મારાં ખૂબ જ વહાલાં સંતાનો,
મેં ખૂબ જ મોટી ભૂલો કરી નાખી છે.
મેં અભ્યાસને લઈને તમારા પર ભયંકર દબાણ કર્યું.
તમને શિક્ષણના ભાર નીચે નાહકના કચડી નાખ્યા.
માર્ક્સ અને ગ્રેડ માટે તમારા પર મારી અપેક્ષાઓ લાદી.
આ બધું કરવામાં ક્યારેક તમારા પર હાથ પણ ઉપાડ્યો.
આપણા નંદનવન જેવા ઘરને જાણે મેં નર્ક બનાવી દીધું.
હવે મને મારી ભૂલોનો પૂરેપૂરો અહેસાસ થઈ ગયો છે.
સાચી સફળતાનાં રહસ્યો મને બરાબર સમજાઈ ગયાં છે.
હવે હું તમારા પર વધુ અત્યાચાર કરવા નથી ચાહતો.
હું ખૂબ પસ્તાઈ રહ્યો છું, મારી ભૂલોને સુધારવા ઇચ્છું છું.
શું તમે મને માફ કરશો, સાચું કરવાનો એક મોકો આપશો?
તમારો ગુનેગાર,
પાપા
|
|
|
એક પિતાનો માફી-પત્ર (૩૨ પૃષ્ઠ) કિંમત: રૂ. ૨૫/- લેખક: સંજીવ શાહ
|
|
|
પ્રસ્તાવનામાં લેખક કહે છે –
કોઈ માતા કે પિતા એવાં હશે,
જે પોતાનાં બાળકોનું ભલું ના ઇચ્છતાં હોય?
અને છતાં કોઈ માતા-પિતા એવાં હશે,
જેમણે બાળકોના વિકાસમાં ભૂલો ના કરી હોય?
હું પણ એક એવો જ પિતા છું.
મેં પણ ભૂલો કરી છે એ હું કબૂલું છું.
પણ હું મારાં બાળકોને એટલાં ચાહું છું
કે મારી કોઈ પણ ભૂલ સુધારવા તૈયાર છું.
|
|
અંતે લેખક કહે છે કે –
બાળકોની શક્તિઓ અને સંભાવનાઓમાં વિશ્વાસ ન રાખીને આપણે માબાપ તરીકે સૌથી મોટી ભૂલ કરીએ છીએ. બાળકોનાં આત્મવિશ્વાસના અભાવનાં મૂળિયાં આપણી એમને જોવાની આ ખોટી દૃષ્ટિમાં છે.
સમજદાર શાળાઓ અને શિક્ષકોને મારી એ જ વિનંતી હોય કે પ્રશ્નો ઉઠાવો, જેટલું બને તેટલું સાચું કરવાની ઝુંબેશ આદરી દો. મને શ્રદ્ધા છે કે આવી નૈતિક હિંમત બતાવનારાઓની આજે પણ કોઈ ખોટ નથી.
|
|
|
એક શિક્ષક તરીકેની સાચી યોગ્યતાને ઉજાગર કરતું...
શિક્ષકના ‘સ્વધર્મ’ને જાગૃત કરતું ચિંતનાત્મક પુસ્તક
|
|
ભારતને જોઈએ છે - આદર્શ શિક્ષકો
બીજા બધા વ્યવસાયોની તુલનામાં આપણે
શિક્ષણને ઊતરતો વ્યવસાય માનીએ છીએ.
હોશિયાર બાળકોને બીજા વ્યવસાયો આકર્ષે છે,
તેમને શિક્ષણના ક્ષેત્રમાં રસ પડતો નથી.
આજકાલ કોઈ પણ વ્યક્તિ શિક્ષક બની જાય છે,
અને તેથી શિક્ષકનું ગૌરવ રહ્યું નથી.
જ્યારે હકીકત એ છે કે શિક્ષકનું સ્થાન રાષ્ટ્ર માટે
સૌથી મહત્ત્વનું અને અત્યંત પવિત્ર હોવું જોઈએ.
