Facilitators Sanjiv Shah and Sheeba Nair addressing L3 Teens
The first batch of Oasis L3 Teens completed their second workshop on Love from 28th April to 6th May, 2016. The workshop was facilitated by Sanjiv Shah and Sheeba Nair. 14 participants attended this workshop conducted at Oasis Valleys. This workshop ended with a 2-days Health Session for the participants which was conducted by Pallavi Raulji and was assisted by Avani Kulkarni. The participants performed the cleansing processes of their body.
|
|
|
Reflections from Workshop Participants:
"સૌ પ્રથમ તો બે વર્ષની અંદર મેં ક્યારેય ઓએસિસમાં ગુસ્સો નથી જોયો. બધાના ચહેરા હસતા. પછી ભલેને એ લોકો કામ કરતા લોકો હોય. અહીં આવીને હું શરીરની કાળજી કેવી રીતે રાખવી તે શીખ્યો. સમાજના નિયમોમાં, ગાડરિયા પ્રવાહમાં વહી જવાથી હું બચી ગયો. પહેલાં હું મારો જ મત જોતો હતો, હવે હું પોતાની જાતને બીજાની જગ્યા પર મૂકીને વિચારું છું ને તે વ્યક્તિને પણ સમજવાનો પ્રયત્ન કરું છું. અહીં આવીને મને જીવનનું ધ્યેય મળ્યું." - નીલ પટેલ, સુરત
"These two years of L3 journey has been one the most inspiring journey for me. It has changed me thoroughly. On the first day of my workshop, I did not have the idea about my own strengths. I was Iiving a somewhat hollow life before. And that void was filled by this workshop with values and meaning. I found ways to change my perspectives and overcome my weaknesses. It turned me into my ownself. I have found a new Shama inside me. Because of this workshop I have learned to respect myself. It gave me confidence to dream big and to pursue it. It gave me directions and is shaping me towards greatness. I never knew what true love means. But this workshop made me love myself, my thoughts, my life, my family, my parents. Because of this workshop I come across my soul mates with whom I can share any damn thing without thinking that ‘what if they judge me’. It provided me an atmosphere where I can grow fully and express everything that comes in my mind. I have learned to think and to question everything." - Shama Patel, Surat
"હું જ્યારે જ્યારે ઓએસિસમાં આવું છું, ત્યારે ત્યારે મને એક નવું જીવન જીવવાનું મળે છે. કાર્યશાળામાં આવીને જે કશું પણ હું શીખી છું તે હંમેશાં કામ આવ્યું જ છે. ઓએસિસના દરેક મિત્રો મારી ખૂબ જ મદદ કરે છે. બધા મને ખૂબ જ પ્રેમ કરે છે. જ્યારે સંજીવભાઈ મને કહ્યા કરે છે કે મને તારા માટે ખૂબ માન છે, ત્યારે મને ખૂબ જ સારું લાગે છે. અને અહીંથી ઘરે જવાનું મન જ થતું નથી. પહેલાં કશું કરવાનું હોય ત્યારે લોકો શું વિચારશે આમ કરીશ તો, તેવો વિચાર આવતો. હવે હું મારે જે કરવું હોય તે જ કરું છું. અને ત્યારે હું સંતોષની લાગણી અનુભવું છું. પહેલા મિત્રો સાથે દલીલ થાય ત્યારે હું જ સાચી છું તેવું જ માનતી. અહીં મને શીખવા મળ્યું કે દરેક વ્યક્તિ પોતાની જગ્યાએ સાચી હોય છે. હવે હું બીજાને પણ સાંભળું છું. જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ સારું કામ કરે અથવા પરિણામ લાવે અને તેને ઇનામ મળે, ત્યારે મને થતું કે, “હું તેના જેવી કેમ નથી?” અહીં આવીને સમજાયું કે જે બીજાનામાં શ્રેષ્ઠ છે તે મારામાં પણ હોય તેવું જરૂરી નથી. પરંતુ અહીં આવીને મને મારી ઘણી બધી શ્રેષ્ઠ બાબતો જાણવા મળી. હું પહેલાં મારી અંદરની ખામીઓ જ કાઢ્યા કરતી હતી. સારી બાબતોને જોતી જ નહોતી. પરંતુ અહીં આવીને હું મારી જાતને પ્રેમ કરતી થઈ. હવે હું બીજા કોઈની સાથે હરીફાઈમાં નથી ઊતરતી. અને મને મારા માટે ખૂબ જ માન થાય છે." - આમેના રંગરેજ, નવસારી
|
|
|
Teenagers performing Ayurvedic Cleansing Processes of Jal Neti and Sutra Neti
|
|
Batch of Teenagers from All Over Gujarat Complete 1st Year
|
|
|
Happy Kids after 2nd Workshop of L3 Teens
Oasis L3 Teens Batch of participants from Navsari, Saurashtra, Vadodara, Ahmedabad and Gandhinagar attended their second workshop of first year facilitated by Pallavi Raulji and co-facilitated by Praksha Desai. 14 participants attended this workshop conducted from 6th to 12th May, 2016 at Oasis Valleys.
