"સડબરી વૅલી સ્કૂલ’ વિશ્વભરમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવનારી બની રહી છે. અહીં સમય એવું કાલ્પનિક પરિમાણ નથી, કે જેને ‘વાપરી’ કે ‘વેડફી’ શકાય, ‘બગાડી’ કે ‘બચાવી’ શકાય. સમય અહીં જીવનના આંતરિક લય અને તાલમેલનું માપ છે. પોતાની જરૂરિયાત મુજબનો સમય વ્યક્તિ જે તે પ્રવૃત્તિ પાછળ ગાળે અને એ પોતે જાતે જ નક્કી કરે.
ગુજરાતીમાં આ પુસ્તકનો સુશ્લિષ્ટ અનુવાદ ક્ષમા કટારિયાએ ‘આખરે...આઝાદ!’ના નામે કર્યો છે. આપણા શિક્ષણતંત્રને કે શિક્ષણપદ્ધતિને ભાંડીને બેસી રહેવાને બદલે બાળકોના ઘડતર માટે કશું નક્કર કરવા ઇચ્છનાર દરેક શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષણવિદ્ તેમજ વાલીઓ પાસે પણ આ પુસ્તક હોવું ઘટે. આ પુસ્તક ટેબલ પર પડેલું હશે તો પણ ગુણ કરશે. આ પુસ્તકનો પરિચય ગુજરાતને કરાવવા બદલ અનુવાદક અને પ્રકાશક બન્નેને અભિનંદન!"
- શ્રી બિરેન કોઠારી, લેખક અને સંપાદક, વડોદરા
|
|
|
'આખરે... આઝાદ!' એ 'ફ્રી એટ લાસ્ટ' અંગ્રેજી પુસ્તકનો સુંદર-હૃદયાત્મક ગુજરાતી અનુવાદ છે. આ પુસ્તક ગુજરાત- સૌરાષ્ટ્રના પ્રત્યેક શિક્ષક (પ્રાથમિક શિક્ષકથી યુનિવર્સિટીના અધ્યાપક સુધી) માટે 'સાચી કેળવણી'ની ભગવદ્-ગીતા સાબિત થાય એવું છે. આ લખતી વખતે એ વાતે આંખ પણ ભીની થાય છે કે સ્વનિર્ભર શાળાઓ-મહાશાળાઓ-મહા વિશ્વવિદ્યાલયોના 'ઉદ્યોગપણા' વચ્ચે આ કોણ વાંચે?
સકારાત્મક- ભાવનાત્મક એવી, દુનિયાના એક નાનકડે ખૂણે વસેલી 'સડબરી વૅલી શાળા' આજના સડેલા શિક્ષણ માટે સંજીવની થઈ શકે એવી છે. માત્ર ૨૧૧ પૃષ્ઠો અને 'શીખવું' તથા 'શાળાજીવન' એમ બે ભાગમાં, નાના-નાના માત્ર ૩૬ પ્રકરણોમાં અહીં બાળકોના સ્વવિકાસની ચમત્કારિક- અજાયબ એવી ક્ષણો પ્રગટ થઈ છે. બાળકોમાં ખંત, દૃઢતા, વાંચન- લેખન કૌશલ્ય, હંમેશાં શોધમાં રહેવું, શાળા સંચાલન, રસોઈ, રમત-ગમત, પુસ્તકાલય, મૂલ્યાંકન, શીખવાની સહજ પ્રક્રિયા, જોખમો, ભરોસો, સાહસ, સાફસફાઈ, સારાં બાળકો અને સમસ્યા પેદા કરનારાં બાળકો, માતા-પિતા/ વાલીઓની ભૂમિકા, સૌને માટે સ્વાતંત્ર્ય અને ન્યાય તથા સમગ્ર બાબતનું હાર્દ - આવા વિષયોની અહીં સરસ માવજત થઈ છે.
'આખરે... આઝાદ!' એ કોઈ પણ બાળપ્રેમી અને કેળવણી પ્રેમીને ખરેખર હચમચાવી મૂકનારું પુસ્તક છે. આ દેશમાં જે કોઈને 'સાચુકલા શિક્ષણ- કેળવણી' માટે ચપટી જેટલોય રસ હોય તો ડેનિયલ ગ્રીનબર્ગે- 'સડબરી વૅલી શાળા'ના માધ્યમથી ચીંધેલો આ સન્માર્ગ અત્યંત ઉપકારક- ઉત્સાહવર્ધક છે. બાકી તો 'શિક્ષણ'ને નામે શું શું થઈ રહ્યું છે એની તમને ક્યાં ખબર નથી?!?
