Newsletter-cum-magazine of Oasis Movement YEAR 3 I ISSUE 61 I June 16, 2010

Indian Young Leadership Development Program (IYLDP) - Summer Celebrations

जिंदगी आ रहा हूँ में.....

Oasis Summer Special Camp on Personality Development

Learning Goes On....Fun Continues!

"અમે અમારા માતા-પિતાને કોઇ દિવસ thank you નથી કહયું..કદાચ ભવિષ્યમાં કહી પણ ન શકત"

અમને અમારા માતા-પિતાને પત્ર લખાવ્યો તે ખુબ ગમ્યું

"અમને અમારા માતા-પિતાને પત્ર લખાવ્યો તે ખુબ ગમ્યું. અમે અમારા માતા-પિતાને કોઇ દિવસ thank you નથી કહયું અને અમે કદાચ ભવિષ્યમાં કહી પણ ન શકત. આ પત્ર વાંચીને મમ્મી-પપ્પા પણ ખુશ થઇ ગયા. તેમને લાગ્યું કે ખરેખર અમારા બાળકોને અમારી ચિંતા છે અને મમ્મી-પપ્પાએ પણ અમને પત્ર લખ્યો. તે પત્રમાં તેમનાં પ્રેમ અને લાગણી ઝળકતા હતા. તે વાંચીને અમે પણ ખુશ થયા કે મમ્મી-પપ્પા પણ અમને કેટલો પ્રેમ કરે છે તો આપણે પણ એમને દુઃખ થાય તેવુ કામ ન કરવું જોઇએ.

બીજી વસ્તુ અમને એ શીખવા મળી કે, ભગવાને આપણને જે શરીર આપ્યું છે તેની કાળજી કેવી રીતે લેવી અને શરીરની ચોખ્ખાઇ કેવી રીતે લેવી.

આ કેમ્પનાં ટીચર વત્સલાદીદી પણ અમને ખુબ ગમ્યા તે અમને સારુ-સારુ ભણાવે છે અને મસ્તી પણ કરાવે છે."

~ પારુલ

Yesterday was my Best Day

Vatsaladidi asked us to write a letter to our parents I liked that most.”

~ Rahul

હું રોજ મારા માતા-પિતાને thank you કહીશ

"મને માતા-પિતાને પત્ર લખાવ્યો તે સૌથી વધુ ગમ્યું. મે મારા માતા-પિતાને કોઇ દિવસ thank you નથી કહયું તે કહેવા મળ્યું. પત્ર લખવાથી મને ખબર પડી કે માતા-પિતા આપણા માટે કેટલું બધું કરે છે નહીં તો મને ખબર જ ન પડત. પત્ર લખવાથી અમને એ પણ શીખવા મળ્યું કે માતા-પિતા આપણી માટે કેટલું બધું કરે છે અને આપણે મોટા થયા પછી તેમને ઘર છોડવા કહીએ છીએ. આપણે એમ નથી વિચારતા કે આપણે તો એમને thank you કહેવું જોઇએ. તેથી હવે હું રોજ મારા માતા-પિતાને thank you કહીશ."

~ ક્રિષ્ના

હવે તમારા બધાજ કેમ્પમા હું ભાગ લઇશ

"તમે જે પ્રોબ્લેમનો ચાર્ટ દોરાવ્યો અને પછી જે સોલ્યુશનનો ચાર્ટ દોરાવ્યો તેનાથી ખબર પડી કે આપણે કોઇ પણ મુસીબતમાં હોઇએ ત્યારે આવો ચાર્ટ બનાવી તેનો અમલ કરવો જોઇએ તેથી આપણી મુસીબતો દૂર થશે. હવે તમારા બધા જ કેમ્પમા હું ભાગ લઇશ."

~ હેનીલ

with a true heart we wrote a letter to our parents

“In the 1st session we discussed about what is personality. We also discussed that everybody had their different ideal personalities. Then in 2nd session we did exercises and Vatsaladidi taught us how to do brush and bathing. In 3rd session we discussed about our mistakes and how to improve. Then in 4th session didi told us the story about a boy and his mother. Then with a true heart we wrote a letter to our parents.”
~ Rigal

અમને ખુબ શીખવા પણ મળ્યું

"વત્સલાદીદીએ અમને જે વસ્તુઓ શીખવાડી જેમ કે, પ્રોબલેમ સોલ્વીંગ, ડિસિઝન મેકિંગ, પર્સનાલિટિ ડેવલપમેન્ટ વગેરે જે અમને ખુબ ગમી અને તેનાથી અમને ખુબ શીખવા પણ મળ્યું. મને વત્સલાદીદીની સમજાવવાની રીત ખુબ ગમી. હું વત્સલાદીદીને થેન્ક યુ કહેવા માગું છું."

