ઓએસિસ પ્રકાશનની

દિવાળી ભેટ

... Alive
Newsletter cum Magazine of Oasis Movement  •  Year 10  •  Issue 23  •  1 Oct, 2017
યુવા હૃદયને આહ્વાન આપતાં

અને મિજાજને ઊંચે ચઢાવે તેવાં નવાં પ્રકાશનો
હાકલ
જોઈએ છે – ભારતને આવાં વીરો અને વીરાંગનાઓ
* મૂળ વિચારો : સ્વામી વિવેકાનંદ     * સંપાદન અને રજૂઆત : સંજીવ શાહ
* કુલ પૃષ્ઠ: ૨૪૦                                  * કિંમત: ૧૨૦/-
જોઈએ છે – ભારતને આવાં વીરો અને વીરાંગનાઓ

જેઓ અન્ય વ્યક્તિ પર દોષારોપણ ન કરવાનો દૃઢ નિશ્ચય કરે, 
પોતાને જ દોષપાત્ર ગણે, પોતાની જાતને જ બરાબર પકડે.

જેઓ ખાનગીમાં નિંદા, નકામા વાદવિવાદ અને નિરર્થક તકરારથી દૂર રહે; 
બધા ગુમાની વિચારો છોડે ને દરેક કક્ષાના માણસો પ્રત્યે મમતા દર્શાવે.

જેઓ અચળ શ્રદ્ધા રાખે કે મહાન કાર્ય કરવા માટે તેઓ સર્જાયાં છે 
અને જેઓ આકાશ તૂટી પડે છતાં ટટ્ટાર ખડાં રહી કામ કરતાં રહે.

જેઓ રડવાનું અને ફરિયાદો છોડી મર્દ બનાવે તેવાં ધર્મ, સિદ્ધાંતો 
અને કેળવણીનો સ્વીકાર કરે અને તેમનાં પ્રસ્થાપન માટે મથે.

જેઓ હિંમતવાન અને સાહસિક બને, વિકટ અથડામણોથી ન ડરે, 
સત્યનો ત્યાગ કરાવે તેવાં પ્રલોભનોનો દિવ્ય બળથી સામનો કરે.
 
જેઓે કાંઈ પણ માગે નહીં, કાંઈ બદલો ઇચ્છે નહીં; જે આપવાનું હોય 
તે આપી દે અને શ્રદ્ધા રાખે કે તે હજારગણું પાછું આવશે.

જેમનાંમાં હિમાલય સમાં વિઘ્નો ઓળંગવાની પ્રચંડ ઇચ્છાશક્તિ હોય, 
આખી દુનિયા વિરુદ્ધ હોય તો પણ સત્યને અનુસરવાની હિંમત હોય.

જેમનું સર્વસ્વ હરાઈ જાય, નામ ભૂંસાઈ જાય, કુટુંબ વિરોધ કરે, 
છતાં જેઓ સત્યને વળગી રહે અને લક્ષ્યસ્થાન ચૂકે નહીં.
 
(સ્વામી વિવેકાનંદના વિચારોમાંથી સંપાદિત)
મડદાંમાં પણ પ્રાણ ફૂંકે એવાં વચનો
 • મર્દ બનો – તમારા દેશને વીરોની જરૂર છે!
 • શક્તિમાન બનો! સામર્થ્યવાન, તાકાતવાન બનો!
 • ઈશ્વર પર શ્રદ્ધા પહેલાં પોતાનામાં શ્રદ્ધા રાખો.
 • આપણને સુધારાનાં થીંગડાંની નહીં, વિકાસની જરૂર છે.
 • સ્ત્રીઓનું સન્માન કરીને જ પ્રજા મહાન બની શકે!
 • યુનિવર્સિટીઓ પરીક્ષા લેનારી સંસ્થાઓ માત્ર છે.
 • જીવન અલ્પકાલીન, સંસારના મોજશોખ ક્ષણભંગુર છે.
 • પડ્યા પડ્યા કટાઈ જવા કરતાં ઘસાઈને મરવું સારું.
 • જે ધર્મ આંસુ ન લૂછે તે ધર્મમાં હું માનતો નથી
 • નવયુવકો! રક્તમાં ઉત્સાહ ભરીને ઊઠો!
 • ઊઠ! જાગ! ઊભો થા ને યુદ્ધ કર!
 • છેલ્લા શ્વાસ લેવાતા હોય તો પણ ડરશો નહીં.
 • વહેમી બેવકૂફો બનવા કરતાં નાસ્તિક બનવું વધુ સારું છે.
 • મહાન કાર્યો હંમેશાં મહાન સમર્પણ માગે છે.
 • હું સત્યને જાણીશ અથવા તે પ્રયાસમાં જીવન ખતમ કરીશ.
 • નહીં આપો તો પણ છેવટે બધું આપી જ દેવું પડશે.
 • હાલની કેળવણી યુવાનોને ખાલી માંદલા બનાવે છે.
 • હાલની શિક્ષણપદ્ધતિ ગધેડાને મારી મારી ઘોડો બનાવવા મથી રહી છે.
જિજીવિષા - ધ સ્પિરિટ ઑફ સર્વાઇવલ
લેખક: સંજીવ શાહ
કુલ પૃષ્ઠ: ૫૬
કિંમત: રૂપિયા ૩૫/-

 
*  *  *
 
    યુવાનીનો મંત્ર...

