Newsletter-cum-magazine of Oasis Movement    Year 9 /  Issue 27 /  August 23, 2016
Hu Chhu Jyotirdhar Abhiyaan
Where Teachers Learn To Learn
Teachers Walk on Journey of Fourth Year of Empathy of L3 Workshop
(Photos above) Group of participants learning through process of visual creation
Experience of participant in the workshop

"પોતાના ઉપરનો વિશ્વાસ વધુ દૃઢ કરીને જાઉં છું. સાચે હું ગર્વની લાગણી અનુભવું છું. મનની અવસ્થાઓ અને વૃત્તિઓની જાગૃતિ પળે પળે અનુભવું છું. હું ખૂબ જ શાંત અને હળવી બની છું. મારે કંઈક કરવું છે. તેના માટે કટિબદ્ધ બની રહી છું. ક્યાં શું ખૂટે છે, તેનો કૅમેરા મને આ વર્કશોપમાંથી મળી ગયો છે. દુનિયાને કંઈક આપવું તે દાયિત્વ સમજાય છે. સાથે સાથે મારી ભૂમિકા સમજાય છે. સંબંધોમાં ક્ષમાપના આપવાની પ્રક્રિયાથી મારો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો. હવે હું વધારે ને વધારે હૃદયની વ્યક્તિ બની, તે અનુભવ કરીને આનંદિત, નવપલ્લવિત અને ભારોભાર આત્મવિશ્વાસથી છલકી ઊઠી છું. "Now I am the best" એવી લાગણી વધુ ને વધુ સમજાય છે. અંતમાં સ્વ માટેના અનહદ માનથી સંબંધોના ભાથાથી, ગર્વથી હકારાત્મક બનેલ હું જીવનમાં આવી જ રહેવાના મક્કમ નિર્ધારથી ભરપૂર છું."
- સ્નેહલ પરમાર
Reflections from teachers as participants
"આટલું ઊંડાણથી ક્યારેય વિચાર્યું ન હતું. સંબંધોમાં જે કડવાશ હતી તેને હું જોઈ શકું છું. એથી મહત્ત્વની વાત ક્ષમાપના તે તમારા માટે છે, નહીં કે સામેવાળી વ્યક્તિ માટે.  હંમેશાં કંઈ મોટી કિંમત ચૂકવવા તૈયાર રહેવું તો જ કંઈક કરી શકશો."

"આ કાર્યશાળામાં અધ્યાત્મ શું છે તેની સાચી જાણકારી મળી."

"આધ્યાત્મિકતામાં મનોવિજ્ઞાનની સમજ અનિવાર્ય છે, તે ખ્યાલ મનમાં દૃઢ થયો."

"અમને અધ્યાત્મની સાચી સમજ મળી છે કે અધ્યાત્મ એટલે ‘પોતાની જાતને જોવાની અને ઓળખવાની’."
"અધ્યાત્મ અંગે અત્યાર સુધી જે ખ્યાલો મનમાં હતા કે મહાપુરુષો જ અધ્યાત્મને સમજે અને જીવનમાં ઉતારી શકે, તેમાં ખૂબ જબરદસ્ત પરિવર્તન આવ્યું. સાચી સમઝણથી જીવન જીવનાર કોઈ પણ વ્યક્તિ બાહ્ય દૃષ્ટિએ સામાન્ય લાગનાર માણસ પણ આધ્યાત્મિક હોઈ શકે છે."

"The workshop gives peace of mind and confidence to do well in life."

"કુટુંબના સભ્યો, વિદ્યાર્થીઓ અને મિત્રોને આધ્યાત્મિકતા તરફ લઈ જવાનાં પગથિયાંના અનુસરણનું જ્ઞાન આપી શકાશે. આપણા જીવનમાં મનના વિજ્ઞાનનું અધ્યયન કેમ અનિવાર્ય છે તેનું જ્ઞાન અમારી સાથે સાથે કુટુંબના સભ્યોને પણ કરાવી શકાશે."
Teachers Learn to Love in Second Year of L3 Workshop
 (Photo above) Group of participants from Hu Chhu Jyotirdhar Batch of Teachers from Bhuj
Reflections from teachers as participants
"જીવનને પડકાર સમજીને તેનો સામનો કરતાં શીખ્યા."

"મારા જીવનમાં આવેલી મુશ્કેલીનો સામનો કરવાની મને તાકાત મળી."

"જીવનની મુશ્કેલીઓથી હતાશ થવાને બદલે તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશ."

"હું અનેક અપરાધભાવથી ઘેરાયેલી હતી. આજે હવે મને લાગે છે કે હું મારી જાતને માફ કરી શકીશ."
 
"શાળામાં વિદ્યાર્થીને સમજવામાં શિક્ષક તરીકેની મારી ભૂમિકાને વધુ શ્રેષ્ઠ બનાવીશ."

"આભારની લાગણી વ્યક્ત કરવાથી પણ વ્યક્તિમાં પરિવર્તન આવે છે."
"વ્યવસાય બાળકો સાથે સંકળાયેલો હોવાથી હું પથદર્શક બનું, આ નાજુક, કોમળ ફૂલનો સાચી દિશામાં ઉછેર કરું તેવા ગુણો મારામાં વિકસી રહ્યા છે."

"મારી નકારાત્મક લાગણીઓને હકારાત્મકતામાં ફેરવવા પ્રયત્ન કરું છું."

"જીવનની ઘણી બધી સમસ્યાઓ હલ કરવા માટે પ્રેરણા તેમ જ માર્ગદર્શન મળે છે."