- ડૉ. મનોજ જોશી, ફૂલછાબ (૧૭/૦૪/૨૦૧૬)
|
|
|
“ઓએસિસનાં પુસ્તકો મારા મારે આશીર્વાદ સાબિત થયાં”
|
|
બાળક માટેનાં કોઈ પણ મહત્ત્વપૂર્ણ પરિવર્તનની શરૂઆત તેની અંદરથી જ થવી જરૂરી છે. તેની અનુકૂળતા માટે બહારની દુનિયા બદલાય તેવી આશા ન રાખી શકાય. કોઈ બાળકને તે સમજી શકે તેવાં સાતત્યપૂર્ણ અને વાસ્તવિક નિયંત્રણોથી જ આંતરિક સલામતીની લાગણી અનુભવાય છે. અસલામતી અનુભવતી, ભયગ્રસ્ત વ્યક્તિની બચાવવૃત્તિને નાથવી અશક્ય જ હોય છે.
|
|
|
“આપણે આપણાં સંતાનોના માલિક નથી પણ માળી છીએ;
આપણે તેમને ફૂલોની જેમ માવજતથી ખીલવવાનાં છે”
“મને વાંચવાનો ખૂબ શોખ છે. વાંચવાના શોખ કરતા મારી જિંદગી જીવવાનું બળ કહું તો વધારે યોગ્ય છે. મારા વાંચનના કારણે જ હું એક આત્મવિશ્વાસથી ભરપૂર જીવન જીવું છું.
મારા બે સંતાનો - એક દીકરો અને એક દીકરી. હાલમાં દીકરો ૨૩ વર્ષ અને દીકરી ૧૯ વર્ષ.
મને મારી દીકરીએ ૨૦૦૮માં મારા જન્મદિવસ પર બે પુસ્તકો ભેટમાં આપ્યા હતા. ત્યારે મારો ખરાબ સમય ચાલી રહ્યો હતો. તે સમયે હું ડિપ્રેશનમાં હતી. અને ત્યારે આ બે પુસ્તકો ‘જવાબ માંગે છે જિંદગી’ અને ‘અઘરો છે આ પ્રેમ ને અઘરા છે આશીર્વાદ’ મને મદદરૂપ થયાં. આ બંને પુસ્તકો મને ગુજરાતીમાં વાંચવા મળે તે મારા માટે ખૂબ આશીર્વાદ સમાન છે. આ પુસ્તકો વાંચ્યા પહેલા હું ઘણી ડિપ્રેશનમાં હતી. તેનું કારણ પણ મેં જાતે ઊભી કરેલી પરિસ્થિતિઓ જ હતી. એક મા તરીકેની સંતાનો માટેની ચિંતા, અસલામતીની ભાવના, એવાં ઘણાં પરિબળો હતાં. આ સમયે મારો દીકરો તરુણાવસ્થામાં હતો. તે નાનો હતો ત્યારે મેં તેના પર મારા વિચારો થોપીને તેને અનુશાસનમાં રાખ્યો હતો. સમાજમાં બીજાની સાથે સરખામણીમાં, હરીફાઈમાં રહેવા માટે જેમ તે સંતાન નહીં પણ રેસનો ઘોડો હોય તેમ તેના પર દબાણ કરતી. તેનું પરિણામ હું તે જ્યારે તરુણાવસ્થામાં આવ્યો ત્યારે ભોગવતી. તે રીતસરનો મારી સામે બળવો પોકારતો. તેના મગજમાં મારા પ્રત્યે ગુસ્સાની લાગણીઓ હતી. તેનાથી તે મારાથી દૂર જવા લાગ્યો હતો.
