Newsletter-cum-magazine of Oasis Movement        Year 9 /  Issue 22 /  July 16, 2016
From silent, 'obedient' Mindset to
Empowered Choices & Freedom of Speech


Dream India Camp Spells Transformation
for Tribal Children from Dang Dist. (Guj.)
Children of Dangs taking oath for living a memorable Dream India Camp
Dream India Camp was conducted at Oasis Valleys for Tribal Children of Dang district (Mahal, Pimpri and Shingana) and Kanjod (Valod, Surat District). Praksha Desai (Chief Programs Coordinator, Dang District, Oasis) facilitated the camp and was assisted by co-Facilitators Purvi Naik (Programs Coordinator, Oasis South Gujarat Centre) and Avani Kulkarni (Programs Communication Coordinator, Oasis). The camp was conducted from 10 to 18 June, 2016 and 75 children participated in it.
Reflections of the camp:

“જે મારા જીવનમાં શીખવાનું હતું, તે મને આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાંથી શીખવા મળ્યું. આવી સ્વતંત્રતા મને મારા જીવનમાં ક્યાંય મળી નહોતી. હું ખૂબ જ નસીબદાર છું કે આટલું બધું મને મારા જીવનમાં ઉપયોગી થાય તેવું શીખવા મળ્યું.”
- હનીશા રાઠોડ

“આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાંથી અમને એવું શીખવા મળ્યું કે, અમે હિંમતથી આગળ આવીને બોલી શકીએ છીએ.”
- ઉષા ભોયે

“પહેલાં તો મારામાં આટલી હિંમત જ નહોતી પણ આ કૅમ્પમાં આવી ત્યારે મને લાગ્યું કે હું પણ કશુંક કરીશ.” - ઊર્મિલા ગામીત
“બધાની સારી સારી વાતો અને ગુણ સાંભળવાની ઘણી મજા આવી હતી”
“હું ઓએસિસ કૅમ્પમાં પ્રક્ષાદીદીનો હૃદયપૂર્વક આભાર માનું છું. કારણ કે તેવો અમને પહેલ ન કરતાં તો અમે આ કૅમ્પમાં આવી શકતા નહીં અને અમારે સાચું જીવન કેવી રીતે જીવવું એ અમે શીખી શકતા નહીં. હું પ્રક્ષાદીદીનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. તેમની સાથે સાથે બધાં દીદીઓ અને ભાઈઓનો પણ આભાર માનું છું.”
- પંકજ ગળવી
Photo (Left): Facilitator Praksha Desai affirming participant in star assembly
Co-facilitators Purvi Naik (Photo left) and Avani Kulkarni (Photo right)
Platform For Achieving Their Dreams
“મને મોટા થઈને ગ્રામ સેવક બનવું છે. હું તમને બધાંને મદદ કરીશ.” – હેમંત સાબડે, જ્યૂરી મેમ્બર
 
Photo (Right): Citizen questioned by Jury

“મારે નેતાની જેમ ભાષણ નથી આપવું. મને લોકોની તકલીફ જાણીને તેમને મદદ કરવી છે. મને ભાઈ-બહેન વચ્ચેનો ભેદભાવ દૂર કરીને હળીમળીને રહેવું છે.” - સુમન ગામિત, જ્યૂરી મેમ્બર

Photo (Left): Jury Member Delivering his election campaign speech
“આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાંથી અમને જે ક્લાસ પસંદ કરવાના હતા, એમાંથી મેં લીડરશિપનો ક્લાસ પસંદ કર્યો. એમાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું. લીડરશિપના ક્લાસ અમને પોતાની ભૂલો શોધવામાં મદદ કરે છે. એ ભૂલો દ્વારા આપણે આગળ કેવી રીતે વધી શકીએ એ અમને શીખવવામાં આવેલું. લીડરશિપના ક્લાસમાં જઈને પછી જ હું આગળ જઈને બોલી શકી છું અને એનું પરિણામ મને મળી ગયું છે. આજે મારામાં એટલી હિંમત છે કે હું નરેન્દ્ર મોદીને પણ પ્રશ્ન કરી શકું છું.” - વિશાલ બાગુલ
Citizen rising with his opinion in parliament
Jury member speaking up for what she believes
“મને તો ખબર જ નહોતી કે આવી બાળકોની અદાલત પણ હોય છે. એ મને અહીં આવીને જાણવા અને શીખવા મળ્યું. બાળકોની અદાલતમાં એ રીતે ન્યાય થતો હોય છે કે, જે બાળકથી ભૂલ થાય છે એ બાળક પોતાની જાત સાથે સાચો રહીને,પ્રામાણિક રીતે સાચું બોલી દે છે. તેને સાચી સજા ન આપવામાં થાય તો કેસ ઓપન કરી શકાય છે. આ રીતે બાળકોની અદાલતમાં અમને શીખવા મળ્યું.” - સુનીતા ગામિત
Faculties being questioned by jury member
 
