Reflections from Participants...
“શિબિરમાં ભાગ લીધાં બાદ મારી સ્ટેજ પર જવાની બીક દૂર થઈ ગઈ.”
“શિબિરમાં જાણવા મળ્યું કે આપણે ખુશ રહેવું છે કે દુઃખી તે આપણા પર જ આધાર રાખે છે.”
“શિબિરમાં મને ‘જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ’ વાળી વાત ખૂબ ગમી. કારણ કે આપણો સમાજ જો એક છોકરો અને એક છોકરી વાતો કરતાં હોય તો એને ખરાબ દૃષ્ટિથી જ જુએ છે. એવું નથી સમજી શકતા કે તેઓ નિર્દોષ અને નિખાલસ હોઈ શકે છે.”
"નમ્રતાથી બોલતા શીખ્યો. મને હવે જિંદગી જીવવાની હવે ગમશે.”
“મારા જીવનમાં હું પહેલી વાર માઇક પકડીને બોલ્યો, તે મારા માટે ખૂબ મોટી વાત છે. આજ પછી હું ક્યારેય પણ માઇક પકડતા અને એમાં બોલતા ગભરાઈશ નહીં.”
"વિજ્ઞાન ભૂતપ્રેત વગેરે જેવી અંધશ્રદ્ધામાં માનતું નથી. જો મારે ડૉક્ટર બનવું હોય તો મારે ભૂતની બીક દૂર કરવી પડશે. હું મારો ડર દૂર કરીશ અને એક સારી ડૉક્ટર બનીશ.”
"કોઈ પણ વસ્તુનો જાતે અનુભવ કર્યા વગર તેની પર વિશ્વાસ મૂકવો નહીં. અંધશ્રદ્ધા રાખવી નહીં.”
“આપણને જીવનમાં ડગલે ને પગલે વિકલ્પો અને સમસ્યાઓ આવતી રહે છે પણ આપણે હંમેશાં કોઈ સાચો વિકલ્પ સ્વીકારીને ખુશ રહેવું."
"હું સત્ય, અહિંસા અને હિંમતથી કામ કરીશ."
“અમારા સંચાલક ખૂબ સારા અને શાંત સ્વભાવના હતા અને ખૂબ જ પ્રેમથી વાત કરતા.”
|