Newsletter-cum-magazine of Oasis Movement    Year 9 /  Issue 29 /  September 8, 2016
New Oasis Core Members Take Charge of Teen Programs

L3 Course for Young Leaders of Dangs (Gujarat)
Praksha Desai (extreme right, sitting) with Young Leaders from tribal district of Dangs
"L૩ કાર્યશાળા હતી એટલે ખૂબ ડર હતો. રોજરોજની તૈયારી કરતી હતી. આ કાર્યશાળા ખૂબ જ સુંદર રહી. ડાંગ વિસ્તારનાં બાળકો ખૂબ જ શરમાળ હોય છે. મારી ઇચ્છા હતી કે આ બાળકો અહીં બોલે, તેમની વાત રજૂ કરે, અંદરથી તેઓ ખૂલે, તેમની સમસ્યાઓ-મૂંઝવણ-દુઃખ બધાની સાથે વહેંચે. અને તેવું જ થયું. બાળકો અંદરથી ખૂલી ગયાં. તેમણે મને વચન પણ આપ્યું કે તેઓ તેમની સમસ્યાઓથી ગભરાશે નહીં અને તેની સામે લડશે, તેનું નિવારણ લાવશે. સૌથી અગત્યની વાત હું તેમના માટે વિશ્વાસપાત્ર વ્યક્તિ બની રહી. અહીં આવવા માટે જ્યારે તેમને સૂચનાઓ આપવામાં આવી કે, મોબાઈલ નહીં લાવવો, નાસ્તો નહીં લાવવો, ટ્રેનમાં જવાનું છે.. ત્યારે તેમણે મારી ઉપર વિશ્વાસ મૂક્યો અને તેઓ અહીં આવ્યા. તો પોતે પોતાના જીવનની જવાબદારી લેતાં થયાં છે. કાર્યશાળા દરમ્યાન સંચાલન કરતી વખતે મેં તેમની સાથે મારી ઘણી એવી અંગત વાતો વહેંચી જે મેં બીજા કોઈને ક્યારેય કીધી નથી. દરેક મુદ્દામાં હું જે જીવન જીવી રહી છું અને જેવી રીતે જીવી રહી છું તેનાં ઉદાહરણો આપ્યાં. કાર્યશાળાનું વાતાવરણ અત્યંત ઉષ્માભર્યું બની રહ્યું. બાળકોમાંથી મને ખૂબ જ ઊર્જા મળી રહી." - પ્રક્ષા દેસાઈ, સંચાલક

Reflections for facilitator...


"મને આ કાર્યશાળાનાં સંચાલક પ્રક્ષાદીદી પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લાગણી છે. તેમનાં થકી આજે હું જે કશું પણ કરી રહી છું તેમાં હું ખૂબ જ ખુશ છું. તેમની પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. તેઓ બધાની સાથે ખૂબ પ્રેમથી વાત કરે છે. એમની પાસેથી ખૂબ પ્રેરણા મળે છે. મને તેમના પર ગર્વ થાય છે. હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું." - પ્રિયંકા વળવી
 
"પ્રક્ષાદીદી કેટલી બધી નાની નાની વસ્તુઓ ખૂબ જ સરસ રીતે પ્રેમથી અને શાંતિથી શીખવતાં હતાં. અમારી ભૂલ થતી તો તેઓ અમને મદદ કરતાં." 
- વંદના કુંવર
Reflections from workshop participants...

