Newsletter cum Magazine of Oasis Movement  •  Year 10  •  Issue 21  •  3 Sept, 2017
Summer 2017: Series of Dream India Camps 
Inspire Leadership in Young Citizens of India
“Freedom is very important which I got from this camp;
I learnt to share happiness & use freedom responsibly”
Breaking personal barriers in Children's Parliament Session during Oasis Dream India Camp
 
Oasis Dream India Camps, also known as Oasis Friendship Camps, showcase how children can bloom so beautifully in a span of just 7-10 days. Thus, it not only demonstrates what environment is required for facilitating overall development of children, it also challenges and helps educational institutions to explore potential of what such a perpetual environment can do to the growth of the children.

Series of Oasis Dream India Camp were organized this summer; starting from mid March till mid June. 9 camps were organized at Oasis Valleys and also at places like Bhuj (Gujarat), Bengaluru (Karnataka) and Katra (Jammu & Kashmir).
 
Overview of 9 Dream India Camps 
Sr. Date Venue Groups No. of Schools Participants from Main Facilitator(s) No. of Children No. of Adults
1 21-28 Mar Oasis Valleys, Chanod Students of Std. 8,9,11 3 Schools under GNKM, Thava, Dist. Bharuch Mehul Panchal, Praksha Desai 87 17
2 1-9 Apr Oasis Valleys, Chanod Board Students Group - 1 (10th  Std. Majority) 10 Surat, Navsari, Vadodara, Ahmedabad, Bhuj Viral Patel, Mahadevbhai Desai 63 14
3 11-19 Apr Oasis Valleys, Chanod Board Students Group - 2 (12th  Std. Majority) 10 Vadodara, Surat, Navsari Hiral Patel, Pratiksinh Parmar 50 15
4 17-25 Apr Kengeri, Bengaluru  Students 8 Bengaluru Neeta Sanghvi 63 10
5 23-30 Apr Oasis Valleys, Chanod Open Group 1 10 Vadodara, Surat, Navsari Praksha DesaI, Binit Shah 100 13
6 1-8 May Matrushee R D V Kumar Vidhyalaya, Bhuj Students 2 Bhuj Schools, Gujarat Pratiksinh Parmar,
Praksha Desai
62 17
7 1-8 May Oasis Valleys, Chanod Noble School 1 Surat, Gujarat Mital Patel,
Viral Patel
77 18
8 26 May - 2 Jun Oasis Valleys, Chanod Open Group 2 15 Vadodara, Surat, Navsari, Bglr, Jammu, Secunderabad Hiral Patel, Neeta Sanghvi 88 24
9 13-20 Jun Shri M. V. D. University, Katra, Jammu Students of Govt. Schools 12+ Various dists. of Jammu,
J & K
Viral Patel, Praksha Desai 76 13
    Total   71+     666 141
“This camp made me very Honest and Calm;
Now I have my Self-confidence and Courage”
Happy Group of children of various camps
Reflections of children about the Camp

“આવું વાતાવરણ મારા જીવનમાં નથી જોયું; 
અહીંના વાતાવરણમાં બહારની દુનિયા કરતાં કંઈક અલગ છે”
આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પ અમારા દ્વારા ચલાવવામાં આવ્યો હોવાથી અમને જવાબદારીઓ મળી. આમાં બધાએ એકબીજા સાથે હળીમળીને રહેવાનું હતું. અને કોઈને તકલીફ હોય તો તેનો ઉકેલ અમારે બધાએ જ લાવવાનો હતો. જેથી અમારી વિચારશક્તિ વધારે ખીલી. આનાથી અમારામાં ‘પ્રૉબ્લેમ્સ આપણે પણ સોલ્વ કરી શકીએ છીએ’ તેવો આત્મવિશ્વાસ ઊભો થયો છે. મને આ વાતનો ખૂબ આનંદ છે કે અમે જેવું અમારા સ્વપ્નનું ભારત બનાવવા માંગતા હતા, તેને અમે અહીંયાં જીવ્યા.

અહીં મને મારી સ્કૂલની ચોપડીની બહારનું જ્ઞાન મળ્યું; એવું જ્ઞાન કે જે શાળાની ચોપડીમાં ન હોય. ઉપરાંત અહીં પૂરી સ્વતંત્રતા આપવામાં આવી હતી, જેમાં જેને જે વિષય ભણવો હોય તે ભણી શકે.

આ કૅમ્પનો હેતુ જ એટલો જોરદાર છે કે અહીં મને બધી જ બાબતોમાં કંઈક નવું શીખવા મળ્યું છે. અહીં મને કેટલાય એવા અનુભવો અને લાગણીઓ મળી છે જે મને મારી આ ૧૭ વર્ષની જિંદગીમાં ક્યારેય નથી મળી. એક નહીં પણ કેટલાય નવા નવા ભાઈઓનો નિ:સ્વાર્થ પ્રેમ મળ્યો.

