// Year 12 // Issue 10 // 23 April 2019   NEWSLETTER CUM MAGAZINE OF OASIS MOVEMENT
Celebrating the Remarkable Journey of
Oasis Publications on
World Book Day 
ઓએસિસ પ્રકાશન: ૧૦૧ નોટ આઉટ! 
100મા પુસ્તકને મળ્યો 'પ્રભાત પ્રકાશન'નો સાથ:
अध्यात्म की खोज में...
 
This year Oasis proudly presents its 100th Publication in the form of 'Adhyatma ki Khoj Mein' translated by Virendranarayan Singh in hindi. This book is also a symbol of our 1st partnership with a prestigious national publishing house, Prabhat Prakashan, New Delhi which is headed by shri Piyush Kumar.
 Book launch moments during Oasis Movement Annual Retreat 2019
પોતાને ઉપયોગી થયેલા, સમજાયેલા અને જીવનમાં ઉતારેલા વિચારો, વાતો અને સમજણને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાના સ્વપ્નના પરિણામે આજે ઓએસિસ પ્રકાશને 101 પુસ્તકો વાચકોની વચ્ચે મૂકી દીધાં છે. ઓએસિસ પ્રકાશન સંતોષ માનીને બેસી રહે તેમ તો છે જ નહીં, માટે 100 પછીની નવી પારી વધુ જુસ્સા સાથે ચાલુ થઈ ચૂકી છે...
"ઓએસિસ પ્રકાશને પુસ્તકના રૂપમાં જીવનનું અમૃત સમાજને આપ્યું છે" 
16,00,000+ copies of Oasis Publications 
Printed till date!
  'જીવનનું ઘડતર' - ઓએસિસ પ્રકાશનનો મુખ્ય ઉદ્દેશ
(The first Oasis Publication, Bestseller 'Mahan Hrudayona SaReGaMaPaDhaNi', gets a new look in 2011)
 
Oasis publications are extremely important part of Oasis Movement. They are powerful mediums that propagate Greatest Principles of Life to large number of people. They primarily focus on the subjects related to Character-Education of world order. The wide range of topics includes vital areas like Love, Parenting, Marriage, Success, Career, Relationships, Personal Change, Health, Leadership and Management etc. Thereby these books cater to the basic issues and concerns of every individual across the globe.
All those who love life are most lovingly welcome into this world of wisdom represented in Oasis Books! However, it may please be noted that these books are basically designed to provide windows for contemplation to its readers.
મારા જીવનના આ ગંભીર પ્રશ્નોના જવાબ ક્યાંથી મળશે??
  • હું ધન કમાવવાને મહત્ત્વ આપું કે મનગમતું કામ કરવાને અગ્રિમતા આપું?
  • પરિવારના સભ્યો મારી વાતને સમજતા જ નથી, હવે હું શું કરું?
  • બાળકોના ભવિષ્ય માટે સતત ચિંતા રહે છે, જેથી તેમના બાળપણને માણી શકતો નથી, તો મારે શું કરવું જોઈએ?
  • હું મિત્રોને ખુશ રાખ્યા કરું કે મને સાચું લાગે છે તે કરું?
  • વાતવાતમાં ગુસ્સો આવે છે- આ સ્વભાવને હું  કેવી રીતે બદલું?
  • કોઈ નવું કામ કરવાનું હોય કે આગળ આવી બોલવાનું હોય તો શા માટે મારામાં હિંમત હોતી નથી?
હૃદયની ભાષામાં લખાયેલાં આ પુસ્તકોના માર્ગદર્શનથી જીવનની વિવિધ અવસ્થાઓની મૂંઝવણો, ખેંચતાણને ઉકેલવામાં મદદરૂપ થવું એ જ ઓએસિસ પ્રકાશનનો મિત્રધર્મ અને સમાજપ્રેમ છે. અને હા, જેમ નદીના ધસમસતા પ્રવાહની સાચી અનુભૂતિ કિનારા પર બેસીને ક્યારેય થતી નથી, તેમાં ઊતરવું જ પડે છે, તેમ પુસ્તકોને વાંચી તેના વિચારો જીવવા પડે છે. 
૧૩ લાખ વાચકો સુધી પહોંચી ઓએસિસના શબ્દપુષ્પોની મહેક
વાચકોના હૃદયમાં ઊતરતાં ઓએસિસ પ્રકાશનો 
"જીવનમાં કશુંક પામેલી વ્યક્તિ ખૂબ જ ધીરે ધીરે, આપણી પાસે બેસીને એક એક વાત સપષ્ટ કરતી જાય, ગૂંચો ઉકેલતી જાય, એક સાફ-સુથરો માર્ગ બનાવતી જાય, તેવી ભાષા અને શૈલી આ પુસ્તકમાં પ્રયોજાયાં છે. હજુ માત્ર પૃષ્ઠો ફેરવ્યાં છે ત્યાં મારા મનની ગૂંચો ઉકેલાતી હોય- મારા પોતાના માર્ગમાં રહેલા અવરોધો સમજાતા હોય તેવો અનુભવ થયો. આ પુસ્તક નક્કર વ્યવહાર જગત સાથે સંબંધ જોડે છે... કોરી કલ્પના કે ઉપદેશો કે ‘આમ કરો તો આમ થઈ જાય’ એવી કોઈ વાત નથી. અને માત્ર સ્વ અનુભૂતિ પર ભાર મૂક્યો છે."
– નિરુપમ છાયા, ભુજ
 