|
|
|
સહભાગીઓના કાર્યશાળા અંગેના પ્રતિભાવો:
"આ કાર્યશાળાએ મને મારા જીવનમાં ઘણું બધું શીખવ્યું છે. શીખવાના પાંચ સિદ્ધાંતો જીવનમાં શીખવા મળ્યા. મને ઘણી બધી શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે. હવે હું મારી સમસ્યાઓનો ઉકેલ લાવી શક્યો છું. તેના કારણે હું હળવાશ અનુભવું છું. હવે હું જે પણ જવાબદારી લઉં છું તે પૂરી કરવા સતત પ્રયત્નો કરું છું." - શનિ પટેલ, નવસારી
"L3 પહેલાં મારી જિંદગી કહું તો એટલી ધૂળમાં ગયેલી હતી કે તેની કોઈ કલ્પના પણ ન કરી શકે. હું આકર્ષણ, ઈર્ષ્યા વગેરે બાબતોમાં બધું મૂકતો થયો હતો. જો હું આ કાર્યશાળામાં ભાગ ન લેત તો મારી જિંદગી ખૂબ બગડી જાત, હું ખરાબ રસ્તે જતો રહેતો. પરંતુ મને ઓએસિસે સંભાળ્યો છે. અહીં આવીને હું મારી મુશ્કેલીઓને સમજતો થયો. હું બીજાને જ આક્ષેપ આપતો હતો પરંતુ હવે હું મારી ભૂલ સ્વીકારતો થયો છું. અહીં આવીને મને મારું ધ્યેય મળ્યું. મને એવી પણ ખબર નહોતી કે મને શું ગમે છે. હું શું બની શકું છું? હવે હું બીજાની હકારાત્મક બાબતો જોઇશ અને તેમને કહીશ. હું બીજાને સુધારવાનો પ્રયત્ન નહીં કરું. કોઈનું મૂલ્યાંકન નહીં કરું. હું જુઠ્ઠું નહીં બોલું." - વિનીત જૈન, નવસારી
"આ કાર્યશાળા પછી હું મારી જાતને ઓળખતો થયો છું. જો હું ન આવ્યો હોત તો હું સાચી રીતે જીવન જીવતાં ન શીખ્યો હોત. હું કોણ છું એ તો સમજ્યો જ પરંતુ મારી સાથેની દરેક વ્યક્તિને પણ ઓળખવાની તાકાત મળી. હું પહેલાં સફળતા ફક્ત પૈસા અને સાધનોમાં જ શોધતો હતો. અહીં આવીને સમજાયું કે સાચી સફળતા સાચી રીતે જીવન જીવવામાં છે. તેની માટે હું પલ્લવીદીદીનો આભાર માનું છું. મારા જીવનમાં આ સૌથી મૂંઝવતો પ્રશ્ન હતો. જેનો જવાબ મને તેઓએ આપ્યો." - નરેશ બીન્ગુંડી, નવસારી
|
|
Batch of Teenagers from ASHA, Ahmedabad & Charlie, Surat
Learn Relationship Building & Listening
|
|
|
Participants Learning to Listen
Second workshop of first year of Oasis L3 course for Teenagers was conducted at Oasis Valleys from 13th to 19th May, 2016. The workshop was facilitated by Pratiksinh Parmar. 4 IYLDP children co-facilitated the workshop, namely, Aatmaja Soni, Ronak Pawar, Juhi Naik and Shailesh Agarwal. Shabana Ansari, IYLDP kid, assisted in the management of the workshop. 36 participants from ASHA, Ahmedabad and Charlie Trust, Surat attended this workshop wherein they learnt relationship building and listening.