આ કૅમ્પમાંથી અમે સમયપાલન, સ્વતંત્રતાના લાભ, રુલ્સનું પાલન અને કેવી રીતે કામ કરવું એ બધું અને પોતાનું કામ પોતે જ કરવું, ક્યારેય કોઈના પર આધાર રાખવો નહીં તે શીખ્યા. પોતાની ડિશો પોતે જ ધોવાની અને જાતે જ ગ્લાસ ધોવાના, એમાં અમે ખૂબ જ આનંદ મેળવ્યો.

એવાં કાર્યો જે અમે કરતાં જ ન હતાં તે અમે કરતા થયા, દા.ત. કચરા-પોતું, ટૉઇલેટ સફાઈ, હૉલની વ્યવસ્થા, વગેરે. અહીં આવીને અમે સૌથી ઓછા સમયમાં સૌની સાથે ભળી ગયા, અને પાકા મિત્રો થઈ ગયા. અમે જેમને પહેલાં જોયા જ ન હતા, તેમની સાથે સુખદુઃખની વાતો વહેંચી.

I learnt to be confident and the qualities a good leader should have. It was nice that these people shared their knowledge with us and I also would like to share the knowledge I gained in this camp with others.
મને આ કૅમ્પ મારો એક પરિવાર લાગ્યો. આ પરિવારમાં હું મારી બધી જ વાતો કરી શકું છું. આ કૅમ્પના ફૅકલ્ટી જે અમારી સાથે જ રહી અમને નવું-નવું શીખવે છે. અહીં કોઈ પણ જાતનો ડર નથી.

આ નાના ઇન્ડિયામાં જેવી આઝાદી હતી તેવી બહારના ઇન્ડિયામાં ઓછી છે અને બહાર ખરાબ વિચારવાવાળા વધારે છે. અહીં બધા એકબીજાના મિત્ર છે. બહારના ઇન્ડિયામાં બધા એકબીજાના મિત્ર ઓછા પણ દુશ્મન વધારે છે. એટલે અહીં જેવું છે તેવું બહાર પણ થાય તેવી પ્રાર્થના છે.

આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાંથી અમે સમયસર કામ કરવાનું શીખ્યા અને અન્યાય સામે લડવાનું શીખ્યા, મનના વિચારો વ્યક્ત કરવાની છૂટ મળી.

यह हमारे लिये एक अनोखी दुनिया थी जिसमें हमने अनोखी चीज़ें सीखीं। यह केम्प मेरे लिये एक inspiration बन गया है। मैं यह केम्प कभी नहीं भूल सकती। मैंने सीखा कि हमें मिलकर रहना चाहिए और कभी किसीसे भेदभाव नहीं करना चाहिए। मुझे यहाँ के सेशन भी बहोत अच्छे लगे। मैंने हर सेशन में बहुत सारी चीज़ें सीखीं। जो चीज़ें मुझे आती भी नहीं थी उसे मैंने अच्छी तरह से सीखा और किया। I love this camp. Thank you for inspiring me!

કૅમ્પ દરમ્યાન મને સૌથી વધુ તે ગમ્યું કે છેલ્લા દિવસે આખા પ્રોગ્રામનું સંચાલન મેં જ કર્યું. પહેલાં હું માઈકમાં બોલતાં અચકાતી, ડર લાગતો; પણ, અહીં શીખી કે આત્મવિશ્વાસ કેળવવો જોઈએ. તેથી મેં ડર્યા વિના સંચાલન કર્યું અને સરસ થઈ પણ ગયું, તે મને ગમ્યું. અને તેને મેં પૂરેપૂરું માણ્યું હતું.

Honestly, I first thought that this is such a boring camp & sometimes I cried a lot because I missed my family; but later, I realized that this camp was an amazing & memorable camp for life-time.

જીવન કેવી રીતે જીવવું તે ખબર પડી - જીવનનો મુખ્ય ધ્યેય શું છે; જીવનમાં કઈ કઈ વસ્તુઓનું મહત્ત્વ છે, વગેરે.
Glimpses of Children's Parliament, the Most liked Session
Various Children's Parliaments in progress in different camps
“બીજા બધા કૅમ્પમાં આપણને કહેવામાં શરમ અને ડર લાગે છે
પણ આ કૅમ્પમાં ખુલ્લા દિલથી કહી શકીએ છીએ”
Reflections from children about Children's Parliament:
 
I like Parliament session, because in the parliament I saw truth, self-confidence, arguments etc. Everyone accepted their mistakes and the punishment given.

આ અદાલતમાં દરેકને યોગ્ય ન્યાય મળે છે. અને કોઈ પણ વ્યક્તિને દુઃખ ના થાય તે રીતે ન્યાય આપવામાં આવે છે. આ રચનામાં બાળકોને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવેલી હતી. જેનાથી તેઓ જાતે જ સમજતાં થયાં અને વિચારશક્તિ પણ વધારી અને પોતાની જવાબદારી સમજી શક્યાં. આ વ્યવસ્થામાં કોઈને પણ ગુનેગાર તરીકે નથી ગણતા. તેથી લોકોને ન્યાય પણ મળતો અને બધા આરોપ કરનાર અને આરોપીઓ પણ સંતોષ અનુભવતા હતા.

