Reflections From Children About The Camp…
“ઓએસિસ મારા જીવનની યાત્રાનું સૌથી સુંદર તથા યોગ્ય પગથિયું બની રહ્યું છે. મારી ઇચ્છા છે કે મને ફરી આવવા મળે કારણ કે આ મારા જીવનનો સુંદર વળાંક હતો જે અવિસ્મરણીય છે. મારા માટે આ કૅમ્પ મીઠું સંભારણું છે.”
- પૂર્વા પટેલ
“જીવન જીવવાની સાચી કળા હું આ કૅમ્પમાં શીખી. પોતાની જાતને ઓળખવાનો મોકો મળ્યો તથા મિત્રતા, સમય પાલન, આત્મનિર્ભરતા જેવાં ચારિત્ર્યલક્ષી ગુણોની સમજ કેળવી.”
- બ્રિજલ રાણા
“I am very happy to have learnt to believe in ourselves, about responsibility and to trust.”
- Asha Kumar
“હું આમાં આવીને આત્મવિશ્વાસુ બન્યો છું. હવે મેં મારું ધ્યેય નક્કી કરી લીધું છે ને એના પર હું કામ કરીશ જ. હું સમૂહમાં હળીમળીને કામ કરતા શીખ્યો છું.”
- જયેશ પરલીયા
‘My life my responsibility’- I learnt that I should take my own decisions. I alone have to face and solve my problems and not depend on others for help or allow someone else to choose for me or decide for me.
- Preethi Vinaya
“I learnt to come out of my inhibitions, be straight forward, to give opinions without hesitation. I also learnt to make friends and to be independent.”
- Mamtha
“આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં અમે સ્વતંત્રતાનો સાચો અર્થ શીખ્યા. જો સ્વતંત્ર બનવું હોય તો પોતાના જીવન અંગેની દરેક જવાબદારી લેતાં શીખવું પડે.”
- મિહિર પાર્કર
“આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં અમે બધા મિત્રોએ મળીને સ્વપ્નનાં ભારતને તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો અને તેને કેવી રીતે ચલાવવું, તેમાં ક્યાં નિયમો મૂકવા, તે દરેક બાબતો સમૂહમાં વિચારીને નક્કી કરવામાં આવી. અહીં આઠ દિવસમાં અમારો DICનો એક પરિવાર બની ગયો.”
- ત્યાગરાજ પાટીલ
|