop participants involved in various processes of sharing and discussions
સહભાગીઓના કાર્યશાળા અંગેના પ્રતિભાવો:

"તૃપ્તિનો ઓડકાર, ભર્યા-ભર્યાનો ભાવ, પોતાપણાનો ભાવ, ઘણું બધું મેળવવાનો અનુભવ, આ બધું જ ઘણું મોડું મેળવવાનો અનુભવ, સદ્ભાગી હોવાનો ભાવ, શ્રેષ્ઠતા તરફની ઉડાન, સમાજને સાથે રાખીને સમાજની ચિંતા કરવાનો મોકો આપ્યાનો ભાવ, જાતને સમજવાનો અવસર, સંબંધોને સાચવવાની કળા - આ બધું જ સહજતાથી વહેંચાયું, સરળતાથી વહેંચાયું." - ડૉ. પ્રીતિ મેઘાણી, આચાર્યા

"જીવનને અને જીવનપથને સમજવા માટે આ કાર્યશાળા અત્યંત ઉપયોગી સાબિત થઈ છે. આજે માણસ જે રીતે જીવી રહ્યો છે અને તેને કારણે વિધ વિધ પ્રકારની સમસ્યાઓથી ઘેરાયો છે ત્યારે, આવા પ્રકારની કાર્યશાળા તેમાંથી માર્ગ બતાવવા માટે વિકલ્પ છે." - હસમુખ દેવમુરારિ, નિયામક

"આ કાર્યશાળા માટે અહોભાવ અને આનંદની લાગણી મને જન્મી છે. જીવન જીવવાની ક્રિયાને પ્રેમતત્ત્વના રસાયણની પ્રક્રિયા બનાવી. જીવનને સર્વાંગી રીતે જોવા સમજવાની રીત કાર્યશાળામાંથી મળી છે. વિદ્યાર્થીઓના જીવનઘડતરની પ્રક્રિયા કરવામાં દિશા દોરવણી કરાવનારી કાર્યશાળા માટે કાંઈ કહેવું અલ્પોક્તિ જ હશે. પરિવારભાવ, સુંદર વ્યવસ્થાઓ, વિષયનું આયોજન, વિષયનું ઊંડાણ વગેરે એક આદર્શ કાર્યશાળાનો નમૂનો બની રહે છે. બાહ્યાચાર બની ગયેલા સેમિનાર-વર્કશોપના જમાનામાં ‘રણમાં મીઠી વીરડી’ની માફક આ કાર્યશાળા સાચા અર્થમાં જીવન ઉપયોગી, ધ્યેયલક્ષી અને પરિણામગામી બની રહી." - નીતિન ભીંગરાડિયા, અધ્યાપક

"અદ્ભુત, અવિસ્મરણીય. આત્મીયભાવો વિકસ્યા. જીવન વિશેની સ્પષ્ટતા વધી. કાયમી નાતો બંધાયો, એક હકારાત્મક પિંડ બંધાયું. જે એક સારા સમાજ નિર્માણ માટે હંમેશાં કટિબદ્ધ રહેશે." - ડૉ. મુકુન્દભાઈ શ્રીમાળી, અધ્યાપક
Facilitators: Sanjiv Shah and Sheeba Nair in dialogue with participants
સહભાગીઓના સંચાલક અંગેના પ્રતિભાવો:

