Newsletter-cum-magazine of Oasis Movement        Year 9 /  Issue 20 /  June 23, 2016
Saamarthya - Building Independence to Empower Girls

1st Batch of Oasis L3 Workshop for Teenage Girls Begins!
Saamarthya L3 teens girls listening attentively to the facilitator
 
Saamarthya is a project taken up by Oasis to build independence to empower girls in partnership with Share and Care Foundation, U.S.A. First Oasis L3 Teens Batch for girls was commenced under Saamarthya. Oasis L3 Course (The Philosophy, Art and Science of Living, Loving and Learning) is a 4 year intensive educational course on self-leadership and overall development. The workshop was conducted from April 30 to May 6, 2016 at Oasis Valleys. 39 girls from all over Gujarat participated in this workshop. The workshop was facilitated by Hiral Patel, Trustee, Oasis and co-facilitated by Purvi Naik, Programs Coordinator, Oasis South Gujarat Center and Vatsala Shah, Volunteer, Oasis. Payal Prajapati, IYLDP Volunteer assisted in facilitation.
"હિંમત અને આત્મવિશ્વાસનું સિંચન થયું છે"
Participants learning through educational activity
સહભાગીઓના કાર્યશાળા અંગેના પ્રતિભાવો:

"આ કાર્યશાળાએ મને એક નવી જિંદગી આપી છે. મને કોઈ જગ્યાએ કોઈનો પણ (એટલો) પ્રેમ નહોતો મળ્યો જેટલો મને અહીંયાં મળ્યો. કાર્યશાળામાં આવીને મને સાચા જીવનનો અનુભવ થયો."
- યેશા દેસાઈ, વિરવલ, ધરમપુર
 
"પોતાની જાત સાથે વાત ક્યારેય નહોતી કરી તે અમે આ કાર્યશાળામાં આવીને શીખ્યા. દરેક બાળક સામે એક અનોખો અરીસો મૂકે છે જેમાં તે પોતાની જાતને જોઈ શકે છે. દરેકનો એક પુનર્જન્મ થયો હોય તેવી લાગણી અનુભવાય છે. જીવન જીવવાની બાબત હવે સતત શીખવી છે. અમારું જીવન ઘણું અમૂલ્ય છે તે સમજાયું." 
- હેની ચૌહાણ, નવસારી
 
"આ કાર્યશાળામાં આવીને હું ઘણી ખુશ છું. આ કાર્યશાળા મારા સાચા જીવનનું પહેલું પગથિયું છે. અહીં બધાને સમાન માન આપવામાં આવે છે. બધાને હંમેશાં હસતાં રહેવાનું શીખવે છે. આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવાય છે."
- કૃતિ મોદી, આણંદ
 

"આ કાર્યશાળા અંગે હું ખૂબ જ સારી લાગણી અનુભવું છું. મને અહીં આવીને ઘણું બધું શીખવા મળ્યું. પહેલાં હું કશું જ કરતી નહોતી. હવે મેં મારા જીવનનું લક્ષ્ય શોધ્યું છે. મારા જીવનનું મિશન છે કે ગરીબી દૂર થાય. અને ખાલી મારાં ગામ, શહેર, રાજ્ય કે દેશ નહીં પરંતુ આખી દુનિયામાંથી ગરીબી નાબૂદ થાય. પોલિયો નાબૂદી મિશનની જેમ હું પણ આ ગરીબી નાબૂદી મિશન દુનિયાભરમાં ફેલાવીને જ રહીશ." - વર્ષા મકવાણા, પીપળજ, અમદાવાદ
 
"આ કાર્યશાળા માટે હું ખૂબ સારી લાગણી અનુભવું છું. અત્યાર સુધીના જીવનમાં મેં મારી જાતને ઓળખી જ નહોતી. અહીં આવીને હું મારી જાતને ઓળખી શકી છું. અમને ખૂબ જ પ્રેમ મળ્યો. અહીં અમને એવો અહેસાસ થયો કે અમારી અંદર ઘણું બધું છુપાયેલું છે." 
- પુર્વીશા રાઠવા, ગોરજ
 
