Oasis joined hands with Gram Nirman Kelavni Mandal, Thava for partnership project of Character Education programs for children. Thava is located in interiors of Dist. Bharuch. Under this project 5 Oasis Life Camps, 1 Oasis Leadership Camp and 1 Oasis Dream India Camp were organised for over 250 children of Thava. First Oasis Life Camp was organised in October, 2016 and Oasis Leadership Camp was organised in January, 2017. Details of the other programs are as follows:
|
|
Date
|
Program
|
Venue
|
Facilitators
|
No. of Participants
|
9 - 11 Dec,
2016
|
Oasis Life Camp
|
Eklavya Sadhna Uttarbuniyadi School, Thava
|
Mehul Panchal
|
50
|
9 - 11 Dec,
2016
|
Oasis Life Camp
|
Eklavya Sadhna Uttarbuniyadi School, Thava
|
Praksha Desai
|
49
|
15 - 17 Dec,
2016
|
Oasis Life Camp
|
Primary School, Thava
|
Praksha Desai
|
49
|
18 - 20 Dec,
2016
|
Oasis Life Camp
|
Shree Krishna Ashramshala, Thava
|
Purvi Dalal
|
50
|
21 - 28 Mar,
2017
|
Oasis Dream India Camp
|
Oasis Valleys
|
Mehul Panchal,
Praksha Desai
|
87
|
|
|
Glimpses from Oasis Life Camps for Thava Children
(Photo left)
Oasis Life Camp participants learning about life through role-plays
(Photo above left) Participant learning to build courage to speak in front of audience
(Photo above right) Participants engrossed in group discussion
(Photo above) Joyful children with facilitator Mehul Panchal
|
|
"શિબિરમાં હિંમત કેવી રીતે કેળવવી એ શીખ્યા"
|
|
Reflections from Participants of Oasis Life Camp
"આ શિબિરમાં શીખેલી બાબત અમને એ દિવસે ઉપયોગી થશે જ્યારે આપણી સામે દુઃખ હોય. તેમાં આપણને હિંમત આપશે. આપણને મુશ્કેલીમાં પણ ઉપયોગી થશે. અને એક વાર આપણામાં હિંમત આવી જાય પછી જે પણ સામનો કરવો પડે એ કરી શકાય." - વિશાલ વસાવા
"શિબિરમાં શીખ્યા કે હંમેશાં સત્ય બોલવાનું, કોઈ દિવસ જુઠ્ઠું બોલવાનું નહીં. અને હિંમત રાખવાની. કોઈ પણ મુશ્કેલી આવે તો પણ હિંમત હારવાની નહીં. ઘરમાં કે બહાર કચરો પડ્યો હોય તો લઈ લેવાનો કચરાપેટીમાં નાખી દેવાનો." - સોનલ વસાવા
"આ શિબિરમાં અમને દુઃખમાં જ્યારે સત્ય બોલવાનું હોય ત્યારે અને ૫૦ લોકો સામે બોલવાની હિંમત મળી." - નીતેશ વસાવા
"શિબિરમાં મને – પોતાની ઓળખાણ આપવાનું, પોતાનું સ્વપ્નું કેવી રીતે પૂરું કરવું તે અને પોતાનામાં આત્મવિશ્વાસ જગાડવાની વાતો ગમી. નાટકમાં ભાગ લેવાનું અને ફિલ્મ જોવાનું પણ ગમ્યું. ફિલ્મમાંથી આપણે કોઈ દિવસ હાર ન માનવી એ શીખવાનું મળ્યું." - અનિતા વસાવા
"મને આ શિબિરમાં મારું સપનું પૂરું કરવાની હિંમત મળી. આપણે જે સપનું જોઈએ તેને પૂર્ણ કરવું જોઈએ. પોતાના ઉપર આત્મવિશ્વાસ રાખવાથી અને મહેનત કરવાથી આપણે આપણું સપનું પૂરું કરી શકીએ છીએ. આ શિબિરથી આપણને આપણી ખૂબીઓ બહાર કાઢવાની તક મળી છે. આ શિબિર જીવનની ચાવી છે. આ ચાવી ક્યારેય ન ભૂલી શકાય." - રાહુલ વસાવા
