-: Participants express their feelings for workshop :-
“કોઈ અજાણ્યા પ્રદેશમાં ડગ માંડવાની થોડી બીક અને ઝાઝો રોમાંચ થયો. અતિશય વ્યવસ્થિત રીતે આ ગહન વિષયમાં અમોને પ્રવેશ કરાવવા બદલ આભાર. થોડી સમજણ સાથે અનેક ગેરસમજણનાં વાદળો વિખરાયાં. સમજણનો સૂર્ય કદાચ હજુ પૂર્ણરૂપે નથી પ્રકાશ્યો, પણ ક્ષિતિજે લાલાશ આવી ગઈ છે, જે વિશ્વાસ પણ જન્માવે છે.”
- ભાવેશ જાદવ
“I feel immense pleasure because the workshop was a worthwhile and unique experience. I have never attended such workshop ever before. It really touched my heart. Games, stories and movies made this workshop unforgettable. It is a torch bearer and path finder to the community, society, nation, friends, family and self.”
- Nitin Patel
“અત્યાર સુધી મેં કરેલા બધા કાર્યક્રમો કરતાં આ કાર્યક્રમ શ્રેષ્ઠ રહ્યો છે. સાથે સાથે ઘણો પ્રાયોગિક દૃષ્ટિકોણ હોવાથી ખૂબ આનંદની લાગણી થાય છે. જીવન વિકાસલક્ષી કાર્યક્રમ હોવાથી વિતાવેલા જીવનને વલોવવાનો, ઢંઢોળવાનો મોકો અહીં મળ્યો. જીવનને નવો માર્ગ મળ્યો છે.”
- કિંજલભાઈ પટેલ
“इस कार्यक्रम से मुझे एक बार में इतना प्यार हो गया कि मैं अपने दुसरे मित्रो को भी इस कार्यक्रम से जुड़ने के लिए कहूँगी चाहे वो शिक्षा-क्षेत्र से जुड़े हों या न हों, क्योंकि यहाँ स्वयं पर काम करना सिखाया जाता है। स्वयं की पहचान जैसे की, हम क्या हैं और हम क्या बन सकते हैं, स्वयं की परिभाषा, हम स्वयं बन सकते हैं और उसकी चाबी हमारे पास ही है। इस कार्यशाला के लिए में कभी काम कर सकूँ या सहयोग कर सकूँ तो मेरी खुशनसीबी होगी।”
- हिमांशी सांखला
,
“આ કાર્યશાળાથી સ્વવિકાસની એક નવી પરિભાષા મળી. જીવનના મિશન તરફ જવાની પ્રેરણા આપતો ખૂબ જ સરસ કાર્યક્રમ થયો. જીવન વ્યતીત કરવા માટેનાં સરસ કારણો મળ્યાં. પરિવાર અને જાહેર જીવન વચ્ચે સંતુલન લાવવા માટેના ખૂબ જ અસરકારક જવાબો મળ્યા.”
- અનિલ કેવડીયા
|