આપણાથી મોટા હોય અને તેઓ ખોટું કામ કરતાં હોય તો આપણે ભલે નાના હોઈએ પણ સાચા હોઈએ તો આપણને સફળતા મળે છે, તેવી સમજ પડી. આ કૅમ્પમાં આવીને મને મારા મનમાં સમાજના ઘડતર વિશે લઈને જે દુઃખ થતું હતું તે હું એક લીડર બનીને જ કરી શકીશ, એવું મને જાણવા મળ્યું.” - કલ્પના ગામિત
Children Explore New Ways To Learn
The participants were offered around 30 subjects to choose from. The faculties were Praksha Desai (Leadership Training), Purvi Naik (Hu Pan Ek Vyakti Chhu and My Life is My Choice), Avani Kulkarni (Music and English Confidence), Nikunj Parmar (Drama and Mime), Alka Desai (Embroidery), Jigisha Desai (Jute Lamps and Doormats), Shashvat Bharbhaya (Mathemagic), Falguni Mistry (Paint My Life) and Aatmaja Soni (What is Love?). Shashvat Bharbhaya was the Overall Manager. Shabana Ansari, Hetal Doriya and Shani Patel (Oasis Youth Volunteers) and Rajan Ahir volunteered for the camp.
Participants performing on learnings from
‘What is Love?’ session
“સમગ્ર કૅમ્પમાંથી અમારો સૌથી પ્રિય સેશન “What is Love?” હતો. એમાંથી અમને સાચા પ્રેમ અને ખોટા પ્રેમ વિશે શીખવવામાં આવ્યું હતું. ખોટો પ્રેમ એ અંધશ્રદ્ધાથી અને આકર્ષણથી થાય છે. ખોટા પ્રેમમાં જ્યાં સુધી લાગણી હોય છે, ત્યાં સુધી વ્યક્તિ કહે છે,“હું તારા માટે મરવા તૈયાર છું”. લાગણી પાછી જતી રહે ત્યારે પછી એ લડવા લાગે છે. આ ખોટો પ્રેમ કહેવાય. સાચા પ્રેમમાં પહેલાં તો એકબીજાના વિશે જાણવું જોઈએ. આપણો જે ધ્યેય હોય છે, એ ધ્યેયને પૂરો કરીને સમજી વિચારીને લગ્ન કરવા, એ સાચો પ્રેમ કહેવાય.”- ઉષા ભોયે
“સમગ્ર કૅમ્પમાં મારો સૌથી પ્રિય સેશન ‘હું પણ એક વ્યક્તિ છું’એ હતો. આ સંસારમાં ઘણાં માતા-પિતા એમનાં સંતાન સાથે અન્યાય કરે છે. એમને ખોટી ગાળો આપે છે. આ સેશનમાં મને આપણે માણસ હોવાથી આપણામાં કેવા ગુણો હોવા જોઈએ, જે માતા પિતા કે કોઈ પણ આપણી સાથે અન્યાય કરે તો આપણા મનમાં “શું હું માણસ નથી? શું મને મારી રીતે જીવવાનો હક નથી? શું મારી પસંદગી બીજા પાસે કરાવવાની?” - આવા વિચારો આવવા જોઈએ. એમની સામે આપણે બોલીને ન્યાય મેળવવો જોઈએ. એ બધું ‘હું પણ એક વ્યક્તિ છું’ એ સેશનમાં શીખવા મળે છે. તેથી આ સેશન મને સૌથી વધુ ગમ્યો.”
- અજય ભોયે
મને સંગીતમાં ગીત ગાવાનું અને તેમાં વેસ્ટ સાધનમાંથી બેસ્ટ બનાવીને ગીત ગાવાનું મને ખૂબ ગમ્યું.” - પંકજ વળવી
અમે ક્યારેય કલ્પના ન કરી હોય એવું બધું અમને જાણવા મળ્યું. - અરવિંદ ચૌધરી
“આખા કૅમ્પ દરમ્યાન અમને સૌથી વધુ સેશનમાં અને સાંજે ડ્યૂટીમાં કામ કરવાનું ગમ્યું.” - આશિષ ઘુલુમ


