“તાકાત મનમાં હોય છે, શરીરમાં નહીં”
|
|
“Military Trainingનું નામ લેવાથી જ ફરી ૧૫ દિવસ અમારા મનમાં તરોતાજા થઈ જાય છે. આ Training અમારા માટે શીખવાનો ખજાનો સાબિત થઈ. એક પણ વાર હાર નહીં માનો. થાક ન લાગે. કોઈ પણ task હોય, activity હોય... Yes Sir! એક પણ વાર મારા દિલ-દિમાગમાં નકારાત્મકતા નથી આવી કે હું હારી જઈશ.
મને હંમેશાં કમાન્ડોની જિંદગી ગમતી હતી કારણ કે તે બધી જ જગ્યાએ દિલથી હાર માન્યા વિના શ્રેષ્ઠ પ્રયત્ન કરે છે. આવા જ પ્રયત્નો મેં પણ કર્યા. કમાન્ડરનો દરેક કમાન્ડ દિલથી ૧૦૦% માન્યો. છેવટે મને ‘બેસ્ટ કમાન્ડો બોય’નો એવૉર્ડ મળ્યો.” ~ રવિ તેલુગુ, ૧૭ વર્ષ, નવસારી
|
|
|
“૧૫ દિવસની મિલિટરી ટ્રેઈનિંગ મારી માટે ખૂબ જ મહત્ત્વની હતી. ત્યાંના બધાં જ obstacles પાર કરતાં કરતાં સમજાયું કે હું physically તો ખરી જ પણ mentally પણ વધુ ટ્રેઈન થઈ. મારા મનને કેવી રીતે કાબૂમાં રાખવું, ફરિયાદ ન કરવી અને છતાં ખુશ રહેવું તે હું શીખી. મને સમજાયું કે બધું મનનો જ ખેલ છે. સાથે-સાથે એમ પણ સમજાયું કે શિસ્તતાપૂર્વકનું જીવન એટલે જ સાચું જીવન. મને સમજાયું કે મારા બધા problemsનો હલ એ શિસ્તપૂર્વકનું જીવન જ છે.
આ ટ્રેઈનિંગ પછી આજે પણ મને ખાલી કામ વગર બેસી રહેવાનું નથી ગમતું. હું કાંઈક ને કાંઈક કર્યા જ કરું છું. મારી energyને પૂરેપૂરી મેં આ કૅમ્પમાં જોઈ અને સમજી છે. સાથે સાથે મારા મૂડ પર પણ એટલો જ જબરજસ્ત control આવ્યો છે.” ~ આત્મજા સોની, ૧૯ વર્ષ, વડોદરા
|
|
|
“અગર હું મિલિટરી ટ્રેઈનિંગમાં ન ગઈ હોત તો હું મારા ડર કોઈ દિવસ દૂર ના કરી શકત. મને અંધારાથી પણ ખૂબ ડર લાગતો હતો. મિલિટરી ટ્રેઈનિંગમાં અમને night navigationમાં લઈ ગયા ત્યાં મારો ડર દૂર થયો. હવે મને રાત વધુ ગમે છે.
બીજું મને ઊંચાઈથી ડર લાગતો હતો તે પણ જતો રહ્યો. હું મજબૂત બની. ઊંચાઈ પ્રત્યેના મારા દૃષ્ટિકોણ બદલાઈ જ ગયા. મારી ઇચ્છાશક્તિ ખૂબ જ પ્રબળ બની છે. અને કૅમ્પમાંથી આવ્યા બાદ મારામાં એક positivity આવી છે. મારો મારી જાત પર પૂરેપૂરો control આવ્યો છે. હવે મારું remote control મારા હાથમાં છે.” ~ આમેના રંગરેજ, ૧૪ વર્ષ, નવસારી
|
|
|
“હું દરેક સમયે દરેક પરિસ્થિતિમાં સમયને વધારે માન આપતી થઈ. દરેક જગ્યાએ હું સમયસર પહોંચતી થઈ.
