Why students knowledge is dependent only on textbooks?!
|
|
|
“I have yet to meet someone who is ‘interested’ in reading the textbook. I feel that the problem lies there itself. Students have nothing to do but to ‘read’ them. Pages and pages of what make very little sense to students like me. I believe that if more self-work was included, then they would be very well prepared for the world when it’s time. We would also have lesser students that just cram the works and vomit it all in the examination to get good marks.”
– Rahul Soni, Navsari
|
|
|
આધુનિક બન્યો જમાનો ને શિક્ષણનું થયું વ્યાપારિકરણ
|
|
|
“હાલ તો એવો સમય છે કે મા-બાપ મજૂરી કરીને પણ બાળકને ખાનગી શાળામાં જ ભણાવશે. શાળાનું નામ, તેનું ભૌતિક માળખું જોઈને વાલી ગર્વ કરશે કે 'મારું બાળક તો ફલાણી સ્કૂલમાં ભણે છે’, 'અમે તો આટલી મોંઘી ફી ભરીએ છીએ'... વગેરે દ્વારા દેખાદેખીની સ્પર્ધામાં સામેલ થઈ જાય છે. હાઈફાઈ શાળાઓ દ્વારા ઉઘરાવવામાં આવતી ઊંચી ફી ભરી બાળક્ને ભણાવાથી શિક્ષણનું સ્તર ઊંચે જતું નથી. પરંતુ, સારા ટકા લાવવાનું દબાણ જ વધે છે.”
- પ્રશાંત વાઘેલા, અમદાવાદ
|
|
|
Hey, At least give me space to make mistakes!!
|
|
|
“Let the students make mistakes, let them fall, let them learn, and let them fly. Guide them in correcting their mistakes, but do not punish them. Teach them the real values of life, give them all the practical aspects of knowledge, shower all your love on them, teach them how to value emotions, teach them how to stay confident, teach them HUMANITY.”
-Krisha Kansara, Navsari
|
|
|
"We feel that Education is Really Dead!"
|
|
“હું મારી વાત કરું ને તો બાળપણથી જ શાળાની દરેક પરીક્ષાઓમાં ટોપરનું બિરુદ મેળવ્યું. પણ હાલ જ્યારે કૉલેજમાં ભણી રહી છું ત્યારે સમજાય છે કે માત્ર શૈક્ષણિક સિદ્ધિઓથી જીવનમાં સફળતા નથી મળતી. જ્યારે એવા લોકોને જોઉં છું, જે ભણતરથી નહીં પણ પોતાની આવડતથી દુનિયાના અસલ ટોપર બને છે. ભણવા પાછળ પડેલા મારા જેવા વિદ્યાર્થીઓ છેલ્લે સામાન્ય વિદ્યાર્થીઓની હરોળમાં આવીને રહી જાય છે.”
- દ્રિષ્ટિ શાહ, વડોદરા
|
|
|
“ધોરણ દસમાં ૯૦% આવ્યા એટલે મા-બાપ, શિક્ષકો, સમાજના કહેવા પ્રમાણે સાયન્સ લઈને એન્જિનીયર બનીને હાઈ-પ્રોફાઇલ કંપનીમાં ૩વર્ષ કામ કર્યું. પણ દુઃખી જ થઈ. ૩૪ વર્ષની ઉંમરે સમજાયું કે હું આર્ટ્સની વ્યક્તિ છું. જ્યારે લેખનને વ્યવસાય બનાવ્યો ત્યારે મને ખુશી મળવા લાગી અને આજે ૩૬ વર્ષની ઉંમરે ઈન્ટરનેટ પર બ્લોગ્સ લખું છું. આજે મારા રસનો વિષય તો મળી ગયો, પણ આ સિસ્ટમને કારણે મારા જીવનનાં કિંમતી વર્ષો બગડ્યાં તેનો હિસાબ મારે કોની પાસે લેવાનો?”
- અંકિતા ગાંધી, અમદાવાદ
|
|
|
|
“જો મારા માર્ક્સ મારા ભાઈ કરતાં ઓછા આવે તો મને ‘ડોબી’ તેમજ ‘ઠોઠ’નાં લેબલ આપવામાં આવે છે, મારા પર સારા ટકા લાવવા માટેનું દબાણ કરવામાં આવે છે પણ મારે તો રમતગમતમાં આગળ વધવું છે, તે તરફ કોઈનું ધ્યાન જ નથી.”
