અમે શીખ્યા કે...
“પોતાના ઉપર વિશ્વાસ રાખવો, જીવનની પસંદગીઓ આપણે જાતે કરવી, હંમેશાં હકારાત્મક વિચારવું, કોઈનું પણ ખોટું નહીં ઇચ્છવું આમ આ ચાર બાબતો મને જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે.”
- ધારા સોલંકી
“મને એ બાબત વધારે સ્પર્શી ગઈ કે અમારે આગળ જઈને બધાંની સામે બોલવાનું હતું, આ બાબતથી મને ખૂબ જ ડર લાગતો હતો પરંતુ જ્યારે મેં આગળ જઈને બોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને ખૂબ ખુશી થઈ કે હું પણ બોલી શકું છું. અને તેથી જ મારી હિંમત વધી.”
- પ્રીતિ પટેલ
“આગળ આવીને બધાંની સામે બોલવું, પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે સતત પ્રયત્ન કરતા રહેવું. જો મારાથી ભૂલ થાય છે તો તેને છુપાવવા કરતાં તેનો સ્વીકાર કરીશ અને તેને સુધારવાનો પ્રયત્ન કરીશ. આવી દરેક બાબતો જે શિબિરમાં શીખવા મળી છે તે મને હંમેશાં કામ લાગશે.
- જયમતિ ગોરઠાકોર
|