"આ બધી બાબતો શીખીને મારામાં આત્મવિશ્વાસનું નવું જ સિંચન થયું છે. સમસ્યાઓ સામે લડવાની ક્ષમતા આવી છે. હિંમત વધી છે અને મારું લક્ષ્ય નક્કી થયું છે."
- વૃષી પંચાલ, અંક્લેશ્વર
"તેઓ અમારી સાથે ખૂબ સરળતાથી ભળી ગયા"
Facilitator Hiral Patel with co-facilitators Vatsala Shah and Purvi Naik
સહભાગીઓના સંચાલક અંગેના પ્રતિભાવો:

"ત્રણેય સંચાલકો મને ખૂબ જ પ્રિય છે. વત્સલાદીદી હંમેશાં શાંત અને આત્મવિશ્વાસથી ભરપૂર. પૂર્વીદીદી હંમેશાં નીડરતા અને બહાદુરી શીખવે. હિરલદીદી તો સેલ્ફ મૅનેજમેન્ટનાં મહાન વ્યક્તિ છે." 
- શેરોન ક્રિશ્ચિયન, કરમસદ
 
"હિરલદીદીનો સ્વભાવ અને તેમનું અમારી સાથે વાત કરવું મને ખૂબ ગમ્યું. પૂર્વીદીદી હંમેશાં ખૂબ જ ઉત્સુક હોય છે. તેમને જેટલું આવડે છે તેટલું તેઓ શિખવાડે છે. વત્સલાદીદીનો સ્વભાવ ખૂબ જ સારો અને શાંત છે. મને તેમની હસી ખૂબ જ ગમે છે. તેમની હસી જોઈએ તો આખો દિવસ સારો જાય છે. બધાના સ્વભાવમાં એક વસ્તુ સરખી છે કે તેઓ ગુસ્સો કરતા નથી."
- કરુણા રાઠવા, વડોદરા
 
"સંચાલકોએ અમારી અંદરની ઘણી બધી સારી બાબતો જોઈ અને અમને કહી છે. તેમણે તેમની પોતાની સમસ્યાઓ અમારી સાથે વહેંચી. તેઓ અમારી સાથે ખૂબ સરળતાથી ભળી ગયા. તેઓ અમારી સાથે મિત્રની જેમ રહે છે." 
- હેની ચૌહાણ, નવસારી
Dream India Camp Organized for Saamarthya Girls
Saamarthya Girls perform at the end of the camp
 
A special Dream India Camp for girls was organized this summer under Saamarthya Project at Oasis Valleys from 19th to 27th May 2016. The camp was facilitated by Hiral Patel, Trustee, Oasis. Snehal Parmar, Principal, Adada Primary School and Falguni Mistry, IYLDP (Indian Young Leadership Development Program) volunteer co-facilitated the camp. 54 girls participated in this Dream India Camp.
"હિંમત ન હારવી જોઈએ"
Photos above: Facilitator Hiral Patel affirming girls (Left) and Girls taking oath (Right)
સહભાગીઓના કૅમ્પ અંગેના પ્રતિભાવો:

"મેં આટલો સરસ કૅમ્પ પહેલીવાર કર્યો છે. અમે આ કૅમ્પમાંથી ઘણું બધું શીખ્યા, જે જીવનભર ઉપયોગી બની રહેશે. અમે અહીંયાં ઘણા બધા નવા મિત્રો બનાવ્યા. મને અહીંનું કુદરતી વાતાવરણ ખૂબ જ ગમ્યું. અહીં એકદમ શાંતિ છે. અહીં હું પ્રકૃતિને માણી શકી છું. અહીં મને સેશન પણ ખૂબ ગમ્યા. દરેક દીદીનો સ્વભાવ ખૂબ ગમ્યો. તેઓ ખૂબ પ્રેમાળ છે. હું અહીં આવીને ખૂબ ખુશ છું." - વૃતાંશી પટેલ, વિદ્યાનગર

