|
"મારો જન્મ આ ધરતી પર કેમ થયો છે?"
"આ પ્રશ્ન પર ગંભીર રીતે વિચાર કરવાની પ્રેરણા મને આ જ્યોતિર્ધર તાલીમમાંથી જ પ્રાપ્ત થઈ છે. જે બદલ હું આપનો આભારી છું. જ્યોતિર્ધર તાલીમમાં જોડાયા પછી શીખતાં-શીખતાં વધુને વધુ આત્મવિશ્વાસ અને અનંત પ્રેરણા પ્રાપ્ત થતી ગઈ. આ તાલીમના ભાગ સ્વરૂપે મળેલ પુસ્તક ‘મહાન હૃદયોના સારેગમપધનિ’ (થિયરી) મારા માટે ભગવદ્-ગીતા સમાન સાબિત થશે એવો મને વિશ્વાસ છે.
મારાં આ તાલીમમાં બે વર્ષ પૂર્ણ થયેલ છે. મે ત્રીજા વર્ષમાં (પ્રેક્ટિકલ વર્ષ)માં પ્રવેશ કરેલ છે. અત્યાર સુધીની બે વર્ષની તાલીમ અને પુસ્તકના ગહન અભ્યાસથી મારું અંતર-મન ઢંઢોળાયેલું છે. આ પુસ્તકમાં આપેલા સિદ્ધાંતો આપણને હૃદયની સચ્ચાઈથી વાસ્તવિક જીવન જીવવાનું શીખવે છે. આપણી અંદર રહેલી સંભાવનાઓ અને તેને વિસ્તારિત કરવાના સિદ્ધાંતની ઊંડી સમજ પુસ્તકમાંથી મળી છે. આ તાલીમ મારા માટે આત્મખોજ અને ચિંતનનું પગથિયું બની છે. મારામાં પડેલી અનંત સંભાવનાઓને હું અનહદ વિસ્તારી શકું છું અને તેનો ઉપયોગ કોઈ ઈશ્વરીય કાર્ય માટે કરી શકું છું. આ પુસ્તકના સનાતન સિદ્ધાંતોને વાસ્તવિક જીવનમાં અમલમાં મૂકીશ તો મને વિશ્વાસ છે કે તેના થકી નક્કી એક દિવસ મારામાં પણ ઘણું પરિવર્તન આવી ગયું હશે. કહેતાં આનંદ થાય છે કે આ સિદ્ધાંતોનો મારા જીવનમાં મહત્તમ અમલ શરુ કરી દીધો છે."
- ચેતન પટેલ, શિક્ષક, પીરાણા ગુરુકુળ, પીરાણા
|
|
Teachers Learn to Empathize
"માળા, જપ, તપ, કશું ન થાય પણ સ્વનિરીક્ષણ કરી પોતાને સુધારી શકાય છે"
|
|
|
Teachers get together for group learning from 'Adhyatmani Shodhman'
|
|
Reflections from workshop participants....
"ધર્મ અને અધ્યાત્મનો ભેદ સમજાયો. એક શિક્ષક વિદ્યાર્થીમાં કેવો બદલાવ લાવી શકે અને કેવી રીતે લાવી શકે તે સમજાયું. માળા, જપ, તપ, કશું ન થાય પણ સ્વનિરીક્ષણ કરી પોતાને સુધારી શકાય છે." - પ્રજ્ઞા કેવટ, નવસારી
"જગતની દૃષ્ટિએ અનુભવાયેલું અધ્યાત્મ દર્શન વાસ્તવિક દૃષ્ટિએ તદ્દન વિપરીત છે. અંત:કરણ એ જ જીવનનું સાચું ચાલકબળ છે એવી સ્પષ્ટતા થઈ. એકાંત, ધ્યાન અને સાધનાનાં સાચા સ્વરૂપો દૃષ્ટિ સમક્ષ આવ્યાં." - મિનેષ ગોહિલ, નવસારી
"હું મારી જ જાતની સફાઈમાં પરોવાઈ હૃદયથી માફી સ્વીકારવાની રાહ પર આગળ ચાલી રહી છું. જેમાં ખૂબ શાંતિ અને સંતોષ અનુભવાય છે." - સીમા દેસાઈ, નવસારી
"અધ્યાત્મની સાચી સમજ મેળવી. એ દ્વારા મારી શાળાનાં તેમ જ મારાં બાળકોને સમજવાનો પ્રયત્ન કરીશ. સ્વ સાથે વધુ ઓળખ મેળવી શકાશે." - કામિની દેસાઈ, નવસારી
"આ કાર્યશાળાની તમામ બાબતો અમને અમારા માનવી તરીકેના અસ્તિત્વનું સાચું દર્શન કરાવે છે. દરેક પરિસ્થિતિમાં પોતાની જાતનું સંતુલન કેવી રીતે જાળવવું, જીવનને કેવી રીતે સંતુષ્ટ બનાવવું, કેવી રીતે જીવનને પૂરેપૂરું માણવું એ બાબતની માહિતી મને આ કાર્યશાળામાંથી મળી." - સોહીના ચૌધરી, નવસારી
