// Year 11 // Issue 15 // 27 October 2018   NEWSLETTER CUM MAGAZINE OF OASIS MOVEMENT
Misaal Honourship
 
In This Mesmerizing Process, Youths Explore Their Life
( Mentor/ Facilitator Sanjiv Shah with his amazing explorers)
WE ARE BORN TO BE GREAT
WE WANT TO MAKE INDIA BETTER
WE CAN... WE JUST NEED A CHANCE!
HERE IS OUR CHANCE.....OASIS MISAAL HONOURSHIP 
Why Oasis Misaal Honourship?
  • Education system provides only subjective knowledge to gain a diploma or degree, and not helping to get a real crush of Life. So, today's generation becomes paralysed and they are not been able to take even a small decision on their own. They always live in social pressure. 
  • Especially in our Indian society most of the youths are not getting enough freedom to make their dreams come true & their thoughts/opinions are not given importance in the family. So, youths become dependent.
  • Oasis believes that youths need a platform to build strong character and to have the freedom to make decisions with one's own choices for future life. They can make mistakes and learn from it. With this process, they are able to see their inner strength and work on it. They get freedom from the conformity and able to do something different for the society as well as the country.  
YES! YES! I have found a path to make my life meaningful and joyous 
What is Oasis Misaal Honourship?
 
Misaal Honourship is a uniquely designed Leadership Project of Oasis for youths, who have a Dream & a strong desire to do something for Society/ Country. It is a platform to build oneself for Leadership in one's talent area. 
Here, Honourship is like scholarship or fellowship where financial support is extended to all participants, along with education and training in life oriented themes.  It is a 2-5 year residential/ full-time course which focuses on the overall growth of the student to become a true leader in his or her talent area. All other expenses or resources are also provided to the participant. In addition to this, honorarium will be given at the end of completion of 2 years of Oasis Misaal Honourship. Post completion, the participant can pursue any career for the betterment of the nation or be a social welfare entrepreneur. 
In June 2018, some 20 young participants of Oasis programs decided to be explorers of Oasis Misaal Honourship, which is designed and facilitated by Sanjiv Shah (Founder of Oasis). The participants are learning as well as working in different departments of Oasis and today this program has become the highlight of Oasis. All these participants have common intention in their heart - to be a DREAMER, to be a MISAAL, to be a SMILLIONAAIRE and to be a better human being. 
Let's know from them why they have joined Misaal Honourship...
“મારા માટે MHEનો અનુભવ ખૂબ જરૂરી છે કારણ કે મારી પહેલેથી ઇચ્છા હતી કે જીવનમાં ઘણુંં બધુંં શીખવું ને ખૂબ જ ફાસ્ટ ગ્રો થવું, તે દરેક બાબત અહીં કરવા મળી રહી છે. મને ભણવા સાથે વર્ક, ડ્યૂટીઝ, ગોલ, ઘણું બધું મળ્યું જેનાં કારણે બહુ જ મોટો કૂદકો હું મારા જીવનમાં મારી શકીશ. હવે હું એક નવા સ્તરે ખીલી રહ્યો છું કે જ્યાં હું સ્વતંત્રતાથી વિચારી પણ શકું છું ને કામ પણ કરી શકું છું. MHEમાં આવ્યા પછી ઘણું કામ કર્યું. કેટલાકમાં નિષ્ફળતા મળી તો કેટલાકમાં સફળતા. દરેક વખતે શીખતા રહેવાનો પ્રયત્ન કરતો રહું છું જેનાથી સંતોષ મળે છે જે મને  ખૂબ આનંદ આપે છે.”