"‘What is love?’માં એવું ઘણું બધું શીખ્યા જેનાથી ભવિષ્યમાં ઘણી મદદ થશે. પ્રેમ શું છે અને શું નથી તે શીખ્યા. પ્રેમની ખોટી જાળમાં પડવાથી કેવી રીતે બચવું તે પણ શીખ્યા. ક્રિએટિવ મ્યૂઝિકના સેશનમાં અલગ અલગ સાધનોનો ઉપયોગ સંગીત વગાડવામાં કેવી રીતે આવે છે તે પણ શીખ્યા. ગેમ્સમાં રમવાની ખૂબ મજા આવી. સમયપાલનની ડ્યૂટીમાં બધાને સમયસર બધી જગ્યાએ પહોંચાડવાની ખૂબ મજા આવી. પાર્લામેન્ટમાં દલીલો કરવાની ખૂબ મજા આવી." - મૈત્રી પરમાર, આણંદ

"આ કૅમ્પમાંથી મને ઘણું બધું શીખવાનું મળ્યું. મને સ્ટેજ પર જવાનો ખૂબ ડર લાગતો હતો. ડાન્સના સેશનના કારણે મારો તે ડર દૂર થયો. હવે હું એટલી તૈયાર છું કે જો મને હજારો માણસો વચ્ચે પણ જવાનું કહે તો હું જઈ શકું છું." - હેતલ માછી, ચાણોદ

"આખા કૅમ્પ દરમ્યાન મને સૌથી વધુ અહીંના બધા જ દીદીનો પ્રેમાળ સ્વભાવ ખૂબ જ ગમ્યો. ઓએસિસ કૅમ્પસનું વાતાવરણ મને ખૂબ ગમ્યું. કારણ કે અહીં મને 'તારાથી આ કામ નહીં થાય' તેવું કહેવાવાળા લોકો કોઈ જ નહોતા. ઘરે હું કશું પણ કરવા ઇચ્છું તો મમ્મી, પપ્પા, ભાઈ, બહેન બધાં મારા માટે નકારાત્મક જ બોલે. તેનાથી મારા મનમાં પણ નકારાત્મક વિચારો જ આવ્યા કરતા હતા. જ્યારે હવે મારી જિંદગી મારી પસંદગી છે." - નીલમ હળપતિ, રાનકુવા
"સત્યનો સાથ આપવામાં તેઓ જરાક પણ ખચકાટ અનુભવતાં નથી"
Photos above: Saamarthya girls taking responsibility to lead mini India in the Parliament
સહભાગીઓના બાળકોની અદાલત અંગેના પ્રતિભાવો:

"મને ઓએસિસ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં બાળકોની અદાલત ગમી. કારણ કે, અમારામાં કેટલી આવડતો છે તે જાણવા મળ્યું. અમે કેટલા સવાલો કરીએ છીએ, તેના જવાબો શું હોય છે અને તેના પરથી ફરીથી સવાલો કરીએ, આ બધું કરવામાં અમને ખૂબ મજા આવી. અમારી સમસ્યાનું નિવારણ જાતે જ લાવતા. સજા અથવા પ્રૉમિસ અપાવતા. બધા સાથે મળીને મસ્તી પણ ખૂબ કરતા. અમારી કાળજી પણ ખૂબ રાખવામાં આવતી."
- અંજના રાઠવા, વડોદરા
 
"દરેક પ્રકારના કેસને સૉલ્વ કરવાની ખૂબ જ મજા આવી. અને દરેક પ્રકારના બાળકની કસોટી થઈ અને તેમના આત્મવિશ્વાસમાં પણ ખૂબ વધારો થયો." 
- હેતવી વાઘેલા, બાકરોલ, સાવલી
 
