Participants Share Their Experience about Camp and for Facilitators....
“આ શિબિરમાં વ્યક્તિ પોતાની જાતને ઓળખે છે. તેનામાં રહેલા સારા ગુણો અને તેની અંદર રહેલા આત્મવિશ્વાસને ઓળખે છે. તે કેટલી હદ સુધી તેને સાથ આપી શકે છે, તેનો ખ્યાલ આવી ગયો. બીજી વાત કે જ્યારે આપણી સામેની વ્યક્તિએ કોઈ ખરાબ કાર્ય કર્યું હોય તો તેને હકારાત્મકતાથી જોઈને વિચારવું જોઈએ. તો આ કૅમ્પ કર્યા બાદ જે અનુભવ મને મળ્યો છે, તે એ છે કે વ્યક્તિ પોતે જ પોતાની લાઇફ સુધારી કે બગાડી શકે છે. જો મહેનત કરીએ તો સફળ થવાય જ. શિબિરમાં સૌથી વધુ સ્પર્શી હોઈ તેવી બાબતો તો અનેક છે. પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે જો માણસને ધ્યેય નક્કી કરવાની અને તેને સફળ બનાવવાની ચાવીઓ મળી જાય તો તે વ્યક્તિમાં કોઈ પણ કાર્ય પૂર્ણ કરવાની તાકાત હોય છે. કારણ કે વ્યક્તિને પોતાને ખબર જ નથી રહેતી કે તે શું કરે છે અને જ્યારે એને આ વાતનો ખ્યાલ આવે ત્યારે તે સફળ થાય છે. પરિશ્રમથી દરેક સમસ્યા ઉકેલવાનો રસ્તો મળી જાય છે.
આ શિબિરના સંચાલકો પ્રક્ષાબેન અને મેહુલભાઈએ જે સમજાવ્યું અને કહ્યું કે માણસમાં કઈ વસ્તુની ઊણપ છે, અને ક્યાં ભૂલો કરે છે, તે ભૂલોને સુધારી આગળ વધી શકાય છે. અને આવા કૅમ્પ કરવાની અત્યારના યુગમાં ખૂબ જ જરૂર છે. કારણ કે આજે વ્યક્તિ ખૂબ જ નીચું વિચારી, માત્ર પોતાના જ જીવનની કેવી રીતે ચલાવવું તે જ વિચારે છે. માટે આવા લાઇફ કૅમ્પ કરવા ખૂબ જ જરૂરી છે. આવા કૅમ્પ વધારે થવા જોઈએ એવું હું માનું છું.” - પંકજ દેશમુખ
“શિબિરમાં અમને એ બાબત વધુ સ્પર્શી ગઈ કે સંચાલકો ખૂબ જ સરસ અને ધ્યાનપૂર્વક એક એક મુદ્દો ધ્યાનથી સમજાવતા અને એના વિશે ચર્ચા પણ કરતા. અમારું જીવન ધ્યેય વગરનું હતું. સંચાલકોએ અમને ધ્યેય સુધી પહોંચવાની ચાવી આપી.” - જીજ્ઞેશ પટેલ
“આ શિબિરમાં જીવન જીવવાથી કદી હાર ન માનવાની અને સખત મહેનત કરવાની બાબતો શીખવા મળી. કારણ કે હું પોતે પોતાની જિંદગીને મજાક સમજતો હતો. પરંતુ ત્રણ દિવસમાં મેહુલભાઈએ અમારી જિંદગીમાં રોશની કરી દીધી હતી અને પોતે કદી હાર ન માનવી અને મહેનત કરવી આ જાણકારી આપી. આ બાબતથી હું મારી જિંદગીમાં કશું પણ કરી શકીશ.” - સાગર આટારા
“સૌ પ્રથમ તો જિંદગી કેવી રીતે જીવવા જેવી છે તે વિશે અમને જાણવા મળ્યું અને બધાનાં વિચારો, ગુણો અને કાર્યો વિશે માહિતી મળી." - દિલીપ જાદવ
ITI Dharampur Youth Students with Facilitators Mehul Panchal and Praksha Desai
“શિબિરના સંચાલક વિશે કહું તો, એ એક મિત્રની જેમ સમજાવતા હતા. અને જીવન કેવી રીતે જીવવું એના માટેના રસ્તાનો ઉપયોગ કેવી રીતે કરવો એ અમને શીખવ્યું. જીવન કઈ રીતે ધ્યેય સાથે પૂરું કરવું એ માટેના રસ્તા બતાવ્યા." - કલ્પેશ પટેલ
“શિબિરના સંચાલક પ્રક્ષાબેન અને મેહુલભાઈએ સરળ અને સાદી ભાષામાં જીવનમાં કઈ રીતે આગળ વધવું એ અમને સમજાવ્યું. તે અમને વધારે ગમ્યું. તેમ જ આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો તે અમે શીખ્યા.” - હિમેશ પટેલ
“સંચાલકોએ ખૂબ સારી વાતો કરી જે આપણા જીવનની દિશાને બદલીને નવી જ દિશામાં મૂકી દે છે. જેથી આપણને નવું જાણવા મળે છે, શીખવાનું મળે છે. આવા સંચાલકો ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે." - ચેતન ચૌધરી
|