Newsletter-cum-magazine of Oasis Movement    Year 9 /  Issue 35 /  November 8, 2016
Oasis Programs Empower Rural Youths & Principals
L3 Workshops Inspire Rural Youths of Lokbharti, Sanosara
First Year Youths of Masters in Rural Studies with Facilitators
Oasis L3 workshop was organized at Oasis Valleys for students of Masters in Rural Studies (MRS), Lokbharti, Sanosara, Dist. Bhavnagar from 22 to 24 September, 2016. The workshop was attended by 30 participants and was facilitated by Pallavi Raulji, Mehul Panchal and assisted by Praksha Desai.
"આ કાર્યશાળા સમસ્યાગ્રસ્ત જિંદગીને બદલવાનો એક માર્ગ છે,
દુનિયા બદલવાની ચાવી છે"
Reflection from participants for the workshop:

"ઓએસિસ વેલીઝ એ યુવાનોને એવા રસ્તા પર દોરે છે કે જેથી તેઓ સમાજને અને રાષ્ટ્રને કોઈ રીતે મદદ કરી શકે. વ્યક્તિ વિકાસ માટેનાં પગલાંઓ ભરી મહાન વ્યક્તિ બનવા સુધી કેવી રીતે પહોંચી શકાય તે માટે આ સંસ્થા થકી અને બીજી આવી સંસ્થાઓ ઊભી કરી દરેક ક્ષેત્રોમાં શિક્ષણ આપવું, વ્યક્તિને મૂંઝવતા પ્રશ્નોમાંથી કેવી રીતે બહાર આવવું તેનું નિરાકરણ મને ખૂબ જ ગમ્યું. આવી વ્યક્તિઓ આપણા દેશમાં અગણિત જોવા મળે છે." - ગોરધનભાઈ ભાલિયા

"આ સમગ્ર શિબિર દરમિયાન હું મારી જાતને સમજવામાં સફળ થયો છું, તેવું મને લાગ્યું છે. બીજી શિબિરો બાહ્ય અને ભૌતિક જીવનનાં પાસાંનો વિચાર કરી વ્યક્તિનો વિકાસ કરે છે. જ્યારે આ શિબિર દ્વારા પોતાની જાત સાથે વાત કરતાં કરતાં મને પોતાને હું ખૂબ નજીકથી સમજી શક્યો, તેવું મને અનુભવાય છે. આખી શિબિરમાં સ્વને સમજી હું જે આનંદવિભોર થયો તે ક્યારેય પણ ભૂલાય નહીં તેવી ઘટના છે. આથી મને મારા જીવનનું ધ્યેય પ્રાપ્ત થયું છે. ત્રણ દિવસની શિબિર કરવાથી એવું લાગે છે કે મારું જીવન બદલાઈ જશે. તો પછી સમગ્ર કોર્સમાં જોડાવાની વાતથી જ અપાર ઉત્સાહ અને આનંદ થાય છે. ઓએસિસની દરેક શિબિર-કોર્સ હું ગમે તે પરિસ્થિતિમાં પણ કરીશ જ." - કૌશિક ધાંધલિયા

"સૌથી પહેલાં તો પોતાના દિલ સાથે વાત કરવા મળી. દિમાગથી નહીં પણ દિલથી સ્વપ્ન જોવું જોઈએ. આજ સુધી કોઈએ પણ સ્વપ્ન વિશે પૂછ્યું ન હતું. સાચા સ્વપ્નની ઓળખ કરાવી અને તેના દ્વારા સારી લાગણીઓ થઈ." - શરીફા સંઘરિયાત

"ઓએસિસની આ મારી પ્રથમ શિબિર હતી. તેમાં અમને સારી એવી બાબતો શીખવા મળી. તેમણે અમારા જીવનમાં ધ્યેયનો પાયો નાખ્યો. અમે અનન્ય છીએ તેવો અનુભવ કરાવ્યો. તે અમારા દિલને સ્પર્શી ગયું. અમારા જીવનમાં યોગ્ય ધ્યેય હોવો જોઈએ અને તે પૂરો કરવો જોઈએ તે અમને સમજાયું." - અમરસિંહ ઝાલા

"ઓએસિસ વેલીઝ ખાતેની પ્રથમ શિબિર અંગે અમારો અનુભવ અને લાગણી જોઈએ તો સૌ પ્રથમ આપણી શીખવાની રીત જાણી. જેમાં આપણે મન, દિલ, આત્મા ભેગું કરીને શીખવું જોઈએ તે સમજાયું." - રોશનકુમાર રાઠોડ