~ દેવેન

એક પત્ર માતા-પિતાને

મારા વહાલા મમ્મી-પપ્પા,

આ પત્ર તમને મેં thank you કહેવા માટે લખ્યો છે.

જયારે હું કોઇક પાસે કંઇક નાનુ કામ કરાવું કે કોઇક મને કંઇક મદદ કરે તો હું તેને thank you જરૂર કહું છું. જયારે તમે તો મને ખુબ પ્રેમથી ઉછેરી છે..જીવનની દરેક પળે મારી મદદ કરી છે..દરેક દુઃખભરી પળોમાં મારી પડખે ઉભા રહયા છો તો હું તમને thank you કેમ ન કહું ?!

મમ્મી, તેં મને નવ મહિના પેટમાં રાખી, જયારથી મારો જન્મ થયો ત્યારથી લઇને આજ સુધી મને કશી પણ વાતની ખામી નથી પડવા દીધી. મને તાવ આવે તો મને દવાખાને લઇ ગઇ, મારી ખુબ સેવા કરી મને કોઇ પણ જાતનું દુઃખ નથી પડવા દીધું. તમે મને ખુબ લાડ-પ્યારથી ઉછેરી અને મારામાં સદ્દગુણોનું સિંચન કયુઁ. તમે ખુબ દુઃખ સહન કરીને મને મોટી કરી. તમને દુઃખ પડયું છતાં મને ભણાવી અને મારી જરૂરિયાતો પુરી પાડી. ખરેખર મમ્મી-પપ્પા જો તમે મારુ આટલું બધું ધ્યાન ન રાખ્યું હોત, આટલો બધો પ્રેમ ન કર્યો હોત તો હુ અત્યારે તમને આ પત્ર ન લખી શકી હોત!

કવિ બોટાદકરે પણ કહયું છે કે "જનનીની જોડ સખી નહીં જડે રે લોલ!" આ કાવ્ય ખરેખર આપણી આંખમાં આંસુ લાવી દે છે. આપણે નાના હોઇએ ત્યારથી માંડીને મોટા થઇએ ત્યાર સુધી મા-બાપ પાસે કંઇક માંગતા રહીએ છીએ પણ મા-બાપ આપણી પાસે કંઇ જ નથી માંગતા. તેઓની ખુશી એ જ હોય છે કે તેમનું બાળક ખુશ રહે. આપણાથી કંઇક ખોટું કામ થઇ જાય અને મમ્મી આપણા ઉપર ગુસ્સો કરે તો એ ગુસ્સામાં પણ કંઇક પ્રેમ છુપાયેલો હોય છે. તે આપણને ઠપકો પણ એટલા માટે આપે છે કે આપણે આપણી ભૂલને સુધારી લઇએ.

ખરેખર ધન્ય છે માતા-પિતાની જોડીને જે બાળકોને આટલા બધા લાડ-પ્યારથી ઉછેરીને પણ તેમની પાસેથી લેવાની આશા નથી રાખતા.

હું આજે મારા માતા-પિતાને વચન આપું છું કે, હું જીવનમાં ખુબ નામ કમાઇશ અને તેમની એટલી સેવા કરીશ જે આજ સુધી શ્રવણે પણ નહીં કરી હોય!

હું મારા અંતઃકરણથી માતા-પિતાનો આભાર માનું છું. હું તેમની ગમે તેટલી સેવા કરું તો પણ તેમનું જે મારા પર ૠણ છે તે ૠણ હું કોઇ દિવસ ચૂકવી નહીં શકું.

જે માતા-પિતા મને આટલો બધો અખૂટ પ્રેમ કરે છે તેમને મારા લાખ-લાખ વંદન!

મમ્મી-પપ્પા, thank you!

તમારી વહાલી,

પારુલ

માતા-પિતાનો જવાબ

અમારી વહાલી પારુલ,

અમે તને ખુબ લાડ-પ્યારથી ઉછેરી છે. તારી દરેક ઇચ્છાઓ પૂરી કરી છે અને હવે પછી પણ તારી કોઇ પણ ઇચ્છા પૂરી કરીશું. પણ અમે તને એમ કહેવા નથી ઇચ્છતા કે તું પણ અમારી ઇચ્છાઓ પૂરી કરે.

માતા-પિતા પોતાના બાળકોને હંમેશા ખુશ જોવા જ માંગે છે. તેને કોઇ પણ જાતની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખે છે.