"આ શિબિરમાં શીખેલી બાબતો - 'જીવનમાં ક્યારેય ખોટું બોલવું જોઈએ નહીં, મારી પરવાનગી વગર મને કોઈ દુઃખ પહોંચાડી શકે નહીં, આપણું કામ આપણે જાતે કરવું જોઈએ, આપણે આપણા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, બીજા ઉપર આંધળો વિશ્વાસ રાખવો જોઈએ નહીં' - મને જીવનમાં ઉપયોગી થશે." - પારૂલ વસાવા
"જ્યારે મારામાં નકારાત્મકતા આવશે ત્યારે હું મારા મિત્રએ મને આ શિબિરમાં જે પત્ર લખ્યો છે તે વાંચીશ. બધાની સામે બોલવામાં પહેલાં મને ગભરામણ થતી હતી. હવે હું હિંમતથી બધાની સામે બોલી શકું છું. શિબિરમાં વાર્તાઓ કીધી એનાથી મને બહુ શીખવા મળ્યું. જીવનમાં સાચી પસંદગી અને ખોટી પસંદગીની વાત મને બહુ ગમી અને મને એ જીવનમાં ઘણી કામ લાગશે." - તારા કોટવાળીયા
|
|
"સંચાલક માટે બધાં બાળકો એમના મિત્રો છે"
|
|
Glimpses from Oasis Dream India Camp for Thava Children
|
|
(Photo above) Thava children pledging to build a responsible mini-Dream India
(Photos above) Children learning through interactive sessions
(Photo left) Special Moment of Birthday celebration
(Photo right) Children helping each other in duty time
(Photo Left)
Warm Farewell for the faculties
|
|
Creative Sessions and the Faculties
|
|
Full - Time Faculty
|
Creative Subject
|
Mehul Panchal, Oasis
|
Learning to Learn
|
Praksha Desai, Oasis
|
Leadership Development, Greeting Cards
|
Viral Panchal, Oasis
|
Garden Creativity, Organic Farming
|
Purvi Dalal, Entrepreneur, Surat
|
What is Love?, Entrepreneurship with Mehendi
|
Dipti Patel, Home Maker, Vadodara
|
I Will Never Give Up, Health and Cooking
|
Nina Tank, Home Maker, Rajkot
|
Drawing and Painting, Best Out of Waste
|
Haresh Tank, Rtd. Bank Officer, Rajkot
|
Learning from Stories, Drama
|
Jayesh Joshi, Head Chef, Oasis Valleys
|
My Life is My Choice
|
Pruthvi Raj, Masters Student, Vadodara
|
Wonderful World of Computers, Drama
|
|
|
Guest Faculty
|
Creative Subject
|
Manish Mistry, Principal,
Kanjod Ashramshala, Di. Surat
|
Learning with Songs,
Learning with Stories
|
Uday Desai, Project Head,
Dr. KR Shroff Foundation, Vadali, Di. Sabarkantha
|
My village, My Dream
|
Kamini Patel, Home Maker,
Vadodara
|
Making a Cake,
Bread Making
|
Shree Laxmi, PhD Student,
M. S. University, Vadodara
|
English Confidence
|
Nigma Kataria, Teacher,
Navrachana Sama School, Vadodara
|
Disaster Management
|
Vidhi Bhandari, Interior Designer,
Vadodara
|
Interior Designing
|
Hetal Raval, Lab Operator,
Vadodara
|
Creative craft
|
Sujal Patel, CSR Officer,
TCPL, Mumbai - ITI Dharampur
|
Career Guidance
|
|
|
"સ્વતંત્રતા સાથે આપણે જવાબદારી પણ ઉઠાવવી પડે એ અમને ગમે છે"
|
|
Reflections for Camp