શિક્ષકો કેવા હોવા જોઈએ? તેમનો ધર્મ શું છે?
શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ?
મહાન અધ્યાત્મ-વિભૂતિ શ્રી જે. કૃષ્ણમૂર્તિ
આ પુસ્તિકામાં શિક્ષક-ધર્મ સ્પષ્ટ કરે છે.
|
|
|
શિક્ષકનો સેવાધર્મ (૭૨ પૃષ્ઠ) કિંમત: રૂ. ૭૦/- મૂળ લેખક: જે. કૃષ્ણમૂર્તિ, અનુ.: માયા સોની
|
|
|
આ પુસ્તકના મૂળ લેખક, વિશ્વના અગ્રણી અધ્યાત્મ - વિભૂતિ, જે. કૃષ્ણમૂર્તિ કહે છે –
“એ બહુ દુ:ખની વાત છે કે, આજના આધુનિક સમયમાં, શિક્ષકના વ્યવસાયને અન્ય વ્યવસાયોની સમકક્ષ આદર આપવામાં આવતો નથી. શિક્ષક તો કોઈ પણ વ્યક્તિ બની શકે એવું માનવામાં આવે છે અને તેને પરિણામે શિક્ષકને બહુ ઓછું માન આપવામાં આવે છે. આ કારણસર, સ્વાભાવિક રીતે, હોશિયાર વિદ્યાર્થીઓ આ વ્યવસાય તરફ આકર્ષાતા નથી. પરંતુ, હકીકતે, શિક્ષક બાળકોના ચારિત્ર્યનું ઘડતર કરે છે, કે જેઓ દેશના ભાવિ નાગરિક છે. માટે, શિક્ષકનો વ્યવસાય સૌથી વધુ પવિત્ર અને દેશ માટે સૌથી મહત્ત્વનો વ્યવસાય છે.
પ્રાચીન સમયમાં, શિક્ષકનો વ્યવસાય એટલો પવિત્ર મનાતો હતો કે ધર્મોપદેશકો જ શિક્ષક બની શકતા અને શાળા મંદિરનો ભાગ હતી. ભારતમાં શિક્ષક ઉપર એટલો બધો વિશ્વાસ રાખવામાં આવતો કે માબાપ પોતાનાં સંતાનોને અનેક વર્ષો માટે શિક્ષકને સોંપી દેતાં. શિક્ષક તથા વિદ્યાર્થીઓ એક કુટુંબની જેમ સાથે રહેતા. શિક્ષક અને વિદ્યાર્થીઓનો પહેલાંનો એ આનંદભર્યો સંબંધ વર્તમાન સમયમાં પાછો લાવવાની જરૂર છે, અને તેથી જ, એક શિક્ષક પાસે હોવી જોઈએ તે તમામ યોગ્યતાઓ પૈકી પ્રેમને હું પહેલા સ્થાને મૂકું છું. ભારતને ફરી એક વાર મહાન રાષ્ટ્ર બનતું જોવાની આશા આપણે બધા જ રાખીએ છીએ. એ માટે શિક્ષક અને વિદ્યાર્થીઓનો પહેલાં જેવો આનંદભર્યો સંબંધ હતો તે ફરી સ્થાપવાની જરૂર છે.”
|
|
|
શું પ્રેમ એ એક મજાની લાગણી માત્ર છે? કે પછી પ્રેમ એ એક કળા છે, જે શીખવી પડે?
પ્રેમ ખરેખર તો ચારિત્ર્ય-ઘડતરની બાબત છે તે સમજાવતું અનોખું પુસ્તક
|
|
પ્રેમ કેવી રીતે એક કળા છે
આ કળા કેવી રીતે શીખી શકાય?
શું પ્રેમ એ એક રોમાંચક લાગણી છે?
શું એ એકલતા દૂર કરવાનો ઉપાય છે?
એરિક ફ્રોમ કહે છે કે,
પ્રેમ એક જ વ્યક્તિ સાથેનો સંબંધ નથી;
તે વ્યક્તિનો એવો અભિગમ છે જેને કારણે
મનુષ્ય સમગ્ર વિશ્વ સાથે એકરૂપતા અનુભવી શકે છે.