"આ પ્રથમ શિબિર અંગે મોટો અનુભવ જે ખૂબ જ ઊંડાણપૂર્વક મારા દિલને સ્પર્શી ગયો તે એ, મારી જિંદગીમાં આગળ વધવા માટે મને મારો રસ્તો શોધવાનો નકશો મળી ગયો." - સરલા વસાવા
Reflections from participants for Facilitators:

"તેઓ સંચાલક ના કહેવાય. કારણ કે ઘરમાં મોટાભાઈ અને મોટી બે બહેનોની જેમ અમને માર્ગદર્શન આપ્યું, અમારા દિલની વાત જે અમે કોઈને કહી ન શકતા, અમને અંદરથી દુઃખ થતું. તેઓ અમને બોલાવીને એક મા પોતાના દીકરાને પૂછે તે રીતે વાત કરતાં. જેથી મારું હૃદય તે હળવાશ અનુભવતું હતું. આજે હું અહીંથી જિંદગીની મહામૂલી ભેટ લઈને જાઉં છું. આજે અહીંથી બીજને ફૂટવા માટેનું જે યોગ્ય વાતાવરણ મળ્યું છે તે આગલા ભવિષ્યમાં એક મહાકાય વૃક્ષ બનીને સમાજ, ગામ વગેરેમાં મદદ કરશે." 
- સુખલાલ ગોહિલ

"પહેલાં તો અમને એવું લાગ્યું કે અહીંયાં તો બધા જ ગુરુજનો કડક હશે. એટલે થોડી ગૂંગળામણ થઈ, પણ સમય જતા તમે અમારી સાથે અને અમે તમારી સાથે ભળી ગયા. પછી તો ઘણી મજા આવી. આમ, અમને તમારા પ્રત્યે હંમેશાં પ્રેમની લાગણી રહેશે. કારણ કે અમે અમારા જીવનમાં ક્યારે ન કરેલાં અને ન વિચારેલાં કાર્યો અમે અહીં શીખ્યા છીએ. જેના દ્વારા અમારી જિંદગીનો ધ્યેય તરફ જવાનો રસ્તો તમે બતાવ્યો છે. આજે હું ઘણી ખુશ છું અને આની ચર્ચા હું મારા અન્ય મિત્રો સાથે પણ કરવા માંગું છું." - અંકિતા ગામીત

"આ ત્રણ દિવસ દરમિયાન અહીંના સંચાલક વિશે આત્મીયતાની લાગણી વ્યક્ત થઈ રહી છે. અહીં કોઈક પ્રકારે હૂંફ મળી હોય તેવું લાગ્યું. કારણ કે અહીંયાં આવતા પહેલા બીમાર હતો, પરંતુ અહીં આવ્યાના બીજા દિવસે જ સાજો થઈ ગયો. હસમુખો સ્વભાવ ખૂબ ગમ્યો. આપની શિખવાડવાની પદ્ધતિ ઘણી પસંદ આવી છે.
જેને જીવન જીવવાની કળા કહી શકાય છે." - સંદીપ પટેલ
Future Teachers Learn to Learn in Oasis Workshop
Second year youths from Bachelors in Education
44 students of Second Year Bachelors in Education (B.Ed.), Lokbharti, Sanosara, Dist. Bhavnagar attended Oasis L3 Workshop from 26 to 28 September, 2016. The workshop was organised at Oasis Valleys and was facilitated by Pallavi Raulji, Mehul Panchal and assisted by Praksha Desai.
Reflection from participants for the workshop:

"ઓએસિસ વેલીઝ ખાતેની પ્રથમ શિબિર ખૂબ જ સારી રહી. અહીં સમયનો ઉપયોગ કેવી રીતે કરવો, ગુસ્સો કઈ રીતે શાંત કરવો, આત્મવિશ્વાસ કઈ રીતે વધારવો, સંબંધોને કઈ રીતે સાચવવા તે મને શીખવા મળ્યું અને જે મારા વાસ્તવિક જીવનમાં ઉપયોગી થશે."