"કૌટુંબિક સંબંધો અને સંજોગોમાં જ્યાં વાર્તાલાપમાં મુશ્કેલી જણાય છે ત્યાં હું વધારે એકાગ્રતાથી કામ કરીશ. સંબંધોને ગાઢ બનાવીશ. દરેક સંજોગોમાં હું જવાબદાર છું તેના માટે સતત જાગૃત રહીશ." - હેમા રાજપૂત, નવસારી
|
|
(Photos above) Participants sharing their learning experience with Facilitator Siddharth Mehta
|
|
Reflections about Facilitator Siddharth Mehta....
"તે ખૂબ જ શ્રેષ્ઠ છે. જે રીતે સંચાલક ડગલે ને પગલે મિત્ર, ફિલૉસૉફર અને ગાઇડની ભૂમિકા ભજવે છે." - દર્શના દેસાઈ, નવસારી
"Fantastic speaker. Relevant examples help us to understand the difficult concepts easily. Great person, very transparent and for me he is a living saint." - Prakash Patel, Navsari
"He is just a fantastic human being. The way he explains, the real life examples he shares inspire us. We should open ourselves, bring out our pain and work on it." - Rushin Naik, Navsari
|
|
|
(Photo above) Hu Chhu Jyotirdhar Abhiyaan - Anavil Sanskar Trust Batch 1
|
|
Reflection from workshop participants....
"મારા સાસુને નિષ્પક્ષતાથી જોવાની તક એકાંતની સાધનામાં મળી. જેનાથી ઘણા પૂર્વગ્રહો ઓગળી ગયા. જે મને અંગત જીવનમાં ખૂબ જ મદદરૂપ બનશે. મારી લીડર તરીકેની ત્રૂટીઓનું જ્ઞાન થયું જે મને વ્યાવસાયિક જીવનમાં મદદરૂપ થશે." - મેઘના કાપડિયા, નવસારી
"એકાંતમાં જઈ આત્મનિરીક્ષણ કરવાથી, જાત સાથે સમય પસાર કરવાથી અંતર મન સ્વચ્છ થશે અને અન્યોને પણ ન્યાય આપી શકીશું." - દર્શના દેસાઈ, નવસારી
"સ્વ-નિરીક્ષણ અંગેની સમજ ખૂબ જ સરસ મળી. અંતઃકરણની સમજણ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વકની સમજૂતી મળી. મૌન, એકાંત, સાધના, આધ્યાત્મિક વિજ્ઞાન વિશે ખૂબ જ વ્યવસ્થિત સમજૂતી મળી તેમ જ બધા મુદ્દાઓ માટે ઝીણવટપૂર્વકની સમજ મળી. જે અમને હૃદયની શુદ્ધિ માટે ખૂબ જ ઉપયોગી થશે." - ગીતા સોની, નવસારી
|
|
(Photo above) Hu Chhu Jyotirdhar Abhiyaan - Anavil Sanskar Trust Batch 2
|
|
Details of Hu Chhu Jyotirdhar Abhiyaan Workshops
|
|
Month |
Date |
Group, Venue |
Workshop |
Facilitator |
No. of Parti. |
Aug |
26-28 |
Anavil Sanskar Trust Batch 1, Navsari |
Year 4 – Empathy Workshop 2 |
Siddharth Mehta |
17 |
Sep |
9-11 |
Anavil Sanskar Trust Batch 2, Navsari |
Year 4 – Empathy Workshop 2 |
Siddharth Mehta |
9 |
Sep |
11-12 |
Bhuj Batch (Crash Course) |
Year 2 – Love Workshop 1 |
Pratiksinh Parmar |
9 |
Sep |
10-12 |
Waghodiya Batch, Vadodara |
Year 1 – Self Workshop 1 |
Viral Patel |
18 |
|
|
Reflections from workshop on Love....