તે સમયે જ મેં ‘અઘરો છે આ પ્રેમ અને અઘરા છે આશીર્વાદ’ વાંચ્યું, ત્યારે મને થયું કે આ પુસ્તક તો મને લાલ ઝંડી બતાવે છે. દીકરો પણ ઘરથી દૂર રહેવા લાગ્યો હતો. અમારી વચ્ચે સંવાદો પણ નહોતા થતા. ત્યારે મને થયું કે આ પરિસ્થિતિ તો મારા કારણે જ છે. મારી ભૂલો હું ભોગવતી હતી. મારાં સપનાઓ હું મારાં સંતાનો પૂરાં કરે તે હું જોવા માંગતી હતી. મારા જેવાં અનેક માતાપિતાની માન્યતા, નાણાકીય અને માનસિક મર્યાદા અને સંજોગોના શિકાર આપણાં સંતાનો બને છે. તે મને આ પુસ્તક વાંચતા ખ્યાલ આવ્યો. હું ખૂબ ખૂબ રડીને મારી જાત માટે અપરાધભાવ અનુભવતી હતી.
ત્યાર બાદ, દીકરી માટે કોઈ બંધન નહીં, કોઈ દબાવ નહીં કે કોઈ અપેક્ષા વગર તેને જે કરવું હોય તે માટે સ્વતંત્રતા આપી. તેનું સરસ પરિણામ મેં મેળવ્યું. દીકરાને પણ ડિપ્લોમા પતાવીને પોતાની ખુશીની, તેને જેમાં આનંદ મળે તે દિશામાં આગળ વધવા મુક્ત કર્યો છે. હાલમાં કોઈ વખત હું તેને ફેમિલી બિઝનેસમાં આવવાનું કહું તો તે કહે છે કે, હું મારી જિંદગી મારી જાતે બનાવીશ અને દુનિયામાં કાંઈ મેળવીને બતાવીશ - તેવા ખૂબ આત્મવિશ્વાસથી આગળ વધે છે. મારી દીકરીને પણ સ્વતંત્રતા આપી તો તે પણ ખૂબ પ્રગતિ કરે છે. આ ઉપરાંત મોટી વાત એ છે કે બંને સંતાનો સાથે અમે બે જિંદગીનો આનંદ મેળવવા લાગ્યા છીએ. એક સમય એવો હતો કે અમે ચારેય સાથે બેસીને વાતો પણ નહોતા કરી શકતા. હાલમાં દરેક તહેવારમાં અમે ચારેય સાથે હોઈએ છીએ અને આત્મીયતાથી જોડાયેલા રહીએ છીએ.
આ ઉપરાંત ‘જવાબ માંગે છે જિંદગી’ વાંચી ત્યારે થયું કે જિંદગીમાં બધું છીનવાઈ જાય, સંબંધો ખોવાઈ જાય, દરેક સેકન્ડે માથે મોતની તલવાર લટકતી હોય એવી પરિસ્થિતિમાં પણ મનુષ્ય જીવી જાણે છે. તે માટે આપણી જિજીવિષા તથા હકારાત્મક અભિગમ કામમાં આવે છે. ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ એક વસ્તુ આપણી પોતાની રહે છે તે, પસંદગી કરવાની આપણી આંતરિક સ્વતંત્રતા. આ પુસ્તક હું દરેક માતાપિતાને વાંચવા ભલામણ કરું છું. કારણ કે મારા જેવી ભૂલો માતાપિતા ના કરે.
આપણે આપણાં સંતાનોના માલિક નથી પણ માળી છીએ. આપણે તેમને ફૂલોની જેમ માવજતથી ખીલવવાનાં છે. આપણી ભૂલો તેમને મૂરઝાવી દે છે. પ્રેમથી ભરપૂર માવજત તેમણે ખીલવશે અને આત્મવિશ્વાસથી ભરપૂર માનવ બનાવશે.”
– નીલમ પટેલ, ગૃહિણી, સુરત
|
|
|
“Oasis Books Help Me to Shape My Life Better”
|
|
“‘અધ્યાત્મની શોધમાં’ પુસ્તક મિલાપમાંથી ખરીદીને બે વાર વાંચ્યું. આ પુસ્તક વાંચીને ઘણી સ્પષ્ટતાઓ થઈ. ગેરસમજો દૂર થઈ. મારી દૃષ્ટિએ ગુજરાતી ભાષાનું આ ઉત્તમ પુસ્તક છે.”