"શીબાબેન અમારી કાર્યશાળાના સંચાલક તરીકે અસાધારણ અને ચિરસ્મરણીય રહ્યાં. વિદુષી, પ્રેમાળ, સહજ, સ્પષ્ટ અને નિખાલસ વક્તા સંચાલક તરીકે હૃદયમાં વસી ગયાં. તેમની સંચાલક ભૂમિકાને કારણે તેઓ મારા રોલ મૉડેલ બની ગયાં. વિવિધ વિષયોની ઊંડી અને વ્યાપક સૂઝ, વિષયની અભિવ્યક્તિમાં સાહજિકતા અને સરળ ભાષા, એ ત્રિવિધ પાસાંનો સમન્વય એક જ સંચાલકમાં હોય શકે તેની પ્રતીતિ સૌ પ્રથમ વાર થઈ. જીવતત્ત્વને પ્રેમસરિતા વહેવડાવી સૌને પાવન કરવાનો પ્રયાસ કાબિલેદાદ! દાર્શનિક સિદ્ધાંતોને સહજ-સરળશૈલીમાં સમજાવવાની તેમની આવડતને કારણે ટૂંકા સમયગાળામાં દીર્ઘજીવનનું પાથેય આપનારું બની રહ્યું." - નીતિન ભીંગરાડિયા, અધ્યાપક

"કાર્ય સંચાલક ખૂબ જ હોશિયાર, તૈયારી સાથે બોડી લેંગ્વેજ, સંદર્ભ સાહિત્યની પૂરતી સ્પષ્ટતા સાથે દરેક ભાગીદાર સાથે જીવંત સંપર્ક રાખી વચ્ચે વચ્ચે નામનો ઉલ્લેખ કરીને જાગૃત રાખતાં હતાં. પ્રેમાળ, નમ્ર અને પૂરી નિષ્ઠાથી કામ કરતાં હતાં. કુટુંબ જીવન, સમાજ જીવન, રાષ્ટ્ર જીવનને સમૃદ્ધ કરવાની ઉત્તમ કક્ષાની વાતો ઉત્તમ રીતે રજૂ કરવાની જાદુઈ કળા ધરાવે છે." - વિરાભાઈ ચૌહાણ, અધ્યાપક

"શીબાબેન એટલે સતત હસતો ચહેરો. તૈયારી જોરદાર. ભાષા પરનું ગજબનું પ્રભુત્વ. વિષયનું ઊંડાણ ખૂબ જ સારું. થાકનું નામનિશાન નહીં. જોરદાર પ્રતિબદ્ધતા." - અજય પંડ્યા, અધ્યાપક
Group of Lokbharti teachers with Sheeba Nair, Facilitator, Oasis
Community Building Session for Different Communities
Sharing process amongst different communities - L3 teens, Saamarthya L3 teens, Lok Bharti teachers & Faculties & Volunteers from Oasis Dream India Camp in the evening session
 
In a special session of Community Building during the workshop, children from Oasis L3 courses shared their dreams & experiences and the effect of Oasis L3 course in their lives which inspired the teachers.
Hu Chhu Jyotirdhar Abhiyaan News
Teachers of Dr. K. R. Shroff Foundation, Vadali, Khedbrahma
Begin Journey of Jyotirdhar Abhiyaan
Teachers of Dr. K. R. Shroff Foundation, Vadali, Khedbrahma with Dr. Maya Soni, Facilitator
 
First Oasis L3 workshop for teachers of Dr. K. R. Shroff Foundation, Vadali, Khedbrahma was conducted from 1st to 3rd April, 2016. The workshop was facilitated by Dr. Maya Soni, Regional Co-ordinator. 39 teachers participated in this workshop.
સહભાગીઓના કાર્યશાળા અંગેના પ્રતિભાવો:

"હું આ કાર્યક્રમને શ્રેષ્ઠ માનું છું કારણ કે તે વ્યક્તિને સ્વની ઓળખ કરાવે છે, સારો માણસ બનાવે છે. જીવન જીવતાં શિખવાડે છે, (જીવનની) ગાડી રસ્તા પરથી ઊતરી ગઈ હોય તો પાછી રસ્તા પર લાવીને જીવવાના નીતિનિયમોનું પાલન કરતાં શિખવાડે છે. આ કાર્યક્રમથી માણસને સાચો રસ્તો મળે છે.....ખૂબ જ ખુશી થઈ. Thank you." - જયા રાવળ