"મને બાળકોની અદાલતની વ્યવસ્થા ખૂબ ગમી. બાળકો અદાલતમાં સાચું હોય તેનો જ સાથ આપે છે. સત્યનો સાથ આપવામાં તેઓ જરાક પણ ખચકાટ અનુભવતાં નથી. બાળકો અદાલતમાં કેસ પણ ખૂબ સરસ રીતે પૂરો કરે છે." 
- વૈશાલી પટેલ, રાનકુવા
 
"મને અદાલતની વ્યવસ્થા ખૂબ જ ગમી. એનું કારણ એ છે કે આપણે શાળામાં કે ઘરમાં કશું બોલીએ તો આપણને એમ કહેવામાં આવે છે કે તમે નાના છો એટલે ચુપ રહેવાનું. મોટા લોકોની બાબતમાં નહીં બોલવાનું. જ્યારે અહીં આપણને એ મોકો મળે છે કે આપણે બધાની સમસ્યાઓને સમજી શકીએ. આપણા વિચાર રજૂ કરી શકીએ." 
- જીનલ દેસાઈ, સુરત
 
"આ કૅમ્પમાં બાળકોની અદાલતની વ્યવસ્થા ખૂબ સરસ છે. બાળકોને જ્યારે ‘હું પોતે કરી શકું છું’ એ રીતનો જુસ્સો આવી જાય પછી તેમને સફળ થતાં કોઈ જ રોકી શકતું નથી. એ પણ શીખવા મળે છે કે પોતાની વાત પર, જો તે સાચી હોય તો, અડગ રહેવું જોઈએ."
- નીલમ પ્રજાપતિ, નવસારી
"કુદરતના અવાજો પણ એક પ્રકારનું સંગીત છે"
Photos above: Moments of learning everyday in the camp
 
The children had option to learn subjects of their choice. Full time faculties during the camp were Hiral Patel for Leadership Training, Snehal Parmar for Strengths of Women, Swati Parikh for Best out of Waste, Stitch & Paint and Reading, Madhvika Vakeriya for Mountain Jogging, Drama and Mime, Shweta Patel for Mountain Jogging, Life is Music and Creative Music, Aatmaja Soni for What is Love? and Is My Life My Responsibility?, Falguni Mistry for Theme Painting, Meenakshi Purohit for Morning Walk and Ball Games, Urvi Tandel for Yoga and Desi Games, Unnati Parmar for Desi Games and Hasmita Parmar for Dance Teaches Us. Hasmita was the overall manager. Meenakshi, Urvi, Unnati, Shabana Ansari and Payal Prajapati volunteered for the management and sessions.
Photos above: Early morning Mountain Jogging and Evening Games Sessions to keep them fit
સહભાગીઓના સેશન અંગેના પ્રતિભાવો:

"આ કૅમ્પમાં મારો સૌથી પ્રિય સેશન ડાન્સનો હતો. મને ડાન્સ ખૂબ જ ગમે છે. તે કરવાથી આપણો આત્મવિશ્વાસ વધે છે. તેમાંથી આપણને ઘણી બધી શક્તિ મળે છે. મને માઉન્ટેન જોગિંગમાં ઢાળવાળા મોટા મોટા ડુંગર ચઢવાની અને ઊતરવાની ખૂબ જ મજા આવી." - દિપાલી પરમાર, આણંદ
 
"મારો પ્રિય સેશન અદ્ભુત નારીનો હતો. અમારા ગામમાં પુરુષો ખૂબ વ્યસન કરે છે. ઘરમાં પોતાની સ્ત્રીઓને ધમકાવતા અને મારતા હોય છે. આ વિષય હું પહેલાં ક્યારેય શીખી નહોતી. જો હું નારી વિશે શીખી લઉં તો મારા ગામમાં સ્ત્રી પર થતા અત્યાચારને રોકી શકું. તેની માટે હું પૂરી મહેનત કરીશ." - ઝંખના કોંકણી, બેસનીયા, તાપી
 