- શનિ ચૌહાણ

 
(Photo)
Participants discussing in the workshop
"આ શિબિરમાં મને એ અનુભવ થયો કે ‘સ્વને ઓળખવું’. કારણ કે વ્યક્તિ બીજાને ઓળખવામાં આખી જિંદગી પૂરી કરે છે. પરંતુ પોતાની ઓળખ ક્યારેય કરતી નથી. વ્યક્તિના અંગત પ્રશ્નોનો ઉકેલ આ શિબિર દ્વારા લાવી શકાય છે." - અસ્મિતા ચુડાસમા

"ઓએસિસ વેલીઝ ખાતે પ્રથમ શિબિરમાં મારા સપનાને બહાર લાવવાનો મોકો મળ્યો. મેં જીવનમાં ક્યારેય વિચાર્યું નહોતું કે મને આવી કોઈ શિબિર કરવાનો મોકો મળશે. મને મારા ઉપર વિશ્વાસ જ ન હતો. અહીં આવીને પોતાના પર વિશ્વાસ રાખતા શીખી." - ગોપી પરમાર

"ઓએસિસની આ શિબિરમાં જ્યારે પોતાના લક્ષ્યની પસંદગી કરી અને તેને મેળવવા માટેના ઉપાયો જાણ્યા ત્યારે ખૂબ જ આનંદ અને આત્મવિશ્વાસ આવ્યા. આ ઉપરાંત અહીં સિલેક્ટ કરેલી બે ફિલ્મો તથા તેના વાર્તાલાપ દ્વારા જીવનમાં ઉપયોગી તથા ધ્યેયલક્ષી માર્ગોની સાચી દિશા મળી. જે અનુભવ જિંદગીભર યાદગાર બની રહેશે. આ પ્રેરણાનું ઝરણું બની રહેશે." - કેતન મકવાણા

"દરેક વ્યક્તિ ક્યારેક કોઈ સમસ્યાનો ભોગ બનતું જ હોય છે ત્યારે તેને માર્ગદર્શન આપવાવાળું કોઈ હોતું નથી, તો હું માનું છું કે વ્યક્તિએ આવા કોર્સમાં જોડાવું જોઈએ અને હું ભવિષ્યમાં આમાં જોડાવાની ઇચ્છા ધરાવું છું." - કાજલ જાદવ

"આનાથી હું હકારાત્મક તો હતો જ પરંતુ વધુ ને વધુ બની ગયો હોઉં એવું મને લાગે છે. તમે અમારી સાથે જોડાઈને જે માર્ગદર્શન આપ્યું, એનાથી હું મારા જીવનમાં મારા લક્ષ્ય પ્રત્યે ઘણો ચોક્કસ થઈ ગયો તથા મેહુલભાઈની વાત મને ખૂબ જ ગમી કે મારા શોખને હું કામ જ બનાવી દઉં. આવું હું જરૂર કરીશ." - ગોપાલ ડાંગર
Reflections from participants for facilitators:

"સંચાલક અંગેની લાગણી વિશે વાત કરું તો પલ્લવીબેન હંમેશાં અન્ય વ્યક્તિની સમસ્યાના મૂળમાં પહોંચી તેનું નિરાકરણ લાવનાર વ્યક્તિ છે. તેમની સમજાવવાની રીત ખૂબ જ સારી છે. આ ઉપરાંત મેહુલભાઈ પણ હંમેશાં વિદ્યાર્થીઓની સમસ્યાને સમજી તેનું નિરીક્ષણ કરી, તે વ્યક્તિના પ્રશ્નમાં શું અલગ પડે છે તે શોધીને કંઈક નવું સમજાવવાનો પ્રયત્ન કરતા હતા." - શનિ ચૌહાણ

(Photo - from Left to Right) Mehul Panchal, Pallavi Raulji and Praksha Desai
"ઓએસિસ શિબિરના સંચાલક વિશે હું અભિપ્રાય આપતા કહું કે તમે તમારું આ જીવન વિશેનું જ્ઞાન પીરસ્યું છે જે ખૂબ સારું લાગ્યું. બધાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય તેવો પ્રયત્ન કરીશ. તમે ખૂબ જ સારી રીતે શીખવવાનો પ્રયત્ન કર્યો છે. અમારાથી જેટલું વધુ શીખાય તેવો શીખવવાનો પ્રયત્ન કર્યો છે." - રેખા બારૈયા
શાળાનાં ભાવાવરણમાં નૈતૃત્વની ભૂમિકા
Principals attending one-day workshop in Bilimora
85 principals participated in Oasis one-day workshop organised at Bilimora. Facilitator Sheeba Nair (Trustee, OASIS) and co-facilitator Viral Patel (Oasis Facilitator), addressed the group of principals on 27 September, 2016.

