Newsletter-cum-magazine of Oasis Movement    Year 9 /  Issue 30 /  September 16, 2016
Principals Initiate Change In School Culture
Ripple Effects of Hu Chhu Jyotirdhar Abhiyaan
"ઈંટ માટીનાં મકાનની અમારી શાળામાં,
હું પ્રાણ ભરી શકું તો હું ખરી.
સતત ભારથી ઝુકાવી નાંખતી આ બાળડાળને,
હું ઉન્નત મસ્તક બનાવું તો હું ખરી.
બાળકોને સ્વપ્નમાં પણ શાળા દેખાય,
એવી શાળા જો ઊભી થાય તો હું ખરી."

~ અવનિ નાયક, આચાર્યા, અંબિકા હાઈસ્કૂલ, ગડત, વલસાડ
Daring, caring અને sharing સાથેની Oasis School યાત્રા, મારા સ્વપ્નની શાળા
"શરૂઆતમાં મને અમુક પ્રશ્નો બેચેન કરી મૂકતા. “આ તો બેન ‘અ’ વર્ગનાં બાળકો છે, ખૂબ જ હોશિયાર. બેન, જવા દો ને એ ‘બ’ વર્ગ છે. ઢોર જેવાં બાળકો છે. અમુક શિક્ષકો ફક્ત અમુક વર્ગને જ ભણાવે. જેમની ભણાવવામાં કાર્યકુશળતા ઓછી હોય તેઓ ‘બ’ વર્ગને ભણાવે. અમુક વર્ગને સતત મળતી અવહેલના બાળકોને ક્રમશ: નબળાં બનાવતી હતી. તેવી જ રીતે ‘અ’ વર્ગ સતત કૉલર ઊંચા રાખી ચાલે.


બંને વર્ગની થયેલી એકસરખી ભૂલ માટે ‘બ’ વર્ગ બમણી સજા ભોગવતો. ‘અ’ વર્ગ નજીવી સજા ભોગવતો. અથવા મુક્તિ પામતો. મને ખૂબ વેદના થઈ. મેં નક્કી કર્યું કે આ અન્યાય હું નહીં જ ચલાવી લઉં. મેં સૌ પ્રથમ બાળકોને વર્ગ ‘અ’ અને ‘બ’માંથી મુક્તિ આપી. તેમના વર્ગનાં નવાં નામ પાડવાનું નક્કી કર્યું.



