Reflection from Life Camp Facilitators…
“જીવનની અવનવી વાતો અને તેમનામાં રહેલા ગુણોની ઓળખ કરવાનો સતત પ્રયાસ મને સજાગ રાખતો હતો. બાળકોની આંખોમાં નવું નવું શીખવાના ભાવ, તરવરાટને કરણે હું પણ ઉત્સાહથી ભરેલો રહી શકતો હતો. વિવિધ પ્રવૃત્તિઓ દરમ્યાન થતી રહેતી ચર્ચામાંથી હું પોતે ઘણી નવી બાબતો શીખી શક્યો છું.”
- નીતિન પટેલ, વડોદરા
“હંમેશાં મને લાઇફ કૅમ્પ લેવાના ગમે છે. બાળકો સાથે હું પણ ખીલી ઊઠું છું. મારા મતે હળવા વાતાવરણમાં બાળકોને રસ પડે તે રીતે જીવન વિષયક વાતોની ચર્ચા કરવામાં આવે તો તેઓ ઘણું બધું શીખી શકે છે.”
- દીપ્તિ પટેલ, વડોદરા
“મહોર પ્રાથમિક શાળામાં સહસંચાલક તરીકે મારી પહેલી શિબિર હતી, તેમાં મેં બાળકો સાથે આ જીવન શિબિરનો આનંદ માણ્યો હતો. આ શાળાનાં બાળકો મારા માટે નવાં હતાં પરંતુ પહેલા દિવસના અંતે જ બધાં બાળકો જોડે અમારી ખૂબ જ સારી આત્મીયતા બંધાઈ હતી.”
- ગીરીશભાઈ પ્રજાપતિ, ખેડબ્રહ્મા, સાબરકાંઠા
“લાઇફ કૅમ્પ લેતી વખતે શરૂઆતમાં મને એમ હતું કે આ બાળકોને બોલતાં કરવાં મુશ્કેલ હશે પરંતુ જેમ જેમ પ્રવુત્તિ કરાવતો ગયો તેમ તેમ બાળકો ખૂબ જ ખુશીથી બોલવા લાગ્યાં એટલું જ નહીં, પછી તો મારે કોને તક આપવી એ મારા મારે થોડું અઘરું બની ગયું હતું કરણ કે બાળકો ખૂબ નજીક આવી ગયાં હતાં. અમુક બાળકો અદ્ભુત રીતે લાઈફ કૅમ્પને માણતાં હતાં. તેમના વિચારો જોઈને મને વિશેષ આનંદ થયો હતો.”
- મહેશભાઈ નાયી, વડાલી, સાબરકાંઠા
“આ મારો શિબિર લેવાનો પહેલો અનુભવ હતો. માટે અહીં જે બાળકો જોડે મેં કામ કર્યું તે હંમેશાં મારા દિલમાં રહેશે. એ બાળકો મને "દીદી દીદી" એમ કહીને એટલાં વહાલથી પ્રશ્નો પૂછતાં ને મારા જવાબની રાહ જોતાં અને મને એટલો પ્રેમ આપતાં કે તેના લીધે મારો આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે. હું ઘણી નવી નવી વાતો તે બાળકો પાસેથી શીખી શકી.”
- ક્રિષ્ના પટેલ, વડોદરા
|