- વિનીત જૈન
"The Misaal Honourship Explorer (MHE) process is a wonderful concept where the person actually grows. I grew mentally and somewhere I have started understanding the real meaning of life. I got to know many new things here like, what is true friendship, what is real caring. I understood practically that what is the importance of teamwork, how to develop self-control, how to develop excellence in your work - These are really very small things which made my character better. I will never forget these values which Oasis gave me.
- Avadhi Shah 
પોતાની નબળાઈને લલકારીને સબળાઈમાં પરિવર્તિત કરતાં શીખવે એટલે "MHE"
"MHE is a process which is like a magnet for me, 
  • Because it is a course which takes us more towards Independence; Independence from all aspects economical, mental & spiritual.
  • Because it is the course of greatness, the process which takes us towards not the great or greater but to the greatest level of life.
  • Because its processes are full of exploring, learning, creating & enjoying.
  • (Last but not least), Because it is the only process which helps me to reach the highest peak of human possibility & life by going to the deepest level of character."
- Harsh Sharma 
   
“MHE પ્રોગ્રામે તો મારું જીવન બદલી નાખ્યું છે. આજે હું જ્યારે મારા ભૂતકાળના જીવનને યાદ કરું છું ત્યારે મને ખૂબ જ મોટો ફર્ક મારી જાતમાં દેખાય છે. MHE એવું પ્લેટફોર્મ મને મળ્યું કે જ્યાં હું બધી જ રીતે પોતાની જાતને એક્સ્પ્લોર કરી રહી છું. હાલમાં કમ્યૂનિટિ લિવિંગ પણ મારા જીવનનો એક અગત્યનો ભાગ છે. અહીં દરેક જુદા-જુદા વાતાવરણમાંથી આવે છે માટે સ્વભાવે પણ દરેક વ્યક્તિ અલગ હોય છે, તેમ છતાં એકબીજાને સમજીને સાથે રહેવામાં ઘણી મજા છે. ઓએસિસ તરફથી મળેલ MHE મારા માટે  અમૂલ્ય છે.”
 - દિંકલ ગાયકવાડ
સ્વની ઓળખ કરાવીને દરેક બાબતે સભાન બનાવે એ "MHE"
"Misaal Honourship Explorer program is a process which is established to nurture great people. This program is designed for growth and improvement of potential in any person. This is the one and only process which includes everything for becoming a great leader. This process is for me and for those who want to do something for well being of humanity. I am so glad that I am a part of this great movement. I have joined this process because I feel that this program can change my future.”
- Ronak Pawar 
"પોતાની વાતને રજૂ કરવાની કળા, અન્યોનાં પ્રતિભાવો સાચા હોય તો તે સ્વીકારવાની વિશાળતા, વાતચીતની કળા, આવી ઘણી બધી બાબતો અહીં રહીને જાણવા મળે છે. MHEનો મુખ્ય ઉદ્દેશ છે પોતાની એક અલગ ઓળખ ઊભી કરવી, સ્વતંત્ર બનવું અને આ જ તાકાત, તેજ, અગ્નિ દિલમાં લઈને દેશના બીજા યુવાનો સાથે કામ કરવું. સ્વાવલંબનનો અનુભવ કર્યા પછી મારામાં જુસ્સો ને વિશ્વાસ વધ્યા છે."  
- ભૂમિકા શિંગાડીયા   
દિલ ખોલીને પોતાની શરતો પર જીવન જીવવાનો મોકો મળે એટલે "MHE"
"આખી પ્રક્રિયાને કારણે મારા સ્વભાવમાં ઘણો બધો બદલાવ આવ્યો છે. ત્રણ માહિનામાં હું જેટલું પણ કરી શક્યો એ હું કદાચ આ MHE વગર કરી ન શક્યો હોત.
  • જો હું મારી જવાબદારીઓ વ્યવસ્થિતપણે નિભાવી શકું તો હું છું MHE. 
  • જો હું મારા માતા-પિતાથી દૂર રહી પોતાનાં જીવનરૂપી બીજને વૃક્ષ બનાવવા જઈ રહ્યો છું તો હું છું MHE.
  • જો હું નિષ્ફળતા મેળવ્યા પછી પણ પ્રયત્ન ચાલુ રાખું છું તો હું છું MHE."
- ધ્રુવ ગોહિલ 
"આખી પ્રક્રિયા દ્વારા પોતાને સારી રીતે ઓળખતી થઈ છું. હવે ચેલેન્જને સ્વીકારવા માટે તૈયાર રહું છું. દરેક સમયે એ જ અનુભવ થાય છે કે 'શું વૈષ્ણવી દિલથી જીવી રહી છે?' અને સાથે મને ચેલેન્જ કરે છે કે ‘જો હિંમત છે તો સારી રીતે જીવીને બતાવ!’ આ પ્રક્રિયા જ છે જેણે મને ત્રણ મહિનામાં ઘણું શીખવ્યું છે."

