Children and Adults Help Each Other Grow
|
|
|
Happy Citizens of Creative India
|
|
Environment of Friendship...
“આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાંથી અમે શીખ્યા કે કેવી રીતે નવા લોકો અને મિત્રો સાથે રહેવું. પોતાની સમસ્યા દૂર કેવી રીતે કરવી. અમે શીખ્યા કે પોતાની પર ભરોસો કેવી રીતે મૂકવો. કોઈ પણ વ્યક્તિ બીજાથી કમજોર કે બહાદુર નથી. દરેક વ્યક્તિ અલગ છે. બધા લોકો એકસમાન છે. એકબીજાને મદદ કરીને કેવી રીતે આગળ વધવું તે અમે શીખ્યા.” - આશિષ પટેલ
|
|
|
Children learn to create circuits and light bulbs...science made easy with practical learning
|
|
Warm Gesture for our Friend from our Staff
|
|
Learning spaces...
“આ કૅમ્પમાં ઘણું બધું શીખવા મળ્યું. સૌથી પહેલાં તો અહીં શાળા જેવું બિલકુલ નથી. અહીં બાળકોને સ્વતંત્રતા આપવામાં આવે છે. આપણાં સપનાં ગમે તેટલાં મુશ્કેલ હોય તેને કેવી રીતે પૂરા કરવાં તે આપણા હાથમાં છે.” - અમિત બેસરા
“આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં અમને વિવિધ રીતનું શીખવા મળ્યું. જેમ કે પ્રોજેક્ટનાં સેશનમાં ખેતી કેવી રીતે કરવી તે શીખ્યા. જમીન ખેડવી, ક્યારા કરવા, પાણી અને ખાતર નાખવું તથા છોડ વાવવામાં ખૂબ જ મજા આવી. ગણિતની સાદી રીતો શીખવામાં ખૂબ મજા આવી. અહીંથી શીખ્યા કે દરરોજ માનસિક અને શારીરિક કસરત થવી જોઈએ. અહીં અમે આખો દિવસ ખૂબ જ મજા કરતાં કરતાં પસાર કરતા હતા.” - કલ્યાણી ઠક્કર
|
|
|
Children Resolving Internal Issues through Community Process of Children's Parliament
|
|
Facilitator Vatsala Shah with camp participant sharing her moments of learning in Star Assembly
|
|
Where children rule...
“આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં સાચો નેતા કેવો હોવો જોઈએ તેના વિશે શીખવા મળ્યું. નાની નાની બાબતો દ્વારા ખૂબ બધું શીખ્યા. બધા સાથે હળીમળીને રહેવાનું ખૂબ ગમ્યું. બધાએ સાથે મળીને સાચો ન્યાય કર્યો. મને આ કૅમ્પ છોડીને જવાનું મન નથી થતું. આખા કૅમ્પમાંથી હું જે કશું પણ શીખ્યો છું તે મને મારા જીવનમાં ખૂબ જ કામ લાગશે.” - શુભમ્ સુથાર
|
|
|
Camp Co-Facilitator Hasmita Parmar encouraging a kid share his pain
|
|
Camp Facilitator Purvi Naik and Co-Facilitator Shashvat Bharbhaya listening to kid sharing his experience
|
|
Turning point...