બાલવાડી (જુનિયર બાલવાડી અને સિનિયર બાલવાડી)ના મારા વર્ગનાં નામ છે, કલરવ અને કિલ્લોલ. વર્ગ ૧ માટે નામ છે, મોજ અને મસ્તી. ધોરણ ૨ માટે પ્રેમ અને સ્નેહ. ધોરણ ૩નાં નામ પાડ્યાં હૃદયમ્ અને ઉરમ્. આવી રીતે ધોરણ ૮ સુધી બધા જ વર્ગોનાં નામ બદલ્યાં."
હવે કોઈ જ ભેદભાવ નથી અને બધા જ શિક્ષકો અલગ અલગ વર્ગોમાં વહેંચાયા છે
"સતત બીબાંઢાળ શિક્ષણ પુસ્તકના પહેલાં પાનાંથી છેલ્લા પાનાં સુધીનું બધું જ બાળકોને અક્ષરેઅક્ષર સમજાવી જવું બીજી કોઈ જ વાત નહીં. તેમ જ બીજી કોઈ જ પ્રવૃત્તિ પણ નહીં. બધા જ તાસમાં એકસરખાં ગૂંગળાતાં બાળકો. જ્યાં બાળકનું બારીમાંથી જોવું એ જ મોટો ગુનો ગણાતો હોય એવા વાતાવરણમાં બાળકો જીવનને મુક્ત મને માણે અને જીવનનો સાચો આનંદ મેળવે, એ માટે ધોરણ ૧ થી ૫ માટે ‘આનંદ-જીવન’ના વર્ગો અને ધોરણ ૬ થી ૮ માટે ‘Life is positive’-ના વર્ગો ચાલુ કર્યા.
‘આનંદ-જીવન’ના વર્ગમાં નાચવાનું, કૂદવાનું, ગાવાનું, અવાજ કરવો, ખડખડાટ હસવું, જે ઇચ્છા થાય તે કરવું. બાળકની ઇચ્છા આઇસક્રીમ ખાવાની થઈ હોય તો આઇસક્રીમ પણ ખવડાવવામાં આવે. આજુબાજુના બે વર્ગને ખબર પડે કે આ વર્ગમાં આનંદ-જીવન ચાલે છે. તો જ આ તાસ સાચો. બાળકોને ખૂબ ચાનક લાગી. ખૂબ જ આતુરતાથી એમણે કલ્પના પણ ન કરી હોય એવા આ તાસની બાળકોએ રાહ જોઈ છે. ‘Life is positive’-માં બાળકોને જીવનનાં ધ્યેય નક્કી કરતાં શીખવવામાં આવે છે. ‘મારી જિંદગી મારી જવાબદારી’નો સિદ્ધાંત પાકો કરાવ્યો. ધીરે ધીરે બાળકોને ઉચ્ચ આચરણ તરફ લઈ જવાનો પ્રયાસ શરૂ કર્યો."
Children Enjoying Learning Through Effective 'Punishments'
"કોઈ પણ ભૂલ માટે બાળકને અપાતી શારીરિક સજા મને ખૂબ દુઃખ આપતી. મારવાથી કોઈ બાળક સુધરે એવું હું માનતી નહીં. તેથી સજા માટે નવો પ્રયોગ ચાલુ કર્યો. એક મોટી બરણીમાં બાળક જીવનમાંથી કંઈક શીખે, તેવી સજાઓની ચિઠ્ઠી બનાવી નાખવામાં આવી. જેમ કે કોઈક મહાનુભાવના જીવન વિશે તરત જ બોલવું, ઘડિયા પાકા કરવા, ઑફિસનું કોઈ કામ કરવું, નબળાં બાળકોને અભ્યાસમાં મદદ કરવી વગેરે સજાઓનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો. સજા પામનાર વિદ્યાર્થી જાતે જ ચિઠ્ઠી ઊંચકે અને જે સજા આવે એનો અમલ કરે. આ પ્રયોગથી મોટા ભાગનાં બાળકોનાં નામ આવતાં બંધ થયાં."
Involving Parents in Children's Education Process
"શાળાના લગભગ ૬૦૦ થી ૭૦૦ વાલીઓની જુદા જુદા વિષયો પર વાલીસભા યોજી. બાળકોનું દર્દ સમજાવવાની કોશિશ કરી. આ વાલીસભા ખૂબ જ અસરકારક રહી. ઘણા વાલીઓ ચોધાર આંસુએ રડ્યા. અમુક વાલીઓએ ઘરે જઈ બાળકોની માફી પણ માગી. ‘તમે બાળકના માળી છો, માલિક નહીં’ આવા જુદા જુદા ચાર-પાંચ વિષયો પર ભાર આપ્યો. લગભગ ૯૦% હાજરી સાથે વાલીઓ મને ૨ થી ૩ કલાક સાંભળતા રહ્યા. ઘણાએ ઘરે જઈને પણ અમલ કર્યો."
Fun Week of 'Praveshotsav' in Naran Lala School, Navsari
તા. ૦૧/૦૬/૨૦૧૬ થી ૦૪/૦૬/૨૦૧૬ દરમિયાન શિક્ષકોની તાલીમ યોજાઈ. જેમાં દરેક શિક્ષકે પોતાનો પરિચય, શોખ, સપનું, પોતાની આદર્શ વ્યક્તિ, ખુશીની પળ જણાવી. વિદ્યાર્થીઓ સાથે એક અઠવાડિયા દરમિયાન કઈ કામગીરી કરવી તેનું આયોજન કર્યું. આવતા વર્ષ દરમિયાન કરવાનાં કામોની સૂચિ, શિક્ષકે પાળવાના નિયમો, શિક્ષણ વ્યવસ્થાનાં અવરોધક અને પ્રેરણાત્મક પરિબળો, આજની શિક્ષણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ તે વિશે ચર્ચા કરી.