|
|
|
સહભાગીઓના કાર્યશાળા અંગેના પ્રતિભાવો:
"આ કાર્યશાળામાં આવીને હું શ્રેષ્ઠતાની લાગણી અનુભવું છું. અહીં આવીને મને ખૂબ જ આનંદ થયો છે. શાંતિ પણ ખૂબ મળી છે." - વૈશાલી ઝાંપડિયા, અમદાવાદ
"આ કાર્યશાળામાં જોડાયા પછી જીવનમાં ઘણું બધું શીખવાનું મળ્યું છે. પહેલાં હું મારા જીવન વિશે કશું જ જાણતી નહોતી. હવે મને ખબર પડી છે કે મારા જીવન માટે શું જરૂરી છે અને મારે શું પસંદગીઓ કરવી જોઈએ. હવે હું દરેક વ્યક્તિને સમજવાનો ખૂબ સારો પ્રયત્ન કરું છું. જીવનમાં આવતી મુશ્કેલીઓનો ખૂબ હિંમતથી સામનો કરવાનો પ્રયત્ન કરીશ. જીવનની દરેક પળને એક શાનદાર પળ અને ખુશખુશાલ બનાવવાનો પૂરો પ્રયત્ન રહેશે. ઓએસિસનો ખૂબ જ આભાર માનું છું કે મને એક સારી વ્યક્તિ બનતા શીખવ્યું. જો આ સંસ્થા ન મળી હોત તો હું મારા જીવનનો અર્થ સમજી ન શકી હોત." - ટ્વિન્કલ રાઠોડ, સુરત
"હંમેશાં પ્રામાણિક બનીશ. પરીક્ષા આપતી વખતે ચોરી નહીં કરું. ગમે તેટલી મુશ્કેલી કે આફત આવે પણ હું નીડર રહીશ અને હંમેશાં સત્યનિષ્ઠ રહીશ." - કનુ માળી, અમદાવાદ
|
|
|
Facilitator Pratiksinh Parmar and co-facilitator Aatmaja Soni listening to participant
સહભાગીઓના સંચાલક અંગેના પ્રતિભાવો:
"કાર્યશાળાના સંચાલક ખૂબ સારા છે. શૈલેશભાઈ આટલી નાની ઉંમરે પણ ખૂબ જ મહેનત કરે છે. બાળકોને સારી રીતે રાખે છે. કોઈ દિવસ કોઈની સાથે ગુસ્સાથી વાત કરતા નથી. પ્રતીકભાઈ અમને ખૂબ જ પ્રેમ કરે છે. આત્મજાદીદી અમને પોતાના ભાઈ-બહેનની જેમ રાખે છે. રોનકભાઈથી પણ અમે ખૂબ ખુશ છીએ. તેઓ અમારા મિત્ર જેવા છે. જુહીદીદી બધાને પોતાના દીકરાઓની જેમ રાખે છે." - સતીષ પઢાર, અમદાવાદ
"કાર્યશાળાના સંચાલક અમને ખૂબ પ્રેમથી ભણાવતા હતા. દરેક વાત અમારા દિલમાં ઊતરતી હતી. બધા જ સંચાલકો ખૂબ સારાં સારાં ઉદાહરણો આપતાં હતાં." - ફાલ્ગુની સોલંકી, અમદાવાદ
|
|
New L3 Teens Batch of 2016
|
|
|
Joyful children after workshop with facilitator, Pratiksinh Parmar and co- facilitator Praksha Desai
New Batch of 2016 for Oasis L3 Teens Course was formed and first workshop of first year was facilitated by Pratiksinh Parmar and co-facilitated by Praksha Desai. 18 participants of this batch came from Vadodara, Gandhinagar, Surat, Navsari and Panchmahal District. The workshop was conducted at Oasis Valleys from 19th to 25th May, 2016.