   “હું જીવનમાં ખતમ થઈ શકું છું,
   પરંતુ હું કદી હાર સ્વીકારીશ નહીં.”

 
   ------------------------------------------------- 

    Slogan of the Youth...

    “I can be destroyed,
    But I can not be defeated.”
લેખકના નિવેદનમાંથી કેટલાક અંશો:

જિજીવિષા... એટલે જીવન જીવવાની ઉત્કટ ઇચ્છા

દરેક પ્રાણીમાં જિજીવિષા- જીવનને ટકાવવાની અને જીવવાની તીવ્ર ઇચ્છા- હોય છે. જરા કલ્પના કરો કે કોઈ વ્યક્તિ તમારું ગળું દબાવીને તમને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે. તો તમે સ્વાભાવિક રીતે જ પ્રતિકાર કરશો ને? જરૂર પડ્યે તમે તેની સામે થશો, તેને તમારાથી દૂર હડસેલશો કે સામો વાર પણ કરશો. 

સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે જોખમ શારીરિક નહીં, પણ આધ્યાત્મિક અસ્તિત્વ સામે હોય. કંઈક નવું વિચારવું, અનિશ્ચિતતાના પ્રદેશમાં પગરણ માંડવા, ચીલાચાલુ ના હોય તેવું જીવવું, ઊંચાં ને શેખચલ્લીનાં કહેવાય તેવાં સ્વપ્નાં જોવાં... જીવવાનો આવો અભિગમ સામાન્ય રીતે સમાજને સ્વીકાર્ય નથી. આજ્ઞાંકિતતા, પરંપરા, કહેવાતી સફળતા, સલામતી વગેરેના નામે કિશોરો અને યુવાનોને આપણે કેવા સરેરાશ બનાવી દઈએ છીએ અને કેવા ગૂંગળાવીએ છીએ તેનો આપણને અહેસાસ નથી.

જેઓ જીવનમાં આવા દબાણો અને બંધનો સામે ઝૂકી પડે છે તેમને પણ એવો ખ્યાલ નથી હોતો કે તેમના જીવનના અર્થના, તેમના અસ્તિત્વના, તેમની ભીતરની સંભાવનાઓના કમોતને જ તેઓ સ્વીકારી રહ્યા છે. પરંતુ જેઓ તેમના જીવનને ખૂબ ઉત્કટતાથી ચાહે છે, જેમને સમાધાનો કરી અડધું-પડધું જીવવામાં રસ નથી, તેઓ છેવટે બળવો પોકારે છે. 

આવા હિંમતપૂર્વક જીવનારા બહાદુરોનાં દિલોની અંદર, પરિસ્થિતિઓનો સામનો કરતી વેળાએ યા નિર્ણયો લેતી વખતે જે ભાવનાઓનું તોફાન ઊમડતું હોય છે તેને વાચા મળે તો કદાચ તે આ પુસ્તકનાં લખાણો જેવું જ કંઈક હશે તેવું મારું અનુમાન છે.

~ સંજીવ શાહ
કેળવણીના ક્ષેત્રમાં હલચલ મચાવી દે તેવી ૩ પુસ્તિકાઓનો સેટ

વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો, ટ્રસ્ટીઓ, વાલીઓ, કેળવણીકારો... 

સૌને વિચારતાં કરી મૂકે તેવી બેજોડ પુસ્તિકાઓનો સેટ


કુલ કિંમત: ૬૫/-

  લેખક: સંજીવ શાહ
  પૃષ્ઠ: ૨૪      કિંમત: ૨૦/-

  સંકલન: મેહુલ પંચાલ
  પૃષ્ઠ: ૨૪    કિંમત: ૨૦/-
 લેખક: સંજીવ શાહ
 પૃષ્ઠ: ૬૪      કિંમત: ૨૫/-
એક્ઝામ આવી રહી છે... પરીક્ષા નજીક છે...

મરી ગયા... આવી બન્યું...
શું થશે, હે ભગવાન... મદદ કર!
કાશ, વાંચવા થોડો વધારે સમય મળે...!
 
એક્ઝામ પૂરી થઈ... તો રિઝલ્ટનું ટેન્શન!
શું પરિણામ આવશે... કેટલા માર્ક્સ આવશે...
પાસ થવાશે કે નહીં... નાપાસ થયા તો...?
યાર, દિલ બહુ જોરજોરથી ધડકી રહ્યું છે...
 