- વૈષ્ણવી ટાપણીયા
જાતે નિર્ણય લેતા શીખવે ને એના પરિણામો માટે જવાબદાર બનાવે એ "MHE"
"હું જ્યારે પણ કોઈ જગ્યાએ ફેલ થયો છું ત્યારે મને ઓએસિસ અને MHEએ હેલ્પ કરી છે. અહીંથી મને ભૂલો સ્વીકારવાની હિંમત મળી છે, તેને લઈને રડવાને બદલે તેમાંથી શીખીને આગળ વધીને સારા પરિણામ લાવવાની આદત પડી રહી છે. આખા દેશને પછી, પહેલાં પોતાને બદલવાની શરૂઆત મેં MHE દ્વારા કરી છે."
- શૈલેષ અગ્રવાલ  
“MHEની પ્રક્રિયા મને દરેક રીતે મદદરૂપ થઈ રહી છે. હું વેલ્યૂ પ્રમાણે જીવન જીવવાની કોશિશ કરું છું, જે રીતે મિત્રો સાથે રહું છું, મારું કામ કરું છું, એ દરેક બાબતમાંથી હું કંઈક શીખી રહી છું. મને મારા આ અનોખા જીવનથી ઘણો આનંદ અને સંતોષ મળી રહ્યો છે. મારા લાંબા ગાળાના જીવન ધ્યેયને પૂરા કરવા આ અનુભવ ખૂબ જ ઉપયોગી થશે.”
- દિનલ ગાયકવાડ 
દરેક ક્ષણે પડકાર ફેંકી સાહસ કરતા શીખવે એ "MHE"
"હું INDEPENDENCE શબ્દ ફકત સમજ્યો હતો પરંતુ ખરેખર તેનો અનુભવ MHEમાં જોડાયા બાદ મળ્યો. પોતાના અંદર છુપાયેલી શક્તિઓ જાણવા મળી. MHEની પ્રક્રિયા દરેક ક્ષણે મારી નબળાઈ - સબળાઈને નવો પડકાર આપે છે, જે મને સ્વાવલંબનનો અનુભવ કરાવે છે. હંમેશાં ખુશ રહેવું, ભૂલો સ્વીકારવી ને તેમાંથી નવું શીખવું, કંઈ પણ સારું કે ખરાબ થાય છે તેને માટે જવાબદાર હું છું એવી માન્યતા કેળવવી, પ્રામાણિક બનવું - આ બધી  બાબતો હું MHEમાં રહીને અમલમાં લાવતો થઈ ગયો છું. મારા મતે MHE એટલે તેનાં મૂળમાં જઈ પોતાની જાતને શોધવાની પ્રક્રિયા છે. "
- વિનીત પટેલ

 
    
