// Year 11 // Issue 14 // 19 October 2018   NEWSLETTER CUM MAGAZINE OF OASIS MOVEMENT
વર્ષોથી આ પ્રશ્ન અમને વારંવાર પૂછાતો રહ્યો છે કે -

ઓએસિસ શું છે?
ઓએસિસની જરૂર શા માટે છે ?
ઓએસિસ કઈ પ્રવૃત્તિઓ કરે છે ?
ઓએસિસનું ધ્યેય શું છે ?


ખૂબ મૂંઝવણ પછી 'ટૂંક'માં જવાબ આપવાનો એક વિનમ્ર પ્રયાસ 
       What is Oasis?
  • ઓએસિસ એક એવી સંસ્થા છે કે જ્યાં બધા લોકોને જીવનનું સાચું મહત્ત્વ ખબર પડે છે અને બધા લોકો હળીમળીને રહે છે. એકબીજાને રિસ્પેક્ટ આપે છે ને પ્રેમથી સમજે છે.  
       Benefits of Oasis in my life -
  • After attending Oasis Dream India Camp my confidence level increased and now I can express my feeling nicely and think independently.
  • જ્યારથી મારા મમ્મી-પપ્પા જોડાયા છે ત્યારથી તેઓ અમને સારી રીતે સમજે છે અને એમની વચ્ચે હવે સંઘર્ષ ઓછા થયા છે આથી હું અને મારી દીદી ખૂબ ખુશ છીએ.   
- Zaara  Parmar, Std-6, Navsari
ઓએસિસએ મારું બીજુ જીવન છે. તે મારા જીવન અને ચારિત્ર્યને એક નવી દિશા તરફ લઈ જાય છે. તે મને કોઇક અલગ જ દુનિયામાં સફર કરાવે છે. ઓએસિસએ મારી માટે માતાની મમતા, પપ્પાનું વહાલ, ભાઈ-બહેનનો સ્નેહ, દોસ્તોની દોસ્તી આ દરેકના પ્રેમનું સંગમ છે.

- હિત શાહ, કમ્પ્યૂટર એન્જિનિઅરિંગનો વિદ્યાર્થી, અમદાવાદ
“ઓએસિસ શું છે એ વર્ણવું ખૂબ કઠીન છે. પરંતુ થોડા શબ્દોમાં વર્ણવાની કોશિશ કરું તો સ્વની ઓળખ કરાવે, પોતાની તાકાત અને નબળાઈથી સભાન રાખે, હૃદયને પ્રેમથી તરબોળ કરી નાખે, 'હું'પણાના વિચારોમાંથી સમગ્ર સૃષ્ટિ પ્રત્યેના વિચારોની સફર કરાવે એ ઓએસિસ.”
 
- છાયલ કાપડિયા, ફૅસિલિટેટર -આરોહી  ઇન્વેસ્ટમેન્ટ,  સુરત 
"Oasis -  A Path to walk towards evolution & consciousness"  
 
“ઓએસિસના ઑરામાં આવો એટલે આપણને સહૃદય આવકાર, મુક્ત હાસ્ય, નિખાલસતા, સ્પષ્ટ તથા મીઠી ભાષા સાથે સહજીવનનો અહેસાસ થાય છે. આજે ઓએસિસ તેના કાર્યો દ્વારા વટવૃક્ષ બની રહ્યું છે ત્યારે તેની છાયામાં પરિવર્તન પામતાં વિવિધ પુષ્પો ખીલી રહ્યાં છે. ઓએસિસના ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવાનો મોકો મળ્યો હોવાથી બાળકોને ભેદભાવ વગર શીખતાં શીખતાં ટ્રાન્સ્ફૉર્મ થતાં મેં જોયા છે અને એ જ આ રાહનું શિખર બિંદુ છે. સ્વવિકાસની સાથે ભરપૂર પ્રેમ આપતી સંસ્થા આ જ રીતે કામ કરતી રહે તેવી મારી અભિલાષા છે.”

- બાબુભાઇ મહિડા, નિવૃત્ત ગવર્મેન્ટ ઑફિસર, વડોદરા
"What is Oasis?" બૂકલેટને પૂર્ણ સ્વરૂપમાં વાંચવા અહીં ક્લિક કરો 
Website
Alive Archive
Subscribe
YouTube
TEAM ALIVE

Alkesh Raval
Hiral Patel
Jolly Madhra
Krishna Patel
Kshama Kataria
Mehul Panchal
Sanjiv Shah
Sheeba Nair
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.