"કાર્યશાળામાં મને ખૂબ જ મજા આવી. નવું નવું શીખવાનું મળ્યું. સમાજના લોકો કેવા છે અને હું કેવો છું, તેનો ભેદ મને સમજાયો. સમાજના લોકો જે કરે છે, તેનાથી અલગ વિચારીને કશુંક અલગ કરવાની પ્રેરણા મળી. હવે મેં નક્કી કરી લીધું છે કે આ કાર્યશાળા હું પૂરી કરીને જ રહીશ. આ કાર્યશાળામાંથી મને ઘણું બધું શીખવા મળ્યું. જેમ કે હું મારી સમસ્યાઓ બીજા સાથે વહેંચું તો મારું મન હલકું થાય અને મને તે સમસ્યાનું નિવારણ લાવવામાં મદદ મળે. મારો આત્મવિશ્વાસ વધ્યો. મારામાં જે પણ ખામી છે તે હવે હું જોઈ શકું છું. હવે હું મારી પસંદગી પોતે કરી શકું છું. હવે હું મારા આ જીવનનો ઉપયોગ સારા કામ માટે કરીશ. આ કાર્યશાળા થકી હું ઘણો બધો આગળ વધીશ." 
- હેમંત સાબળે
"આ કાર્યશાળા અંગે હું ઉત્સાહ, ઉમંગ અને આનંદની લાગણી અનુભવું છું. પહેલાં ખબર જ ન હતી કે જીવનમાં ધ્યેય હોવો જરૂરી છે. ધ્યેય કેવો હોવો જોઈએ, ધ્યેય વગરનો વ્યક્તિ કેવો હોય તે હું જાણતો ન હતો. ધ્યેય એટલે જેમાં આપણે હંમેશાં બીજાને ખુશી જ આપીએ છીએ. તેમાં પૈસા મેળવવાની કોઈ ચિંતા હોતી નથી, છતાં આપણને પૈસા પણ મળે છે. ધ્યેય વગરનો માણસ એટલે દરિયામાં મરેલી માછલી જેવો માણસ. આ કાર્યશાળામાં મહાન બનવાનાં રહસ્યો, સમયનો સદુપયોગ, ધ્યેય વગેરે બાબતો મને જીવનમાં ઉપયોગી નીવડશે. જો માણસનું સાચું ચારિત્ર્ય ઘડતર થશે તો તે મહાન તેમ જ શ્રેષ્ઠ વ્યક્તિ બનશે. સમયનો સદુપયોગ કરતો હશે તો એ સમયને ચલાવશે. ઉચ્ચ ધ્યેય માનવીને ઊંચે સુધી લઈ જાય છે." - અજય ભોયે
"આ કાર્યશાળામાં આવીને મને લાગ્યું કે મારા સિવાય પણ વ્યક્તિઓને સમાજની ચિંતા છે. વ્યસન, ભ્રષ્ટાચાર આ બધા દૂષણોથી મને ખૂબ દુઃખ થતું હતું. અહીં આવીને મને બીજાની પણ સમસ્યાઓ જાણવા મળી. તેમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય તે પણ શીખવા મળ્યું." - કલ્પના ગામીત
 
"જ્યાં સુધી સમસ્યાને આપણે પૂરેપૂરી સમજી શકતા નથી ત્યાં સુધી આપણને તે સમસ્યાનો ઉકેલ મળતો નથી. તેથી હું હવે મારી સમસ્યાઓને સમજવાનો પ્રયત્ન કરીશ." 
- પ્રિયંકા વળવી
"શીખવું એ આજીવન પ્રક્રિયા છે...
 જ્યાં સુધી મારું જીવન છે... ત્યાં સુધી હું સતત શીખતી રહીશ"
Oasis Life Camp Children from Netaji Subhashchandra Bose
Municipal Corporation School, Surat
"શિબિરમાં જૂથમાં મળીને વાતો કરવાની બાબત સૌથી વધુ ગમી. કારણ કે ભેગાં મળીને આ ગેમ રમવાની પ્રથમ તક મળી હતી.." - પ્રીતમ ગોરસિયા, ભુજ
Girls of Aadarsh Nivasi Shala (Vadodara)
Writing their Dreams
Boys of Matrushree R.D. Varsani Kumar Vidyalaya (Bhuj) engrossed
in group discussion
"અમને આ શિબિરમાં જૂથ ચર્ચા વધુ ગમી. કારણ કે જૂથ ચર્ચામાં કંઈક અનોખો જ ગોલ હતો. અમે એકબીજાના ટૉપિક સાંભળ્યા, બધા પોત-પોતાના ટૉપિક  પર બોલ્યા અમને તેમાંથી ઘણું શીખવા મળ્યું." - સંદીપ કેરાઈ, ભુજ
Facilitator Pratiksinh Parmar with Life Camp Children from Bhuj
Details of Programs
 
Sr. No. Month Date Program, Group Facilitator, Co-Facilitator Venue No. of Parti
1 July 19-25  L3 for Teenagers from Dang  Praksha Desai  Oasis Valleys 50
2 July 22-24  Life Camp for Municipal  Corporation School Children  (Std. 7 and 8)  Urvi Desai, Sangita Patel  Netaji  Subhashchandra  Bose  School No. 159,  Rander, Surat 25
3 July 29-31  Life Camp for Girls of  Aadarsh Nivasi Shala (Std. 9  and 10)  Avani Kulkarni, Preeti Nair,  Falguni Mistry  Aadarsh Nivasi Shala,  Vadodara 60
4 August 8-10  Life Camp for Children of  Bhuj (Std. 7, 8 and 9)  Pratiksinh Parmar  Matrushree R.D.  Varsani Kumar  Vidhyalaya 49
Reflections for the Life Camps...