"સમસ્યાઓ માટે જવાબદાર કારણો શોધી તેને દૂર કરતાં શીખ્યો તે ઉપયોગી રહેશે. મારા જીવનની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી તે ઉપયોગી થશે." - મુકુન્દ પટેલ
સહભાગીઓના સંચાલક અંગેના પ્રતિભાવો:

"Perfect. તેમનું સંચાલન ખૂબ જ સુઆયોજિત, સુસંગત અને સુગમ હતું, જે જીવનમાં ૧૦૦% સહાયક થશે. ક્યારે અટકવું, ક્યાં અટકવું, ક્યાં accelerate કરવું, કોને બોલવા દેવું, કેટલું બોલવા દેવું વગેરે ખૂબ જ સુંદર હતું." - હિમાંશુ આચાર્ય

માયાબેન ખૂબ જ પ્રેમાળ, લાગણીશીલ, વિચારશીલ અને સમય બાબતે ચોક્કસ હતાં. તેઓ જે બોલતાં દિલથી બોલતાં હતાં. અમારું વર્તન કદાચ યોગ્ય ના હોય તો પણ તેઓ એને સમજી, યોગ્ય રીતે સમજાવવાનો પ્રયત્ન કરતાં હતાં. તેઓ ફક્ત શિખવાડવા માટે નહીં, ખરે જ, દિલથી કંઈ આપવા આવ્યાં હોય તેવું લાગતું હતું.- રાહુલ જોશી
“અદમ્ય આનંદ અને ઉત્સાહભર્યો ભાવ જન્મ્યો છે"
Participants learning from role-play
 
Second workshop of first year of Oasis L3 course was organized for Organizers' and Coordinators' Batch - 3 at Auro University, Surat. The workshop was facilitated by Mahadevbhai Desai from 15th to 17th April, 2016 and was attended by 30 participants.
સહભાગીઓના કાર્યશાળા અંગેના પ્રતિભાવો:

“અદમ્ય આનંદ અને ઉત્સાહભર્યો ભાવ જન્મ્યો છે. મોટી જવાબદારી છે તેવો અહેસાસ થઈ રહ્યો છે. સતત ક્રિયાશીલ રહેવાની જરૂરિયાત સમજાય છે.” - અરવિંદ મહેતા, શાળા સંચાલક મંડળના ટ્રસ્ટી
 
“હું આ કાર્યશાળામાં સહભાગી થઈ શક્યો એ માટે સદ્ભાગ્ય અનુભવું છું. કાર્યશાળાથી જીવનનાં ઘણાં બધાં પાસાંઓ વિશેની સમજ મેળવી રહ્યો છું, કેળવી રહ્યો છું. અને આ કાર્યશાળા થકી જ કદાચ હવે મારા જીવનધ્યેયની સ્પષ્ટતા, સિદ્ધાંતોની દૃઢતા, મૂલ્યોની જાળવણી સાથે સાથે સ્વના અને સ્વ થકી સમાજના વિકાસ માટે ભાગીદાર થઈ શકીશ એવો આત્મવિશ્વાસ આવી રહ્યો છે.”
- સુધીરકુમાર ખેની, ફાઇનૅન્શલ અૅડવાઇઝર
 
“જડમૂળથી પરિવર્તન. મારા પરિવાર તરફના દૃષ્ટિકોણ બદલાઈ ગયા. પરિસ્થિતિને ઓળખતા થયા. સુધારો મારે જ મારામાં કરવાનો છે. માફી આપતા થશું. પરિવારમાં એકતા જળવાઈ રહે તેનું ધ્યાન રાખીશું.”
- અજય બ્રહ્મભટ્ટ
 
સહભાગીઓના સંચાલક અંગેના પ્રતિભાવો:

“મહાદેવભાઈ એક ખૂબ જ સરસ સંચાલક છે. તેઓ કાર્યશાળાનું ખૂબ બૅલૅન્સથી સંચાલન કરે છે. તેમનો સ્વભાવ ખૂબ જ શાંત અને ધીરગંભીર છે. દરેક સહભાગીને પૂરતો ન્યાય મળે તેનું તેઓ ધ્યાન રાખે છે. સમયનું આયોજન ખૂબ જ સારી રીતે કરે છે. તેમનું જ્ઞાન ઘણું ઊંડું છે. તેથી તેઓ અઘરી વસ્તુઓ/મુદ્દાઓ ખૂબ જ સરળતાથી સમજાવે છે. અમને એવી ઇચ્છા થાય છે કે અમે એમને સતત સાંભળ્યા જ કરીએ. તેઓ ખૂબ જ સેવાભાવી કામ કરી રહ્યા છે.” - દિનેશ ઠુમ્મર
 
“કોણ કહે છે કે, મૈત્રી માત્ર સરખે સરખાંની હોય છે. વૃક્ષ સાથે વાત કરવા નીચે ઝૂકેલા આકાશનો ચહેરો મેં જોયો છે, જેવું વ્યક્તિત્વ એટલે મહાદેવભાઈ દેસાઈ.”
- અલ્પા મોદી, શિક્ષક
 
Pirana Gurukul Teachers Conclude Second Year - Learning to Love
Participants attentively listening to the Facilitator
 
Third workshop of second year of Oasis L3 course on parenting and family was organized for Pirana Gurukul teachers from 20th to 22nd April, 2016. The workshop was facilitated by Mehul Panchal, Trustee, Oasis. The workshop was conducted for 18 participants at Gurukul School, Pirana, Dist. Ahmedabad.
સહભાગીઓના કાર્યશાળા અંગેના પ્રતિભાવો:

"આ કાર્યશાળામાં શીખ્યા કે બાળ-ઉછેર એ શ્રેષ્ઠ કાર્ય છે. બાળકોને શ્રેષ્ઠ આપવા માટેની વિવિધ પ્રયુક્તિઓ શીખ્યા. જીવનને લગતા અનુભવોની અનુભૂતિ આ કાર્યક્રમ થકી થઈ છે. અને બાળ-ઉછેર પ્રત્યે સજાગ બન્યા છીએ." - મહેન્દ્રકુમાર પટેલ

"સંતાન ઉછેરની માહિતીથી જીવનમાં પરિવર્તન લાવી શકવાની ક્ષમતા કેળવીશું. બાળકોની સમસ્યા, સમજવાની ભાવના પ્રત્યે વધુ ધ્યાન આપીશું." - ધર્મેન્દ્ર પટેલ
સહભાગીઓના સંચાલક અંગેના પ્રતિભાવો:

"ખૂબ જ સારા સ્વભાવના નિખાલસ વ્યક્તિ છે. વાક્છટા ખૂબ જ સારી છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. સંચાલન કાર્ય ખૂબ જ સારું છે." - ભાવેશ પટેલ

"આ કાર્યક્રમના સંચાલક શ્રી મેહુલભાઈ ખૂબ જ પ્રેમાળ, સારા માર્ગદર્શક, ધૈર્યશીલ અને પરમમિત્ર સમાન છે." - ચેતનકુમાર પટેલ
Second Year of Hu Chhu Jyotirdhar Abhiyaan Course Begins for
Coordinator's Batch - 2
Organizers' and Coordinator's Batch - 2 participants with Mahadevbhai Desai, Facilitator
 
First workshop of the second year of Learning to Love was organized for Organizers' and Coordinators' Batch - 2 from 22nd to 24th April, 2016. The workshop was facilitated by Mahadevbhai Desai at Auro University, Surat which was attended by 16 participants.
સહભાગીઓના કાર્યશાળા અંગેના પ્રતિભાવો:
 