“આ કૅમ્પમાં અમારા જીવનમાં મૂળમાંથી પરિવર્તન આવ્યું છે. જેવા આવ્યા હતા તેનાથી બદલાઈને જઈ રહ્યા છીએ. સપનાં સાકાર કેવી રીતે કરવાં તે શીખવા મળ્યું. ગમે તે મુશ્કેલી આવે મન એકાગ્ર કરીને જાતે જ તેમાંથી બહાર કેવી રીતે નીકળવું તે શીખવા મળ્યું.” - નીતિન રબારી
“મારો પ્રિય સેશન આત્મવિશ્વાસનો હતો. મને બધાની વચ્ચે બોલવાની હિંમત થતી નહોતી, ખૂબ જ ડર લાગતો હતો. જયેશભાઈને જોઈને જ મારામાં આત્મવિશ્વાસ આવી ગયો. તેમના જીવનના ઉદાહરણોએ આંખમાં પાણી લાવી દીધાં.” - વૈભવી પાટીલ
|
|
|
Farewell of Deven Dhum,
Overall Manager
|
|
Farewell for Jayesh Joshi, Guest Faculty (Chief Chef, Oasis Valleys)
|
|
Program Details
Program |
Dream India Camp |
Date |
July 31 – August 7, 2016 |
Group |
Children of South Gujarat |
Guide |
Hiral Patel |
Facilitators |
Vatsala Shah, Purvi Naik |
Co-Facilitators |
Hasmita Parmar, Shashvat Bharbhaya |
Overall Manager |
Deven Dhum |
No. of Participants |
72 |
The team of 9 members included Facilitators, Co-facilitators, Faculties and Volunteers. Vatsala Shah (Leadership Training), Purvi Naik (My Life is My Choice, I am an Individual), Shashvat Bharbhaya (Yoga, Mathemagic, Little Scientist), Parth Dave (Morning walk, Drama, Song Parody), Divyesh Vasava (Repair-Vepair, Oasis Valleys Project Work), Hasmita Parmar (Zumba, Pursuing your Dreams, Dance Teaches Us), Deven Dhum (Free Exercise) and Reema Maisuriya (Zumba and Paper Quilling). Payal Prajapati, Deven Dhum and Reema Maisuriya volunteered for the camp.
Guest Faculties were Jayesh Joshi (Self Confidence), Reshma Rathod (Mehendi), Jayendra Dhum (Success through Little Daily Habits) and Kirti Dhum (Learning from Stories).
|
|
|
The South Gujarat Group of children in Dream India Camp
|
|
Participants share their experience...
“આ કૅમ્પમાં હું વહેલા ઊઠતાં શીખી તેથી હું ખૂબ ખુશ છું. મને પોતાનું કામ જાતે કરવાની આદત પડી અને હું સાફસફાઈ કરતાં પણ શીખી.” - રીના કવિઠીયા
“અમે આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાંથી મને સમયનું મહત્ત્વ ખબર પડી અને બધા સાથે આપણે શિસ્તથી વાત કરવી જોઈએ તે શીખવા મળ્યું. છોકરા-છોકરીઓ વચ્ચે ભેદભાવ ન રાખવો. બધા સાથે હળીમળીને રહેતા શીખ્યા. પાર્લામેન્ટમાં અમને ખૂબ મજા આવી. દરેકને સાચો ન્યાય મળ્યો.” - જાનવી ડોરે
“આ કૅમ્પમાં મારી બોલવાની ઢબ અને મારી ભાષામાં સુધારો થયો છે. નેતૃત્વના નિયમો શીખવા મળ્યા જે જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. પર્યાવરણ સાથે સંપર્ક વધ્યો.” - સાગર સોલંકી
“આ કૅમ્પમાં મને સોંગ પૅરડીનો સેશન ખૂબ જ ગમ્યો. ગીતોની હારમાળાઓ બનાવવાની ખૂબ જ મજા આવી. સેશન વખતે પાર્થભાઈ અમને હસાવતા પણ ખૂબ હતા.” - નિખિલ ઉંબરે
|
|
New volunteer reflects...
“આ કૅમ્પની ખાસિયત એ છે કે બાળકો અહીંથી ઘણું બધું શીખીને જાય છે. તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. જવાબદારીનું ભાન થાય છે. એ લોકોને સ્વતંત્રતા કેવી હોય એવું શિખવાડવામાં આવે છે. કાર્યકર તરીકેનું મારું યોગદાન ખૂબ જ સારું રહ્યું. અહીં આવીને મને ઘણું બધું શીખવા મળ્યું. બાળકોને બધું સરખે ભાગે કેવી રીતે મળે તેનું ધ્યાન રાખતા રાખતા હું પણ સમાનતા શીખી. બધાં બાળકો મારા મિત્રો બની ગયાં હતાં. મને બધાએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો. ખૂબ જ મજા આવી અને હું ખૂબ જ ખુશ છું.” - રીમા મૈસુરીયા
|
|
|
|