Shrirang Shikshan Mahavidyalaya (upgraded by Center for Teacher's Education - CTE), Bilimora, organised this workshop for Primary School Principals. The principals from those schools which were certified by Gujarat Council for Educational Research and Training (GCERT), came together to attend the workshop on "Role of Leadership in School Environment" where they created a vision on who they want to be as a role model for the children. They brainstormed on the challenges and problems they would come across in the process of building leadership in the environment of primary education. They also created a vision for what values they wish to instill in the children of their schools.
"We have to be Learning Principals"
"આજ રોજ તાલીમ દરમ્યાન મને જીવન જીવવાનો એક નવો અભિગમ જાણવા મળ્યો. આ અભિગમ નેતૃત્વની યાત્રામાં કેવી રીતે વણી લેવો તેનું સચોટ માર્ગદર્શન મળ્યું. પ્રસન્નતા અને ઉત્સાહના મિશ્રણથી સંયોજિત વ્યક્તિત્વ દ્વારા બાળકની અંદર રહેલાં જીવન મૂલ્યોનો ખૂબ જ સારી રીતે કેવી રીતે વિકાસ કરવો તેનો ચિતાર મળ્યો. નેતૃત્વના ગુણો કેવા હોઈ શકે અને તેનો આવિર્ભાવ આપણી અંદર કેવી રીતે લાવી શકાય. શિક્ષક અને બાળક વચ્ચે એક વાત્સલ્યભર્યા વાતાવરણનું સર્જન કેવી રીતે સર્જી શકાય તેની ઝીણવટભરી માહિતી આપવામાં આવી.
હૃદયમાં દબાઈને પડેલા મૂળભૂત સંસ્કારોને આપના વક્તવ્ય દ્વારા જીવંત કરવાનો અવસર અમને મળ્યો તે માટે આપના અમે ખૂબ ઋણી છીએ. આપના પ્રસન્ન  વ્યક્તિત્વ દ્વારા આપે આપના પ્રવચનને પણ એટલું જ પ્રસન્નતાભર્યું બનાવ્યું. જેના દ્વારા અમારી આંતરિક ભાવનાઓને વાચા મળી. આપના વક્તવ્યમાં રહેલી ધારદાર રજૂઆતે અમારી અંદર રહેલા નેતૃત્વના ગુણોને ઝકઝોળ કરી નાખ્યા. જેના દ્વારા અમારી અંદર રહેલા શિક્ષકત્વના ધર્મને અમે ઓળખી શક્યા. સાચું અને નીડર નેતૃત્વ પામવા અને તેને ચરિતાર્થ કરવા માટે કેવા સંજોગોમાંથી પસાર થવું પડે અને શું ગુમાવવાની તૈયારી રાખવી પડે એવી નીડર રજૂઆત. આપની પાસેથી અમને જોવા મળી. તમારા વક્તવ્યમાંથી દરેક પ્રશ્નને કેવી રીતે હલ કરવો અને તટસ્થતાથી પોતાની વાતને કેવી રીતે રજૂ કરવી તેનું માર્ગદર્શન પણ મળ્યું. સાથોસાથ એક માનવીય અભિગમને કેન્દ્ર સ્થાને રાખી. ‘પ્રેમ’ જેવા વિલક્ષણ તત્ત્વની અવનવી વ્યાખ્યા એટલે મારું એવું કહેવું છે કે મારાથી તમારા સુધી અને આપણાથી બધા સુધી, એટલે સમગ્ર વિશ્વ સુધીની - ટૂંકમાં સ્વથી વિશ્વ સુધીની લાગણીની અનંતયાત્રા એટલે પ્રેમ."
 - હિતેશકુમાર પટેલ
"આજનો દિવસ મારા માટે ‘પરિવર્તનની પહેલ’ સમાન છે"
Reflections from participants for workshop:

"ચર્ચામાં ઘણા મિત્રો પોતાની વાતની રજૂઆત કરતા હતા ત્યારે શીબાબહેનની સમીક્ષામાંથી ઘણું બધું હકારાત્મક શીખવાનું મળ્યું. નિવૃત્તિ પછીનો વિદ્યાર્થીનો પત્ર લખાવ્યો તે લખીને ધ્રૂસકે ને ધ્રૂસકે રડ્યા છીએ." - કિશોરભાઈ પટેલ

"શાળામાંથી નીકળતું બાળક કેવું હોવું જોઈએ? તેના ગુણો તારવવા અને તે ગુણો લાવવા માટે શું કરવું તે નક્કી કરવું, આ પ્રવૃત્તિમાં અમને ખૂબ જ મજા આવી. આચાર્ય તરીકે એ જ મથામણ હતી કે શું કરી શકાય જેથી આદર્શ પરિસ્થિતિ સર્જાય. આ કાર્યશાળામાંથી શીખીને મને એક નવું વિચારનું બીજ મળ્યું. હવે તે શાળામાં જઈને વાવીશ તેમાંથી ફૂલ ખીલશે." - હર્ષવી પટેલ