આ અભિગમ કેવી રીતે વિકસાવી શકાય?
પ્રેમની કળાનાં મૂળભૂત પાસાઓ શું છે?
મનુષ્યના અસ્તિત્વની સમસ્યાઓના ઉકેલ તરીકે
પ્રેમ વિશે વૈજ્ઞાનિક છણાવટ આ પુસ્તકમાં છે.
પ્રેમાળ બનવાની સાધના કરનાર સૌને તે અર્પણ છે.
|
|
|
પ્રેમાળ બનવાની કળા (૧૭૬ પૃષ્ઠ) કિંમત: રૂ. ૧૬૦/-
મૂળ લેખક: એરિક ફ્રોમ અનુવાદ: અલ્કેશ રાવલ
|
|
|
સૌ પ્રથમ વખત કોઈએ આટલી સચોટ અને તર્કબદ્ધ રીતે એમ સ્પષ્ટ કર્યું કે પ્રેમ કોઈ જાદુઈ અને રહસ્યમયી લાગણી નથી...
“વિશ્વવિખ્યાત સાઇકોઍનાલિસ્ટ તથા સોશિઅલ ફિલૉસૉફર એરિક ફ્રોમ લિખિત ‘ધ આર્ટ ઑફ લવિંગ’ (ઈ.સ. ૧૯૫૬માં પ્રકાશિત)માં કદાચ સૌ પ્રથમ વખત કોઈએ આટલી સચોટ અને તર્કબદ્ધ રીતે એમ સ્પષ્ટ કર્યું કે પ્રેમ કોઈ જાદુઈ અને રહસ્યમયી લાગણી નથી, જેને વર્ણવી ના શકાય કે જેનું વિશ્લેષણ ના થઈ શકે. લોકોમાં પ્રિય તેવી “પ્રેમમાં પડવાની” તેમ જ “પ્રથમ નજરે પ્રેમ”ની ભ્રમણાઓને તેમણે વેધક પ્રશ્નો કર્યા.
પ્રેમ કોઈ શીખવાની બાબત નથી તેવી પ્રચલિત માન્યતાને રદિયો આપતાં તેમણે સમજાવ્યું કે ઊલટું, પ્રેમ એક કળા છે, જેની સાધના કે મહાવરો કર્યા વિના કોઈ તેમાં નિપુણ થઈ શકે નહીં.
આ અનોખું પુસ્તક, પ્રેમ ખરેખર ચારિત્ર્ય-ઘડતરની બાબત છે તે સમજાવે છે. પ્રેમ, કશું કરતાં પહેલાં પ્રેમાળ બનવાની વાત છે. એટલું જ નહીં, તે મનુષ્યના અસ્તિત્વને લગતી અનેક સમસ્યાઓનો ઉકેલ છે.”
~ સંજીવ શાહ, ઓએસિસ
|
|
પુસ્તકમાંના અંશો -
શું પ્રેમ એ એક કળા છે? જો એમ હોય તો તેના માટે જ્ઞાન અને પુરુષાર્થની જરૂર છે. કે પછી પ્રેમ એ તો એક મજાની લાગણી છે – એક એવો આહ્લાદક અનુભવ જે મળવો એક લહાવો છે, નસીબદાર હોય તેવા લોકો જ જેમાં ‘પડે છે’ – શું આ પ્રેમ છે? આ પુસ્તક એ પહેલી માન્યતા પર આધારિત છે, જો કે, આજે મોટા ભાગના મનુષ્યો બીજી માન્યતા ધરાવે છે તેમાં કોઈ શંકા નથી.
પ્રેમ એ મહત્ત્વની બાબત છે એવું તો લોકો માને જ છે. તેઓ પ્રેમ માટે તરસે છે, સુખદ અને દુઃખદ પ્રેમકથાઓવાળી અસંખ્ય ફિલ્મો જુએ છે, તેઓ પ્રેમ વિશેનાં ઢગલાબંધ સાવ કચરા જેવાં ગીતો સાંભળે છે. છતાં પણ ભાગ્યે જ કોઈ એવું વિચારે છે કે પ્રેમ બાબતે કાંઈ પણ શીખવાની જરૂર હોય.
