લાઇફ ક્લાસમાં અમને નવી-નવી પ્રવૃતિઓ કરવા માટે પ્રોત્સાહન મળે છે અને લાઇફ ક્લાસમાં અમને ખૂબ મજા આવે છે. અમને ખુશી છે કે અમને લાઇફ ક્લાસ મળ્યો.
~ કોટડિયા ખુશ્બુ
અમને લાઇફ ક્લાસ ખૂબ ગમે છે, કારણ કે મેં આ પ્રકારનો ક્લાસ આજ સુધી કોઈ પણ જગ્યાએ જોયો નથી. (એટલે) મેં લાઇફ ક્લાસ ક્યારેય છોડ્યો નથી.
~ પ્રિયા મકવાણા
આ લાઇફ ક્લાસમાં અમને કોઈ દિવસ ન જાણ્યું હોય તેવું અવનવું જાણવા મળે છે. તેમાં નાના-મોટા સૌ મિત્ર હોય છે. મિત્રતા કેમ નિભાવવી, મિત્રતામાં કેવી મજા આવે તે બધું પણ શીખવવામાં આવ્યું. મને આ લાઇફ ક્લાસ એટલો ગમે છે કે તેને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે.
~ હિરલ ઘેલાણી
અમને લાઇફ ક્લાસમાંથી આત્મવિશ્વાસ મળે છે. અમને જીવનમાં કંઈ કરી દેખાડવાનું મન થાય છે. અમને સુખદુઃખમાં ટકી રહેવાની હિંમત મળે છે, બધા સામે બોલવાની હિંમત મળે છે.
~ હિતાક્ષી મારકણા
ભંડાર છે મસ્તીનો આ લાઇફ ક્લાસ. આ ક્લાસમાં અમારા આખા અઠવાડિયાનો ભાર ઊતરે છે.
~ જિલ અઘેરા |
|
અમે ક્લાસમાં તો બધી વાતો share નથી કરી શકતા. પરંતુ અહીં (લાઇફ ક્લાસમાં) અમારા મનના બધા વિચાર share કરી શકીએ છીએ. અહીં બધા વિદ્યાર્થીઓની વાતો જાણવા મળે છે. તેનો સાર અમારા જીવનમાં ઉતારી અમે પણ તેમના જેવા થઇ શકીએ છીએ.
~ કૃપાલ વાઘસીયા
અમને લાઇફ ક્લાસના બધા વિષયો ગમ્યા. તેમાં સમજણની સાથે તેને અમલમાં મૂકવાનું પણ શીખવાડાય છે.
~ પાર્થ રૂપારેલિયા
અમને લાઇફ ક્લાસમાં મિત્રો સાથે મિત્રતા વધારવું ગમે છે. અમને લાઇફ ક્લાસમાં બધા ભેગા મળી, બેસી અને અમારા મનના વિચારો બીજાને કહેવા, સાંભળવા ગમે છે.
~ હિરેન ભંડેરી
લાઇફ ક્લાસમાં હસવું, રમવું અને ડાન્સ કરવાની ખૂબ જ મજા આવે છે.
~ કિશન ખુંટ |
દર શનિવારે બે કલાકમાં સ્ફૂર્તિ આવી જાય છે. ત્યારબાદ અમને ભણવાની ખૂબ મજા આવે છે.
~ મોહિત વસોયા
લાઇફ ક્લાસમાં બધા એક સરખા, એકબીજાના મિત્રો - એ પોઈન્ટ મને ખૂબ ગમે છે. કારણ કે લાઇફ ક્લાસમાં કોઈ આપણી મશ્કરી, નિંદા કરતું નથી.
~ હાર્દિક કામાની
આ ક્લાસમાં નિયમ ઘડનાર પણ આપણે અને નિયમનું પાલન કરનાર પણ આપણે. માટે અમને આ ક્લાસ બહુ ગમે છે.
~ પ્રિયંકા લાડાની
અહીં કોઈ મોટું કે નાનું નથી, જેથી કોઈ ડર રહેતો નથી. અહીં અમને કોઈ ખીજાતું નથી. માટે મને તો આ ક્લાસમાં ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું છે. મને આ વર્ગો ખૂબ જ ગમે છે.
~ ઉર્વશી ભટ્ટ |
અમને લાઇફ ક્લાસમાં સૌથી વધુ અમારી જાતે બનાવેલા નિયમો ગમે છે.
~ હિરેન પીપળીયા
જે દિવસે લાઇફ ક્લાસ હોય તે દિવસે એક પણ વિદ્યાર્થી ગેરહાજર રહેતો નથી. અમે લાઇફ ક્લાસનું નામ સંભાળતા જ ખુશ થઇ જઈએ છીએ. તેમાં બધાએ વર્તુળમાં બેસવાનું હોય છે જેથી અમને બધાના ચહેરા સરખી રીતે દેખાઈ શકે. આ ક્લાસમાં જો એક પણ વિદ્યાર્થી ના પડે તો તે થતું નથી.
~ ધવલ ખત્રાણી
અમને લાઇફ ક્લાસમાં જીવન કેવી રીતે જીવવું એ ગંભીરતાથી નથી શીખવાતું પરંતુ તે હસતાં, રમતાં અને ક્યારેક રડતાં રડતાં શીખવવામાં આવે છે. લાઇફ ક્લાસમાં વિદ્યાર્થી હોય કે શિક્ષક હોય, તે દરેક સવાલ કરે તેના જવાબ જરૂર મળે છે. આ ઉપરાંત દરેકની વાતો સૂચનો ધ્યાનમાં લેવામાં આવે છે. આ લાઇફ ક્લાસની બે કલાક વચ્ચેની મિનિટ-મિનિટની બધી જ વાતો અમને ખૂબ ગમે છે.
~ ભાવિન ગાવિત
લાઇફ ક્લાસ અમને એક નવી તાજગી અને જિંદગી જીવવાની નવી દિશા આપે છે. અમે તેમાં પિક્ચરનાં ગીતો ખુલીને ગઈ શકીએ છીએ. બીજાની દુર્ઘટનાની ખબર પડે છે. લાઇફ ક્લાસ અમને આદરભાવ અને પ્રેમપૂર્વક વાત કરતા શીખવે છે.
~ અભિષેક ભાલોડી
હું બસ એટલું જ કહીશ કે દર વર્ષે આવી ઘણી શાળાએ જાઓ અને બધાને જીવનમાં જીવવાની નવી નવી વાતો કરતા રહેશો તેવી મારી આશા છે.
~ પાર્થ પંડ્યા |
|