"આજની એક દિવસની કાર્યશિબિરમાં સૌથી હૃદયસ્પર્શી વાત એ હતી કે, અમે પોતાને ઓળખી શક્યા. થોડા સમયમાં પણ રસ્તા વચ્ચે નડતી અડચણોને પાર કરવાનો રસ્તો મળ્યો. જીવનની દરેક ક્ષણને આનંદથી પસાર કરવી જોઈએ. પોતે ખુશ રહીને આપણી સાથેના દરેકને ખુશ રાખવાની કળા શીખવાની મળી તે ખૂબ સ્પર્શી ગઈ." - નૂતન પટેલ

"આજની કાર્યશાળા ખૂબ જ અદ્ભુત હતી. અગાઉ ક્યારેય આવી કાર્યશાળામાં ભાગ લીધો ન હતો. આજે વર્તમાનમાં ક્યાં છીએ અને ભવિષ્યમાં કેવું હશે? તેના વિશે ખૂબ જ ઝીણવટભરી ચર્ચા થઈ. આટલાં વર્ષ પછી પણ જીવનમાં એક વ્યથા હતી, મન અશાંત હતું. જેને દૂર કરવા માટે જ મને આ કાર્યશાળા મળી હોય તેવું લાગે છે." - અલ્પા પટેલ

"આજની આ કાર્યશિબિરમાં જો કોઈ મુદ્દો ખૂબ જ પસંદ પડ્યો હોય અથવા તો એમ કહું કે મારી અંતરાત્માને સીધો સ્પર્શ કર્યો હોય તો એ છે, મારી નિવૃત્તિ પછી મને મળેલો મારા વિદ્યાર્થીનો પત્ર. જ્યારે આ પત્ર મેં લખવાની શરૂઆત કરી ત્યારે નિવૃત્તિ પછીના દિવસો મારી નજરો સમક્ષ આવવા લાગ્યા. તે દ્વારા સમજાયું કે હાલમાં શૈક્ષણિક જીવનમાં હું એવું કાર્ય કારે જેના કારણે નિવૃત્તિ સમયે ખૂબ જ ગૌરવની લાગણી થાય." - સુનિલકુમાર પટેલ

"નિવૃત્તિ બાદ વિદ્યાર્થીનો પત્ર લખવાની પ્રક્રિયામાં શીખ મળી કે આપણને પણ જો કોઈ આવી હકારાત્મક રીતે યાદ કરે એવું આપણે ઇચ્છીએ તો તેના માટે આપણે અત્યારથી જ તેવા પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ. જેથી ભવિષ્યમાં આપણને પસ્તાવાનો વારો ન આવે. તેથી પાણી આવે તે પહેલાં પાળ બાંધવી. અત્યારે કરીએ છીએ તેના કરતાં પણ વધુ મહેનત કરીને બાળવિકાસના કાર્યમાં આગળ વધીશું. બાળકને હસતું રાખીએ તે વાત ખાસ ધ્યાનમાં રાખીશું. કારણ કે આપણે બાળકને હિટલર કે ઓસામા બિન લાદેન નથી બનાવવો પણ એક આદર્શ વ્યક્તિ બનાવવો છે." - ઉર્વશી ઢીમ્મર
Reflections from participants for facilitators:

"‘સ્માઇલ’ શબ્દની અનુભૂતિ થઈ. હસતાં હસતાં બધાને કેવી રીતે શીખવવું તે જાણવા મળ્યું. આપણે એક માનવ તરીકે શું કરવું જોઈએ અને શું કરી રહ્યા છે તેની સમજૂતી મને મળી."
- દિનતાબેન પટેલ

"દરેક પ્રશ્નને તેના મૂળ સુધી લઈ જઈ તેનો જવાબ મેળવવાની આપની રીત ખૂબ જ અલગ અને ઘણી મજાની હતી.
પરિસ્થિતિ ગમે તે હોય સંભાળી લઈશું,
સુખ અને દુઃખના વાદળ હોય વરસી લઈશું.
હસીને વધાવી લઈશું આ જીવનને,
બસ જરૂર હશે જ્યારે તમારી, ત્યારે તમારી પ્રેરણા લઈશું."
- નૂતન પટેલ
(Photo) Viral Patel and Sheeba Nair
Team Alive
• Alkesh Raval  • Avani Kulkarni  
• Hiral Patel  • Kshama Kataria   
• Mayuri Gohil  • Mehul Panchal  • Sanjiv Shah
 • Sheeba Nair  • Vatsala Shah
Alive Archives
To view ...Alive archives,
Please
 click here!
To subscribe for ...Alive
Please
 click here!
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. 
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.