"મારો સૌથી પ્રિય સેશન સંગીતનો હતો. અમે તેમાં ઘણું બધું શીખ્યા. સંગીતના પ્રકાર અને તેને કેવી રીતે ગવાય. આ બધું શીખીને ખૂબ આનંદ થયો. સંગીતને મહેસૂસ કરવું પડે પછી જ તમે તેને દિલથી સુંદર રીતે ગાઈ શકો. સંગીત એ અદ્ભુત કળા છે. તેનાથી વાતાવરણ હળવું બને છે. કુદરતના અવાજો પણ એક પ્રકારનું સંગીત છે." - શ્રેયા પટેલ, ટાંકલ
Girls learning new subjects in guest sessions

Guest sessions were arranged for the girls to give them exposure to a variety of subjects. 6 Guest faculties shared their skills and knowledge with the girls. Swapon Adhikari for Journey from Dream to Reality and Advantages of Sports, Yogendrasinh Jadav for Organic Farming, Bharat Vankar for Art, Nirali Patel for Food and Nutrition, Bhadrasinh Chauhan for Creative Writing and Rekha Rathva for Yoga and Games.
શિક્ષકોના પ્રતિભાવો:

“દરેક બાળકમાં સારું જોવાનો દૃષ્ટિકોણ અદ્ભુત રહ્યો. નાનાં બાળકો આપણને અદ્ભુત વિચારો આપી જાય છે. શીખવતા શીખવાની ખૂબ મજા આવી. દરેક સેશન મને નવું નવું શીખવી જતો હતો. સમય હાથમાંથી સરકી જતો હતો તેવું લાગ્યું. આત્મવિશ્વાસ અને હિંમત ખૂબ વધ્યાં.”
- સ્નેહલ પરમાર; આચાર્યા, અડદા પ્રાથમિક શાળા, નવસારી (નારીની શક્તિઓ, કો-ફેસિલિટેટર)
 
“અહીં બધા પોતપોતાની જવાબદારી સમજીને પોતપોતાનું કાર્ય કરે છે. અદાલતમાં માત્ર એકની ખુશી નહીં પરંતુ બધાનું હિત જોવામાં આવે છે. બાળકોનો ઉત્સાહ વધારવા માટે સ્ટાર એસેમ્બ્લી ખૂબ જ સુંદર હતી. બધા સ્વતંત્ર રહીને પણ પોતાની જવાબદારી નિભાવે છે.”
- ઉન્નતિ પરમાર; શિક્ષિકા, શ્રી નવસંસ્કાર પ્રાથ્મિક શાળા, વિજેન્દ્રનગર (વૉલન્ટીયર, દેશી રમતો)
 
“આ કૅમ્પના અનુશાસનની સાથે સાથે બાળકો જીવનલક્ષી મૂલ્યો કેવાં સરસ રીતે શીખે છે! કુદરતી વાતાવરણમાં બાળકો જીવન જીવવાની કળા શીખે છે તે પણ મોજમસ્તીની સાથે, તે ખૂબ જ ગમ્યું.”
- રેખા રાઠવા; શિક્ષિકા, એકલવ્ય મોડૅલ રેસીડેન્શિઅલ સ્કૂલ, ગોરજ (સ્પૉર્ટ્સ, યોગ)
Saamarthya Girls Learn Self Defense
Photos above: Saamarthya Girls learning the Art of Self Defense

A Special session on Self Defense was conducted for the Saamarthya Girls. Sensei M. Maharaj, 4th Degree Black Belt was the lead faculty and he was assisted by Mr. Rahul Bakshi, Purple Belt. Both the faculties represented Kaizen Wado Karate Association.
Photos above: Moments of celebration and community sharing
Camp Facilitator and Co-facilitators
Facilitator Hiral Patel and Co-facilitators Snehal Parmar & Falguni Mistry
Team Alive
• Alkesh Raval   • Avani Kulkarni  • Hiral Patel
• Kshama Kataria   • Mayuri Gohil   • Mehul Panchal
 • Sanjiv Shah    • Sheeba Nair    • Shrey Shah
Alive Archives
To view
...Alive archives,
Please
 click here
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. 

If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.