આ અદાલતના કારણે અમારો Right Decision લેવાનો Power વધ્યો છે. Problemsને solve કરવા માટે વિચારો કરવાથી અમારી વિચારશક્તિ પણ વધારે વિકસી છે.

અદાલતની વ્યવસ્થા ખૂબ જ ગમી કેમ કે આ અદાલતમાં વકીલો પણ અમે, જજ પણ અમે, ગુનેગાર પણ અમે અને ફરિયાદી પણ અમે હતા. આ અદાલતમાં કોઈ પણ વડીલોની કે માર્ગદર્શકોની દખલગીરી ન હતી. અમારે સૌએ મળીને જ આ આખો કૅમ્પ અને અદાલત ચલાવવાનાં હતાં.
અહીં બધા નિયમો અમે બનાવ્યા હતા. અને તેનું પાલન પણ કરી રહ્યા હતા. અને અદાલત અમે પોતે ચલાવી રહ્યા હતા. તે પૂરેપૂરી લોકશાહી પદ્ધતિથી ચાલતી હતી.

This parliament gives an opportunity to kids to correct their small mistakes and help them to avoid making bigger mistakes in life.

બહારની અદાલત કરતાં મને કૅમ્પની અદાલત ગમી. કારણ કે અહીંયાંં નિર્ણય પણ સારા આવતા, તૈયારીમાં આવતા અને problemનું solution પણ સારી રીતે આવતું.

हमें बच्चों का Parliament बहुत अच्छा लगा क्योंकि Parliament में जो Rules बनाए थे वह सबके लिये equal थे। हम Parliament में Jury पर भी केस कर सकते हैं। यहाँ सबको एक जैसा समझा जाता है। अगर कोई rule follow नहीं करता है तो उसको punish किया जाता हैं। Parliament में सबको अपनी बात रखने का मौका मिलता हैं। हम Parliament में अपनी सब problems solve कर सकते हैं।

ઓએસિસના સ્વપ્નના ભારતમાં પાર્લામેન્ટની વ્યવસ્થા ગમી કારણ કે તે એવી વ્યવસ્થા હતી જેમાં અમે અમારી વાત રજૂ કરી અને સાચો ન્યાય મેળવી શકીએ. અમે જ્યાં ખોટા હોઈએ ત્યાં અમને અમારી ભૂલ સ્વીકારવી તે શીખવા મળ્યું અને ક્યાં અમારે અમારી જવાબદારી સ્વીકારવી તે શીખવા મળ્યું.
“ભારતનો ભાવિ નાગરિક ઘડાય છે; સુવર્ણકાળ દૂર નથી”
One of the faculty members sharing his views during Children's Parliament
Reflections from Adults who participated in the camps:
 
In my career I have never witnessed such a camp wherein children undergo tremendous transformation; I was amazed to see their growth in confidence in such a short span of time. I believed that if we give freedom to kids they will misuse it, but here I experienced that if given freedom and trusted, children are very mature and capable of taking life changing decisions within a short span of time. 

ઉપદેશ કે સલાહસૂચનો આપ્યા વગર બાળકોમાં રહેલા રસ અને કલાને જાણવા માટેનો અભિગમ કેળવવાનો મોકો મળ્યો. બાળકોને ધીરજથી સાંભળવા માટેની તક મળી.

આ કૅમ્પની વિશેષતાઓ, ખૂબીઓ અને ખાસિયતો જ બાળકોને આટલા દિવસો સુધી જકડી રાખી શકે છે. આયોજકો તથા સંચાલકો કેટલાય થાકી ગયા હોય તોય તેમના ચહેરા પર થાકનું એક ચિહ્ન પણ ન હોય, તેઓ હંમેશાં હસતા મોઢે બધાને ખુશીઓ જ આપે છે. પૂરી ક્ષમતાથી તેઓ કાર્ય કરી રહ્યા છે. ક્યાંય મને નકારાત્મક જોવા મળી નહીં, પૂરી હકારાત્મક્તાથી સમગ્ર ક્રિયાઓ સંપન્ન થતી જોઈ.

આ કૅમ્પની ખાસ વિશેષતા હોય તો દરેકને સમાન હક; કૅમ્પમાં ભાગ લેનાર બાળક હોય કે ફૅસિલિટેટર કે ફૅકલ્ટી, દરેક એક સમાન છે. આમાં કોઈ વિશિષ્ટ વ્યક્તિ નથી. આમ, સામાજિક દૃષ્ટિએ અને સમગ્ર દેશ લેવલે આનું અનુકરણ થવું જોઈએ. દેશનો દરેક નાગરિક સમાન હક ધરાવે છે તે મહેસૂસ કરાવવું જોઈએ. 

After attending this camp I came to know my endurance limit. The program was so well designed that we worked for almost 16 hrs daily and not get bored. The most important thing which I enjoyed was Parliament Session in the camp. During this camp I saw drastic changes in the students which is the happiest moment for me. Make this camp for 10 days. Rest all is impeccable! 
Photo Glimpses of Camps
Team Alive
Alkesh Raval Avani Kulkarni Hiral Patel
Kshama Kataria   Mehul Panchal
Sanjiv Shah   Sheeba Nair
Alive Archives
View Archive
Subscribe
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. 
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.