આ વિચિત્ર અભિગમ પાછળ ઘણી બધી માન્યતાઓ જવાબદાર છે. મોટા ભાગના મનુષ્યો પ્રેમની સમસ્યાને મૂળભૂત રીતે પ્રેમ કરવાની– સાચો પ્રેમ આપી શકવાની પોતાની ક્ષમતાની સમસ્યા તરીકે નહીં, પરંતુ પ્રેમ મેળવવાની સમસ્યા તરીકે જોતા હોય છે. તેથી તેમના માટે સમસ્યા એ હોય છે કે પ્રેમ પામવો કેવી રીતે, અને બીજા લોકો મને ચાહે તેવા બનવું કઇ રીતે.
|
|
|
પ્રેમના સાચા અર્થની ખોજમાં નીકળેલા એક સાહસવીરની સમજણ યાત્રા
|
|
પ્રેમ ખરેખર શું છે?
શું પ્રેમ ખરેખર લાગણી છે?
શું પ્રેમ વિચારશીલતા હોઈ શકે?
હું એકલું એકલું કેમ અનુભવું છું?
મને સાચો પ્રેમ કેમ નથી મળતો?
હું ખરેખર શાને પ્રેમ માનું છું?
અને આ પ્રેમ મેં ક્યાંથી શીખ્યો?
ખરેખર સાચો પ્રેમ શું છે?
શું પ્રેમની ફિલસૂફી જાણવી જરૂરી છે?
પ્રેમનાં વિજ્ઞાન ને કળા હોઈ શકે ખરાં?
પ્રેમ શીખી અને સુધારી શકાય ખરો?
શું પ્રેમ સંપૂર્ણપણે આપણા હાથની વાત છે?
|
|
|
પ્રેમ (૯૬ પૃષ્ઠ) આશરે કિંમત: રૂ. ૧૫૦/- લેખક: સંજીવ શાહ
|
|
|
'પ્રેમ'
આ શબ્દ સાંભળતા જ શું વિચાર આવે છે ?
તમારા રુંવાડાં ઊભા થઈ ગયાં? તમારા શરીરમાં રોમાંચની ઝણઝણાટી પસાર થઈ? આંસુ તમારા હૃદયમાંથી તમારી આંખો તરફ ઘસી ગયાં? તમને હૃદયમાં અનંત આકાશ જેવા સંતોષનો અહેસાસ થયો? તમને ઊંડી શાંતિ અને અવર્ણનીય સુખનો અનુભવ થયો કે પછી દુઃખ ને અફસોસની ગંભીર લાગણીનો અનુભવ થયો ?
વિચારતા જણાશે કે ખરા અર્થમાં પ્રેમ શું છે તે આપણે જાણતા જ નથી. બસ આપણે આસપાસનાં વાતાવરણ અને સમાજને જે રીતે જોઈએ ને સમજીએ છીએ તેને આધારે જ આપણો પ્રેમ વિશેનો સંકુચિત ખ્યાલ બંધાઈ ગયો છે.
પરંતુ આ સુંદર નાનકડા શબ્દની પરિભાષા ઘણી વિસ્તૃત છે. પ્રસ્તુત થઈ રહેલું પુસ્તક પ્રેમ વિશેની એક નવી વિભાવના આપી રહ્યું છે. પ્રેમ શું છે ને શું નથી તેને શબ્દો દ્વારા વાચકો સુધી પહોંચાડવાનો ઓએસિસ પ્રકાશનનો આ નવો પ્રયાસ છે.
|
|
|
If you are interested in these books,
Than, what are you waiting for ?
Order Your Books...NOW!
Contact: Oasis Movement
Oasis 'Friendship Home', 201, Shalin Apartment,
52, Haribhakti Colony, Race Course, Vadodara - 07 Phone: (0265) 2391728 Email: publications@oasismovement.in
|
|
|
|
|
|