- ડૉ. નવનીત રાઠોડ, નિવૃત્ત પ્રાધ્યાપક (શિક્ષણ), ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
|
|
|
“જે લોકો જીવનપ્રેમી છે, જીવનની ક્ષણેક્ષણને ભરપૂર રીતે જીવવા માગે છે, તેમણે આ પુસ્તક વાંચવું ફરજિયાત છે. 'મહાન હૃદયોના સારેગમપધનિ'માં પથરાયેલી અને સમજાવાયેલી ટેવો વાંચીએ ત્યારે કોઈ ધર્મગ્રંથ વાંચતા હોઈએ તેવી અનુભૂતિ થાય છે. ઊંડા વિચાર, દર્શન તથા ડહાપણના સારરૂપે આ પુસ્તક લખાયું છે. ગુજરાતીમાં પણ તેને એટલી સરળતાથી ઉતાર્યું છે કે કઠિન વિચારો વાંચવામાં સરળ લાગે છે.“
~ હરેશ ધોળકિયા, કચ્છમિત્ર, ભુજ
"'મહાન હૃદયોના સારેગમપધનિ'ના સાત પગથિયાં સમજવાથી અને તેનો યોગ્ય ઉપયોગ કરવાથી એક સાચા માનવીનું નિર્માણ થાય છે. હું જ મારી આજ માટે જવાબદાર છું અને મારી કાલ હું આજે જ બનાવી રહ્યો છું – આ વાત મને આ પુસ્તકમાંથી સચોટ રીતે જાણવા, સમજવા અને અનુભવવા મળી છે."
-સિદ્ધાર્થ મહેતા, શૈરુ જેમ્સ, સુરત
|
|
|
“‘હૃદયે ક્રાંતિ’ પુસ્તક વાંચ્યું. હું સમજી કે હૃદયમાં બીજા લોકો પ્રત્યેના દુર્ભાવથી મારું હૃદય ભરેલું હોય- ચાહે ઈર્ષ્યા, અણગમો, નિંદા, ગુસ્સો/અકળામણ....તો મારા જીવનના ધ્યેય પરત્વે દુર્લક્ષ જ સેવાય. મારા હૃદયમાં હું સતત શુભ ભાવો તથા મારાં સ્વપ્નોનું સેવન કરતી રહું તો જ મારા સ્વપ્નોને સાકાર કરી શકું. મનમાં ઊઠતી રહેતી ઇચ્છાઓ અને હૃદયમાં ઊંડે-ઊંડે પનપતા વિચારો બંને એકદમ જ અલગ છે. હું જોઈ શકી કે જીવન ન્યાયી છે. અત્યાર સુધીની મારી નિષ્ફળતાઓ માટે મારા કયા વિચારો જવાબદાર હતા અને જ્યારે વિચારો બદલાયા, જીવનનાં પરિણામો કેવાં બદલાયાં. વિચારો અને પરિણામોના સંબંધની સમજણ કેટલી બધી સલામતી બક્ષે છે!”
– ડૉ. માયા સોની, અમદાવાદ
|
|
|
"ભાઈ સંજીવે પ્રસ્તુત કરેલા ડૉ. એમ સ્કોટ પેકના વિચારો નોંધપાત્ર ફાળો આપી જાય તેવા છે. તે વિચારોમાં એક નવા જીવનદર્શન તેમ જ વિશ્વદર્શનની ઝાંખી થાય છે. આપણા મહત્તમ આંતરિક વિકાસના સાધન રૂપે પ્રાર્થના, ધ્યાન વગેરેની ઘણી ઉપયોગી છણાવટ લેખકે કરી આપી છે."
- કાંતિ શાહ (સંપાદક - ભૂમિપુત્ર), વડોદરા
|
|
|
મૃત્યુની કગાર પર જિંદગીનો અર્થ
|
|
"ઘણીવાર એવું બને કે પીડા થકી જ જીવનનો મર્મ જાણવા મળે. પીડા આમ તો કષ્ટદાયક કહેવાય પણ કેટલાક લોકો પીડામાંથી જ ખરા અર્થમાં 'મુક્તિ' ને પામ્યાના દાખલા છે. ક્રોંચવધનો પ્રસંગ ન બન્યો હોત અને વાલ્મીકિને પીડા ન થઈ હોત તો કદાચ આપણને રામાયણ જેવું મહાકાવ્ય ન મળ્યું હોત.
પીડા થકી જીવનનો મતલબ સાર્થક થતો હોવાની અનુભૂતિ થઈ ડૉ. વિક્ટર ફ્રેન્કલ લિખિત અને સંજીવ શાહ અનુવાદિત પુસ્તક 'જવાબ માગે છે જિંદગી' વાંચી વાંચીને."