"આ શિબિરમાં અમે જે અમારો પરિચય આપ્યો તે મને હંમેશાં યાદ રહી જશે. કારણ કે આ પરિચય આપવાની રીત કાંઈક અલગ જ હતી. આવી રીતે કોઈ દિવસ અમે અમારો પરિચય આપ્યો ન હતો. આપણે જે કામ કરતા હોઈએ તેમાં આપણે પૂરું ધ્યાન આપવું જોઈએ તે જાણવા મળ્યું. આપણે ધીરજ રાખવી જોઈએ." 
- અરુણા વણકર, વડોદરા

"અમને આ શિબિરમાં ફિલ્મની બાબત સૌથી વધુ સ્પર્શી ગઈ. કારણ કે તે ફિલ્મમાંથી ધ્યેય, મહેનત, ઈમાનદારી, શ્રેષ્ઠતા, લક્ષ્ય વગેરે જેવા ગુણો અમને શીખવા મળ્યા. તેથી અમને શિબિરમાં ફિલ્મની બાબત સૌથી વધુ ગમી." - શિવમ હિરાણી, ભુજ

"સફળતાનો મુદ્દો જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. તેમાંથી આત્મવિશ્વાસ મળ્યો. મહેનત કરીને જ આપણને સાચું ફળ મળે છે. આથી નસીબના આધારે બેસી રહેવું નહીં. તે જાણીને ખૂબ જ હિંમત વધી." - શાકીર પઠાણ, સુરત

"શિબિરમાં શીખેલી બાબતો ધ્યાનપૂર્વક સાંભળવું અને ધ્યાનપૂર્વક બોલવું, મહેનત અને નસીબ જીવનમાં ખૂબ જ ઉપયોગી બનશે. જો હું બીજાને ધ્યાનથી સાંભળીશ તો હું તેમને સમજી શકીશ અને તેઓ પણ મને સમજશે. તેથી મને કોઈ પણ ક્ષેત્રમાં તકલીફ પડશે નહીં. જો આપણે ૧૦૦% મહેનત કરીશું તો નસીબ પણ આપણો સાથ જરૂર આપશે." - જાનવી પરમાર, વડોદરા
Children share their feelings for their Facilitators...
"શિબિરના સંચાલક પ્રતિકભાઈ ખૂબ જ વિનમ્ર વ્યક્તિ હતા. તેઓ દરેક વિષય સમજાય એ રીતે અમને સમજાવતા હતા. તેઓ અમારી સાથે મિત્ર બની અને મિત્ર જેવો વ્યવહાર કરતા હતા. તેઓએ એક ક્ષણ માટે પણ ગુસ્સો નહોતો કર્યો. તે નમ્રતાથી મીઠા અવાજે દરેકની સાથે વ્યવહાર કરતા હતા. દરેક પ્રવૃત્તિમાં દરેક બાળક જોડાયા અને તે પ્રવૃત્તિમાંથી કંઈક ને કંઈક શીખ્યા."

"ફાલ્ગુનીદીદી ખૂબ જ સરસ છે. તેઓ અમારી સાથે રહીને અમને જે ન આવડે તે શીખવતાં હતાં."


"અવનીદીદી પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. તેઓ ખૂબ શાંત છે. ક્યારેય ગુસ્સો કરતાં નથી. તેમનામાં ભરપૂર આત્મવિશ્વાસ છે."

"પ્રીતિદીદી નીડર અને હિંમતવાન છે. તેમની પાસેથી આગળ વધવાની પ્રેરણા મળે છે."
Team Alive
• Alkesh Raval  • Avani Kulkarni  
• Hiral Patel  • Kshama Kataria   
• Mayuri Gohil  • Mehul Panchal  • Sanjiv Shah
 • Sheeba Nair  • Vatsala Shah
Alive Archives
To view ...Alive archives,
Please click here!
To subscribe for ...Alive
Please click here!
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. 
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.