માતા-પિતાએ પોતાના બાળકો ઉપર કોઇપણ જાતનું દબાણ લાવ્યા સિવાય પોતાના બાળકને કઇ વસ્તુમાં રસ પડે છે, તેને શું કરવું ગમે છે તે ધ્યાનમાં રાખવું જોઇએ. મા-બાપે પોતાની ઇચ્છાઓ પોતાના બાળકો પાસે પૂરી ન કરાવવી જોઇએ કારણ કે જે બાબતમાં એમને રસ હોય તેમાં બાળકને ન પણ હોય. બાળકની ગમતી પ્રવૃત્તિ જાણી તેના ઉપર મા-બાપે ખાસ ધ્યાન રાખવું જોઇએ તો જ બાળક આગળ આવી શકે.

ખુબ-ખુબ આશિર્વાદ સાથે,

એ જ લિખિતંગ,

તારા માતા-પિતા

IYLDP Orientation Session For the Primary Teachers of Sanskaar Bal Mandir, Mumbai by Sheeba Nair
  Life Class In Action at Experimental School, Vadodara

 OASIS Movement Photo News
A Session on ‘Introduction to Ayurveda’ by Sanjiv Shah at Amdavad

Few reflections from the participants of the session:

Very necessary and basic information about Ayurved was shared in the session which actually should be given to everybody in the society. What is 'Prakruti', how to know one's 'Prakruti' and what care one should take to live in harmony with nature- all these are very important things shared. We are proud that such a good program has been organised in our premises.

~ Dr. Shailesh Desai, Preventive Cardiologist, Physician & Program Director of Cardiac Uno Plus, Amdavad

જે જાણવા મળ્યું તે બહુ કીમતી હતું. અગાઉ સંજીવભાઈનું 'આયુર્વેદની ભેટ' પુસ્તક વાંચ્યું હતું, તેમાં જે મુદ્દા મને સ્પષ્ટ નહતા થયા તે આ સેશનમાં સમજાઈ ગયા. મેં આ સેશન પછી ફરી એ પુસ્તક વાંચવાનું શરુ કર્યું છે. મારી પોતાની હેલ્થ માટે ઘણું ઉપયોગી સેશન રહ્યું. સમય ઓછો હતો, છતાં, તમામ મહત્વના મુદ્દા આવરી લીધા.

~ ઈન્દુકુમાર જાની, તંત્રી, 'નયા માર્ગ' અને સામાજિક કાયર્કર

OASIS, Bangalore, Participated in Coimbatore Corporation Schools' Expo

OASIS, Bangalore participated in a School Expo organized by Coimbatore Muncipal Corporation(CMC) on 15th May, 2010 at Coimbatore. Oasis is conducting ASHA (Adolescent Students' Health Alternative) Program for 7, 8 & 9th Std. students of all 25 corporation schools of Coimbatore for last 1 year.

The Mayor Mr. Venkatachalam and the Municipal Commissioner Mr. Anshul Mishra of CMC visited Oasis stall and appreciated ASHA work.

  Editor's Note

Writing a letter expressing gratefulness to our parents is one of the rich experience one can have in a lifetime. It nourishes the soul as one becomes humble and feels gratitude for the life one has got.

The young-ones who participated in Oasis Summer Special Camp on Personality Development underwent such experiences.

We wish to give many more such experiences to the youngsters through IYLDP-LIFE Classes. Please contact our office immediately if you wish to recommend any school for LIFE Class registration in the coming academic year.

~ Mehul Panchal  Mehul

  Quote of the Month

“Promise yourself to live your life as a revolution and not just a process of evolution.”

~ Anthony J. D'Angelo

  News In Nutshell

  Looking to the success of last year, the Municipal Commissioner of Coimbatore, Mr. Anshul Mishra has re-invited Oasis (Bangalore) to carry on ASHA program in all schools of Coimbatore Corporation for the year 2010-11 also.

 Oasis (Bangalore) has shifted ASHA Center to their new office at Rajajinagar.

The new address is:
Oasis - ASHA
"Nalini Krupa", No. 1097
18th Main Road, 5th Block
Rajajinagar,
Bangalore - 560010

  You Said It

I really want to thank you for sending me Oasis newsletter. It's simply great and very helpful.

~ Shailesh Jain

Thank you for the news letter. It's interesting.

~ Mukesh Trivedi

  Oasis Valleys Update

Hall area construction is going on at Oasis Valleys, while waiting for the monsoon to set.

  Alive Archives

To View Alive Archives, Please Click here>>>

  Team Alive

  Alkesh Raval

  Jolly Madhra

  Jwalant Bhatt

  Kshama Kataria

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.