- જયંત પીઠડિયા, કટાર લેખક, ફૂલછાબ
|
|
|
|
Other Major Leading Titles
|
|
“'જિંદગી' પુસ્તકે મને જે સહકાર આપેલ છે તે અનન્ય છે”
|
|
“'જિંદગી' પુસ્તકે મને જે સહકાર આપેલ છે તે અનન્ય છે. જેના થકી જિંદગી જીવવાની અને માણવાની મજા આવે છે અને સારાં પુસ્તકો એક સારા મિત્ર તરીકેની ગરજ પૂરી પાડે છે. જે ખરેખર સત્ય પુરવાર થયેલ છે. ધરતી ઉપર કંઈક કેટલાંક રત્નો છુપા વેશે પોતાનું કાર્ય કરી રહ્યાં છે. તેની બહુ ઓછાને ખબર છે. આજે મને એક રત્નનો પરિચય લખાણ દ્વારા થયો તે મારા માટે એક ખૂબ જ નસીબદાર ઘટના છે.”
- મહેન્દ્રભાઈ પટેલ, વડોદરા
|
|
|
“This Book leaves me with tears and respect”
|
|
Hello Waris,
It was nice meeting you virtually through your book ‘Waris- Ranma Khilelu Pushp’ (Original - 'The Desert Flower'). I must say, you are the most extra-ordinary, the bravest, and the most beautiful in the whole world. You are serving as a perfect idol to me.
Your book really leaves me with tears and respect for you in eyes. Every single page makes me feel that you are really very special. Your complete life is inspiring for me. - Bhoomi Shah, Student of Amity School, Bharuch
|
|
|
આ મીઠડું, નાનકડું પુસ્તક એનાં લખાણથી ખૂબ જ સમૃદ્ધ છે
“જીવનના કોઈને કોઈ તબક્કે બધા નિરાશ થતાં હોય, ઉદાસ હોય, એ વખતે દરેકને સધિયારાની, હૂંફની અને વિશેષ તો, “આવા અનુભવમાં હું એકલી નથી”, એવા સાંત્વનની જરૂર પડે છે. ખાસ કરીને વધારે લાગણીશીલ હોવાના કારણે તેમ જ આપણી સમાજવ્યવસ્થામાં જે જાતનો રોલ છોકરીએ-નારીએ નિભાવવાનો આવે છે, એ કારણે તેઓ વલ્નરેબલ અનુભવતાં હોય છે અને સતત કશુંક સહાયક અને પ્રેરણાદાયક ઝંખતાં હોય છે. ‘નારી જીવનની ભેટ’ એ એવું જ નાનકડું હસ્તપટુ અને અર્થસભર મિત્રની ગરજ સારતું, હાથવગું રાખી શકાય તેવું પુસ્તક છે.
આપણે જ્યાં, જેવા અને જેમ છીએ, એમાં ટકી રહેવા માટેનું ‘બળ’ અને જો પરિસ્થિતિમાંથી નીકળવું હોય તો એ માટેની ‘કળ’ – આ બંને મળી રહે એટલું સજ્જ છે, આ ટચૂકડું મિત્ર.”
– સ્નેહા પંડ્યા, પ્રાધ્યાપિકા, વી.વી.પી.એન્જિનિયરિંગ કૉલેજ, રાજકોટ
|
|
|
‘કેળવણીની ભેટ’ પુસ્તિકા મળી, આભાર. આ પુસ્તિકા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોને કંઈક ને કંઈક પ્રેરણા જરૂર આપશે તેમ લાગે છે. જીવનલક્ષી કેળવણીનો પાયો શારીરિક, માનસિક, આધ્યાત્મિક સમાંતર વિકાસ છે. અર્થોપાર્જન માટેની કેળવણી એ તો જીવનનો ખૂબ મર્યાદિત ભાગ છે. તેને જ માત્ર કેળવણી માની કેટલી મોટી ભૂલ આજની શિક્ષણ વ્યવસ્થા કરી રહી છે તે તો આગામી પેઢીઓ જ વિસ્તારથી લખી શકશે. માનવીય જીવન જીવવાની ભૂખ જેટલી જલદી ઊઘડે એટલું સારું.
~ ધીરેન્દ્ર, સ્મિતા, વિશ્વેન, ભાર્ગવ, ગામ સાકવા, જિ.રાજપીપળા
|
|
|
|
|
|