હૃદય ઝંઝોળી નાખે તેવાં ઓએસિસનાં નવાં પુસ્તકો
|
|
“શું આપણા સંતાનની જિંદગી, તેના ભવિષ્ય અને તેની ખુશી કરતાં
તેનાં પરીક્ષાનાં પરિણામો વધુ મહત્ત્વનાં છે?”
|
|
Exam Ki Aisi Ki Taisi!
એક્ઝામ આવી રહી છે...
પરીક્ષા નજીક છે....
મરી ગયા...શું થશે,
હે ભગવાન....મદદ કર!
એક્ઝામ પૂરી થઈ....
તો રિઝલ્ટનું ટેન્શન!
શું પરિણામ આવશે...
પાસ થવાશે કે નહીં...
નાપાસ થયા તો...?
શું મારી જિંદગી
બરબાદ થઈ જશે?
ના, બિલકુલ નહીં.
હવે જમાનો
બદલાઈ રહ્યો છે, દોસ્તો.
હવે તમારું જીવન
તમારા હાથમાં છે!
તમે 'એક્ઝામ કી
ઐસી કી તૈસી' કરી શકો છો!
|
|
|
લેખન: સંજીવ શાહ કિંમત: રૂ. 20 (1000 નકલ રૂ. 16 લેખે, 5000 નકલ રૂ. 12 લેખે + રવાનગી ખર્ચ)
10000 કે તેથી વધુ નકલ માટે ઓએસિસનો સંપર્ક કરવો
|
|
|
(પુસ્તકમાંથી...)
સારા માનવી બનવાના માર્ક્સ નહીં?
કોઈ વિદ્યાર્થી સ્વાર્થી હોય, અપશબ્દો બોલતો હોય, અસંસ્કારી વર્તન કરતો હોય, પણ ગમે તેમ કરીને સૌથી વધુ માર્ક્સ લઈ આવે તો તેને શાબાશી મળે. કોઈ બીજો વિદ્યાર્થી ગુણવાન હોય, સેવાભાવી હોય, પ્રામાણિક અને નિ:સ્વાર્થી હોય, હંમેશાં સારું વર્તન કરતો હોય પણ તે મધ્યમ માર્ક્સ જ લાવી શકે તો તે ઊતરતો થયો?
ખરેખર આ પરીક્ષાઓ કેટલી બધી અન્યાયી છે, કેટલી નિરર્થક અને બોગસ છે તેનો કોઈને ખ્યાલ નહીં આવતો હોય?
|
|
વિદ્યાર્થી અને વાલી-મિત્રો, મુશ્કેલીના સમયે મદદ માટે ઓએસિસનો સંપર્ક કરો.
Sms અથવા Whatsapp: +91- 9924343083
|
|
|
“દુનિયાના દર્દને નાબૂદ કરવા શક્તિ એ જ ઔષધ છે”
~ સ્વામી વિવેકાનંદ
|
|
...Enu Naam Shakti!
નિર્બળતા મૃત્યુ છે,
શક્તિ જીવન છે.
નિર્બળતા જ નિષ્ફળતા છે,
શક્તિમાં જ સાફલ્ય છે.
શું છે આ શક્તિ?
કિશોરો દ્વારા લખાયેલી
આ પુસ્તિકા
પુખ્તોને પણ પ્રેરણા આપવા
શક્તિમાન છે!
લેખન: સંજીવ શાહ અને
ઓએસિસના તરુણો
કિંમત: રૂ. 25/-
|
|
|
(લેખકની પ્રસ્તાવનામાંથી)
આપણા દેશની કેળવણીની વ્યવસ્થા બધું શીખવે છે, બસ, સાચું અને સાર્થક જીવન જીવતાં જ નથી શીખવતી! ઓએસિસનાં કિશોર-કિશોરીઓને આ જીવન શીખવતાં શીખવતાં ‘હૃદયની શક્તિ’ શું છે, અને શું છે ‘મનની નિર્બળતા’- આ મુદ્દો આવીને ઊભો રહ્યો અને શોધ-વિચાર શરૂ થયાં.