આ કમબખ્ત એક્ઝામ શું કામ આવે છે!
શું કોઈ રસ્તો નથી તેનાથી બચવાનો?
મારું રિઝલ્ટ ખરાબ આવશે તો મારું શું થશે?
શું મારી જિંદગી બરબાદ થઈ જશે?
 
ના, બિલકુલ નહીં. સાંભળો તાજા સમાચાર!
હવે જમાનો બદલાઈ રહ્યો છે, દોસ્તો.
હવે તમારું જીવન તમારા હાથમાં છે! 
તમે ‘એક્ઝામ કી ઐસી કી તૈસી!’ કરી શકો છો!
એક્ઝામ પતી ગઈ....હાશ થઈ...
પણ હજુ છુટકારો ક્યાં...?
હવે, રિઝલ્ટ આવવામાં છે...
 
હે ભગવાન, શું થશે? કેવા માર્ક્સ આવશે...?
પાસ થવાશે કે નહીં...નાપાસ થયા તો...?
અમુકતમુક વિષયમાં ઓછા માર્ક્સ આવ્યા તો...?
ધાર્યા પ્રમાણે પરિણામ નહીં આવ્યું તો...?
 
આ સાલું ખરું કહેવાય...બધાને રિઝલ્ટનું ટેન્શન!
પણ ખરેખર રિઝલ્ટનું મહત્ત્વ કેટલું છે?
 
તમને ખબર છે કે
રાષ્ટ્રપિતા ગાંધીજીનું મેટ્રિકનું પરિણામ ૪૦% જ હતું?
સચિન તેંદુલકર ૧૦મા ધોરણમાં ૩ વાર ફેલ થયા હતા?
મહાન વિજ્ઞાની આઇન્સ્ટાઇન હાઇસ્કૂલમાં ફેલ થયા હતા?
મહાન ગાયિકા લતા મંગેશકર શાળામાં ભણ્યા જ નથી?
 
એક ખાનગી વાત છે, કોઈને કહેતા નહીં!
પણ રિઝલ્ટના ડરથી તમે ઉલ્લુ ના બનતા.
રિઝલ્ટથી કોઈની જિંદગી બરબાદ નથી થતી.
સાબિતીઓ માટે વાંચો આ પુસ્તિકા...

શિક્ષણ-વ્યવસ્થા વિદ્યાર્થીઓની પરીક્ષા લે છે.
પણ વિદ્યાર્થીઓ શિક્ષણ-વ્યવસ્થાની પરીક્ષા લે તો?

શું શિક્ષણ આ પરીક્ષામાં પાસ થાય કે નાપાસ?
(અને જો શિક્ષણ પરીક્ષામાં નાપાસ થાય,
તો તેને વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો હક્ક ખરો?)

તમે જાતે જ નક્કી કરો...!

અને હા, તમને પણ શિક્ષણ માટે આવા પ્રશ્નો છે?
તો અમને જરૂર લખી મોકલો...

દરેક અલગ, યોગ્ય અને વેધક પ્રશ્નને
અમે આ પુસ્તિકાની નવી આવૃત્તિમાં સામેલ કરીશું.
અને આવા દરેક પ્રશ્ન માટે તમને મળશે
ઓએસિસ તરફથી સરપ્રાઇઝ ગિફ્ટ!

 
દિવાળી નિમિત્તે ખાસ વળતર યોજના
કુલ નકલ દિવાળી નિમિત્તે ખાસ વળતર (%)
૧૦,૦૦૦ કે તેથી વધુ ૫૫%
૫૦૦૦ ૫૦%
૩૦૦૦ ૪૫%
૨૦૦૦ ૪૦%
૧૦૦૦ ૩૫%
૫૦૦ ૩૦%
૨૫૦ ૨૫%
૧૦૦ ૨૦%
૧૦૦થી ઓછી ૧૫%
સંપર્ક:
ઓએસિસ પ્રકાશન
૨૦૧, શાલીન એપાર્ટમેન્ટ, ૫૨, હરિભક્તિ કોલોની, રેસકોર્સ, વડોદરા - ૩૯૦૦૦૭.
ફોન: + ૯૧ - ૦૨૬૫ - ૨૩૨૧૭૨૮, મોબાઈલ: +૯૧ - ૯૯૨૪૩ ૪૩૦૮૩

Email Id: publications@oasismovement.in
ઓએસિસ પ્રકાશનોની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
ઓએસિસ પ્રકાશનોની સંપૂર્ણ યાદી માટે અહીં ક્લિક કરો.
Team Alive
Alkesh Raval       Avani Kulkarni    Hiral Patel
Kshama Kataria   Mehul Panchal
Sanjiv Shah   Sheeba Nair
   
      Alive Archives 
     
       View Archive    
    Subscribe
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. 
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.