"આ ખરેખર ‘જીવનની ભેટ’ છે જે જીવનભરની ભેટ બની રહે છે. અહીં ટચૂકડી વાર્તાઓ દ્વારા મોટી-ઘેરી અસર ઉપજાવવાના પ્રયાસ થયા છે. અને પસંદ થયેલી વાર્તાઓ સહેતુક કોઈ ખાસ વિષય તરફ વાચકને દોરવા માટે પસંદ થઈ છે. જેમને પણ વાર્તાઓ વાંચવા-કહેવાની તક મળે છે તેવા સૌ માટે આ એક ખજાનો છે. આ પુસ્તક દરેક જાગૃત વ્યક્તિએ પોતાને જ ભેટ રૂપે આપવું જોઈએ."
- નરેશ કાપડીઆ, સુરત
"ઓએસિસના કોઈ પણ પુસ્તકનું કોઈ પણ પાનું ખોલો, જુઓ, વાંચો તો સમજાશે કે એમાં એક પણ શબ્દ બિનજરૂરી નથી. સીધી, સરળ વાક્યરચના સાથે ટૂંકા ને અસરકારક વાક્યો. જે વ્યક્તિ ઓએસિસનાં પુસ્તકોના પરિચયમાં આવે છે તે એટલું તો કહેશે કે હું આટલો મોડો કેમ? કારણ કે આ બ્રહ્માનંદ સહોદર છે. એનું વર્ણન ના હોય દોસ્તો, એની જાત અનુભૂતિ જ હોય."
હસમુખ પટેલ, નવસારી
"‘મહાન રશિયન નવલકથાકાર દ્વારા સંપાદિત થયેલા આ પુસ્તકનો સરળ અને રસપ્રદ ભાવાનુવાદ કરનાર સંજીવ શાહનો આપણે આભાર માનીએ તેટલો ઓછો છે. આ પુસ્તકના પાનેપાને વિશ્વના સઘળા ધર્મોનો સાર વાંચવા મળે છે. રોજેરોજ જીવન જીવવાનું માર્ગદર્શન આપતું આ પુસ્તક હાથવગું રાખ્યા વગર અને નિયમિત રીતે વાંચ્યા વગર રહેવાય તેમ નથી. ૪૦૦ પાનાંમાં સંગ્રહિત આ પ્રેરણાદાયી દસ્તાવેજ સાચા અર્થમાં માનવજાતિના સર્વશ્રેષ્ઠ વારસાની અમૂલ્ય ભેટ છે."
સંજય દવેઅમદાવાદ
"અધ્યાત્મ વિજ્ઞાનના વિષય પર આગવો પ્રકાશ અને પ્રભાવ પાડતું અધ્યાત્મવાદી માનવચેતનાને અર્પિત આ પુસ્તક પ્રસિદ્ધ થયેલાં અસંખ્ય પુસ્તકોમાં આગવું તરી આવે છે. પુસ્તકની સુંદર, સરળ ભાષામાં અધ્યાત્મનો વિષય આવરીને તેમ જ વિશ્વભરના જાણીતા વિચારકોનાં અવતરણો પુસ્તકના દરેક પ્રકરણના અંતે મૂકીને, વાચકને વિચારતાં કરીને, લેખકે કમાલ કરી છે. વિમલા ઠકારના આધ્યાત્મિક વિચારો સમગ્ર પુસ્તકમાં સૌથી વધુ પ્રભાવ પાડે છે."
ડૉ. દિલીપ શાહ, સુરત
"આ પ્રકાશનનાં પુસ્તકો ભટકી ગયેલા મુસાફરોને જીવનની નવી કેડી રચવામાં ખૂબ જ  ઉપયોગી બને એવાં છે. હતાશ થયેલાં બાળકો, વિદ્યાર્થીઓ, માતા-પિતા, શિક્ષકો માટે આ પ્રકાશનો સાચા અર્થમાં પથદર્શક બની રહ્યાં છે. જીવન જીવવાનું જોમ મળી રહે છે."
– પ્રજ્ઞા કેવટ, નવસારી