કિશોરોએ 'શક્તિ એટલે શું' તેનાં સરસ ઉદાહરણો તૈયાર કર્યાં.
અને તૈયાર થયું ‘...એનું નામ શક્તિ!’
“પોતાના સંકુચિત સ્વાર્થ માટે
અથવા કોઈનાથી ડરી જઈ
કોઈની ખોટી ખુશામત ન કરવી
અને પોતાનું આત્મગૌરવ જાળવવું,
એનું નામ શક્તિ.”
|
|
મળવા અને મેળવવા જેવી દોસ્ત– પૉલિયાના
|
|
Hu Chhu Pollyanna!
રાજીપાની રમત ને ખુશીની ખેલદિલ ખેલાડી!
એક નાનકડી બાળા
આપણને શીખવે છે
જીવન જીવવાનો
તાજગીભર્યો અંદાજ!
પરિસ્થિતિને જોવાનો
એક એવો જાદુઈ અભિગમ
જે ભલભલા દુઃખને પલકભરમાં
સુખ બનાવી શકે છે.
પણ જોજો, આ રમત
એટલી સહેલી નથી!
તૈયાર છો તમે
આ બાળા સાથે સ્પર્ધા કરવા?
તો પછી પલટાવો
આ વાર્તાનાં પાનાં,
અને પહેલાં જાણી લો,
શું છે આ રમત!
|
|
|
પુનઃકથન: ક્ષમા કટારિયા કિંમત: રૂ. 30 (1000 નકલ રૂ. 24 લેખે, 5000 નકલ રૂ. 18 લેખે + રવાનગી ખર્ચ)
10000 કે તેથી વધુ નકલ માટે ઓએસિસનો સંપર્ક કરવો
|
|
|
પૉલિયાના પુસ્તકની ઘણી ખાસિયતો છે-
આજથી પૂરાં 104 વર્ષ પહેલાં પ્રકાશિત થયું હોવા છતાં તેની વાર્તા આપણને આજે પણ આપણી જ લાગે છે. વિશ્વસાહિત્યમાં પૉલિયાનાને ‘ચિલ્ડ્રન્સ ક્લાસિક’ તરીકે સ્થાન મળ્યું છે, પણ પૉલિયાના વાંચનાર દરેકને લાગે છે કે મોટેરાંઓ માટે પણ તે એટલી જ પ્રસ્તુત છે, કદાચ વધુ પ્રસ્તુત છે. કિશોરો માટે તો પૉલિયાના મળવા જેવી છે જ, પણ મોટેરાંઓ માટે પણ તેનો પરિચય ઘણીવાર સુખદ આંચકો આપનારો બની રહે છે. અને આ બધી ખાસિયતોને કારણે જ પૉલિયાના એક નીવડેલી ક્લાસિક કૃતિ છે.
|
પૉલિયાના એટલે નર્યો આશાવાદ, આંધળી હકારાત્મકતા કહીને તેની ટીકા થઈ શકે, પણ પુસ્તકમાં જે દિલથી- ઉપરછલ્લું નહીં- ખુશ થવાની વાત છે તેના માટે બહુ સાબૂત હૈયું અને દૃષ્ટિ જોઈએ- અને આ દૃષ્ટિ જીવનમાં કેટલી હળવાશ લાવે છે, હૃદયને કેટલું ઋજુ બનાવે છે તે તો અનુભવની વાત છે.
હું ધારું છું કે આ પુસ્તિકા સૌને પૉલિયાના નામની દોસ્ત આપશે- મળવા અને મેળવવા જેવી દોસ્ત. અને મને તેની અઢળક ખુશી છે.
- ક્ષમા કટારિયા
|
|
આપણને અલ્પ જીવન મળ્યું નથી, આપણે જ તેને અલ્પ બનાવીએ છીએ
આપણને ઓછો સમય નથી મળ્યો, આપણે સમયનો વ્યય કરીએ છીએ
|
|
Alpa Chhe Jeevan,
Ke Gafel Manas Chhe?
શું આપણું જીવન
ખરેખર ખૂબ ટૂંકું છે?