“આપણે ટૉઇલેટ ધોશું નહીં તો આપણે બીમાર પડી શકીએ છીએ. જ્યારે આપણે બરાબર સફાઈ ના કરીએ તો ધીમે ધીમે મોટા રોગ પણ થઈ શકે છે. એટલે આપણે ટૉઇલેટ-બાથરૂમ બરાબર સાફ કરવાં જોઈએ. ચોખ્ખાં રાખવાં જોઈએ. આપણી ફરજ નિભાવવી જોઈએ.” - જશોદા ગામિત
Oasis Valleys staff explaining organic farming to participants in farm tour
 
“મને સૌથી પ્રિય આ ઓએસિસ કૅમ્પસમાં આવેલાં ઔષધિ બાગ, ખેતરો વગેરે જોવાની ખૂબ મજા આવી. અમને અહીંથી જાણવા મળ્યું કે આ વસ્તુઓ અહીં કેવી રીતે ઉપયોગી છે અને તેમના ફાયદા શું છે. આ બધું જાણીને હું ખૂબ ખુશ છું.” - સુનિલ ગામિત
The guest faculties introduced innovative subjects for the children for one day of the camp. The guest faculties were Ashwin Chikhaliya (Water and Environment), Kishor Pawar (Vaartamathi Shikhie), Ranjan Parghi (Healthy Habits), Utkarsh Patel and Shrey Patel (Simple Engineering), Payal Rana (Gardening), Reshma Rathod (Mehendi Design) and Vatsala Shah (Keys for Success).
Unique Days Of Celebration
 
In Dream India Camp, children of the Dangs celebrate unique theme days of Courage Day, Responsibility Day and Friendship Day and learn to be courageous & responsible and make new friends & do team work.
Children making new friends and bonding up for team work

Warm Farewell with Sweet Memories
Hug Session and Warm Farewell for Faculties
Teacher’s Feedback:

“મુક્ત સ્વતંત્ર જીવન જેમાં ફરજનું સંપૂર્ણપણે પાલન, જે પદ્ધતિથી જ રાષ્ટ્રનું ભવિષ્ય છે. જેથી મુક્ત – સ્વતંત્ર પદ્ધતિ વિશેષ છે.”
– અશ્વિન ચીખલિયા (પાણી અને પર્યાવરણ), ટ્રસ્ટી, ભારતીય જનસેવા સંસ્થાન, જિ. ડાંગ
 
“આ કૅમ્પમાં મને ખૂબ મજા પડી. આ ૧૦ દિવસનો કૅમ્પ મારો golden period હતો. તથા આવું સ્થાન મેં બીજે કશે જોયું નથી. મારી ડ્યૂટી નિભાવવામાં મને ખૂબ મજા આવી હતી. અમે બધાં બાળકો એકબીજાને સમર્પિત બનીને અને સારી કાર્ય-કુશળતાથી અમારું કામ કર્યું હતું. તદુપરાંત આ દરેક વસ્તુએ અમને આવનારી પરિસ્થિતિઓ માટે તૈયાર કર્યા છે. બાળકોને આ ઉંમરમાં આવું પ્લૅટફૉર્મ અત્યાર સુધી કોઈએ આપ્યું નથી. એમાંથી તેઓ લીડર બને છે. સાચી સ્વતંત્રતા મળવાથી law and order ને follow કરતા બની જાય છે. અન્યાય વિરુદ્ધ લડાઈ કરીને ‘દેશ બચાવો’ તેવું શીખે છે. આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પની વિશેષતા એ છે કે બાળકોને અહીં individual ધ્યાન અપાય છે. અહીં ડાંગના વિદ્યાર્થીઓ આવ્યા હતા. તેઓને અહીંના વાતાવરણમાં સ્વતંત્રતા મળી, જે તેઓને ત્યાં મળતી ન હતી. તેથી મને 'સ્વતંત્રતા' કૅમ્પની ખાસિયત લાગી. આ કૅમ્પમાં બાળકોને સ્વતંત્રતાનું ખુલ્લું આકાશ મળ્યું. તેઓ સહેલાઈથી ઊડી શકે છે અને તેમને મનગમતી જિંદગી મળી શકે છે.” 
- રાજન આહીર (Volunteer), Navsari
 
"'Other is not other but he is my Divine brother' seems to be physically applicable here. So I liked it very much. It seems that love and oasis are synonyms. Universal brotherhood is likely to be applicable here." 
- Shrey Patel, Assistant Faculty of Simple engineering, Vadodara
Team Alive
• Alkesh Raval   • Avani Kulkarni  • Hiral Patel
• Kshama Kataria   • Mayuri Gohil   • Mehul Panchal
 • Sanjiv Shah    • Sheeba Nair    • Vatsala Shah
Alive Archives
To view
...Alive archives,
Please click here!
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. 
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.