"‘એક પિતાનો માફી પત્ર’ પુસ્તક એક પિતા તરીકેની સાચી તસવીર બતાવે છે કે અમે કેવા પિતા છીએ ને અમારે કેવા પિતા બનવું જોઈએ. આ પુસ્તક વાંચવા માટે મને ઘણી હિંમતની જરૂર પડી. આ પુસ્તકે મને હજુ વધુ ભૂલ કરતાં બચાવી લીધો અને એક નવો રસ્તો બતાવ્યો તે માટે આભાર માનું છું. હું અને મારા જેવા કોઈ પણ પિતા પોતાના બાળકને વારસામાં સારી ગિફ્ટ આપી શકે છે તો આ પુસ્તક જેવી મૂલ્યવાન બીજી કોઈ ગિફ્ટ ન હોઈ શકે!"
- જયદીપ પટેલ, સુરત 
Author of Oasis Publications
Most of the Oasis Publications are authored by Sanjiv Shah. He is the founder of Oasis Movement. Oasis aspires to lead a movement for propagating concepts of character education for the development of individuals and society. 

Sanjiv is a leading nonfiction writer in Gujarati language, having published more than 16,00,000 (16 lakhs) books and mini-booklets. This distinguished feat has made him one of the most respected and popular contemporary writers in the region in the genre of scientific self-help.
હજારો-લાખોમાં છપાતાં પુસ્તકોથી ધબકતુંં ઓએસિસ પ્રકાશન
ઓએસિસ પ્રકાશને વાચકોને જીવન પ્રત્યે વિચારતાં કરી મૂકે તેવાં ચારિત્ર્ય-ઘડતરનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે અને પોતની એક આગવી ઓળખ ઊભી કરી છે. સાથે વાચકોએ પણ ખુલ્લા દિલથી આ પ્રકાશનોને પસંદ કર્યા છે. પુસ્તકોને મળેલા બહોળા પ્રતિસાદને કારણે છેલ્લાં બે વર્ષોથી અમુક પુસ્તકોની 50 હજારથી 1 લાખ નકલો એકસાથે છપાય છે, અને આ પુસ્તકો હજારો ને લાખો લોકો સુધી પહોંચી પણ રહ્યાં છે.
Top 6 most printed books of Oasis Publications
No. Books Name Printed Copy
1 મહાન હૃદયોના સારેગમપધનિ 26, 000
2 સદીઓનું શાણપણ (સંક્ષિપ્ત) 25,000
3 હાકલ 52,000
4 જીવનની ભેટ 1,00,000
5 એક્ઝામ કી ઐસી કી તૈસી! 1,20,000
6 રિઝલ્ટ કી ઐસી કી તૈસી! 1,00,000
વિશ્વનાં શ્રેષ્ઠ પુસ્તકોનું ભાથુંં ગુજરાતી ભાષામાં પીરસતું ઓએસિસ પ્રકાશન
Oasis Publications bring the best of the best literature from the world in Gujarati and other Indian languages. Instead of just translating, we do creative compilations with its own uniqueness and identity in presentation.
તો ચાલો જાણીએ, શા માટે આ પુસ્તકોને અનુવાદ કરવા માટે પસંદ કર્યાં?
વિશ્વવિખ્યાત સાઇકોઍનાલિસ્ટ તથા સોશિયલ ફિલૉસૉફર એરિક ફ્રોમ લિખિત ‘ધ આર્ટ ઑફ લવિંગ’ કદાચ પહેલું એવું પુસ્તક હશે જેમાં તર્કબદ્ધ રીતે સ્પષ્ટ કર્યું છે કે પ્રેમ કોઈ જાદુઈ અને રહસ્યમય લાગણી નથી, જેને વર્ણવી ના શકાય. પરંતુ પ્રેમ તો એક કળા છે, તે શીખવાની બાબત છે. આ અનોખું પુસ્તક સમજાવે છે કે પ્રેમ ખરેખર ચારિત્ર્ય-ઘડતરની બાબત છે અને પ્રેમ કરતાં પહેલાં પ્રેમાળ બનવાની વાત કરે છે. ઓએસિસમાં પ્રેમના પાઠ્યપુસ્તક સમાન આ પુસ્તક તો વાચકો સુધી પહોંચવું જ જોઈએ; માટે અલ્કેશ રાવલે આ પુસ્તકનો અનુવાદ કર્યો છે.