અદ્ભુત! પ્રેમ વિષય પર આટલા ઊંડાણપૂર્વકની વાત અને ચર્ચા જીવનમાં પહેલી વખત થઈ. પ્રેમનું વિજ્ઞાન સમજ્યો અને જીવનમાં તેનો ઉપયોગ પણ સમજાયો. સમગ્ર વિશ્વનું એકમાત્ર કોઈ ચાલકબળ હોય તો તે પ્રેમ છે. હૃદયમાં અનુભવાતી સંવેદનાઓ, વહેતી ઊર્જાઓ, લાગણીઓનો પ્રવાહ અને પ્રેમની સમજણ જોઈ શક્યો. - વૈભવ પરીખ

ખૂબ સરસ. પ્રેમ, સમસ્યા, વેદનાને ઊંડાણપૂર્વક સમજ્યા. મારા ચારિત્ર્યની અવસ્થા સમજી શક્યો. કાર્યશાળા દરમ્યાન એવું અનુભવાયું કે શ્રેષ્ઠતમ જીવન જીવવા માટેનો આ જ એકમાત્ર માર્ગ છે. - જયદીપસિંહ પુવાર, આચાર્ય
 
અન્ય સાથેના વ્યવહારમાં ઉપયોગી બનશે. ક્રોધ, હતાશા અને અપરાધભાવની ઘટનાઓમાં યોગ્ય માર્ગદર્શન મળ્યું અને તેની ઉપયોગિતાથી હવે પછી ફાયદો થશે. કુટુંબજીવનમાં સંબંધો સુધરશે. સહકાર્યકર સાથેનો વ્યવહાર સુધરશે. સત્યની વધુ નજીક જવાશે.
- સંજયકુમાર સુથાર, આચાર્ય
સહભાગીઓના સંચાલક અંગેના પ્રતિભાવો:
 
તેઓ વિષયની રજૂઆત પૂર્વે પૂર્ણ તૈયારી સાથે અને સજ્જ થઈને આવતા હોય છે. સંચાલન દરમિયાન પ્રત્યેકને રજૂઆત કરવાની તક અને દરેકને સાંભળવાની પ્રક્રિયા બખૂબી નિભાવે છે. જેના કારણે કાર્યશાળાનું વાતાવરણ જીવંત બની રહે છે. - નારાયણ મેઘાણી, V. P.
 
સંચાલક સરળ અને સૌમ્ય છે. અહંભાવથી વિરક્ત છે, જેથી શીખવાનો આનંદ આવે છે.
- ગીતા શ્રોફ, સામાજિક ઇનિશિએટર
 
નિખાલસ વ્યક્તિત્વ. સરળ અને સહજ વ્યક્તિત્વ. કુટુંબના વડા તરીકે હોય તેવી લાગણી. તેમની આંખમાં દરેકના કલ્યાણના દર્શન.
- દીપક પટેલ, આચાર્ય
Coordinators' Batch - 1 Learn Principles of Marriage
In Second Year of Jyotirdhar Abhiyaan
Participants involved in group discussion
 
Second workshop of the second year of the Oasis L3 course on Marriage was conducted for Organizers' and Coordinators' Batch - 1 from 2nd to 4th May, 2016. The workshop was facilitated by Mahadevbhai Desai. It was conducted at Auro University, Surat and was attended by 17 participants.
સહભાગીઓના કાર્યશાળા અંગેના પ્રતિભાવો:

"લગ્ન સંસ્કાર જેવી પવિત્ર ફરજની સમજ આ કાર્યશાળા પહેલાં બિલકુલ ન હતી. બસ માત્ર આ સંસારનો, સમાજનો એક ભાગ છે એવું મગજમાં હતું. આપણી પરંપરા છે, ‘લગ્ન કરવા તે’ - એવું સ્પષ્ટ મનોચિત્રણ હતું. જેને કાર્યશાળાએ સાવ બદલી જ નાખ્યું છે. લગ્ન બંને સાથીની આધ્યાત્મિક ઉન્નતિ માટે, સમાજ-દેશની ઉન્નતિ માટે હોય છે. અને શા માટે હોય છે તે આ કાર્યશાળાથી સ્પષ્ટ થયું. સ્વસ્થ લગ્નજીવનની બાળકો પર, વિદ્યાર્થીઓ ઉપર કેટલી મોટી હકારાત્મક અસર થતી હોય છે તે બરાબર સમજાયું. ઇગો શું છે? તેનો મારા મગજમાં પૂર્વખ્યાલ હતો, તે ખોટો હતો એવું હું સ્પષ્ટપણે માનતો થયો છું. સપ્તપદી જેવા પવિત્ર સંસ્કારને જો જીવનમાં અપનાવીએ તો ચોક્કસ આઠમાં તબક્કા સુધીની આપણી યાત્રા, સાધના પૂર્ણ થાય એવું આ કાર્યશાળા પછી મને લાગી રહ્યું છે." 
- ઘનશ્યામ રાદડિયા

"સફળ લગ્નજીવન પર પ્રકાશ પાડનારી આ કાર્યશાળા સુખી જીવન જીવવા ઘણી ઉપયોગી છે. લગ્નજીવન એ આધ્યાત્મિક વિકાસની સીડી છે. સાધના કરવા ઇચ્છુક વ્યક્તિએ પોતાનું લગ્નજીવન સફળ બનાવવું જરૂરી છે. કાર્યશાળામાં લગ્નજીવનના આઠ તબક્કાઓની સમજ મળી, જે અંગત જીવન માટે તો ઉપયોગી છે જ, સાથે સાથે એક સફળ શિક્ષક અને એક સફળ વાલી બનવા પણ એટલું જ ઉપયોગી છે. આપણા જીવનનો હેતુ દિવ્ય જીવન જીવવાનો છે. જે દિવ્ય લગ્નજીવન જીવીને જ શક્ય બની શકે. લગ્નજીવનના તબક્કાઓમાંથી પસાર થતા અંતે છઠ્ઠા, સાતમા અને આઠમા તબક્કાઓમાં જીવન જીવવું એ જીવનની સફળતા છે. કાર્યશાળાની આ બાબત ઘણી સ્પર્શી પણ ગઈ અને ઉપયોગી પણ છે." - શકુંતલાબેન યાદવ, આચાર્યા
Mahadevbhai Desai facilitating the workshop
 
સહભાગીઓના સંચાલક અંગેના પ્રતિભાવો:
 
"મહાદેવભાઈમાં રહેલી સ્નેહ, પ્રેમ, વાત્સલ્યવૃત્તિ સાથેની જ્ઞાનની ઊંડાઈ ખૂબ સ્પર્શી ગઈ. કોઈ પણ બાબત સમજવા માટે પોતાની આંગળી પકડીને લઈ જતા હોય તેવા પોતાના વ્યક્તિ જેવી જ અનુભૂતિ થઈ. વિષયને ક્યારે અને કેટલો લડાવવો, રમાડવો અને કેટલો અમારા પર છોડી દેવો તેનું ખૂબ જ સુંદર સમાયોજન." - નરેન્દ્ર હીરજી ગોર
 
"કાર્યશાળાના સંચાલક શ્રી મહાદેવભાઈ દેસાઈ સમયનું પાલન કરનાર છે. એમની પાસે વિષયવસ્તુનું જ્ઞાન વિશાળ છે. સંદર્ભ પુસ્તકો અને વિશેષ સાહિત્યના અભ્યાસુ છે. બધાને બોલવાની તક આપે છે. બધાને સાંભળે છે. ચર્ચા-સમયે સમયની મર્યાદાનો હળવાશથી યોગ્ય રસ્તો કરે છે." - ગજેન્દ્રસિંહ મહિડા
Team Alive
• Alkesh Raval   • Avani Kulkarni  • Hiral Patel
• Kshama Kataria   • Mayuri Gohil   • Mehul Panchal
 • Sanjiv Shah    • Sheeba Nair    • Shrey Shah
Alive Archives
To view
...Alive archives,
Please
 click here
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. 

If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.