"નાની નાની બાબતો સમજવામાં આપણે ઘણો સમય વેડફીએ છીએ જે બચાવી શકાય છે. જીવનમાં બદલાવ લાવી શકાય છે."
 
"મને લાગે છે કે મારા જીવનમાં મેં હારવાની અને સમાધાન કરવાની ભૂમિકા સ્વીકારી લીધી છે જે બદલીને હું જીતવાનો પ્રયત્ન કરીશ."
(Photo above) Group of participants learning to practice solitude work
Teachers Learn To Work on Self in First Year of L3 Workshop
"જીવન જીવવાની શ્રેષ્ઠ શાળા"
Reflections from teachers as participants
"જીવનમાં ઘણી બાબતો આપણે પાછળ ચૂકી ગયા છીએ, પરંતુ કાર્યશાળામાં આવ્યા પછી તે બાબતોનું જ્ઞાન થયું. ભવિષ્યમાં એ બાબતો સામે આવે તો શું કરવું તે સ્પષ્ટ થયું."

"હજુ અડધું જીવન બાકી છે અને અત્યારથી જ પ્રયત્નો ચાલુ કર્યા છે તો જીવનમાં સુગંધ જ સુગંધ ફેલાઈ જશે."
 
"ભૂલનો સ્વીકાર કરવો અને તેની માફી માંગવી, જેને કારણે સંબંધોમાં મીઠાશ વધે છે."
 
"મારા બાળકને વચન આપીને નિભાવીશ."

"હવે જે કંઈ કરીશું તે પહેલાં પોતાની જાતથી શરૂઆત કરીશું."

"આ પ્રકારની શિબિરો દરેક માટે યોજાય તો ભવિષ્યમાં તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે."
"જીવનને લાંબા દૃષ્ટિકોણથી જોવાની શક્તિ કેળવી અને લાંબાગાળાનું લક્ષ્ય કેળવી શક્યા. ખૂબીવાળી વ્યક્તિઓને જ નહીં પણ ખામીવાળી વ્યક્તિઓને પણ અમારા જીવનમાં સ્વીકારતા શીખ્યા."

"જીવન જીવવાના અભિગમને બદલીને જીવન જીવતાં શીખવી દીધા."

"આ કાર્યશાળાથી અર્થપૂર્ણ જીવન, લાગણીસભર, લક્ષ્યવાળું જીવન જીવવાની પ્રક્રિયા મળી છે."

"ગોલ વિચારતા હતા પછી છોડી દેતા હતા પરંતુ હવે એ ગોલ પર કેવી રીતે આગળ વધી શકાય તેના રસ્તાઓ કેવી રીતે શોધી શકાય તે જાણી શકાયું."

"શિક્ષકસમાજને પણ આ કાર્યશાળાનો લાભ મળે તો તેમની નીચે ભણતા વિદ્યાર્થીઓને ઘણું બધું શીખવા મળે."
(Photo above) Group of participants from Hu Chhu Jyotirdhar Batch of Teachers from Bardoli
"આ કાર્યશાળા શાળાનું DNA બદલવાની ક્ષમતા ધરાવે છે"
 
Teachers as participants sharing their experience...
"I feel it as the life changing process. We are now trying to see ourselves where we stand."

"સારી રીતે શ્રવણકળા કેળવીને પોતાના પ્રશ્નોના હલ કેવી રીતે મેળવવા એનો ખ્યાલ આવ્યો."

"This workshop has again proved as an eye opener for me. The most important lessons learnt for life will definitely add a meaning into my life."
 
"માણસ સિવાય બધું જ બનાવી શકાય તેવી કંપનીઓ ખૂબ ધમધમે છે પણ પોતાના સ્વને ઓળખી સમાજને મદદરૂપ થવાની વાત સ્પર્શી ગઈ છે."

"આ કાર્યશાળા સાચા અર્થમાં મને મારી સ્વની ખોજમાં સફળ બનાવી રહી છે, અને હું ખોવાયેલા મને પુનઃપ્રાપ્તિ કરવાના આત્મિક આનંદની અનુભૂતિ કરી રહ્યો છું."
"જીવનમાં પ્રથમવાર સિલેબસ વિનાનું શિક્ષણ આપતી અનોખી સંવેદનશીલ સંદેશાથી ભરપૂર વર્કશોપ લાગી."

"સ્વ-જાગૃતિ અને સ્વ-નેતૃત્વ સાથે જીવનની સાર્થકતાને શોધવાના પ્રયત્નોમાં મદદરૂપ થતી આ કાર્યશાળા છે."

"આત્મચિંતન માટે આ કાર્યશાળા દીવાદાંડીરૂપ બની છે."

"અંગત જીવનમાં હું મારાં પુત્ર અને પુત્રીને અન્ય બાળકોની સાથે સરખામણી ન કરતા, તેમનો સાચો વિકાસ થવા દઈશ. તેમને તેમની રસ રુચિ અનુરૂપ વિકસવા દઈશ."

"It showed exactly what other person feels when we are in that situation. It showed how to improve ourselves and understand the feelings of others."
(Photos above) Group of participants learning through Role-Plays
Team Alive
• Alkesh Raval   • Avani Kulkarni  • Hiral Patel
• Kshama Kataria   • Mayuri Gohil   • Mehul Panchal
 • Sanjiv Shah    • Sheeba Nair    • Vatsala Shah
Alive Archives
To view
...Alive archives,
Please
 click here!
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. 
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.