|
|
|
સહભાગીઓના કાર્યશાળા અંગેના પ્રતિભાવો:
"આ કાર્યશાળા મને ખૂબ સારી લાગી. અહીંના જેવા મિત્રો મેં આજ સુધી નથી બનાવ્યા. અહીં મને ઘણું બધું જાણવા મળ્યું. બધા જ અહીં ખૂબ ખુશ રહે છે તે વાત મને ગમી. અત્યાર સુધી આટલી સારી પ્રકૃતિ મેં નહોતી જોઈ. બધું જ ખૂબ શાંત લાગે છે. ખૂબ જ સારું વાતાવરણ છે. ઘરની યાદ તો આવતી જ નથી. જે પણ આવે ઘણું બધું શીખીને જ જાય." - તેજસ્વિની ચૌધરી, સંખેડા
"Feeling great. I am changed. Feeling happy, proud, self-confident. Before coming I was feeling that something is missing in my life but now the feeling is that life is at oasis only. All are so good, positive, loving, caring here. I want to live life here only." - Chintan Gohil, Navsari
"આ કાર્યશાળામાં આવ્યા ત્યારે અલગ રીતે દરેક બાબત પર વિચારતાં શીખ્યા. મારું મિશન, ધ્યેય વગેરે નક્કી થયાં. જીવનમાં સતત જાગૃત રહેવાની પ્રેરણા મળી. બીજાની સમસ્યાઓ જાણી ત્યારે ખબર પડી કે મારા જીવનમાં આવી સમસ્યાઓ નથી પણ બીજી ઘણી જગ્યાએ છે. અને હું ભગવાનનો આભાર માનું છું કે આવી સમસ્યાઓ મને નથી. દરેક દિવસે કશુંક નવું શીખ્યા છીએ." - ભાવિકસિંહ બારોટ, સુરત
"આ કાર્યશાળાથી અમને ઘણું બધું શીખવા મળ્યું. દર બે કલાકે બ્રેક આવે ત્યારે દિલને લાગે કે બ્રેક પછી લઈશું આપણે કામ ચાલુ રાખીએ. મારી હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો થયો છે. મજા પણ ખૂબ આવી." - વિરલ પારેખ, નવસારી
"I was able to remove my stage fear. I built my self confidence. I was able to find a way to reach the goal. I was able to make difference between career and goal and many other topics." - Malhar Patel, Gandhinagar
"સૌ પ્રથમ અમને અમારા શિક્ષણ સાથે અમારા જીવનનો સાચો માર્ગ મળ્યો. અમે તેને અનુલક્ષીને કામ કરવા પ્રેરિત થયા. આત્મવિશ્વાસ વધ્યો, હિંમત વધી, પહેલ કરતા થયા." - નિકુંજ જીકાદરા, સુરત
|
|
|
સહભાગીઓના સંચાલક અંગેના પ્રતિભાવો:
"પ્રતીકભાઈનો સ્વભાવ ખૂબ જ સારો છે. તેઓ બધાની વાતને સમજી શકે છે. તેઓ ખૂબ જ સંવેદનશીલ છે. તેઓ સારા શિક્ષક છે. તેમને કોઈ દિવસ ગુસ્સો નથી આવતો. તેઓ ભેદભાવ નથી રાખતા. તેમની સાથે અમને ખૂબ જ મજા આવે છે. પ્રક્ષાદીદીનું વર્તન ખૂબ સારું છે. ખૂબ શાંતિથી વાત કરે છે. બીજાનું દુઃખ જોઈ શકે છે. બધાને સારી રીતે સમજાવી શકે છે. ખુશમિજાજ છે. બધાને સમાન ભાવથી જુએ છે." - રીમા બારોટ, સુરત
"કાર્યશાળાના સંચાલકોનો સ્વભાવ ખૂબ સારો છે. તેઓ અમને એકદમ તેમના પરિવારની જેમ જ પ્રેમ કરે છે. અમારી સમસ્યાઓ સૉલ્વ કરે છે. હંમેશાં ઍક્ટિવ રહે છે. ક્યારેય પણ કંટાળતા નથી. અમે જેટલી પણ મસ્તી કરીએ ગુસ્સો નથી કરતા. એક દિવસ પણ એવો અહેસાસ નથી થવા દીધો કે અમે ઘરથી દૂર છીએ." - તેજસ્વિની ચૌધરી, નવસારી
"It was wonderful journey learning and enjoying with Pratikbhai. They are quite motivating, loving, caring and too joyous. It keeps us enchanting to listen to them again and again. The knowledge and experience he had shared was quite amazing and learnable." - Karan Kataria, Surat
"મને પ્રતીકભાઈનો સ્વભાવ ખૂબ જ ગમ્યો. ખૂબ જ સારા છે. મારા પપ્પા પણ આવા જ છે. બધું જ સમજે. દુનિયામાં મારા ખ્યાલથી બહુ જ ઓછા લોકો આટલું બધું સમજી શકે છે. ભાષા પરનું પ્રભુત્વ ખૂબ સારું છે. તેઓ ભેદભાવ નથી કરતા. તેમનું હાસ્ય ખૂબ જ સરસ છે." - દેવાંશી મોદી
|
|
|
|