"આ કાર્યશાળા દ્વારા વિદ્યાર્થીઓ સાથેના વર્તનમાં જરૂરથી ફેર પડશે. દરેક સંબંધને પૂરતો ન્યાય આપવામાં ઉપયોગી થશે. શિસ્તબદ્ધ જીવન જીવવામાં, સંઘર્ષ સામે લડવામાં, સ્વાસ્થ્ય સાચવવામાં, આનંદિત રહેવામાં આપણા અને બીજાના વિકાસમાં ખૂબ જ ઉપયોગી થશે." - ગાયત્રી શાહ, ભુજ
"આ પ્રેમની કાર્યશાળા મારા અંગત જીવનમાં મારી આસપાસ રહેલા લોકોને સમજવા માટે ખૂબ ઉપયોગી છે. પ્રેમ અંગેની માન્યાતાઓ ખરેખર બદલાઈ ગઈ. વ્યક્તિગતથી વૈશ્વિક પરિભાષામાં પ્રેમને સમજ્યા. પ્રેમનો સાચો અર્થ, મહત્ત્વ સમજવાની મજા આવી." - દિશા ગૌર, ભુજ
|
|
Reflections from workshop on Self-development....
"I will be able to find out the roots of problems with the help of this workshop. For example, problem of poor health. I will be able to do self reflections and self analysis in better ways. I understood that the professional and personal life, how they are interrelated. I can work and improve relations with my colleagues; I can acquire help from my colleagues and seniors to improve my work efficiency." - Ravikiran Nande, Vadodara
અહીં આવીને મને હિંમત મળી ગઈ. હર્ષ બ્રહ્મભટ્ટની કવિતા છે કે,
“અમે રાખમાંથીએ બેઠાં થવાના, જલાઓ તમે તોય જીવી જવાના.
ધખો તમતમારે ભલે સૂર્ય માફક, સમંદર ભર્યો છે ના ખૂટી જવાના.
અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું, પંખી એકેય ના ચૂકી જવાના.
સોંપો હાથ, ડરો ના લગીરે, તરી પણ જવાના ને તારી પણ જવાના.”
- દીપક સોલંકી, આણંદ
"સમયનું મૂલ્ય સમજાયું. કાર્યશાળા દરમિયાન પોતાનાં કાર્યો જાતે જ કરવાની આદત પડી. ધ્યેય સુધી પહોંચવાની લાગણી અનુભવાય છે." - કૌશિક રાવત, વડોદરા
|
|
|
Viral Patel facilitating first workshop of Year 1 on Self Development
|
|
Reflections about Facilitator Viral Patel....
"વિરલભાઈ જાણે અમારા મિત્ર જ હતા. એક સહૃદયી માણસ તરીકે તેમણે અમને સાચવ્યા. અમારી ભૂલોને પણ માફ કરીને હસતા રહ્યા. અમારી વાતોને શાંતિથી સાંભળી." - દીપક સોલંકી, આણંદ
"કાર્યશાળાના સંચાલક વિરલભાઈએ અમને ખૂબ ઊંડાણમાં સમજ આપી. તેમની સાથે અમારો શીખવાનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો. તેમણે આપેલ માર્ગદર્શન મારા જીવનમાં ઘણો મોટો બદલાવ લાવશે. તેમનો સ્વભાવ અને વર્તન ખૂબ જ સારાં હતાં." - જાવેદખાન પઠાણ, વડોદરા
"ખૂબ જ મદદરૂપ થયા. બીજાની વાત શાંતિથી સાંભળી અને યોગ્ય સંતોષકારક જવાબ આપતા. ખૂબ જ પ્રભાવશાળી. શાંત હૃદયના વ્યક્તિ." - અલ્કેશ પરમાર, વડોદરા
|
|
|
|