હજુ તો શરૂ થયું હતું,
અને અચાનક એમ કેમ લાગે છે કે પૂરું થઈ ગયું?
જેટલું જીવન મળ્યું છે,
તેને સારી રીતે જીવતા
આપણને આવડે છે?
આપણે જીવન કેવું સસ્તામાં
ઉડાવી મારીએ છીએ?
શું જીવન ખરેખર લાબું થઈ શકે તેવું સંભવ છે?
શું છે અફસોસ વગર
જીવન જીવવાની કળા?
કિંમત: (આશરે) રૂ. 200/-
|
|
|
(પુસ્તકમાંથી...)
મનમાં યાદ કરો કે ક્યારેય જીવનમાં કોઈ નિશ્ચિત હેતુ હતો;
આયોજન કર્યા પ્રમાણે તમારા કેટલા દિવસ ગયા;
તમે તમારા માટે પ્રાપ્ય હતા ખરા;
ક્યારે તમારા મુખ પર તેનો કુદરતી ભાવ દેખાયો;
તમારું મન ક્યારે સ્વસ્થ હતું;
આટલા લાંબા જીવનમાં તમે શાનું સર્જન કર્યું?
તમારું જીવન કેટલા લોકો લૂંટીને ગયા અને
તમે તમારા નુકસાનથી સભાન પણ નહોતા.
નિરર્થક શોક, મૂર્ખામીભર્યા ભોગવિલાસ, લોભી વાસનાઓ, સમાજનાં પ્રલોભનો
વગેરે પાછળ તમારો કેટલો સમય ગયો.
તમારા પોતાના માટે તમારો કેટલો અલ્પ સમય રહી ગયો.
તમને સમજાશે કે તમે ખરેખર નિયત સમય પહેલાં જ મરી રહ્યા છો.
|
|
“મનુષ્ય પોતાના હૃદયમાં જેમ વિચારે છે, તેવો જ તે બને છે,
અને તેવું જ જીવન તેને મળે છે”
|
|
Charitrya Ni Bhet
શું તમે માનો છો કે
માણસ સંજોગોનો શિકાર છે?
પણ સત્ય એ હોય કે
સંજોગો મનુષ્યના વિચારો-
તેની ગુપ્ત ઈચ્છાઓ ને
ડરોમાંથી જ પેદા થાય છે,
તો....?
શું તમે માનો છો કે માણસ
ખરેખર ધારે એ કરી શકે છે?
જો હા, તો બધા મનુષ્યો
એમ કેમ કરી શકતા નથી?
શું છે જીવનની સફળતાનાં
સત્યો અને રહસ્યો?
શું આવાં રહસ્યોને સમજ્યા
વિના જીવન જીવવામાં
ડહાપણ છે?
કિંમત: રૂ. 40/-
|
|
|
(લેખક કહે છે...)
... જેમ એક કુશળ માળી પોતાની જમીનને કાળજીપૂર્વક તૈયાર કરે છે, તેને બિનઉપયોગી નીંદામણથી મુક્ત રાખે છે અને તેને પોતાને જોઈએ તેવાં ફળ-પુષ્પો વગેરે પોતાના બાગમાં ઉગાડે છે તેવી જ રીતે મનુષ્યે પણ પોતાના હૃદયરૂપી બાગની કાળજી રાખવી જોઈએ. તેણે ખોટા, નકામા અને અશુદ્ધ વિચારોના નીંદામણને દૂર કરી, તેની જગ્યાએ સાચા, ઉપયોગી અને શુદ્ધ વિચારોરૂપી ફળ-પુષ્પોને ઉગાડવા જોઈએ. જો આ પ્રક્રિયાને અનુસરે તો મનુષ્યને વહેલી-મોડી એવી પ્રતીતિ થઈ જાય છે કે તેના હૃદય-આત્માનો માલિક-માળી તે પોતે જ છે, તેના જીવનનો નિર્દેશક ને નિર્માતા તે ખુદ જ છે. ...
આ પુસ્તક જીવન માટે ઉપયોગી જ નહીં, અનિવાર્ય અને આવશ્યક છે.
|
|
|
|