“અહીં આવીને નવા મિત્રોને મળ્યા તેમને સાંભળ્યા ત્યારે એક પરિવાર તરીકેનો સુંદર અહેસાસ થયો. ઘણી સ્ટોરીઝ જાણવા મળી કે જેમાંથી કંઈક પ્રેરણા મળે છે. આ અનુભવ મારા માટે ગજબ રહ્યો. આજનાં યુવાનો સાથે ઓએસિસ જે કામ કરી રહ્યું છે તે આવકાર્ય રૂપ છે. ઓએસિસ આ જ રીતે ઘણા બધાં બાળકો અને યુવાનો સુધી પહોંચે તેવી પ્રભુને પ્રાર્થના. ‘આકાશને કહી દો કે ઊંચાઈ વધારી દે કે હવે અમે ઉડવાની જીદ પકડી છે’ - આ વાત મને ઓએસિસના લોકોને જોઈને યાદ આવે છે.”
- કુણાલ ધનવાણી, 'રેવા' ફિલ્મ પ્રોડ્યૂસર, વડોદરા
“When I entered Oasis Valleys, it was just Oasis and me; at this moment it is us. This is my whole reflection for Oasis.”
- Utpala Vaidya, Ex. Principal, PTC College, Adipur, Kutch
“આજે કોઈ બાળક મને મળેને તો હું એવું જ કહું કે કોઈ પણ કામ કરતાં પહેલાં તમે ઓએસિસમાંથી ટ્રેનિંગ લઈ આવો. અહીં બધાએ મારી ખૂબ જ કાળજી રાખી છે અને ખૂબ જ પ્રેમભર્યું વાતાવરણ મળ્યું છે. મારી ઘણા સમયથી ઇચ્છા હતી ઓએસિસ વેલીઝ પર આવવાની અને તેની પ્રવૃત્તિઓ વિશે વધુ જાણવાની.”
- કાર્તિક શાહ, સાર્થક પ્રકાશન, અમદાવાદ
|
|
|
Guests share their experiences about the retreat-
(left) Urvish Kothari, Journalist, Writer & Publisher - Sarthak Prakashan, Ahmedabad &
(right) Dr. A. K. Singh, Professor Economics (Retd), Director at various organisations, MP Govt
|
|
|
“ઓએસિસ વિશે વધુ ખબર ન હતી પરંતુ પહેલીવાર જ્યારે ઓએસિસમાં આવ્યો ત્યારે ઘણાં પ્રશ્નો હતા, જે કોઈને પૂછવા નથી પડ્યા; મને અહીં આવીને જ બધા જવાબ મળી ગયા. ટૂંકમાં કહું તો મને ઓએસિસ સાથે કામ કરવાનું ફાવશે.”
- ઉર્વીશ કોઠારી, પત્રકાર, લેખક, પ્રકાશક (સાર્થક પ્રકાશન),અમદાવાદ
“ઓએસિસ વેલીઝનું બિલ્ડિંગ ઇકો-ફ્રેંન્ડ્લી છે અને આટલા simple structureમાં કેટલું મોટું કામ થાય છે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. જે સાચું પાયાનું કામ થવું જોઈએ એ અહીંયાં થાય છે. બાળકની અંદર રહેલી જે ક્ષમતા છે તેને બહાર લાવવી એ જ સાચી કેળવણી છે અને એ સાચી કેળવણી ઓએસિસ આપે છે. ઓએસિસને એક શબ્દમાં વર્ણવું ખૂબ જ અઘરું છે, કારણ કે ઓએસિસનું કામ ખૂબ ઊંડું છે અને તે કામ આંતરિક પરિવર્તન લાવી શકે તેવું છે.”
- અવની પટેલ, USA
“ઓએસિસનું વાતાવરણ કુદરતી છે. તેમ જ અહીં નાની નાની વસ્તુઓની પણ કાળજી લેવામાં આવે છે. કોઈ પણ ચીજનો બગાડ કરવામાં આવતો નથી. બાળકોને સાંભળ્યા પછી લાગ્યું કે આટલી નાની ઉંમરમાં પણ તેમનામાં કેટલી આંતરિક સમજ છે. જેમાંથી મને પ્રેરણા મળી કે મારે પણ દિલથી જીવવું જોઈએ.”
- કેતન કોટેચા, ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર, રાજકોટ
|
|
|
ભાવનાઓ પ્રગટ થઈ કવિતાનાં સ્વરૂપમાં...
|
|
|
'હું'માંથી 'આપણે'નો આયામ,
સૌને આપે પ્રેમનો પયગામ,
દૂર થાય અહીં સૌના ગમ,
સમાનતાનો છે અભિગમ,
બાળકોના હાથમાં છે સંચાલન,
શીખવે સદ્જીવનનું પદચાલન,
શૂન્યથી સર્જનની છે યાત્રા,
આ તો છે માનવતાની જાત્રા,
સો સંકટની છે એક જ બારી,
"ઓએસિસ"ના છે સૌ આભારી !
- જય અંજારિયા, ભુજ
|
|
હૉલ ભરેલો ને સ્ટેજ ખાલી,
હૈયું ભરેલું ને દિમાગ ખાલી.
વાત આ જરીએ ના સમજાણી,
ઓએસિસની વાત નિરાળી.
અહીં સૌ શીખે, ના શિખવાડે,
સમજે, ના સમજાવે,
છતાં ના ટક્કર, આ શું ચક્કર?
પાયો છે આ નક્કર;
ઓએસિસની વાત નિરાળી.
ભણતાં ભણતાં સમજ પડે ના,
શું ભણવું, ને શું કામ ગણવું,
દિશા બદલાતી જીવન શિબિરમાં,
સાચું શિક્ષણ થાતું;
ઓએસિસની વાત નિરાળી.
- નરેન્દ્ર ગોર 'સાગર', ભુજ
|
|
|
Reflection by Shri Urvish Kothari after participating in the retreat on his blog post
https://urvishkothari-gujarati.blogspot.com/2018/08/blog-post_16.html
|
|
|
|
Shri R. S. Ninama, Collector of Dist. Narmada, Gujarat, participated in the Retreat along with his wife and was inspired after witnessing the impact of Oasis programs.
|
|
|
Guests & OMCC members appreciating staff of Oasis Valleys
for their untiring services during Bi-Annual retreat
|
|
|
Inauguration of Amphitheater at Oasis Valleys by participants of the retreat
By having the first campfire dinner
|
|
|
|
|
|