બાળમનોવિજ્ઞાનના નિષ્ણાત એ. એસ. નીલના ‘સમરહિલ’ શાળાના અનુભવો અને શિક્ષણપ્રયોગો વર્ણવતું આ પુસ્તક આપણા દેશનાં શિક્ષકો અને માતાપિતાઓને એક નવી દૃષ્ટિથી બાળપણને જોવા અને શીખવા માટેનો મોકો આપે છે. બાળકો માટે અને બાળકોથી ચાલતી આ શાળા આપણી શિક્ષણવ્યવસ્થા અંગે પ્રશ્નો તો ઊભા કરે છે, પણ સાથે બાળ કેળવણીની અનોખી ફિલસૂફીની વાત કરે છે. જે સાચે જ આપણી શિક્ષણવ્યવસ્થાને એક નવી દિશા સૂચિત કરે છે.
'અ કેલેન્ડર ઑફ વિઝડમ' લિયો તોલ્સતોય તરફથી માનવજાતિના સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક વારસાની આપણને અદ્ભુત ભેટ છે. તેમાં વિશ્વના સઘળા ધર્મોનો સાર છે. સર્વોત્તમ ચિંતકોના ઉચ્ચતમ વિચારો તેમાં સામેલ છે. વિશ્વની મહાવિભૂતિ તોલ્સતોયની સમર્થ કલમના માધ્યમ દ્વારા 3૬૬ દિવસ મહાન માનવો સાથે આપણે સત્સંગ-સંવાદ કરી શકીએ છીએ. અંગત રીતે ઓએસિસ માટે આ પુસ્તક ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતી વાચકો સુધી આ મહાન કૃતિનો મહામૂલો અર્ક પહોંચી શકે અને આ પુસ્તક જીવન-મિત્ર બની શકે એવી ભાવના હૈયે રાખીને અનુવાદ કર્યો છે 'સદીઓનું શાણપણ'નાં રૂપે. દરેક વ્યક્તિ સુધી આ વિચારો પહોંંચી શકે તે હેતુ સાથે પુસ્તકનું સંક્ષિપ્ત સ્વરૂપ પણ ઉપલબ્ધ છે.
વિવિધ ભાષાઓમાં ખીલી રહ્યું છે ઓએસિસ પ્રકાશન 
ગુજરાત સાથે ગુજરાતની બહાર પણ ઓએસિસનાં પુસ્તકો પહોંચે તે મુખ્ય ઉદ્દેશ સાથે પુસ્તકો વિવિધ ભાષાઓમાં અનુવાદિત થઈ રહ્યાં છે. હાલમાં અંગ્રેજી, હિન્દી, કન્ન્ડ ભાષામાં ઓએસિસનાં કેટલાંક પુસ્તકો અનુવાદિત થઈ ગયાં છે. અને ટૂંક સમયમાં જ મરાઠી, બંગાળી, ઉર્દૂ જેવી બીજી ઘણી ભાષાઓમાં ઓએસિસનાં પુસ્તકો વાચકો માટે ઉપલબ્ધ બનશે. 
What translators say...
 
“‘अध्यात्म की खोज में..’ किताब अनुवाद के लिए मिली तब ओएसिस से मेरी जान-पहचान हुई। मेरे जीवन का वो बहुत मुश्किल समय था, जिसमें फश कर मैं खुद से और दुनिया से भाग रही थी; पर इस किताब की वजह से मैं खुद को अच्छी तरह से जानने लगी, समझने लगी, और चाहने भी लगी! मेरा अनुभव यह रहा की, किताब का अनुवाद करते करते मेरा बहुत अच्छा आत्मपरीक्षण और चिंतन-मनन हुआ, जिससे मेरे जीवन की कई समस्याओं के हल मुझे प्राप्त होते गए।“
 - माधवी वाघ, मराठी अनुवादक, मुंबई