નવા સત્ર વર્ષ ૨૦૧૬-’૧૭ની શરૂઆતના પ્રથમ અઠવાડિયામાં નારણ લાલા શાળામાં 'પ્રવેશોત્સવ' નામક એક અનોખો પ્રયોગ શિક્ષકો અને પ્રાથમિક શાળાના આચાર્યા ફાલ્ગુનીબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યો.

"In the starting we were having a full fun week. In these six days we had many new types of activities. In which teachers had given us choices of subjects and we were free to choose.
Moreover, we performed in front of our parents, by which they came to know what we had done in this fun week. All of our parents liked and enjoyed this program.
We wish that this fun week would be arranged again and again before our school starts. By which we can enjoy and learn something more and new.
We also made rules for our school in which we learned how to maintain our school. By making these rules we realised that it’s my own school. It was an unforgettable event."
- Charitra, Student class 8, Naranlala School
Involving Teachers In Fun Learning
"શિક્ષકો અને બાળકો એકબીજાની નજીક આવ્યાં"
"બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવામાં આવી. જેમાં કેટલીક શૈક્ષણિક અને કેટલીક ઈતર પ્રવૃત્તિઓ પણ હતી. છેલ્લા દિવસે તેમની એ કળાનું પ્રદર્શન હતું. જે જોઈને સૌ મંત્રમુગ્ધ થઈ ગયા." - શિવાની દેસાઈ, શિક્ષક
"The motive behind starting the school with an activity week was very clear in our mind. First motive being students should enjoy coming to school and the second & most important motive was to know the hidden talent of all the students so that we could help them develop and grow in such field, which might help them in future." - Gauri Kansara, Assistant teacher
"બાળકોને ખરેખર વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે ચિત્રકલા, સંગીત, દેશી-વિદેશી રમતો, ગણિત-ગમ્મત, વિજ્ઞાનનો જાદુ, ઇતિહાસમાં ગુજરાત દર્શન જેવા વિભાગો પાડીને દરેક બાળકને પોતાનો વિષય પસંદ કરવાની તક મળી હતી. એ તકને બાળકોએ અતિ ઉત્સાહથી વધાવી હોંશભેર અને આનંદથી શિક્ષકો સાથે હસતાં-રમતાં અભ્યાસ કર્યો હતો." - ગૌતમકુમાર પટેલ, શિક્ષક
"ઘણા વાલીઓ છેલ્લા દિવસનો પ્રોગ્રામ જોવા માટે આવ્યા તેમાં એક વાલીએ સ્ટેજ પર આવી જણાવ્યું કે, “મારાં બે બાળકોએ આ જ વર્ષે આ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. અગાઉની શાળામાં જવા માટે કંટાળતા અને આનાકાની કરતા બંને બાળકો ખુશી ખુશી શાળાએ આવતાં થયાં તેનો મને ખૂબ જ આનંદ છે.” તેમની આંખો આટલું કહેતા જ ભરાઈ આવી હતી." - ફાલ્ગુની દેસાઈ, આચાર્યા
Reflections by Media
Team Alive
• Alkesh Raval  • Avani Kulkarni  
• Hiral Patel  • Kshama Kataria   
• Mayuri Gohil  • Mehul Panchal  • Sanjiv Shah
 • Sheeba Nair  • Vatsala Shah
Alive Archives
To view ...Alive archives,
Please click here!
To subscribe for ...Alive
Please click here!
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. 
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.