"આ કૅમ્પમાં સવારથી સાંજ સુધી બધાં જ સેશન ગમ્યાં, બધાં જ સેશનમાં મને ખુશી મળી. સવારના નેતૃત્વના સેશનમાં લીડર કોને કહેવાય, સાચી મિત્રતા કોને કહેવાય, ભૂલ સ્વીકારવી અને માફી કેવી રીતે માગવી તથા લીડરની જવાબદારી શું છે- તે બધું શીખવા મળ્યું. અને બપોરના સેશનમાં મને પોષણયુક્ત ખોરાક બનાવવાની મજા આવી. આપણા શરીરને હેલ્થી કેવી રીતે બનાવવું તે શીખવા મળ્યું. અને રાતના સેશનમાં અદાલતમાં પ્રશ્ન પૂછવાની મજા આવી. અહીંનું વાતાવરણ ખૂબ સારું છે. અહીંની સ્વચ્છતા જોઈને હું સ્વચ્છતા રાખવાનું શીખી છું." - નિર્ગુણા વસાવા
"આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં અમે ખૂબ જ ખુશ હતા. કારણ કે આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં પૂરી સ્વતંત્રતા આપી હતી. અને અમે જાતે નિયમો બનાવીને આ નાનકડો દેશ ચલાવી રહ્યા હતા અને વિષયો જાતે પસંદ કરીને અમારે શીખવાનું હતું. આ દેશને ચલાવવા માટે અમે હિંમતભેર કામ કર્યું, એટલા માટે અમે ખૂબ જ ખુશ હતા." - અંકિતા વસાવા
"કૅમ્પમાં સૌથી વધુ અમને શાકભાજી ઉગાડવાની ખૂબ મજા આવી. અમને પપૈયા રોપવાની અને એમાં પાણી છાંટવાની અને ક્યારીઓમાં બિયારણ રોપવાની પણ ખૂબ મજા આવી અને અમને ખેતી કરતા હતા તે દાદા સાથે વાત કરવાની પણ મજા આવી. અમે અહીંયાં જે રીતે કર્યું તે ઘરે જઈને પણ કરીશું. અહીં અમને ખૂબ શીખવા મળ્યું." - નવીન વસાવા
"આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં એવું શીખી કે લીડર બનીને મારે કઈ કઈ જવાબદારી લેવી અને કોઈ પણ વ્યક્તિ સાથે કેવું વર્તન કરવું. અને જરૂર હોય ત્યારે કઈ કઈ જગ્યાએ મદદ કરવી. મને કોઈ કામ સોંપ્યું હોય તો એ કામની જવાબદારી હું લઈશ. મને ડુંગર જોગિંગમાં પણ ખૂબ મજા આવી, કારણ કે અમે સવારે ૬ વાગે ઊઠીને દોડવા જતા ત્યારે બધા સાથે જતા અને ડુંગર પર ચઢીને થાકી પણ જવાતું હતું, પણ મને ખૂબ મજા આવી. અહીંના મિત્રોનો સ્વભાવ ખૂબ ગમ્યો." - અનિતા વસાવા
|
|
"ન્યાય મળતો હતો અને ભૂલ કરનારને બીજો મોકો મળતો હતો"
|
|
Reflections for Children's Parliament
"અમને ઓએસિસ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં બાળકોની અદાલતની વ્યવસ્થા ગમી. કેમ કે રોજ રોજ નવા નવા કેસ આવ્યા એ સાંભળવાની ખૂબ મજા આવી." - સોનલ વસાવા
"મને ઓએસિસ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં બાળકોની અદાલતમાં ખૂબ જ મજા આવી હતી. કારણ કે જાતે નિયમ બનાવ્યા અને જે નિયમનો ભંગ કરે તેને સજા કરવાની ખૂબ મજા આવી." - ઇના વસાવા
"મને ઓએસિસ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં બાળકોની અદાલતની વ્યવસ્થા ખૂબ જ ગમી કારણ કે મેં પહેલી વાર અદાલત જોઈ અને કેવી રીતે બોલાય, કેવી રીતે આગળ વધાય તે શીખવા મળ્યું. નિયમો બાળકોએ બનાવ્યા હતા અને બધાં બાળકો નિયમો પાળતાં હતાં. અને કોઈ નિયમોનો ભંગ કરે તો અદાલતમાં ફરિયાદ કરવામાં આવતી અને અદાલતમાં આ પ્રશ્નો પણ સારી રીતે સોલ્વ કરાતા હતા." - જિગીષા વસાવા
|
|
At the end of the Oasis Dream India Camp, the empowered children teamed up for a rally to bring about awareness among the people of Vadodara for the 'Role of Freedom in Education for Children', where they paraded with slogans and banners.
|
|
Empowered Oasis Dream India Camp children from Thava in Rally at Vadodara
|
|
|
|