- ડેનિશા ટેલર, સુરત
|
|
|
“‘કિલ્લોલ’ નામથી મેં પંદર વર્ષથી સુધી બાલવાડી ચલાવી છે. જેનો હેતુ બાળકો સાથે હસે-રમે અને નવું શીખે તેનો હતો. પણ સમયની સાથે મા-બાપની એ આશા કે ત્રણ વર્ષના બાળકને A, B, C ને ટ્વિન્કલ ટ્વિન્કલ ગોખાવી દઈએ જેથી ઈંગ્લીશ મિડિયમની શાળામાં મૂકવાની ઘેલછા પૂરી થાય. ધીરેધીરે બાળકોના આનંદ માટે ચાલુ થયેલી બાલવાડીની જગ્યા ફ્રેન્ચાઈઝી પ્લેસેંટર લઈ લીધું. આ કેવી કરૂણ પરિસ્થિતિ છે જ્યાં નાનું છોકરું હજુ બોલતાં શીખ્યું હોય ને તેને હરિફાઈની હોડમાં નાખી દઈ, બાળપણને જ છીનવી લેવામાં આવે છે.”
- દિપ્તી પટેલ, વડોદરા
|
|
|
|
“A child educated only at school is an uneducated child.”
|
|
Misaal Honourship: Education of Life, Education for Life
Misaal Honourship Explorer is a program where true education of life is given in the hands of youngsters. They follow their heart and work with passion. They try to discover the potential they carry within by exploring different avenues. In the process, they learn to prepare for life by being financially and emotionally independent. They learn to face and digest failures, they learn how to celebrate success, they learn how to practice patience during tough phases, they learn to ask questions, they learn to make mistakes and they learn to live the life to its fullest.
|
|
|
“Intelligence plus character that is the goal of true education”
|
|
જીવનને સાચી રીતે જીવતાં શીખવે તે જ સાચી શિક્ષણ પદ્ધતિ
"બીબાઢાળ શિક્ષણ વ્યવસ્થાની આજથી એક વર્ષ પહેલાં હું પણ શિકાર બની હતી. ૧૨ વિજ્ઞાનપ્રવાહની બોર્ડની પરીક્ષામાં હું ફેલ શું થઈ, આ (ફેલનો) ધબ્બો લાગતાની સાથે મારો આત્મવિશ્વાસ ડગી ગયો. હવે આગળ શું કરીશ તેનો ખ્યાલ પણ નહતો ત્યારે મિસાલ ઓનરશીપમાં જોડાવાનો મોકો મળ્યો. જેને કદાચ મારા ફેલ હોવાથી કોઈ ફરક નથી પડતો પણ એને મારી આ નિષ્ફળતાને પણ સફળતામાં બદલી શકાય છે તે તરફ મારું ધ્યાન ખેંચ્યું. આ વખતે ફરી મારા ગમતા વિષયો સાથે ૧૨મા ધોરણની પરીક્ષા આપવા હું તૈયાર થઈ. ફોર્મલ એજ્યુકેશનને વધુ મહત્ત્વ ન આપતાં ભણવાની સાથે બીજાં ઘણાં મારાં ગમતાં કામો કર્યાં છે. શાળામાં માત્ર ૩૦% હાજરી હશે; ને મોટે ભાગે પરીક્ષા નજીક આવી ત્યારે જ વાંચ્યું હશે. પણ આ પરીક્ષા ખૂબ સારી રીતે આપી છે. એનું કારણ છે કે જે બાબતો હું શાળા કે વિષયો દ્વારા શીખી રહી હતી તેના કરતાં વધુ હું MHEમાં આવ્યા પછી શીખી અને પ્રેક્ટિકલી જીવી પણ રહી છું. તેથી હવે વિષયોને ગોખવાની જરૂર જ નથી પડતી. આપણી આ શિક્ષણ વ્યવસ્થા એવી હોવી જોઈએ જે વ્યક્તિના જીવનને પ્રાધાન્ય આપે. અને MHEની આ પ્રક્રિયા આ જ તો કરી રહી છે- જે સતત શીખતાં રહેવા પર જ ભાર મૂકે છે."
- દિંકલ ગાયક્વાડ
|
|
|
Think, if everyone will stop complaining and start finding solutions, won’t it help our country to develop on a fast pace?
If you also have ideas to make Education System alive, then join this movement to bring the change that you want.
You can post a letter with your creative suggestions and join this movement.
Also, you can share your views with us. If you have questions or suggestions, do not wait – just contact us!
|
|
|
|
Karuna Rathva from Vadodara (Gujarat) shares the reason behind writing the letter of 'Education is DYING!' in the Annual Retreat 2019.
|
|
Courtesy : All illustration taken from the internet
|
|
|
Special Editor of this issue : Jay Thakkar
|
|
|
|
|
|
|