"When I started translating the book 'Exam ki aisi ki taisi', It was really hard hitting for me. I understood the feelings of each child and at one moment I realized that I am not a professional translator; then will I be able to do it? But at that moment I trusted Sheeba'di and continued the process, and today when I am watching this revolution in young generation. I am really stoned and want to continue as a translator for Oasis Publications."
- Gopika Kothari, Mumbai
ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ છે ઓએસિસ પ્રકાશનો
દુનિયા 4Gની ઝડપે આગળ વધી રહી છે ત્યારે પુસ્તકો વાંચવાનાં માધ્યમો પણ બદલાયાં છે. ઓએસિસનો મુખ્ય ઉદ્દેશ છે કે પુસ્તકના વિચારો કોઈ ને કોઈ માધ્યમથી વાચકો સુધી પહોંચતા રહે, માટે છેલ્લાં બે વર્ષથી આખી ટીમ આ પુસ્તકોને ડિજિટલ સ્વરૂપમાં ફેરવવાનાં કામમાં જોડાયેલી છે. આજે ઑડિયો, વીડિયો, ઇ-બુક્સના સ્વરૂપમાં ઑનલાઇન ઉપલબ્ધ થઈ રહી છે. 
 38થી વધુ પુસ્તકો હવે વાંચી શકાય છે ઍમેઝોન કિન્ડલ પર

 ઓએસિસ પ્રકાશન ખરીદી શકાય છે 
ઍમેઝોન
 અને ફ્લિપકાર્ડના માધ્યમથી

 ઓએસિસનાંં પુસ્તકોનું ISBN રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે
ઓએસિસ પ્રકાશનની ટીમના અનુભવો
ઓડિયો બુકલેટ્સ બનાવવાના સંભારણાં
"ચારેક વર્ષ પહેલાં ‘આત્મવિશ્વાસ એટલે શું?’ બુકલેટ વાંચવા મળી અને બીજા મિત્રો સુધી આ વિચારો પહોંચાડવા માટે જાતે જ તેની ઑડિયો બુકલેટ તૈયાર કરી. ત્યાર પછી ઓએસિસ દ્વારા હજુ વધુ બુકલેટ્સ બનાવી શકાય તે માટેનો પ્રસ્તાવ મળ્યો. મારા સૂચવ્યા પ્રમાણે પ્રકાશનોની ઑડિયો જ નહીં, વીડિયો બુક્સ બનાવીને યૂ-ટ્યૂબ પર વહેતી મૂકવી જોઈએ તો તેના ભાવકોનો વ્યાપ વધશે અને આટલું સારું, સરળ, વિચારોત્તેજક લખાણ જેઓ વાંચતા નથી તેવા હજારો મિત્રો સુધી પહોંચી શકશે. ઓએસિસે આ સૂચનને સ્વીકાર્યું, એટલું જ નહીં, મને આ પ્રોજેક્ટમાં જોડીને આગળ વધવાનું બળ આપ્યું. અને આજે ચાળીસ જેટલી પુસ્તિકાઓનું ઑડિયો બુક્સમાં રૂપાંતર થઈ ચૂક્યું છે."
 - નરેશ કાપડીયા, સુરત
Experience as a designer of Oasis Publication Cover Pages

"What a Special journey! since I did my first ever Oasis book cover design for “Nutan vishwana…” published by Vichar Valonu when I was in my final year back in 1994 to 101 Oasis Publication “Jivan ni bhet” in 2019! While I grew in my skills as a designer in professional life, with each OP design project I grew as a person too, which was much more valuable to me.

It was like going through an experience of diving into the heart, mind, imagination, intuition, conscience and bringing out a consolidated expression that would reflect the essence of what the author wrote inside. A deep sense of satisfaction, privilege and gratefulness I hold in my heart for this wonderful opportunity Oasis gave me."

- Jolly Madhra, Chief Designer of  Oasis Publications

Glimpses of Oasis Books Launching Sessions
Book Launch of 'Aakhare Aazad' 
Book Launch of 'Hrudaye Kranti'
Book Launch of 'Sneh, Sarvar Ane Chamatkar'
Book Launch of 'Sadionu Shaanpan'
Sanjiv Shah shares story behind જીવનની ભેટ book and about the team working behind the books of Oasis Publications.
ચારિત્ર્ય-ઘડતરનાં ઉત્તમ પુસ્તકોની ભેટ પોતાને તો ખરી, સાથે નજીકનાં મિત્રો, સગાં-સંબંધીઓને આપવી હોય તો તરત ઓએસિસનો સંર્પક કરો... 
 
Contact: Oasis Movement 
Oasis 'Friendship Home', 201, Shalin Apartment,
52, Haribhakti Colony, Race Course, Vadodara - 07
Phone: (0265) 2321728

Email: publications@oasismovement.in
Website
Alive Archive
Subscribe
YouTube
TEAM ALIVE
Alkesh Raval
Hiral Patel
Jay Thakkar
Jolly Madhra
Krishna Patel
Kshama Kataria
Mehul Panchal
Sanjiv Shah
Sheeba Nair
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.