"MHEની પ્રક્રિયા દ્વારા હું જાણી શકી કે મારે કરવું છે શું, મારી અંદર કઈ શક્તિઓ રહેલી છે, તેને કેવી રીતે વિકસાવી આગળ વધી શકાય, બધાની સાથે સંબંધ કેવા હોવા જોઈએ, તેમજ મારી આસપાસ જે ચાલી રહ્યું છે તેમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કેવી રીતે કરવો વગેરે. આમ ચારિત્ર્ય ઘડતર તરફ આગળ વધવાની આ મારી આગ MHE સંતોષે છે."
- કૃતજ્ઞા ટંડેલ
એકબીજાને સમજી પ્રેમ ને સહકારથી સાથે રહેતાં શીખવે એ "MHE"
"આ ત્રણ મહિનાની અંદર મને એવી બાબતો જાણવા ને શીખવા મળી કે જે મેં પહેલાં ક્યારેય કરેલી નહોતી. જેમ કે ભણવા જવાનું સાથે બીજા કામ કરવાના ને ઘર ચલાવવું ને જમવાનું બનાવતા શીખવું; આ દરેક બાબત મારા માટે નવી હતી. બીજી એક વાત મારી એ હતી કે હું બધા સામે બોલવામાં ખૂબ ખચકાટ અનુભવતો હતો પણ અહીં આવીને ધીરે ધીરે મારો ડર દૂર થયો છે. આ દરેક અનુભવ મને જીવનમાં આગળ જતા કામ લાગશે. હું ઓનરશિપનો ખૂબ આભારી છું."
- રજનીશ ગામીત
“MHEમાં આવ્યા પછી શીખેલી વાતોને સરળતાથી અમલમાં મુકી શકું છું. હવે હું મુંઝાયા વગર મારી તકલીફોને બધા સાથે વહેંચી શકું છું, જેથી ખૂબ જ સારું લાગે છે. મને સંબંધોમાં પણ મદદ મળી રહી છે. મારા મમ્મી-પપ્પા મને પ્રેમ ઘણો કરતાં પણ કોઈ દિવસ બતાવતા નહીં, પણ MHEમાં આવ્યા પછી એ પ્રેમ મને દેખાય છે. આમ, MHEની પ્રક્રિયા મારા અંગત જીવનમાં ખૂબ  ઉપયોગી બની રહી છે."
- કરૂણા રાઠવા
 વ્યક્તિત્વના વિવિધ પાસાઓને નજીકથી ઓળખવાનો મોકો મળે એટલે "MHE"
આ પ્રક્રિયામાં અમારી ઉંમરને નહીં પરંતુ અમારી ટૅલેન્ટને મહત્ત્વ આપવામાં આવે છે. જે હું ૨૪-૨૫ વર્ષે કરવાનો હતો, તે હું ૧૬ -૧૭ની ઉંમરે કરી રહ્યો છું. આ પ્રક્રિયાથી પ્રેરાઈને મને પણ એવું લાગે છે કે મને જે મળે છે તે દરેક બાળકને મળવું જોઈએ. ”
- ચેતન ધરજીયા
"MHEની મહત્ત્વની બાબત સ્વતંત્ર બનાવવાની છે. અહીં મને સ્વતંત્રતા આપવામાં આવે છે જેને લીધે હવે હું જવાબદારી લેતાં પણ શીખી છું. મારામાં  આત્મવિશ્વાસ વધ્યો છે, હું દરેક કામમાં પ્રાથમિકતા આપતાં શીખી છું, દરેક વસ્તુને અલગ દૃષ્ટિથી જોતાં શીખી છું અને મૂલ્યો પ્રમાણે જીવતાં શીખી છું. આમ, આના દ્વારા કંઈક અલગ કરવાનો મોકો મળ્યો છે."
-  ક્રિના ઓઝરકર 
ભણવાની સાથે બાળકના સર્વાંગી વિકાસ પર જે ધ્યાન આપે એ "MHE"
"MHEની પ્રક્રિયા ઘણી મહત્ત્વની રહી છે. વ્યક્તિત્વ ઘડતર માટેના જરૂરી એવાંં પાસાઓ પર કામ કરીએ છીએ જેના દ્વારા હું પોતાની જાતને પ્રશ્નો પૂછતો થયો છું સાથે પોતાની મૂંઝવણો જાતે ઉકેલતા શીખ્યો છું. સૌએ સાથે મળીને નિયમો બનાવ્યા છે અને તે અંગેની સમજણ ઊભી કરી છે."
- શનિ પટેલ   
"મારા માટે MHEએ એક તક છે, જ્યાં હું પોતાને સમજી શકીશ સાથે મારે જે ખરેખર કરવું છે તે હું કરી શકીશ. હું જેટલું MHEને સમજું છું તે આખી પ્રોસેસ સ્વવિકાસ માટેની છે, જ્યાં દરેક ક્ષણે કંઈક નવું શીખી શકાય છે પણ, એની માટે દિલથી તૈયારી બતાવવી ખૂબ જરૂરી છે."
- ક્રિષ્ના પટેલ 
"દરેક ક્ષણે અમારી અંદર નવી નવી કૂંપળો ફૂટી રહી છે,
ને જીવનરૂપી વૃક્ષ ઘટાદાર બની રહ્યું છે"
Website
Alive Archive
Subscribe
YouTube