માનસિક રીતે હું ઘણી બદલાઈ કારણ કે હું ૫ મિનિટ ના દોડી શકું તેવી હતી. પરંતુ કૅમ્પમાં હું ૩૦ મિનિટમાં ૫ કિ.મી. દોડવા લાગી.
ફરિયાદ માટે એક પણ શબ્દ મોઢામાંથી ન કાઢવો અને ફક્ત જે સૂચનો આપવામાં આવે છે તેની માટે કાયમ મોંમાંથી એક જ શબ્દ બહાર આવે, તે છે Yes Sir! મારી માટે કમાન્ડો ટ્રેઈનિંગ એટલે તે ગમે તેટલી અઘરી બાબત કેમ ન હોય પરંતુ છેલ્લા શ્વાસ સુધી તે પૂરી કરવાનો પ્રયત્ન કરવો.
MCF કૅમ્પમાં હું શરીરથી થાકી જતી પરંતુ મારી અંદર આગ હતી... કાંઈક પણ થઈ જાય પરંતુ કામ પૂરું કરવું છે. મને ખ્યાલ આવી ગયો છે કે અંદરથી તો હું તાકાતવાળી બની જ રહી છું.” ~ આરતી પટેલ, ૨૧ વર્ષ, સુરત
|
|
|
“અમે ત્યાં માંદા હોઈએ કે ફક્ત ૫ કલાકની જ ઊંઘ મળી હોય પણ સવારે ૪ વાગ્યે ઊઠી જ જવાનું. ઘણી જગ્યાએ ધીરજ ખૂટી પડે પણ હું તેને overcome કરી શક્યો છું, જે મારી સૌથી મોટી સફળતા છે.
આ કૅમ્પમાં પોતાની મર્યાદા તોડવાનું અને સહન કરવાનું શીખ્યો તથા પોતાના ડર overcome કરવાનું મળ્યું.” ~ શૈલેશ અગ્રવાલ, ૧૬, નવસારી
|
|
|
“આપણી બધી જ શક્તિ આપણાં મન અને આત્મામાં હોય છે તેનો પરચો આ ટ્રેઈનિંગમાં મળી ગયો. જે ઘમંડ અને અભિમાન મારા પર સવાર હતું તે તૂટી ગયું. મારી માનસિક નબળાઈનું મને ભાન થયું.
હવે મારી જિંદગી અને મારા મિશનની Commando trainer હું બનીશ. બિચારી બનીને બેસીશ નહીં, “યા હોમ” કરીને જે કરવાનું છે તેની માટે ઝંપલાવીશ.” ~ હસ્મિતા પરમાર, ૨૧ વર્ષ, વડોદરા
|
|
|
“ઢીલાશ અને આળસથી કાંઈ પણ પ્રાપ્ત થતું નથી. પોતાની સાથે કડક રહીને જ કાંઈક પ્રાપ્ત થાય છે, શક્તિ એ માનસિકતામાંથી આવે છે. મિલિટરી ટ્રેઈનિંગ કદર કરતાં અને જવાબદારી લેતાં શિખવાડે છે, તે નબળાઈને ધિક્કારે છે.
કોઈ પણ પરિસ્થિતિની ઉપર જઈને તેના વિશે વિચારીશ. તેને મારી ઉપર હાવી નહીં થવા દઉં.”
~ રોનક પવાર, ૧૬ વર્ષ, જંબુસર, ગુજરાત
|
|
|
“મને એવું લાગ્યું કે ઘણી આદતોમાં મારી હદ વિસ્તરી છે. જેવી કે શરીર સાથ ન આપે એવું લાગે છતાં exercise કરતા રહેવું.”
~ નિલ પટેલ, ૧૬ વર્ષ, સુરત
|
|
|
Glimpses of Camp Activities
|
|
|
|